Saturday, October 5, 2024
Home gujaratishortlovestory Love Story in Gujarati Love Stories | Bloddy Ishq | Love Story...

Love Story in Gujarati Love Stories | Bloddy Ishq | Love Story Novels in Gujarati

Parth J. Ghelani’s

Bloddy Ishq

Waste of time

Love Story in Gujarati Love Stories | Love Story Novels in Gujarati

 

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

 

પ્રેમ

        અરે,યાર હદ થઇ ગઈ છે હવે તો આ લોકો ની મેં મારી સાથે રહેલા મારા મિત્ર કેયુર ને કીધું.

        શું થયું યાર પ્રેમ??કેયુરે મને પૂછ્યું

        અરે,મારા મોબાઈલ માંથી દરરોજ જ બેલેન્સ કપાઈ જાય છે.મેં કેયુર ને કીધું

        કયું,કાર્ડ છે??કેયુરે મને પૂછ્યું

        ડોકોમો.મેં કેયુર ને કીધું

        અરે,તો તો પછી તકલીફ રહેવાની જ.કેયુર બોલ્યો

        કઈ સોલ્યુશન??મેં તેને પૂછ્યું

        એક કામ કર કેર માં કોલ કર અને પૂછ.કેયુરે મને કીધું

        એજ કરવું પડશે એમ વિચારીને મેં તરત જ કસ્ટમર કેર માં કોલ કર્યો અને આખરે ૫ મિનીટ પછી કોઈ એ મારો ફોન લીધો અને સામેથી અવાજ આવ્યો,

        ગૂડ મોર્નિંગ સર,હું આરોહી ડોકોમો તરફ થી તમારી શું સહાય કરી શકું છુ??

        સામેથી જે અવાજ આવ્યો તે સાંભળીને મને તો એ પણ ભુલાઈ ગયુ કે મેં કસ્ટમર કેર માં કોલ શા માટે કર્યો છે,એકદમ જ ક્લીન અવાજ,ના તીણો અને ના જાડો બસ કોયલ જેવો અવાજ કે જેને સાંભળ્યા કરવાનું જ મન થાય.હું મારા વિચારો માં ખોવાઈ ગયો કઈ પણ બોલ્યા વગર એટલે સામેથી ફરી વાર અવાજ આવ્યો,

                હેલ્લો,સર શું આપ મને સાંભળી શકો છો??હું તમારી કેવી રીતે મદદ કરી શકું??

        ફરી વાર આ અવાજ સીધો જ મારા દિલ માં જઈને ટકરાયો,મેં કેમેય કરીને મારી જાત ને સાંભળી અને આખરે મારી પ્રોબ્લેમ આરોહી ને જણાવી.

        જી,મારું નામ પ્રેમ છે અને હું એજ જાણવા માંગું છુ કે મારા ફોન માંથી દરરોજ જ ૫ રૂપિયા બેલેન્સ શા માટે કટ થઇ જાય છે?

        જી,સર તમે ૨ મિનીટ મને સમય આપો હું અમારી સીસ્ટમ માં ચેક કરીને જાણવું છુ.આરોહી બોલી

        ઓકે,કહીને હું તો ફરી તેનો અવાજ સાંભળવા માટે તૈયાર થઇ ગયો,અને બે મિનીટ પછી તે ફરી કોલ પર આવી અને મને કીધું કે,

        સર તમારા સીમ કાર્ડ માં VAS ચાલુ છે અને તેનો ચાર્જ કપાય છે.

        ઓકે,તો તમે મને આ સર્વિસ બંધ કરી આપશો??મેં તેને પૂછ્યું

        ચોકકસ સર.આરોહી નો અવાજ આવ્યો

        ઓહ થેંક્યું આરોહી.મેં પણ મેમ કહેવાને બદલે સીધું જ નામ લઈને કહી દીધું

        માય પ્લેજર,સર.બીજી કોઈ સહાયતા કરી શકું સર??આરોહી એ મને પૂછ્યું

        હાં,બસ મારી સાથે આમ જ વાતો કરતા રહો બીજા કસ્ટમર ને બીજા હેન્ડલ કરશે.હુંમારા મન માં જ બબડ્યો અને તેને કહ્યું ના થેંક યુ..અને ફોન કટ થઇ ચુક્યો.

        જેવો ફોન મુક્યો કે મારા ચેહરા પર અજબ ની સ્માઈલ જોઇને કેયુરે મને પૂછ્યું,

        શું થયું?કેમ આટલો બધો ખુશ દેખાય છે?

        અરે,તને ખબર છે પેલી કહેવત જે થતું હોય તે સારા માટે જ થતું હોય.મેં કેયુર ને પૂછ્યું

        હા,પણ થયું છે શું??કેયુર બોલ્યો

        આ મારા ફોન માંથી બેલેન્સ કટ થતું હતું ને તેની પાછળ પણ એક કારણ હતું.મેં કેયુર ને કીધું

        એટલે??કેયુરે મને પૂછ્યું

        I am in love with aarohi.મેં કેયુર ને કીધું

        હવે આ કોણ છે??કેયુરે મને પૂછ્યું

        અરે,આ ડોકોમો કેર માં જે કામ કરે છે તે.મેં કેયુર ને કીધું       

        હમણાં તે જેની સાથે વાત કરી તે??કેયુરે મને પૂછ્યું

        હાં,તેજ આરોહી.મેં કેયુર ને કીધું

        પરંતુ,તે ક્યાં તેને જોઈ છે??માત્ર ને માત્ર અવાજ જ સાંભળ્યો છે.કેયુરે મને કીધું

        અરે,લોગો કો પહેલી નઝર કા પહેલા પ્યાર હો સકતા હે તો મુજે પહેલી આવાજ કા પહેલા પ્યાર નહિ હો સકતા??મેં કેયુર ને કીધું

        પરંતુ,પહેલી નઝર કા પહેલા પ્યાર મેં તેની ઉમર,તેનો ચેહરો તો જોવા મળે છે અને અહિયાં તો કઈ જ નથી..કેવી રીતે ખબર પડશે કે તેની ઉમર શું છે??કેવી દેખાય છે??કેયુરે મને પૂછ્યું

        પરંતુ,તેનો અવાજ તો એકદમ જ યંગ છે,અને મને તેના ચેહરા સાથે કોઈ જ લેવા દેવા નથી કારણ કે મને તેના અવાજ સાથે પ્રેમ થયો છે.મેં કેયુર ને કીધું

        તારા પાસે તેનો કોઈ અતો-પતો છે જ નહી તો તું હવે તેની સાથે વાત કેવી રીતે કરીશ???કેયુરે મને કીધું

        અરે,મારા પાસે ડોકોમો કસ્ટમર કેર નો.તો છે જ ને.મેં કેયુર ને કીધું

        તો તું વાત કરવા માટે તેના પર કોલ કરીશ??કેયુરે મને પૂછ્યું

        હાં તો.મેં કીધું

***

        આગળ ના  દિવસે સવારે મેં ફરી ડોકોમો કેર માં કોલ કર્યો તો કોઈ બીજા ભાઈ એ રીસીવ કર્યો અને બોલ્યા,

        ગૂડ મોર્નિંગ સર,હું અશોક ડોકોમો તરફ થી તમારી શું સહાય કરી શકું છુ??

        સર તમે માત્ર આ કોલ આરોહી ને ટ્રાન્સફર કરી આપવાની મદદ કરશો??મેં અશોક ભાઈ ને કીધું

        સોરી,સર તમારી પ્રોબ્લેમ મને જણાવો હું તમને સોલ્વ કરી આપીશ.અશોક બોલ્યો

        તે તમારા થી નહી થાય તે માત્ર આરોહી થી જ થશે.મેં અશોક ને કીધું

        તે હમણાં વ્યસ્ત છે.અશોકે કીધું

        તો કઈ નહિ ફ્રી થાય ત્યારે આપજો.મેં કીધું

        અને આખરે પાંચ મિનીટ ધમાલ કર્યા પછી તે ભાઈ મારા થી થાકી ગયા અને આરોહી ને ફોન આપ્યો એટલે તેનો અવાજ આવ્યો,

        ગૂડ મોર્નિંગ સર,હું આરોહી ડોકોમો તરફ થી તમારી શું સહાય કરી શકું છુ??

        હું,પ્રેમ કાલે આપણે વાત થયેલી VAS સર્વિસ બંધ કરવા માટે તો તે બંધ થઇ ચુકી છે તેના માટે તમને થેંક યુ કહેવા માટે કોલ કરેલો.મેં આરોહી ને કીધું

        સર,તમે માત્ર તમારા પ્રોબ્લેમ ને લગતા જ કામ માટે આ નંબર પર કોલ કરી શકો છો અને જો તમે અમને ફીડબેક આપવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ પર આપી શકો છો.આરોહી એ મને કીધું

        જો આરોહી જી હું તમને જે છે તે જણાવવા માંગું છુ કે મેં માત્ર ને માત્ર તમારો અવાજ સાંભળવા માટે જ કોલ કરેલો કારણ કે I am fall in love with your voice.મેં આરોહી ને કીધું

        સોરી,સર આ બાબત માં અમારી કંપની કોઈ જ સહાય નથી કરતી,અને મારો અવાજ સાંભળવા માટે અહીં કોલ ના કરતા.આરોહી એ કીધું

        હું તમને જ કોલ કરવાનો હતો પરંતુ મારા પાસે તમારો કોઈ કોન્ટેક્ટ નંબર હતો નહિ એટલે મેં અહીં કોલ કર્યો.મેં આરોહી ને કીધું

        સર હવે અવાજ સાંભળવા માટે કોલ ના કરતા.આરોહી એ મને કીધું

        એક કામ કરો મને તમારો પર્સનલ કોન્ટેક્ટ નંબર આપો તો હું તમને ત્યાં કોલ કરીશ.મેં આરોહી ને કીધું

        સોરી,સર.કહ્યું અને ફોન કટ કરી દીધો


***

        આખરે એક મહિના સુધી મેં આવી રીતે તેને કસ્ટમર કેર માં કોલ કર્યા અને ત્યારે તે માની અને મને તેનો પર્સનલ કોન્ટેક્ટ નંબર આપ્યો.

        અમારી બંને વચ્ચે એક શરત હતી કે અમે બંને એકબીજાને નો ચેહરો ક્યારેય જોઈશું નહિ અને આવી રીતે માત્ર ને માત્ર એકબીજાની સાથે વાત કરીશું.

        ધીરે ધીરે અમારી બંને ની વચ્ચે વાતો નો સમય વધતો ગયો અને એક દિવસ આખરે તેને પણ મારા અવાજ ની સાથે પ્રેમ થઇ જ ગયો.હવે અમારા બન્ને વચ્ચે ખુબજ વાતો થતી જેમાં અમે બંને એકબીજા સાથે અમારા પર્સનલ પ્રોબ્લેમ શેર કરવા લાગ્યા હતા.

        મારી અને આરોહી ની રીલેશનશીપ વિષે માત્ર કેયુર ને જ ખબર હતી બીજા કોઈ ને જ નહી કારણ કે મારી લવ સ્ટોરી બીજા કોઈ સમજી શકે તેમ ના હતા.કારણકે અહિયાં લવ થયો હતો અવાજ સાથે અને આજના જમાના માં લવ એટલે લોકો માત્ર ને માત્ર ચેહરા જોઇને કરે છે એટલે બીજા માટે સમજવી આ મુશ્કેલ હતી.

        હવે અમે બંને એટલા બધા એકબીજાના પ્રેમ માં પરોવાઈ ગયા હતા કે અમે એકદિવસ મળવાનું નક્કી કર્યું પરંતુ જે દિવસે અમે બંને એ મળવાનું નક્કી કર્યું તે જ દિવસે મારે કોઈ છોકરી ને જોવા જવાનું નક્કી થયું પરંતુ મારું મન તો આરોહી માં જ લાગેલું એટલે હું મનોમન નક્કી કરીને ગયેલો કે ના પાડીને આવતો રહીશ પરંતુ અહીં તો ઉલટું જ નીકળ્યું આ તો માત્ર ફોર્માલીટી જ હતી જોવા જવાનું લગ્ન અને તે બધું તો ફિક્સ થઈ ગયેલું જ હતું.

        તો હું મારા મમ્મી પપ્પા સાથે છોકરી જોઈ આવ્યો અને લગ્ન ની તારીખ પણ જાણતો આવ્યો બીજી બાજુ મારું મન આરોહી માં જ ખોવાયેલું એટલે ત્યાંથી આવીને તરત જ મેં આરોહી ને ફોન કર્યો અને બધી જ વાત જણાવી તો તેને પણ મને કહ્યું કે મારા લગ્ન પણ નક્કી થઇ ચુક્યા છે એટલે હવે આપણે લોકોએ મળવાનું બંધ રાખવું જોઈએ.

        મેં પણ તેમાં સહમતી દર્શાવી પરંતુ અમે બંને એકબીજાના અવાજ ને પૂરી જિંદગી પ્રેમ કરતા રહીશું તેવું અમારી વચ્ચે નક્કી થયું એટલે અમે બંને એકબીજા સાથે ફોન પર તો વાતો કરવાનું ચાલુ જ રાખ્યું.

        જોતજોતામાં મારા લગ્ન થઇ ગયા અને આરોહી ના પણ થઇ ગયા હવે અમે બંને એ વાતચિત કરવા માટે અમારા બીજા પર્સનલ ફોન લઇ લીધા હતા જે નંબર અમારા બંને સિવાય કોઈના પાસે પણ ના હતા.

        લગ્ન પછી મેં મારી પત્ની સાથે ક્યારેય વાત જ નથી કારણકે તે એટલી  શરમાળ કે ઘરના સભ્યો ની સામે કઈ જ ના બોલે અને બેડરૂમ મારી ઈચ્છા જ ના હોય તેની સાથે વાત કરવાની કેમ કે મારે તો રાત્રે આરોહી ની સાથે વાત કરવાની હોય એટલે રાત્રે હું હમેંશા ટેરેસ પર ચાલ્યો જતો વાતો કરવા અને આરોહી હમેંશા તેના બેડરૂમ માંથી જ વાત કરતી હોય છે.આવી રીતે જ અમારી જિંદગી ચાલ્યા કરતી હતી.

        આવી રીતે જ મારા લગ્ન નું એક વર્ષ પૂરું થઇ ગયું અને મને ખબર પણ ના પડી.એક દિવસ હું ઓફીસ પર હતો,ત્યારે મારા ઘરેથી મારા મમ્મી નો ફોન આવ્યો કે બેટા આજે તું તારું લંચ બોક્સ ભૂલી ગયો છો તોતું ઘરે આવીને જમી જજે.

        ઓકે,મમ્મી હું હમણાં જ ફ્રી છુ તો જો જમવાનું તૈયાર હોય તો હું હમણાં જ આવીને જામી જાવ છુ.મેં મારી મમ્મી ને કીધું

        બેટા,આરોહી જમવાનું બની ગયું કે બાકી??

        બસ,મમ્મી બની જ ગયું છે.અઆરોહી એ મારી મમ્મી ને જવાબ આપ્યો

        આ સાંભળીને મેં તરત જ મારી મમ્મી ને પૂછ્યું કે મમ્મી આ અવાજ કોનો હતો??અને આ આરોહી કોણ છે આપણા ઘર માં??

        બેટા,તું તારી ધર્મપત્ની નું નામ અને અવાજ પણ ભૂલી ગયો??ચલ મારી પાસે તારી જેમ મજાક કરવાનો સમય  નથી એમ કહ્યું અને ફોન મૂકી દીધો.

        જેવો ફોન મુક્યો એટલે મને ખબર પડી ગઈ કે હાલની મારી પત્ની એ બીજું કોઈ નહિ પરંતુ મારી આરોહી છે.કારણ કે હું તેનો અવાજ ક્યારેય ભૂલી શકું તેમ નથી અને આજે તો માં એ નામ અને અવાજ બંને મારી સામે લાવી લીધા.મારી ખુશી નો કોઈ જ પર રહ્યો નહી અને ઘરે જઈને આરોહી ને આ સમાચાર હું મારા અવાજ માં જ કહેવા માંગું છુ.આવું વિચારીને હું ઓફીસ પરથી ફટાફટ મારી બાઈક લઈને નીકળી પડ્યો મારા ઘર તરફ અને મન માં ને મન માં વિચાર કરતો રહ્યો કે મારી આરોહી છેલ્લા એક વર્ષ થી મારી પાસે જ છે અને હું તેને ઓળખી જ ના શક્યો,આ બધા જ વિચારો ની સાથે હું બાઈક ચલાવી રહ્યો હતો કે અચનાક જ મારી બાઈક સાથે મોટો ટ્રક અથડાયો……

***

 કેયુર

        હેલ્લો,આંટી હું પ્રેમ નો ફ્રેન્ડ કેયુર બોલું છુ.

        હાં,બોલ બેટા.પ્રેમ ના મમ્મી એ મને કહ્યું

        આંટી…મારા થી કઈ બોલાતું જ ન હતું

        હાં,બોલ બેટા શું થયું??કેમ આમ રડે છે??પ્રેમ ના મમ્મી એ મને પૂછ્યું

        અહીં પ્રેમ નું એકસીડન્ટ થયું છે અને તેમાં તેનું મૃત્યુ થઇ ગયું છે આટલું બોલીને મારા થી રડી જવાયું.અને તેના મમ્મી નું અવાજ આવતો પણ બંધ થઇ ગયો.

        પ્રેમ ના ઘરે ઇન્ફોર્મ કર્યા પછી મેં મારા બીજા મિત્રો ને જાણ કરીને અને બોલાવ્યા અને પ્રેમ ની ડેડબોડી તેના ઘરે લઇ ગયા.અને અગ્નિસંસ્કાર ને તે બધી જ વિધિ ઓ પૂરી કરી.

1 Months Later

        પ્રેમ ના મમ્મી-પપ્પા તથા આરોહી ના મમ્મી-પપ્પા આરોહી ભાભી ને બીજા મેરેજ માટે માનવી રહ્યા હતા અને આખરે લાંબા દિવસો બાદ આરોહી ભાભી મેરેજ કરવા માટે હા કહે છે અને તે પણ પોતાના પસંદગી ના છોકરા સાથે.

       ઠીક છે બેટા જેવી તારી ઈચ્છા.પ્રેમ ના પપ્પા એ આરોહી ભાભી ને કીધું

        હાં,તો તું તારી ઈચ્છા થાય ત્યારે બોલાવજે છોકરા ને.પ્રેમ ના મમ્મી એ આરોહી ને કીધું

        આ સાંભળીને આરોહી ભાભી એ કહ્યું ઓકે હું હમણાં તેને ફોન કરીને તમને મળવા માટે નું કહુ છુ.આટલું બોલીને આરોહી ભાભી એ કોઈ નંબર પર ફોન લગાવ્યો અને તે ફોન ની રીંગ મારા પોકેટ માં રહેલા ફોન માં વાગી અને મેં ફોન બહાર કાઢ્યો અને જેવો મેં ફોન બહાર કાઢ્યો કે આરોહી ભાભી મારા પાસે આવ્યા અને બોલ્યા,

        કેયુર તારું નામ જ પ્રેમ છે??

        ના,ભાભી આ ફોન મારો નથી આ ફોન પ્રેમ નો છે જે મને તેના એકસીડન્ટ ના દિવસે તેની પાસે થી મળ્યો હતો હું એટલું બોલી રહ્યો ત્યાં તો ભાભી કઈ પણ બોલ્યા વગર નીચે ઢળી ગયા અને અમે બધાએ થઈને તેને બેડ પર સૂવરાવ્યા અને ડોક્ટર ને બોલાવ્યા.

        ડોક્ટર એ ભાભી ની પૂરી તપાસ કરી અને કહ્યું કે તે તમને કોઈને જોઈ નહિ શકે,તમને કોઈને સાંભળી નહિ શકે,અને કઈ બોલી પણ નહી શકે બસ માત્ર ને માત્ર જીવિત રહેશે..

        પરંતુ અચાનક જ આવું થવાનું કારણ??પ્રેમ ના પપ્પા એ ડોક્ટર ને પૂછ્યું

        એમને કોઈ સદમો લાગ્યો છે,કોઈ આઘાત લાગ્યો હોવાથી આ બધું થયું છે.ડોક્ટર સાહેબ બોલ્યા

        પરંતુ,આ બધું પેલા ફોન ને કારણે જ થયું છે મતલબ આ પ્રેમ ની ડોકોમો કેર વાળી જ આરોહી છે,અને આ આઘાત તેને પ્રેમ એ ખોઈ દીધો તેના લીધે જ લાગ્યો..આ ઈશ્ક ના કહેવાય ,બ્લડી ઇશ્ક કહેવાય કે જેમાં બંને એકબીજા ની સાથે રહીને પણ દુર રહ્યા અને બંને ની જિંદગી પણ તેમાં જ વેડફાઈ ગઈ…Bloody ishq waste of time…total waste of time….

RELATED ARTICLES

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C22 by Parth Ghelani | Love Story Novels in Gujarati

Best Love Stories Books in Gujarati, hindi, language read and download PDF for free આગળ જોયું,         પ્રેમ અને આરોહી તપોવન મંદિર થી જવાની તૈયારી કરતા...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C21 by Parth Ghelani | Love Story Novels in Gujarati

આગળ જોયું,         પ્રેમ આરોહી ને મળવા માટે વડોદરા જાય છે અને ત્યાં તેને દિવ્યા મળવા માટે બોલાવે છે અને જયારે તે તેને મળવા...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C20 by Parth Ghelani | Love Story Novels in Gujarati

આગળ જોયું,         પ્રેમ અને આરોહી લાંબી રાત સુધી વાતો કરે છે.પ્રેમ પોતાની કાર ને રાત્રે સાફ કરે છે ત્યારબાદ તે સુઈ જાય છે...

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры

Сайты, получившие разрешение на работу, регулярно предоставляют финансовую отчетность в контролирующие органы. Такие казино используют легальные и прозрачные способы взаиморасчетов с клиентами. Пользователям доступен...

En Çok Kazandıran Slot Oyunları 2024

Slotun maksimum RTP’si olan %98,12 ile oynamak için bu bonusu kullanamazsınız. Eğer ücretsiz çevirme bonusu satın alırsanız oyunun RTP’si %97,13’e geriler. Oyuncular, oyunu başlatmak...

Фриспины в Казино 2024: Бесплатные Вращения Без Депозита!

Напротив, другие казино предлагают фриспины как часть приветственного бонуса при внесении первого депозита. Фриспины при регистрации на депозит также как и бездепозитные являются бесплатным...

Лучшие онлайн казино Рейтинг ТОП 10 для игры на 2024 год

На сегодняшний день, большинство форм онлайн-гемблинга на территории России являются незаконными, за исключением ограниченного числа лицензированных операторов. Онлайн-ставки разрешены только для лицензированных букмекерских контор...

Recent Comments