Love Story in Gujarati Love Stories | Love Junction Season-1 Chapter-1 by Parth Ghelani | Love Story Novels in Gujarati
પ્રસ્તાવના
પ્રેમ માણસની અગ્નિ પરીક્ષા કરે છે. એ આગમાં પોતે જ સળગવું પડે છે.કુમાર અવસ્થામાં પ્રેમની વસંત આવે છે. કોઈ હૃદયની માટી પર પ્રેમની કૂંપળ ઉગે અને થોડાક જ સમયમાં પ્રેમની વસંત પાનખરમાં પલટાઈ જાય.તોફાની પવન એ કૂપળને ક્યાંક ઉડાવી જાય પછી હૃદયની માટીને મન જીવવું અઘરું થઈ પડે. શું એ હૃદય પર ફરી પ્રેમની વર્ષા થશે? શુ ફરી પ્રેમની કૂંપળ ઉગશે? પ્રેમ નામના છોકરાની આ કથા છે. જે આરોહી ને કંપની ના ફંક્શન માં મળે છે અને તેને જોઈને જ તેના પ્રેમ માં પડે છે નામની એક છોકરીના પ્રેમમાં પડે છે. પરંતુ આ ફંક્શન પછી પ્રેમ પોતાના પ્રેમ નો એકરાર કરે એ પહેલા જ ફંક્શન પૂરું થઇ જાય છે અને બને અલગ પડે છે.હવે પ્રેમ આરોહીની તલાશમાં નીકળે છે. શું તે આરોહીને શોધવામાં સફળ થશે ? કહાનીમાં આગળ શું બન્યું હશે….? એ જાણવા માટે વાંચતા રહો પાર્થ ઘેલાણી ની કસાયેલી કલમે લખાયેલી એક રોમાન્ટિક કથા લવજંકશન.
***
આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને કોફી કોર્નેર પર ગયા.અમારા મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ,હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય,ખુશી,કેયુર અને પ્રિયા.અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ,અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે.
આ એવોર્ડ સંભારભ માં અમારી કંપની તરફ થી દર વર્ષે એમ્પ્લોય ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવે છે.અને આ વરસે એવોર્ડ મારા બેસ્ટ મિત્ર અજય ને મળવાનો છે અને એટલે જ તો આજની કોફી ની પાર્ટી અજય તરફ થી મળેલ છે.હવે અમે બધા મિત્રો કોફી પિતા પિતા વિચારતા હતા કે કાલે કઈ રીતે આપડે લોકો એ પાર્ટી પર જવું છે,મતલબ કે પોતપોતાની રીતે કે પછી હું મારી કાર લઈને આવું અને આપડે બધા એ સાથે જવું છે.અને છેલ્લે અમે લોકો એ મારી કાર માં જવાનું નક્કી કર્યું અને કોને ક્યાં થી પીક અપ કરવા તે નક્કી કરીને અમે છુટા પડ્યા. ઘરે પંહોચી ને હાથ મોઢું ધોઈને તરત જ મેં મારી ઇનોવા કાર ને સાફ કરી અને બધું બરાબર છે કે ની તે ચેક કરી લીધું.
બીજા દિવસે, નક્કી થયા મુજબ હું ઘરેથી બપોરે ૪:૩૦ વાગ્યે મારી કાર લઈને નીકળી ગયો કારણ કે મારે હજુ મારા મિત્રો ને પણ પીક અપ કરવાના હતા અને સૌથી પેલા હું મારા ઘર ની નજીક રહેતા અજય ને ત્યાં ગયો અને જેવો ત્યાં પહોંચી ને જોયું કે ભાઈ આજે તો સુટ બુટ માં રેડી જ હતા અને એ મને જોઈને તરત જ કાર તરફ આવ્યો અને મારી બાજુ ની સીટ માં આવીને બેસી ગયો અને મેં પણ તરત જ કાર ને ખુશી ના ઘર તરફ વાળી ,ખુશી ‘રીવર વ્યુ’ માં રહે છે અને મેં તેના ઘર પાસે જઈને તરતજ હોર્ન માર્યો અને તરત જ ખુશી પણ બહાર આવી,અને જેવી બહાર આવી કે હું અને અજય બંને તેના તરફ જ જોઈ રહ્યા હતા એનું એકજ કારણ હતું કે આજે આ ખુશી કંઇક વધારે જ ખુબસુરત લાગી રહી હતી ,ખુશી નું આ રૂપ તો મેં તો આજે જ જોયું હતું પરંતુ મને લાગે છે કે અજયે ખુશી નું આ રૂપ પેહલે થી જોઈ લીધું હશે એટલે એ ખુશી ને પસંદ કરતો હશે,પણ બિચારો આજ સુધી ખુશી ને કઈ નથી શક્યો.
કાર ની પાછળ ની સીટ પર ખુશી બેસી અને તરત જ બોલી કે આજ સુધી મને ક્યારેય જોઈ નથી કે શું?ના જોઈ છે પણ આજ ની આ ખુશી ઓફીસ ની ખુશી કરતા કંઇક વધારે જ ખુબસુરત છે.હું બોલ્યો અને અજયે તરતજ મારા તરફ ત્રાંસી નઝરે જોયું.બસ પ્રેમ હવે માખણ લગાવવાનું બંદ કર અને જલ્દી થી ચાલ પેલા બંને અઠવાગેટ પર આપણા લોકો ની રાહ જુવે છે.ઓકે ડીઅર કહ્યું અને મેં કાર ભગાવી અઠવાગેટ તરફ.અઠવાગેટ પહોચ્યાં ત્યાં સુધી મા તો ૬:૦૦ વાગી ચુક્યા હતા અને અમારો પાર્ટી નો સમય ૭:૦૦ નો હતો એટલે તરત જ સમય નો બગાડ કર્યા વગર તે બંને ને જલ્દી થી કાર માં બેસવાનું કીધું અને જેવા કાર માં બેઠા એટલે તરત જ કાર ને ‘TGB’ તરફ ભગાવી કારણ કે અમારી પાર્ટી નું આયોજન ત્યાં જ હતુ.અને અમે અમારા નક્કી કરેલા સમય મુજબ ૬:૪૫ વાગતા જ ત્યાં પંહોચી ગયા અને તે બધાને ગેટ પર ઉતારીને હું કાર ને પાર્ક કરવા પાર્કિંગ એરિયા માં ગયો અને કાર ને પાર્ક કરીને ત્યાંથી સીધો જ બધા મિત્રો સાથે મળીને હોટેલ ના મુખ્ય દ્વાર માં થઇ ને અંદર ગયા.અને જેવા અંદર ગયા કે તરતજ અમારા પર સુંદર ફૂલો નો વરસાદ થયો અને અમારું સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ અંદર જઈને જોયું તો પુરો હોલ કલરફુલ લાઈટો થી શણગારવામાં આવેલો હતો તથા આજુબાજુ માં ખુબજ સરસ સુગંધી ફૂલો પાથરવા માં આવ્યા હતા અને પુરા હોલ માં રહેલા સ્પીકર માંથી મંદ મંદ સંગીત પ્રસરી રહ્યું હતું અને ખરેખર ખુબજ અદ્ભુત વાતાવરણ હતું.
અને જેવા ૭:૧૫ વાગ્યા કે તરત જ કોઈ લેડીસ નો અવાજ સંભળાયો,
“ગુડ ઈવનિંગ,હું તમારી હોસ્ટ ઓછી પરંતુ દોસ્ત વધારે એવી દિવ્યા તમારું બધાનું ધ સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ તરફ થી તમારા બધાનું જ સ્વાગત કરું છુ.દોસ્તો આજે આપણી આ ભવ્ય પાર્ટી ની રોનક વધારવા માટે આપણી જ સ્ટાર કંપની ના બરોડા તેમજ અમદાવાદ ની શાખા ના તમામ એમ્પ્લોય અને મેનેજર અહીંયા આવી ચુક્યા છે.તો આપણે બંને શાખા ઓ ના મુખ્ય મેનેજરો નું જોરદાર તાળીઓ થી સ્વાગત કરીશું.પ્લીઝ મે આઈ રીક્વેસ્ટ ટુ મી.તલવાર ધ M.D. ઓફ અમદાવાદ બ્રાંચ અને મી.કશ્યપ ધ M.D. ઓફ બરોડા બ્રાંચ.
તે બંને સ્ટેજ પર ગયા અને અમારા સુરત બ્રાંચ ના M.D. એ તે બંને નું ફૂલો ના બુકે દ્વારા સ્વાગત કર્યું અને વેલકમ સ્પીચ આપી ને અમારા કાર્યક્રમ નો એવોર્ડ સંભારભ શરુ કરવાનું એલાન કર્યું અને ત્યારબાદ ફરીથી દિવ્યા એ કાર્યક્રમ ને આગળ વધાર્યો અને હવે તે એમ્પલોય ઓફ ધ યર ના નામ જાહેર કરવાની હતી અને તે બોલી ધ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ ગોસ ટુ ચિરાગ પટેલ ફ્રોમ ધ બરોડા બ્રાંચ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ યોર એવોર્ડ. ધ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ ગોસ ટુ અજય મેહતા ફ્રોમ ધ સુરત બ્રાંચ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ યોર એવોર્ડ.એન્ડ ધ લાસ્ટ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ ગોસ ટુ આરોહી શર્મા ફ્રોમ ધ અમદાવાદ બ્રાંચ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ યોર એવોર્ડ.
જેવું આરોહી શર્મા નામ એનાઉન્સ થયું કે બધાની નઝર તેના પર હતી કેમ કે છેલ્લા ૧૦ વરસ ના ઇતિહાસ માં પેહલી વાર સ્ટાર ડેવલપર તરફ થી કોઈ ગર્લ્સ ને આ એવોર્ડ મળ્યો હતો અને મેં પણ તેના તરફ નઝર નાખી ને જોયું પરંતુ ત્યારબાદ મારી નઝર તેના પર થી દુર હટવાનું નામ જ લેતી ન હતી કારણ કે એક તો તેનો લૂક એકદમ કોઈ બોલીવૂડ એક્ટ્રેસ જેવો જ ,તેની આંખોમાં કંઇક અલગ જ આત્મવિશ્વાસ હતો,લોંગ ઈયરીન્ગ્સ જે તેના પર્પલ કલર ના લાંબા પાર્ટી વેર ડ્રેસ ની સાથે એક્દમ મેચ થતા હતા અને આ બધું જ જોવા માં ને જોવા તો એ પણ ખબર ના પડી કે એ એવોર્ડ લઈને ક્યારે પોતાના ટેબલ પર પાછી આવતી રહી.
બીજા લોકો ની તો મને ખબર નહિ પણ મારું દિમાગ ૧૦૦% હવે તેના વિશે જ વિચાર કરી રહ્યું હતું અને મારી નઝર તો હવે ત્યાંજ હતી અને અચનાક જ અજયે આવીને મને કહ્યું ચાલ ભાઈ ડીનર નથી કરવાનું તારે??હા ચાલો અને મેં તેના ટેબલ પર નઝર કરી તો તે પણ ડીનર લેવા માટે જતી હતી અને હું પણ અજય સાથે ડીનર લેવા માટે ગયો અને ડીનર પૂરું કરીને અમે લોકો ફરીથી ટેબલ પર આવીને બેઠા અને અમે બધાએ અજય ને અભિનંદન આપ્યા અને અમારી જેમજ બીજા લોકો પણ અજય પાસે આવતા હતા અને અજય ને અભિનંદન પાઠવતા હતા.આવીજ રીતે આરોહી ને પણ બીજા ઓફિસ ના લોકો અભિનંદન આપતા હતા આ બધું જ શરુ જ હતું ત્યાં તો પાર્ટી સોન્ગ્સ જોર જોર થી સંભળાવા લાગ્યા અને બધા પોતપોતાની રીતે પોતાના પાર્ટનર ની સાથે ડાન્સ કરતા હતા ત્યાં થોડા સમય બાદ અજય-ખુશી અને કેયુર-પ્રિયા પણ ડાન્સ કરવા ચાલ્યા ગયા.
હવે ટેબલ પર હું એકજ બેઠો હતો અને મારી નઝર આરોહી ને જ શોધતી હતી અને મેં જોયું તો તે પણ એકલીજ બેઠેલી હતી અને આ જોઈને મને અંદર થી સારું લાગ્યું અને મન માં જ વિચાર આવ્યો કે આ મોકો સારો છે તેની પાસે જઈને વાત કરવાનો પણ તમને લોકો ને પણ ખબર જ છે કે કોઈ છોકરો કોઈ અજાણી છોકરી સાથે વાત કરવાની હિંમત ધરાવતો જ નથી તો પણ મેં આજે પાકું મન બનાવી લીધું હતું વાત કરવાનું કેમ કે મને ખબર હતી કે આજે વાત ના થઇ તો પછી બીજી વાર કયારે મળીએ એ પણ નક્કી નથી આવું વિચારીને હું ઉભો થયો ને મેં મારા પગ આરોહી ના ટેબલ તરફ જેવા ઉપડ્યા કે મારા હૃદય ના ધબકારા અચાનક વધારે જડપ થી ચાલવા લાગ્યા મારા મગજ માં મોટીવેશનલ વિચારો ધમાચકડી બોલાવવા લાગ્યા અને અચાનક જ હું સામે થી આવતા વેઈટર ની સાથે અથડાયો અને મારી વિચારોની હારમાળા તૂટી અને કેમેય કરીને ને મેં મને નીચે પડતા પડતા સંભાળ્યો.
અને સરખો થઈને સીધો જ આરોહી જ ટેબલ પાર હતી તે ટેબલ પાસે જઈને કહ્યું ,
હાય
હાય.આરોહી બોલી
congrtulations. મેં કહ્યું
ઓહ્હ થેંક યુ.
ઓલવેસ વેલકમ ,અને થોડી વધારે હિંમત કરીને પૂછી લીધું કેન આઈ સીટ હીયર??
સ્યોર,પ્લીઝ સીટ આરોહી બોલી
અને મેં બેસતા બેસતા જ કીધું બાય ધ વે મારું નામ પ્રેમ,પ્રેમ પટેલ.
મારું નામ આરોહી ,આરોહી શર્મા,આરોહી એ કહ્યું.
તમને તો કોણ નથી ઓળખતું.હું બોલ્યો
એટલે?તે બોલી
મતલબ કે હવેથી તમારે તમારી ઓળખાણ આપવાની જરૂર નહિ પડે કેમ તમે એક માત્ર એવી યુવતી છો જેને સ્ટાર તરફ થી એમ્પ્લોય ઓફ ધ યર નો એવોર્ડ મળેલ છે.મેં કહ્યું
અને પૂછ્યું કે ,તો તમે અમદાવાદ બ્રાંચ તરફ થી જોબ કરો છો એમ ને ??આ મને ખબર હતી છતાં મેં પૂછ્યુ.(મન માજ બોલ્યો)
હા અને તમે??
સુરત.
અને ટેબલ પર શાંતિ છવાઈ
હવે શું વાત કરવી એ વિચારતા વિચરતા જ મારા થી પૂછાઈ ગયું ,
કેન આઈ ડાન્સ વિથ યુ??
સોરી ,આરોહી બોલી
કેમ??મારા સાથે ડાન્સ કરવામાં કોઈ વાંધો છે?મેં પૂછ્યું
ના એવું નથી પણ
પણ શું??
આઈ ,આઈ કાન્ટ ડુ ધ ડાન્સ લથડાતા અવાજે આરોહી એ જવાબ આપ્યો .
હજુ હું વિચારતો જ હતો કે તેમનો કોન્ટેક્ટ નંબર માંગવો કે નહિ?ત્યાંજ પ્રિયા આવી ટપકી અને બોલી પ્રેમ ૧૧:૩૦ થઇ ચુક્યા છે.તો આપણે લોકો એ જવું જોઈએ.
મેં પણ કહ્યું અરે યાર આજે શનિવાર છે અને પાર્ટી માં આટલી મઝા પણ આવે છે તો થોડો સમય હજુ એન્જોય કરીએ અને પછી નીકળીએ.
તેને પણ ખબર પડી ચુકી હતી કે હું કેવી રીતે પાર્ટી એન્જોય કરું છુ એટલે એ પણ ત્યાંથી શરારત ભરી નઝરે જોઈને બોલતી ગઈ કે હવે છેલ્લી ૨૦:૦૦ મીનીટ ઓકે.
ઓકે ,મેં પણ કહ્યું અને ફરીથી નઝર આરોહી તરફ કરી ત્યાં તો એ પણ ત્યાંથી ચાલી ગઈ હતી.અને ફરી મારી નઝર તેને શોધવામાં લાગી ગઈ પણ…
અને પ્રિયા એ આપેલી ૨૦:૦૦ મીનીટ પૂરી થઇ ચુકી હોવાથી હું પણ ત્યાંથી ઉભો થયો અને મારા મિત્રો પાસે આવીને કહ્યું ચાલો હવે જઈએ અને અમે બધા અમારા મેનેજર ને મળીને તેને બાય કહી ને બહાર નીકળ્યા.
હવે લગભગ ૧૨:૦૫ થઇ ગઈ હતી ને અમારી કાર ફૂલ સ્પીડે ચાલી જતી હતી ત્યાંજ પ્રિયા બોલી પ્રેમ શું લાગે છે તને પેલી લેડી સ્ટારતને મળશે કે નહિ??
ત્યાં તો પેલા ત્રણેય મારા તરફ જોઈને બોલ્યા ભાઈ કોણ છે આ લેડી સ્ટાર??
અરે પેલી આરોહી શર્મા ,પ્રિયા બોલી
ત્યાં તો તરત જ કેયુર અને અજય બોલ્યા પેલી એમ્પલોય ઓફ ધ યર ફ્રોમ અમદાવાદ??
એટલે જ તો હું વિચારતી હતી કે આ ડાન્સ ભુખી પ્રેમ આજે ડાન્સ કરવા કેમ ના આવ્યો અને આજે અમારા થી પણ દુર કેમ હતો પણ ભાઈ લાઈન મારવામાંથી ઉંચા આવે તો ને….હસતા હસતા ખુશી બોલી અને બધા એ તેની સાથે સુર પુરાવ્યો.
અને આ બધી વાતો માં ક્યારે કેયુર અને પ્રિયા નું ઘર આવી ગયું એ પણ ખબર ના પડી અને તે બંને ને ત્યાં ઉતાર્યા અને ગૂડ નાઈટ કહીને છુટા પડ્યા..અને ત્યારબાદ ખુશી ને રીવર વ્યુ પર અને અજય ને તેના ઘર પર ઉતારીને લગભગ હું ૧:૦૦ વાગ્યા ની આસપાસ ઘરે પહોંચ્યો અને કાર ને પાર્ક કરી ને નાહીધોઈ ને બેડ પર જઈને સુતો.
પરંતુ બેડ પર જઈને સુતો અને જેવી આંખ બંધ કરી કે મારી આંખો ની સામે આરોહી નો ચેહરો અને ત્યારબાદ તેની સાથે વિતાવેલી ૨૦:૦૦ મીનીટ ના બધાજ એક પછી એક ચિહ્ન મારી નઝર ની સામે કોઈ ચલચિત્ર ની જેમ આવવા લાગ્યા અને આરોહી ના વિચારો માં જ આખી રાત ક્યારે પૂરી થઇ ગઈ એ મને ખબર જ ના પડી.અને આજે રવિવાર હોવાથી હું પણ સવાર ના ૧૦:૦૦ વાગ્યા સુધી પથારી માં પડ્યો રહ્યો.પરંતુ ઉઠવાની સાથે જ ફરી મારી સામે આરોહી નો ચેહરો.
અને હવે મને ખબર પડી ચુકી હતી કે મારા મગજ માં હવે આરોહી નામ ના વાયરસે કબજો કરી લીધો છે અને આ વાયરસ નો એન્ટી-વાયરસ પણ ખુદ આરોહી જ હતી પણ હવે તેની સાથે કેવી રીતે કોન્ટેક્ટ કરવો એ વિચારતા વિચારતા નાહી ધોઈ ને ફ્રેશ થયો અને હવે બ્રેક-ફાસ્ટ નો સમય તો પુરો થઇ ચુક્યો હતો એટલે મેં બપોર નું ભોજન લીધું અને હવે કઈ કામ ના હતું એટલે લેપટોપ ઓન કર્યું અને મુવી ના ફોલ્ડર માં જઈને મુવી ના નામ જોવા લાગ્યો અને એક મુવી મારી નઝર માં આવી એ હતી “મુજ્સે ફ્રેન્ડશીપ કરોગે”અને જેવું આ દેખાણું કે મારા મગજ માં આ મુવી ની સ્ટોરી યાદ આવી ગઈ અને મેં પણ આ તરતજ કરવાનું વિચારીને મારા લેપટોપ ને વાઈ –ફાઈ સાથે કનેક્ટ કરીને તરતજ ગુગલ માં જઈને fb.com સર્ચ કર્યું ને જેવું ફેસબુક ખુલ્યું કે સર્ચ માં જઈને આરોહી શર્મા ટાઇપ કર્યું અને તરત જ આરોહી નામક ફેસબુક આઈડી આવી ગયા અને તરત જ મેં બધા જ એકાઉન્ટ ના પ્રોફાઈલ પીક્સ જોવાનું શરુ કર્યું પરંતુ મને કોઈ પણ એકાઉન્ટ માં તેનો ફોટો જોવા નહી મળ્યો અને આખરે ૩૦:૦૦ મીનીટ ની મહા મથામણ બાદ મને આરોહી નું ફેસબુક આઈડી મળ્યું અને મેં ઓપન કર્યું અને સૌથી પેલા અબાઉટ પર જઈને ક્લિક કર્યું અને તરત જ પેહલા મેં રીલેશન શીપ સ્ટેટસ ચેક કર્યું અને એ સિંગલ બતાવતું હતું એ જોઈને મને આંતરિક ખુશી મળી અને ત્યારબાદ એક પછી એક માહિતી ચેક કરવા લાગ્યો પરંતુ મેં જયારે તેની બર્થ ડેટ જોઈ કે મારું મગજ ૧:૦૦ મીનીટ માટે સુઉન્ન્ન્ન્ન્ન્ન(હેંગ) થઇ ગયું કારણ કે તેની બર્થ ડેટ 23rdJanuary,1991 બતાવતી હતી અને હવે તમને વિચાર આવ્યો કે આ ડેટ માં તો એવું શું છે પણ એવું કઈ જ નથી પરંતુ મારી બર્થ ડેટ પણ 23rdJanuary,1991 જ છે..
હવે બધું જ ચેક થઇ ચૂક્યું હતું અને હવે એકજ કામ બાકી હતું અને એ હું ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવાનું અને પરંતુ જેવું મેં ત્યાં ક્લિક કર્યું કે મારા હ્રદય ના ધબકારા થોડા વધી અને ત્યારબાદ એક મેસેજ પોપ-અપ થયો અને એ હતો,
“Do you know this persons outside the facebook …..”
પછી શું મેં પણ કોન્ફોર્મ પર ક્લિક કરી દીધું અને મારી રીક્વેસ્ટ પહોંચી ગઈ આરોહી પાસે અને લગભગ ઘડિયાળ માં ૩:૦૦ વાગ્યા હતા અને અજય નો ફોન આવ્યો કે ભાઈ આપણે લોકો એ આજે મુવી જોવા જવાનું છે યાદ છે કે પછી હજુ સુધી તું પેલી લેડી સ્ટાર ના સપના માં જ ખોવાયેલો છે??? તે હસતા હસતા બોલ્યો અને મેં પણ કહ્યું ભાઈ તારી વાત સાચી છે હું હજુ પણ એના વિચારો માં જ ખોવાયેલો છુ અને હું એ પણ ભૂલી ગયો હતો કેઆપણે લોકો એ આજે મુવી જોવા જવાનું હતું,ચાલ હવે જલ્દી થી તૈયાર થઈને આવું છુ એવું કહી ને મેં ફોન મુક્યો.
અને ૪:૦૦ વાગતા જ હું રાહુલરાજ મોલ પર પહોંચી ગયો અને અજય ને એ લોકો રાહુલરાજ મોલ ના ત્રીજા માળ પર PVR ની બહાર ઉભેલા હતા હું જેવો ગયો કે તરત જ આરોહી નું નામ લઈને ચીડવવા લાગ્યા અને પછી તેઓને શાંત પડ્યા અને કાલે છુટા પડ્યા ત્યાંથી લઈને રીક્વેસ્ટ મોકલી ત્યાં સુધીની બધી જ વાત કરી અને પછી સ્ક્રીન નંબર-૨ માં દાખલ થયા અને મુવી જોવા માં વ્યસ્ત થઇ ગયા પરંતુ મારું મન મુવી જોવા માં લાગતું જ ન હતું અને મારા મગજ માં તો આરોહી નામનુ જ મુવી ચાલતું હતું એટલે ક્યારે મુવી પૂરું થઇ ગયું એ પણ ખબર ના પડી અને મુવી પૂરું કરી ને અમે લોકો “Mac’D” માં ગયા અને જમીને બહાર નીકળ્યા એટલામાં તો ૮:૦૦ વાગી ચુક્યા હતા અને થોડી વાર પીપલોદ પર બેસી ને અમે લોકો કાલે ઓફીસ માં મળીએ એવું કહીને છુટા પડ્યા.
ઘરે જઈને તરતજ મેં લેપટોપ લીધું અને ફેસબુક ઓપન કરીને નોટીફીકેશન ચેક કર્યા પરતું પરિણામ શૂન્ય એટલે લેપટોપ બંધ કર્યું અને મન થોડું ઉદાસ થઇ ગયું અને અને તરત જ બેડ પર જઈને સવાર નું ૫:૦૦ વાગ્યા નું અલાર્મ સેટ કરીને સુઈ ગયો.સવારે ઉઠીને ફરીથી નોટીફીકેશન ચેક કર્યું અને પરંતુ….ત્યારબાદ તો મારું મન વધારે ઉદાસ થઇ ગયું અને તૈયાર થઇ ને ઓફીસ પર પહોંચ્યો પણ મારું મન આજે કામ કરવામાં લાગતું જ નહોતું આવી જ રીતે કામ કરતા કરતા લંચ નો સમય થઇ ગયો અને ખુશી એ મારા તરફ જોઈને કહ્યું ચાલ મેરે દેવ-ડી લંચ કરવા અને હું ઉભો થઈને લંચબોકસ લઈને ટેબલ પર ગયો.અને બધા લોકો મારા તરફ જોવા લાગ્યા એ લોકો ને મારા દુખી હોવાનું કારણ ખબર જ હતું તો પણ ચીડવવા માટે પૂછવા લાગ્યા એટલે જલ્દી લંચ પૂરું કરીને હું ત્યાંથી ઉભો થઇ ને એકલો જઈને બેસી ગયો અને ફરી પાછો કામ કરવા લાગ્યો અને કામ કરતા કરતા ક્યારે સાંજ પડી ગઈ એ પણ ખબર ના પડી.
સાંજે ઘરે જઈને પાછુ ફેસબુક ખોલ્યું અને ફરીથી પાછા નોટીફીકેશન ચેક કર્યા પણ કાલ ની જેમ જ આજે પણ પરિણામ શૂન્ય આવું લગભગ આગળ ના ૧૫ દિવસ સુધી ચાલ્યું ત્યારબાદ મેં પણ નક્કી કર્યું કે દરરોજ ચેક કરીને દુખી રહેવું તેના કરતા ચેક કરવાનું જ બંદ કરી દેવું જોઈએ અને ત્યારબાદ મેં બંધ કરી દીધું.
ઓહહ હાય મેરે દેવ-ડી ખુશી તરફ થી મેસેજ આવ્યો ,અરે મેરી માં હવે તો પણ તેના વિશે વિચારવાનું બંધ કરી દીધું છે તો પણ તમે લોકો બંધ જ થતા નથી મેં સામે મેસેજ મોકલ્યો અને આવી જ રીતે અમે બંને વાત કરી રહ્ય હતા ત્યાં મારા મોબાઈલ ના નોટીફીકેશન બાર પર એક નોટીફીકેશન પોપ-અપ થયું અને એ હતું,
“Aarohi Sharma accepted your friend request and now you can see….”
અને આ જોઈને તરત જ મેં મારું ફેસબુક ઓપન કર્યું અને નોટીફીકેશન બે વાર વાંચ્યું અને તેનું એકાઉન્ટ પણ “Online ” જ બતાવતું હતું એટલે મેં મનોમન નક્કી કર્યું કે મેસેજ કરૂ પણ મારી આંગળી કી-બોર્ડ પર જતા જ પછી આવી ગઈ અને પાછુ થોડી વાર વિચારીને મેં “હાય” એવું ટાઈપ કર્યું અને જેવું સેન્ડપર ક્લિક કરવા અંગુઠો ગયો કે તે પેલા તો મારી બીજી આંગળી બેકસ્પેસ પર ગઈ અને…
એક મીનીટ પછી ફરી “હાય” લખ્યું અને આંખ બંધ કરીને મેં સેન્ડ પર ક્લિક તો કરી દીધું પણ જેવું ક્લિક કર્યું ત્યારે મારી જે હાલત હતી એ તો મને જ ખબર..
અને ત્યાંજ સામે થી Typing….. બતાવતું હતું અને જ્યાં સુધી તેનો મેસેજ ના આવ્યો ત્યાં સુધી હું ટેન્શન માં અને તરતજ તેનો “હાય” નો મેસેજ આવ્યો ત્યારે મને થોડી ઘભરાહટ ની સાથે થોડી ખુશી પણ થઇ..અને હા આ બાજુ ખુશી પણ મેસેજ પર મેસેજ કરતી હતી અને મેં તેને પછી વાત કરું એવો મેસેજ મોકલી દીધો.
હવે શું વાત કરું એવું વિચરતો હતો અને મેં થોડી હિંમત કરીને
યુ એન ફેસબુક???એવો મેસેજ ધ્રુજતી આંગળી સાથે ટાઈપ કર્યો અને સેન્ડ કરી દીધો.
કેમ અમારે નહી યુજ કરાય ફેસબુક ??આવો રિપ્લાય આવ્યો તેનો.
અને હવે મારી અંદર રહેલી બીક ઓછી થવા લાગી અને હવે હું પણ થોડો બિન્દાસ થઈને મેસેજ કરવા લાગ્યો અને પછી મેં ,
અરે કેમ નહી માર્ક ભાઈ ઝુકરર્બર્ગે બધા માટે જ બનાવ્યું છે.આવો મેસેજ મોકલી દીધો અને હવે તે પણ થોડી ફ્રી થઈને મેસેજ કરવા લાગી અને તેનો રિપ્લાય આવ્યો
ઈમોજી ના સીમ્બોલ્સ સાથે અરે તમારી વાત પરથી તો લાગી રહ્યું છે કે તમારી તેની સાથે સારી એવી ઓળખાણ છે.
હા તો.મેં પણ ઈમોજી ના સીમ્બોલ્સ સાથે આવો રિપ્લાય આપ્યો અને વાતચીત માં થોડું હાસ્ય પણ ઉમેરાયું.
તમે એજ ને કે જેણે મને પાર્ટી માં મારી સાથે ડાન્સ માટે પૂછેલું???તેનો મેસેજ આવ્યો
હા ,હું એજ છુ.મેં સામો રીપ્લાય આપ્યો.
મેં તમારી ફ્રેન્ડ રીક્વેસ્ટ તો કેટલાય દિવસ થી જોઈ હતી પરંતુ હું ફેસબુક ઓછુ યૂસ કરું એટલે આજે એક્સેપ્ટ કરી.આરોહી નો મેસેજ આવ્યો
તો આજે શા માટે કરી???મેં પણ આવો જવાબ મોકલી દીધો
પરંતુ તેનો એણે કોઈ જવાબ ના આપ્યો અને મેં પણ વધારે ફોર્સ ના કર્યું અનો જવાબ મેળળવા માટે અને પાછો મોકલી દીધો મેસેજ,
કઈ વાંધો નહી પણ એક્સેપ્ટ કરી એ મહત્વનું છુ અને મને તો એવું લાગતું હતું કે તમને તો એવોર્ડ મળ્યો એટલે અમારા જેવા લોકો ને તો ઓળખો પણ નહી….કેમ સાચું ને??
મને આવા એવોર્ડ નું અભિમાન નહી હો એ તમને જણાવી દવ છુ,અને તમને તો કેમ કરી ને ભુલાય???એનો આવો રિપ્લાય જોઈને હું વિચાર માં પડી ગયો અને તરત જ મેં સામો મેસેજ કર્યો,
એટલે ??કેમ ના ભૂલાઈ મેં તમારા સામે કોઈ જોકર જેવું વર્તન કરેલું??
અરે ના એવું નથી.એટલો મેસેજ આવ્યો અને હજુ Typing….. જ બતાવતું હતું ત્યાં મેં મેસેજ મોકલી દીધો,
તો પછી??
એટલે કે આજ સુધી ની મારી ઝીન્દગી માં ડાન્સ માટે પૂછવા વાળા તમે પેલા વ્યક્તિ છો.તેનો આવો રિપ્લાય આવ્યો અને આ વાંચી ને મન માજ વિચારવા લાગ્યો કે બકા ભૂલ માં તો ભૂલ માં પણ નિશાન તીર પર જ વાગ્યું છે..
Ohhhhhhhhh really????? કે પછી મને ઈમ્પ્રેસ કરવાના ચક્કર માં આવું બોલો છો..??મેં આવો રિપ્લાય આપ્યો..
Oyyy Mr.એવું કઈ જ નથી. તેણે આવો રિપ્લાય આપ્યો.
ઓક જસ્ટ કિડિંગ ડીઅર..મેં આવો રિપ્લાય આપ્યો અને વિચારવા લાગ્યો કે આટલી હિંમત ક્યાંથી આવી ગઈ મારા માં કે આવા મેસેજ મોકલવા લાગ્યો અને કઈ વધારે ઉતાવળ તો નથી કરી રહ્યો ને ??ત્યાંજ એનો રિપ્લાય આવ્યો.,
ઓકે,ડીઅર
આ રિપ્લાય વાંચી ને મને ખુશી થઇ અને હવે તો ભાઈ ફોર્મ માં આવી ગયા અને હવે જે કઈ થોડો ઘણો ડર હતો એ પણ ચાલ્યો ગયો..
તો તમને ખરેખર ડાન્સ નથી આવડતો??મેં આવું પૂછ્યું
ના,ડાન્સ એમ તો થોડો ડાન્સ કરી શકુ છુ પણ..આવો રિપ્લાય આવ્યો તેનો
પણ શું ??મેં પણ પૂછ્યું
પણ તે દિવસે તમે અચાનક જ આવું પૂછી લીધું ને એટલે હું થોડી નવર્સ થઇ ગઈ હતી.એટલે ડાન્સ માટે ના પાડી .આરોહી એ આવો રિપ્લાય કર્યો..
ઓકે,બોલો બીજું??કેવી ચાલે છે તમાંરી નોકરી ,મેં મેસેજ કર્યો
સારી ,અને તમારી???તેણે પણ મને પૂછ્યું
સારી,તો તમને હવે કેવું લાગે છે મતલબ કે એવોર્ડ મળ્યા પેલા ની આરોહી માં અને પછી ની આરોહી માં કઈ તફાવત લાગે છે કે નહી??
હા,હવે જવાબદારી પેલા કરતા વધી તો ગઈ છે છતા પણ કામ કરવાની મઝા આવી રહી છે.તેણે આવો રિપ્લાય આપ્યો
તમે પ્રોપર જ અમદાવાદ ના છો કે પછી જોબ ના લીધે ત્યાં રહો છો??મેં પૂછ્યું
ના હું મારા ફેમીલી ની સાથે પેહલે થી જ અહીં અમદાવાદ માં રહુ છુ,અને તમે ??
સુરત,પેહલે થી જ સુરત માં રહું છુ.મેં કહ્યું
ઓકે ,ચાલો બાય પછી ફરી ક્યારેક વાત કરીશું ,
Good night, sweet dreams and take care ..તેણે મેસેજ કર્યો
ઓકે, અને મેં પણ લખી દીધું
“ચાલો હવે ઝડપ થી સુઈ જાવ કારણ કે તમારા સપના માં તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે
Good night and take care” અને ત્યારબાદ તે ઓફલાઈન થઇ ગઈ અને પછી ૧૧:૩૦ વાગી ચુક્યા હતા એટલે હું પણ બધું બંધ કરીને સુઈ ગયો..
આજે તો હવે કેવી રીતે ઊંઘ આવે કારણ કે મારી ઊંઘ તો એ સાથે લઈને ઓફલાઈન થઇ હતી અને હવે તો બેડ પર સુતા સુતા બસ એક બાજુ થી બીજી બાજુ ફરી બીજી બાજુ થી પાછી આ બાજુ ફર્યા કર્યો અને તેની સાથે કરેલી આજ ની વાત ને યાદ કરી કરી ને અને એક થી બે વાર તો ફરી થી મેસેજ બોક્સ ખોલીને તે બધા જ મેસેજ વાંચી વાંચી ને આખી રાત કાઢી નાખી..
બીજે દિવસે સવારે ઉઠતાની સાથે જ તેને ”Good morning and have a great day”નો મેસેજ કરી દીધો અને ફોન ને ચાર્જિંગ માં મુકીને નાહવા માટે ગયો અને તૈયાર થઈને ઓફીસ જવા નીકળી પડ્યો અને આજે તો મારું મૂડ એકદમ જ જક્કાસ હતું મને આજે રોડ પર ની ટ્રાફિક પણ પરેશાન કરતી નહતી અને કાલ ની આરોહી સાથે ની વાત ને યાદ કરતા કરતા ક્યારે ઓફીસ આવી ગઈ એ પણ ખબર ના પડી.અને ઓફીસ માં જઈને મારા બધા જ મિત્રો ને શુભ સવાર કીધી અને મને જોઈને પ્રિયા બોલી ભાઈ પ્રેમ શું છે આ બધું આજે એટલો બધો ફોર્મ માં કેમ છે કાલ સવાર સુધી તો દેવદાસ બની ફરતો હતો.અરે ડીઅર પછી કહું છું ને અને આવું સાંભળતાની સાથે જ ખુશી બોલી કાલે અચાનક જ કેમ વાત કરતા કરતા મેસેજ કરવાનું બંદ કરી દીધુ??મારી માં તને પણ પછી કહું છુ ને જસ્ટ ચીલ..અને એટલો બધો ખુશ જોઈને કેયુર અને અજય બોલ્યા ભાઈ ખુશ તો એટલો બધો થઇ છે કે આરોહી મળી ગઈ હોઈ.હાં ભાઈ તું એવું રાખ બીજું શું..આજે બધાને જ લંચ કરતી વખતે પૂરે પૂરી માહિતી આપવામાં આવશે તો હવે કોઈ પણે
મને આ બાબતે પૂછવું નહી ઓકે……
હવે અમે બધા પોતપોતાના કામ માં વ્યસ્ત થઇ ગયા હતા અને હું તો હજુ પણ કામ કરતા કરતા આરોહી વિશે જ વિચાર કરતો હતો અને સાથે સાથે કામ પણ કરતો હતો..અને એ પણ ખબર ના પડી કે લંચ નો સમય થઇ ગયો અને એટલે મારું કામ અટકાવીને મેં મારું લંચ બોક્સ લીધું અને આજે ટેબલ પર જઈને બેસી ગયો જેવો ગયો એટલે ખુશી અને પ્રિયા બોલી બોલો મેરે બબ્બર શેર આજ ઇતને ખુશ કયું હૈ આપ??અરે ઇતની ભી ક્યાં જલ્દી હૈ ખાના ખાને ક બાદ બોલતા હું ના મેરી બબ્બર શેરની…ના હમણાં જ કે એમ પણ અજય ને આવતા હજુ ૧૦:૦૦ મીનીટ થઇ જશે.કેયુર બોલ્યો .
કેમ ??મેં પૂછ્યું ,અરે બોસે તેને બોલાવ્યો છે અર્જન્ટ કામ હતું એટલે કેયુર બોલ્યો..
ઓકે. મેં કહ્યું
તો બોલો હવે ભાઈ શું થયું છે?પ્રિયા બોલી
અરે પેલી લેડી સ્ટાર આરોહી ને મેં રીક્વેસ્ટ મોકલેલી ને તો તેણે કાલે તે એક્સેપ્ટ કરી લીધી છે…..અને ત્યાર પછી ની જે વાત કરી એ બધી જ મેં કહી દીધી…
ઓહ્હ તો એમ વાત છે..એટલે કાલે મને રિપ્લાય આપતો બંધ થઇ ગયેલો એમ ને ??
હા ,મેં પણ કહ્યું..
ત્યાંજ કેયુર બોલ્યો કે આટલું બધું ડેરીંગ ક્યાંથી આવી ગયું ભાઈ???
અજય માંથી ,મેં પણ કહ્યું
એટલે???પ્રિયા બોલી
અને વધારે ખુશ હોવાને લીધે મારા થી એ પણ બોલાઈ કે અજય ખુશી ને છેલ્લા ૨ વરસ થી લાઈન મારે છે મતલબ લાઈક કરે છે પણ બોલી નથી શકતો અને….
ત્યાંજ વચ્ચે ખુશી બોલી શું???
કઈ નહી અરે યાર ભૂલ થી નીકળી ગયું મોઢા માંથી ,હું પણ પોતાના બચાવ માટે બોલ્યો પણ તેની કોઈ અસર થઇ નાહી…અને મારે પછી બધું કેવું પડ્યું..કે ખુશી અજય તને પહેલે થી જ પસંદ કરે છે પણ ક્યારેય બોલી નથી શક્યો અને અને મેં પણ વિચાર્યું કે જો હું પણ કઈ આરોહી ની સામે બોલી નહી શકુ તો કઈ કામ નું નથી એ પસંદ કરવાનું અને પછી ના મળે તો પાછળ ખોટો અફસોસ કરવો પડે તેના કરતા બેટર છે વાત કરી લેવાય અને આવું વિચારીને જ મેં કાલે બિન્દાસ થઈને વાત કરી લીધી અને એટલું બોલ્યો ત્યાં તો અજય ટેબલ પાસે આવીને બોલ્યો સોરી યારો મારા લીધે તમારે પણ હેરાન થવું પડ્યું..
અને જેવું અમે આ સાંભળ્યું ક તરત જ અમે બધા એક જ સાથે તેની તરફ જોતા હતા એટલા માં તો ખુશી ઉભી થઈને અજય ની સામે જઈને ઉભી રહી ગઈ……………..
To be Continue…..
તો મિત્રો હવે શું થશે આગળ શું ખુશી પ્રેમ તરફ થી મળેલા અજય ના પ્રપોજલ નો સ્વીકાર કરશે?? શું આ ની અસર તેની મિત્રતા પર થશે??શું ખુશી હવે પ્રેમ અને અજય સાથે આગળ સંબધ રાખશે???મિત્રો સવાલો તો ઘણા છે પરંતુ આ તમામ સવાલો ના જવાબ મેળળવા માટે તમારે લવ જંકશન-પાર્ટ-૨ ની રાહ જોવી પડશે..અને હા આ પહેલા પાર્ટ નો ફીડબેક આપવાનું ના ભૂલતા ભલે તમારો ફીડબેક સારો હોય કે ખરાબ પરંતુ આપજો જરૂર અને મને વિશ્વાસ છે તમારા પર કે તમે લોકો જરૂર ફીડબેક આપશો..
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
સવાલ : શું ખુશી ને પ્રેમ તરફ થી મળેલા અજય ના પ્રપોજલ નો સ્વીકાર કરવો જોઈએ કે નહી???
A.yes
B.No
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,
facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….