આગળ જોયું….
પ્રેમ અને તેના મિત્રો પાર્ટી માં જાય છે અને તેના બેસ્ટ ફ્રેન્ડ અજય ને અને બીજા બે ને પણ એવોર્ડ મળે છે જેમાંથી એક એવોર્ડ આરોહી ને મળે છે અને પ્રેમ આરોહી ના એક તરફી પ્રેમ માં પડી જાય છે અને તેની સાથે વાત પણ કરે છે અને ત્યારબાદ આ બધું તે જ્યારેં તેના મિત્રો ને કહેતો હોય ત્યારે અચનાક તેનાથી બોલાય જાય છે કે ખુશી ,અજય તને પસંદ કરે છે અને ત્યારબાદ ત્યાં અજય આવે છે અને ખુશી તેની સામે જઈને ઉભી રહે છે..
હવે આગળ…,
આ વાત સાચી છે,અજય ???ખુશી એ અજય ને પૂછ્યું
અજય ને કઈ સમજાતું નથી અને પૂછે છે કે કઈ વાત ખુશી??
એ જ કે જે મને પ્રેમ ના મોઢે થી સાંભળવા મળી એ ,ખુશી એ જવાબ આપ્યો..
કઈ વાત પ્રેમ??અજય મારા તરફ જોઈને બોલ્યો પણ હું શું બોલું તે મને પણ કઈ સમજાતું ન હતું અને જેવો બોલવા ગયો કે ખુશી મને અટકાવતા કહ્યું,ના પ્રેમ તું કઈ પણ નહી બોલે હવે આ મામલો અમારા બે ની વચ્ચે નો છે.અને ફરીથી અજય તરફ જોયું.
અરે પણ અહીં શું ચાલી રહ્યું છે મને કોઈ જણાવો યાર, અજય થોડો મુંજાઈને બોલ્યો.
તને બધી જ વાત ની ખબર પડી જશે પણ એ માટે તારે મારા એક સવાલ નો જવાબ આપવો પડશે,બોલ છે મંજુર?
મંજુર છે ,મને બધું જ મંજુર છે પણ એ સવાલ શું છે??અજય બોલ્યો
ડુ યુ લાઈક મી??ખુશી એ ડાયરેક્ટ જ પૂછી લીધું અને મેં ,પ્રિયા એ અને કેયુર એ એકાબીજાની સામે જોયું અને ત્યરબાદ તરત જ અજય તરફ જોયું.
વ્હોટ???અજય થોડો આસ્શર્ય સાથે બોલ્યો
એટલે કે શું તું મને પસંદ કરે છે??ખુશી ગુજરાતી માં બોલી
અજય ને કઈ ખબર જ નહોતી પડતી કે શું બોલવું અને શું નહી અને લથડતી જીભે બોલ્યો આ કેવો સવાલ છે અને આવું તને કોણે કીધું ??અજય બોલ્યો
હાં કે ના માં જ જવાબ જોઈએ છે મને,ખુશી બોલી
તુ મને પસંદ કરે છો કે નહી?મને ખબર છે ત્યાં સુધી માં ખુશી એ આ સવાલ ત્રીજી વાર અજય ને પૂછ્યો હતો.અને હવે અજય બરાબર નો ફસાઈ ગયો હતો ના તો એ પડવાનો નહતો એ મને ખબર હતી એટલે હવે તેના પાસે એકજ વિકલ્પ હતો અને એ હતો…
ખુશી હું તો. હજુ અજય એટલું બોલ્યો ત્યાં ફરી ખુશી બોલી હાં કે ના??
અને છેલ્લે અજય થોડા ડરેલા નહી પણ થોડા વધારે જ ડરેલા અવાજે બોલ્યો ,
હ…અમ્મ..હા..
અને હવે અમે એટલે હું,કેયુર અને પ્રિયા એકાબીજાની સામે બાઘા ની જેમ જોવા લાગ્યા અને લગભગ ત્રણેય ના મન માં એકજ સવાલ હતો કે હવે પછી નો કાર્યક્રમ શું છે…એટલે કે ખુશી નો પ્રતિઉત્તર શું હશે??
અને ખુશી થોડા ગુસ્સા માં હોય એવી રીતે બોલી,તે એવું વિચારી પણ કેમ લીધું કે હું તને પસંદ ના કરી શકુ.અને આ સાંભળીને અજય બોલ્યો સોરી ખુશી અને આ ડર ને લીધે જ હું તને કઈ પણ કેહવા નહોતો માંગતો.
અરે ભાઈ અજય તારી વાળી માની ગઈ છે અને તું આ શું બોલ્યા કરે છે??કેયુર બોલ્યો
અજય ખુશી ને જવાબ આપ્યા પછી એટલો બધો ગભરાય ગયેલો હતો કે તેને એ પણ ખબર નહોતી કે ખુશી એ તેના ,મારા તરફ થી મળેલા પ્રપોઝલ ને સ્વીકારી લીધું છે..અને કેયુર ના બોલ્યા પછી તેણે ખુશી તરફ જોયું અને આંખો થી ખુશી ને ફરીથી પૂછ્યું અને જવાબ માં ખુશી એ પોતાની બંને આંખ બંધ કરીને નીચું જોયું અને અજય સમજી ગયો અને પછી બંને એ એકબીજાએ અમારા સામે ટાઈટ હગ કર્યું અને એકબીજાના કાન માં બોલ્યા આઈ લાવ યુ…આ જોઈને મને આરોહી ની યાદ આવી ગઈ…….
બસ કરો હવે મને તમને બંને ને જોઈને જલન થાય છે,મેં મજાક ને મજાક માં બંને ને કહ્યું અને બંને છુટ્ટા પડ્યા અને મારા સામે જોઈને હસવા લાગ્યા..
થેન્ક્સ બ્રો,તારા થી ભૂલ થી બોલાય ગયું અને મને ખુશી મળી ગઈ પરંતુ તે આ ભૂલ ના કરી હોત તો હું તો આ ભૂલ થી પણ ના બોલી શક્યો હોત.અજય મારા સામે જોઈને બોલ્યો
બસ કર ભાઈ હવે રડાવાનો કે શું,અને હાં ભાઈ હવે આ ભૂલ હું તમારા ફેમીલી ની સામે જઈને કરું તે પેહલા તમે કરી દેજો ઓકે ??મેં હસતા હસતા કહ્યું
હવે તારે ભૂલ નહી કરવી પડે પ્રેમ,ખુશી બોલી
ભાઈ કેયુર અને બેન પ્રિયા તમારે બંને ને કઈ નથી ને જો હોય તો આજે બોલી દેજો,મેં કેયુર અને પ્રિયા તરફ જોઈને કહ્યું
ચુપ્પ રે તું ,પ્રિયા શરમાઈને બોલી અને કેયુર ઉભો થઈને મારા તરફ દોડ્યો અને આસપાસ થોડું વાતાવરણ હળવું થયું ત્યાં તો લંચ બ્રેક પણ પુરો થઇ ગયો.અને અમે બધા ફરીથી પોતાની ડેસ્ક પર ગોઠવાયા અને પોતપોતાના કામે લાગી ગયા…
સાંજે ૬:૦૦ વાગતા અમારી શીફ્ટ પૂરી થઇ ગઈ અને અમે બધા ઓફીસ ની બહાર આવીને દરરોજ ની જેમ આજે પણ ભેગા થયા અને આજે બધા જ હળવા મૂડ માં હતા એટલે ક્યાંક જઈને નાસ્તો કરવા જવાનું નક્કી કર્યું એટલે અઠવાગેટ સુગર એન સ્પાઈસ પર ગયા અને બર્ગર ની સાથે કોક ની મઝા લીધી અને થોડો સમય તેની પાસે આવેલી ચોપાટી માં જઈને બેઠા અને ૭:૦૦ વાગતા અમે છુટ્ટા પડ્યા.
સાંજે ઘરે જઈ ફ્રેશ થઈને લેપટોપ લીધું અને ફરીથી ફેસબુક ખોલી ચેક કરવા લાગ્યો કે આરોહી નો કોઈ મેસેજ આવ્યો કે નહી?અને જોયું તો તેનો કોઈ પણ મેસેજ હતો નહી.સાંજ ના ૯:૦૦ વાગી ચુક્યા હતા એટલે હું રાત્રે ઘરની બહાર ઠંડા વાતાવરણ માં દરરોજ ની જેમ ચાલવા નીકળી પડ્યો અને મારા ઘર ની પાસે આવેલા તાપી ના કિનારા પાસે જઈને ત્યાં રાખેલી બેંચ પર જઈને બેઠો કેમ કે આ એકજ એવી જગ્યા હતી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ શાંતિ મેળવી શકે અને એટલે જ હું દરરોજ આવતો અને ૧૦:૦૦ વાગ્યા સુધી બેસતો.
રાત્રે ૧૦:૩૦ વાગે આવીને મેં આરોહી ને ગુડ નાઈટ નો મેસેજ કર્યો અને સુઈ ગયો.અને સવારે ઉઠીને ફરીથી જોયું તો મેસેજ નો કોઈ જ રીપ્લાય ન હતો અને મેં પણ મારી રોજીંદી ટેવ ની જેમ ગુડ મોરનીંગ નો મેસેજ પાછો મોકલી દીધો અને આવું આગળ ના ૧૦ દિવસ સુધી ચાલ્યું અને એક દિવસ સાંજે આવીને ચેક કર્યું તો આરોહી નો મેસેજ આવેલો હતો “Hiii”.અને મેં સામે રિપ્લાય આપ્યો પરંતુ તે એક કલાક પેહલાજ ઓફલાઈન થઇ ચુકી હતી.
આજે રવિવાર નો દિવસ હતો એટલે થોડો મોડે સુધી સુતો રહ્યો અને ફ્રેશ થઈને રોજની જેમ જ મેં મારુ ફેસબુક ખોલ્યું અને જોયું તો સવાર ના ૭:૦૦ ના સમયે “ગુડ મોર્નિંગ” નો મેસેજ હતો અને બીજો મેસેજ હતો “બોલો” મેં વાંચી ને રિપ્લાય કર્યો કે “ક્યારેક તો ઓનલાઈન રહેવાય કે નહી??”પરંતુ તેનું લાસ્ટ સીન ૧૫:૦૦ મીનીટ પહેલા નું બતાવતું હતું.અને ઘડિયાળ માં જોયુ તો ૨:૦૦ વાગેલા હતા એટલે એક મુવી જોવાનું નક્કી કર્યું અને લેપટોપ માં મુવી ના ફોલ્ડર માં જઈને સ્કયફોલ મુવી જોવાનું સ્ટાર્ટ કર્યું.પરંતુ મુવી નો કલાઈમેક્સ ચાલતો હતો ત્યાં જ તે ફેસબુક મેસેજ નું નોટીફિકેશન પોપ-અપ થયુ અને મેં ફેસબુક ઓપન કરીને જોયું તો આરોહી નો મેસેજ હતો ,
પરંતુ જયારે હું ઓનલાઈન હોવ છું ત્યારે તમે ઓફલાઇન અને તમે ઓનલાઈન હોવ છો ત્યારે હું ઓફલાઇન હોવ છુ તો એનું હું શું કરી શકુ?
ઓહ્હ !!એવુ છે એમ ને?મેં પણ સામે રિપ્લાય આપ્યો
હા,અને તમને તો ખબર જ છે કે હુ ફેસબુક ઓછુ જ વાપરુ છુ,તેમનો મેસેજ આવ્યો
હા,એતો મને ખબર છે પરંતુ એક વીક માં એક વાર તો ફેસબુક ઓપન કરો તો શું થાય?મેં પૂછ્યું
થાય કઈ જ નહી?પરંતુ મને ફેસબુક પર ખોટો સમય બગાડવો નહી ગમે એટલે. આરોહી નો રિપ્લાય આવ્યો.
તો,કેવી રીતે સમય બગાડવો ગમે??અને તમને એમ ના થાય કે તમારા કોઈ ફેસબુક મિત્રો તમારી રાહ જોતા હસે ફેસબુક પર તેનું શું?