Thursday, February 29, 2024
Home gujaratishortlovestory Love Story in Gujarati Love Stories | Love Junction S01 C17...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C17 by Parth Ghelani | Love Story Novels in Gujaratiઆગળ જોયું,

        પ્રેમ આરોહી ને મળવા માટે જવાનો છે અને તે થોડો નર્વસ હોવાથી તેને પ્રિયા અને ખુશી થોડી ટીપ્સ આપે છે અને ત્યારબાદ ઘરે જાય છે ત્યારે પ્રેમ ની નાની બહેન હોસ્ટેલ પર થી ઘરે આવે છે અને પ્રેમ નું લેપટોપ વાપરે છે જેમાં તે વોલપેપર પર કોઈ અજાણી છોકરી ના ફોટા જોઇને પ્રેમ ને તેના વિષે પૂછે છે અને પ્રેમ તેને કઈ જ જવાબ આપતો નથી તેથી તે તેની મમ્મી ને જઈને વાત કરવાનુ કહે છે,

હવે આગળ,

        હવે હું કઈ નાનો નથી કે મને મમ્મી ની ધમકી આપે છો.મેં તાન્યા ને કીધું

        વાત ને બદલવાની કોશિશ ના કરો અને મને જણાવો કે આ છોકરી છે કોણ??તાન્યા જીદ પકડીને પૂછવા લાગી

        તે ફિલ્મો ની હિરોઈન છે.મારા મગજ માં જે કઈ પણ આવ્યું તે મેં તાન્યા ને કહી દીધું

        ઓહ,પરંતુ મેં તો આ હિરોઈન ને કોઈ પણ ફિલ્મ માં આજ સુધી નથી જોઈ.તાન્યા એ કીધું

        આ હિરોઈન ના ફિલ્મ જોવા જ હોય ને તો પહેલા તારે મરાઠી ફિલ્મો જોવા પડે,આ હિરોઈન મરાઠી ઇન્ડસ્ટ્રી ની સૌથી સફળ હિરોઈન છે.મેં તેને કીધું

        તું ક્યારથી મરાઠી ફિલ્મો જોવા લાગ્યો??તાન્યા એ મને પૂછ્યું

        જ્યારથી આ હિરોઈન ને જોઈ છે ત્યારથી.મેં તાન્યા ને જવાબ આપ્યો

        એમ??તાન્યા એ કીધું

        હમમ્મ.મેં ચીંતાતુર અવાજે ટૂંક માં જ જવાબ આપ્યો

        નામ શું છે આ સફળતમ હિરોઈન નું??તાન્યા એ મને પૂછ્યું

        આરોહી શર્મા.મેં જવાબ આપ્યો

        મારી બહેન પણ મારા જેવી તરતજ આરોહી શર્મા ને ગુગલ પર સર્ચ કર્યું અને કંઇક અલગ પ્રકાર ના જ ફોટા ઓ આવ્યા એ જોઇને મને કહે અહીં આવ અને લેપટોપ માં જો.

        સફળતમ હિરોઈન ગુગલ પર ના મળે એટલી પણ ખબર નથી પડતી??મેં તાન્યા ને કીધું

        ઓહો કોણે કીધું એવું?તેણે મને પૂછ્યું

        એ હાં આવ્યો મમ્મી એમ કહીને હું નીચે ઉતરવા લાગ્યો એ જોઈને તે બોલી કોણે તને નીચે બોલાવ્યો?મને તો કઈ જ અવાજ નથી સંભળાયો પરંતુ હું તાન્યા ની વાતો માં ધ્યાન આપ્યા વગર જ નીચે ઉતરી ગયો અને ડાયનીંગ ટેબલ પર જઈને બેસી ગયો.

        થોડી વાર રહીને તાન્યા પણ મારી પાસે આવીને બેસી ગઈ અને મારી સામે ગુસ્સા ભરાઈ ત્રાંસી નઝરે જોઇને મને સંભળાય એટલું ધીરેથી બોલી હમણાં જ તને જોઈ લવ છુ.

        હાં જે થાય ને તે કરીલે.મેં તાન્યા ને કીધું

        મમ્મી તને એવું નથી લાગતું કે હવે ભાઈ ના મેરેજ કરવાનો સમય આવી ગયો છે.તાન્યા એ અમારા મમ્મી ને વાત કરી

        તનું બટા મને ક્યારનુંય લાગે જ છે કે હવે આ પ્રેમ ના મેરેજ થઇ જવા જોઈએ પરંતુ તે માનતો જ નથી.મારી મમ્મી એ કીધું

        આ સાંભળીને મેં તાન્યા તરફ જોઇને કીધું ચાપલી તને કોણે આ બધું શરુ કરવા કીધું??

        મમ્મી તારી નઝર માં કોઈ છોકરી છે??તાન્યા એ મારી વાત સાંભળી જ ના હોય તે રીતે ફરી વાર મારા મમ્મી ને પૂછ્યું

        હાં,બેટા છે જ ને પહેલા રમા બહેન ની છોકરી અને ખુશી ની વાત તે છે કે તે આપણા પ્રેમ ને પસંદ પણ કરે છે બસ પ્રેમ હાં બોલે તો આગળ કંઇક વાત થાય.મારા મમ્મી બોલ્યા

        આ સાંભળીને હું ત્યાંથી ઉભો થવા જઈ રહ્યો હતો એટલામાં તો મારી ફેવરીટ સેન્ડવીચ મારા મમ્મી રસોડા માંથી લઈને આવ્યા એટલે મેં નક્કી કર્યું બીજું બધું પછી પહેલા જમી લવ પછી શાંતિ થી આ તાન્યા ની બચ્ચી ને જોઈ લઈશ.

        પણ મમ્મી તે છોકરી આપણા પ્રેમ ને પણ પસંદ આવવી જોઈએ ને??અને માની લે કે આપણા પ્રેમ ને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ હશે તો??તાન્યા એ મારી મમ્મી ને કીધું

        ના,બને મને મારા પ્રેમ પર પુરેપુરો વિશ્વાસ છે કે પ્રેમ મને પૂછ્યા વગર કોઈ છોકરી ને પસંદ ના જ કરે.સાચું ને પ્રેમ??આ સાંભળીને મેં મારી મમ્મીને ટૂંક માં જ કીધું

        હાં મમ્મી.

        મારા મમ્મી અને તાન્યા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ને હું શાંતિ થી સેન્ડવીચ પર સેન્ડવીચ ખાઈ રહ્યો હતો અને અહીં મારી હાલત પણ સેન્ડવીચ જેવી થઇ ગઈ હતી કારણ કે દરોરોજ તો મારા મમ્મી જ હોય વાત કરવા માટે પરંતુ આજે આ તાન્યા પણ લાગી ગઈ હતી  એટલે બંને ની વચ્ચે હું દબાઈ ગયો હતો.એટલે મેં જમવાનું ફટાફટ પૂરું કર્યું અને મારો ફોન લઈને બહાર નીકળી ગયો.

***

        ઘરેથી જમીને હું તાપી કિનારે જઈને શાંત મને પાણી માં નઝર નાખીને બેઠો બેઠો વિચાર કરતો હતો કે હવે મારે તાન્યા ને વાત કરવી કે નહી?જો હું તેને વાત નહી કરું તો મારી મમ્મી મને રમાબહેન ની છોકરી સાથે પરણાવીને જ રહેશે અને જે હું ઈચ્છતો ન હતો,અને તેની પાછળ બે કારણ છે એક તો કે હું આરોહી ને પસંદ કરું છુ અને તેને જ લવ કરું છુ એટલે.અને બીજું કે મારી મમ્મી જે છોકરી જોડે મારા લગ્ન કરવાનું વિચારે છે તે છોકરી રમાબહેન ની છે એટલે.

        હવે તમને લોકો ને એમ થતું હશે કે આ રમાબહેન કોણ છે??અને આ રમાબહેન ની છોકરી શા માટે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે??તો તમને હું જણાવી દવ કે આ રમાબહેન ની છોકરી બીજું કોઈ નહિ પરંતુ મારો ભૂતકાળ છે એટલે કે મારા કોલેજ કાળ દરમ્યાન જે છોકરી ને હું લવ કરતો હતો એ જ અક્ષરા છે આ રમાબહેન ની છોકરી.ત્યારે તેના બોયફ્રેન્ડ ને કારણે મને ના પાડેલી પરંતુ હવે એજ બોયફ્રેન્ડે તેને છોડીને કોઈ બીજી છોકરી ની સાથે મેરેજ કરી લીધા એટલે હવે ફરી મારી પાસે આવવા માંગે છે.

        હું આવાજ વિચારો માં ખોવાયેલો હતો એટલા માં તો ફેસબુક પરથી આરોહી નો મેસેજ આવ્યો,

        હાય…

        હેલ્લો ડીયર..મેં સામે રીપ્લાય આપ્યો

        શું કરેં છે??જમી લીધું?આરોહી એ મને પૂછ્યું

        હાં અને તે???મેં જવાબ આપીને તેને સામે પૂછ્યું

        હાં મેં પણ જમી લીધું.આરોહી નો મેસેજ આવ્યો

        જમવામાં શું હતું??મેં આરોહી ને પૂછ્યું

        ખીચડી અને તે પણ વઘારેલી.આરોહી એ જવાબ આપ્યો

        ઓહ હો જલસા છે તારે તો કેમ??મેં આરોહી ને કીધું

        કેમ તારે નથી જલસા??આરોહી એ મને પૂછ્યું

        ના તું મારી સાથે છો એટલે મારે પણ જલસા જ છે.પરંતુ..મેં આરોહી ને મેસેજ કર્યો

        પરંતુ શું પ્રેમ??આરોહી એ પૂછ્યું

        અરે મારા મમ્મી દરરોજ જ મને લગ્ન માટે દબાણ કર્યા કરે છે પરંતુ તેને તો હું કોઈ પણ રીતે તે વાત ભુલાવી કાઢું છુ પરંતુ આજે મારી નાની બહેન તાન્યા પણ ઘરે આવી ગઈ છે તો આજે બંને સાથે મળીને મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

        આ મમ્મી અને બહેન તો માત્ર બહાના જ છે મેરેજ ની ઉતાવળ તો તને લાગે છે.કેમ પ્રેમ સાચું ને??આરોહી એ મને રીપ્લાય આપ્યો

        હું અહિયાં સીરીયસ વાત માં છુ અને તને મઝાક સુજે છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો

        ઓકે બાબા સોરી.પરંતુ પ્રોબ્લેમ શું છે???હવે સમય થઇ ગયો છે તો તને શું બધાને જ ઘરેથી લગ્ન માટે કહેવામાં આવે છે.આરોહી એ મને જવાબ આપ્યો

        તને કહે છે તારા ઘરેથી??મેં આરોહી ને પૂછ્યું

        હાસ્તો,દરરોજ અને તે પણ દિવસ માં બે વાર.આરોહી નો મેસેજ આવ્યો

        તો તું શું કહે છો??મેં આરોહી ને પૂછ્યું

        કહી નહિ બસ હાં એ હાં કર્યા કરું છુ.આરોહી નો રીપ્લાય આવ્યો

        ઓહ્કે,ગુડ.પરંતુ મારે તો હાં પણ કહેવાય એમ નથી.મેં આરોહી ને મેસેજ કર્યો

        કેમ??કોઈ છોકરી તૈયાર રાખેલી છે??આરોહીએ મને પૂછ્યું

        હમમમ,અને એ પણ બીજી કોઈ નહી પેલી અક્ષરા જ.મેં આરોહી ને મેસેજ કર્યો

        તેને તો ઓલરેડી બોયફ્રેન્ડ હતો ને.તો પછી તે કેમ તારી સાથે મેરેજ કરવા માટે તૈયાર છે?આરોહી એ મને પૂછ્યું

        કારણ કે તેનો તે બોયફ્રેન્ડે તેને છોડીને બીજી છોકરી સાથે મેરેજ કરી લીધા છે.મેં આરોહી ને મેસેજ કર્યો

        તો કરીલે ને તે બિચારી સાથે મેરેજ.આરીહી નો રીપ્લાય આવ્યો

        હમમમ એટલે તું કોઈ બીજા બિચારા ની થઇ જા એવું કેમ??મેં આરોહીને મેસેજ કર્યો

        હમમમ.આરોહી એ ટૂંક માં જ ઉતર આપ્યો

        તો પછી સીધું જ કહી દે ને કે તને મારા માં જ્યુસ જ નથી.મેં આરોહી ને ત્રણ જેટલા ગુસ્સા વાળા ઈમોજીસ સાથે મેસેજ કર્યો.

        જેવો મેં આરોહી ને મેસેજ કર્યો એટલી વાર માં તો મારા ફોન ની બેટરી પૂરી થઇ ગઈ અને પછી મને યાદ આવ્યું કે આજે તાન્યા એ ચાર્જ માંથી ફોન ડીસ્ચાર્જ કરેલો એટલે ફોન ની બેટરી પૂરી ચાર્જ થઇ જ ના હતી.મેં આરોહી ને મેસેજ માત્ર ચીડવવા માટે કરેલો પરંતુ હવે શું થશે??આવું વિચારીને હું ફટાફટ ત્યાંથી ઉભો થયો અને મારા ઘર તરફ પગ ઉપડ્યા.દરરોજ મારે તાપીકીનારે થી ઘરે પહોંચતા ૨૦ મિનીટ થતી પરંતુ આજે તે ૨૦ મિનીટ નું અંતર મેં માત્ર ૧૦ જ મિનીટ માં કવર કર્યું ને  ફટાફટ ઘરે પહોંચીને મારા ફોન ને ચાર્જ માં મુક્યો.

        આજે મારે જલ્દી જ એટલી હતી કે મેં મારા ફોન ને મારી રૂમ માં ચાર્જ માં મૂકવાને બદલે નીચે હોલ માં જ ચાર્જ મુક્યો અને પછી વિચાર્યું કે જ્યાં સુધી ફોન ચાર્જ થાય ત્યાં સુધી હું લેપી પર આરોહી ની સાથે વાત કરું એટલે હું તરતજ મારી રૂમ માં ગયો અને જોયું તો ત્યાં ઓલરેડી તાન્યા મારું લેપી લઈને બેઠી હતી એ જોઇને હું બોલ્યો,

        શું કરે છે તનું લેપી માં??

        કઈ નહિ બસ નેટ સર્ફિંગ કરું છુ.કેમ કહી કામ હતું??તાન્યા એ મને પૂછ્યું

        હાં,મારે લેપટોપ જોઈએ છે.મેં કીધું

        કેમ??તાન્યા એ મને પૂછ્યું

        અરે મારે કામ છે માટે તું પછી નેટ સર્ફ કરજે.મેં તાન્યા ને કીધું

        ઓકે,હું હમણાજ વોશરૂમ માં જઈને આવું ત્યાં સુધી માં તમે તમારું કામ પૂરું કરીલો ઓકે,પરંતુ ત્યારબાદ મને લેપી આપવું પડશે.તાન્યા એ કીધું

        ઓકે.મેં કીધું અને તે વોશરૂમ તરફ ચાલી ગઈ એટલે મેં તરત જ ફેસબુક ઓપન કર્યું અને જોયું તો આરોહી નો મેસેજ હતો,

        બાય.સાથે ૧૦ ગુસ્સા વાળા ઈમોજી ના સિમ્બોલ પણ હતા એટલે મેં તેને મનાવવા માટે તેને સોરી ના મેસેજો કર્યા પરંતુ તેના તરફ થી કંઇજ રિસ્પોન્સ ના આવ્યો કારણ કે તે ૨૦ મિનીટ પહેલા જ ઓફલાઈન થઇ ચુકી હતી.

        હવે શું કરું આરોહી ને ખોટું લાગી ગયું હશે??હવે તે મારી સાથે વાત કરશે??કે તે પણ મારી જેમજ મજાક કરતી હશે.હું આવું બધું જ વિચારતો હતો એટલા માં તો તાન્યા વોશરૂમ માંથી બહાર આવી ગઈ અને આવતાની સાથે જ બોલી થઇ ગયું પૂરું??

        હું વિચારો માં થી બહાર આવ્યો અને તેને માત્ર હમ્મ્મ્મ એવો જ જવાબ આપ્યો.

        ભાઈ તે મને હમણાં જે હિરોઈન આરોહી શર્મા નું નામ કહેલું તે યાદ છે??તાન્યા એ મને પૂછ્યું

        હાં,છે તો??મેં થોડા ગુસ્સા સાથે કીધું

        તે મને ગુગલ પર તો ના મળી પરંતુ..તે હજુ તેનું વાક્ય પૂરું કરે એટલા માં મેં તેને વચ્ચે અટકાવતા પૂછ્યું,

        પરંતુ શું??

        તને તો ખબર જ હશે કે હું પણ તારી જ બહેન છુ તો મને પણ તારા જેમ બધા જ પેતરા ની ખબર જ હોય.તાન્યા એ મને કીધું

        જે હોય તે સીધે સીધું બોલ ને આ જલેબી ની જેમ શા માટે ગોળ ગોળ ફેરવ્યા કરે છો??મેં તાન્યા ને કીધું

        હાં તો સાંભળ મેં આરોહી શર્મા ફેસબુક પર સર્ચ કર્યું હતું.તાન્યા એ મને કીધું

        તો??મેં તાન્યા ને કીધું

        તો શું??તને તો ખબર જ હશે કે જે વ્યક્તી વિષે ની માહિતી ગુગલ પર ના મળે તે ફેસબુક પર તો મળી જ જાય.તાન્યા એ મને કીધું

        એટલે,કહેવા શું માંગે છે?મેં તાન્યા ને પૂછ્યું

        એટલે એમ કે મને તારી હિરોઈન નું ફેસબુક એકાઉન્ટ મળ્યું અને જેમાં મ્યુચલ ફ્રેન્ડ માં તારું નામ ડિસ્પ્લે થયું.તાન્યા એ કીધું

        તો??મેં તાન્યા ની વિરુદ્ધ તરફ જોઇને જવાબ આપ્યો

        ઓ ભાઈ આ બાજુ જોઇને જવાબ આપો..અને ક્યારનું આ તો તો શું લગાવ્યું છે બીજું કઈ નથી આવડતું બોલતા??હવે બાજી તાન્યા ના હાથ માં હતી એટલે એ થોડા ઊંચા અવાજે વાત કરતી હતી

        બસ એમજ અને હું જે બાજુ ફરીને બોલું તેમાં તને શું પ્રોબ્લેમ છે??તને જવાબ મળે છે ને તો તું તેનાથી ખુશ થા.મેં તાન્યા ને કીધું

        ભાઈ હવે આ બાજુ ફરો અને જે કઈ પણ હોય તે મને કહો.હું કોઈને પણ આ વાત નહિ કરું ઓકે.તાન્યા એ મને પ્રેમ થી પૂછ્યું

        શું કહું તને??મેં તાન્યા તરફ જોઇને કીધું

        એ જ કે આ હિરોઈન ની પહેલી ફિલ્મ ક્યાં જોઈ તમે??તાન્યા એ મને પૂછ્યું

        એટલે??મેં ફરી પૂછ્યું

        અરે સાવ બુદ્ધુ જ છો યાર તું તો,પરંતુ ખબર નહિ કેમ આ તારા ચક્કર માં કેવી રીતે પડી?તાન્યા બોલી

        કોણે કીધું તને કે એ મારા ચક્કર માં છે??મેં તાન્યા ને પૂછ્યું

        એ બધું છોડ અને મને જણાવ કે ક્યારે તેની સરનેમ બદલવી છે??તાન્યા એ મને પૂછ્યું

        એટલે??મેં તાન્યા ને પૂછ્યું

        ખરેખર સાવ જ બુદ્ધુ છે તું.તેની સરનેમ બદલવી મતલબ કયારે તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો છે એમ પુછુ છુ,અને મને એ પણ ખબર છે કે તારાથી આ વાત ઘરે પણ નહિ થાય એટલે જયારે પણ તારી ઈચ્છા થાય ત્યારે મને કહેજે હું ઘરે વાત કરીશ.તાન્યા એ મને કીધું

        આ સાંભળીને મને થયુ કે હવે લાંબુ ખેંચાય એમ નથી એટલે મેં તાન્યા મારી અને આરોહી ની વાત કરવાનું નક્કી કર્યું અને શરૂઆત થી લઈને હમણાં સુધી ની બધી જ વાત કરી.આ સાંભળીને ને તાન્યા એ મને કીધું કે

        આ બધું તો મને ખબર જ છે.

        કેવી રીતે??મેં તાન્યા ને પૂછ્યું

        મને વાંચવાનો જરાક પણ શોખ નથી તે તો તું જાણે જ છે,પરંતુ મને જયારે ખબર પડી કે મારો ભાઈ જ બુક લખી રહ્યો છે ત્યારે મેં આ વાંચવાનું નક્કી કર્યું અને માતૃભારતી પર તારી બુક વાંચી.જેમાં તે તારી હિરોઈન ના ખુબજ વખાણ કર્યા છે જે વાંચી ને મને લાગ્યું કે કોણ હશે તે??કેવી દેખાતી હશે તે??તથા આવતાની સાથે જ તારી પાસે ફોટો પણ માંગવાની હતી જોવા માટે પરંતુ તે તો મારા માટે પહેલેથી જ મોબાઈલ અને લેપટોપ પર સેટ કરી રાખ્યો હતો એટલે જોય લીધો.તાન્યા એ મને કીધું

        તો કેવી લાગી મારી પહેલી પત્ની??મેં તાન્યા ને પૂછ્યું

        ખુબજ સરસ,મારા પાસે શબ્દો જ નથી ખરેખર મારા થી થોડી જ ઓછી સારી દેખાય છે.તાન્યા બોલી

        એમ??મેં તાન્યા ને પૂછ્યું

        અરે બાબા મજાક કરું છુ મારા થી પણ સારી દેખાય છે અને તારી ભાષા માં ખરેખર તે એક હિરોઈન જેવી જ દેખાય છે.તાન્યા બોલી

        આટલી સરસ છોકરી શોધી છે તેમ છતાં મમ્મી મને પેલી રમા બહેન ની અક્ષરા સાથે સેટ કરવા માંગે છે.મેં તાન્યા ની તરફ જોઇને કીધું

        ઓહ હેલ્લો યાદ ના હોય તો તમારી જાણ ખાતર કહું છુ કે ભાઈ હાથ ધોયા વગર તમે પણ તેની પાછળ લાગ્યા હતા.તાન્યા એ મને કીધું

        એ ભૂતકાળ હતો તેને હવે મારે યાદ કરવાની કોઈ જ જરૂર નથી.સમજી??મેં તાન્યા ને કીધું

        તો હવે આગળ શું ચાલે છે તમારી લવ સ્ટોરી માં એ તો મને કહો.તાન્યા એ મને કીધું

        એ પણ વાંચીલેજે માતૃભારતી પર.મેં તાન્યા ને જવાબ આપ્યો

        ના,હવે હું નહિ વાંચું કારણકે હવે આગળ ની લવ સ્ટોરી હું મારી આંખે જોવા માંગું છુ.તાન્યા એ કીધું

        ઓકે બાબા તું પણ તારી આંખે જોજે અમારી લવ સ્ટોરી.ખુશ હવે??મેં તાન્યા ને કીધું

        હમમ..તાન્યા એ મને ટૂંક માં જ ઉતર આપ્યો અને સાથે સાથે મને પૂછ્યું કે હવે હું ક્યારે મળી શકું છુ મારી ભાભી ને?

        હજુ તો હું પણ પહેલીવાર જ આ રવિવારે મળવા જવાનો હતો.મેં તાન્યા ને કીધું

        જવાનો હતો મતલબ શું??કેમ હવે નથી જવાનું??તાન્યા એ મને પૂછ્યું

        જવાનો જ હતો પરંતુ તારા લીધે નહિ જઈ શકાય.મેં તાન્યા ને કીધું

        કેમ??હવે મેં શું કર્યું??તાન્યા એ મને પૂછ્યું

        અરે,તે આજે મારો ફોન ચાર્જ થવા દીધો નહી અને હું જયારે તેની સાથે વાત કરતો હતો ત્યારે મેં તેને ચીડવવા માટે ગુસ્સા થી ના કહેવાનું કહી દીધું ને તરત જ મારો ફોન બંધ થઇ ગયો એટલે હમણાં હું ફટાફટ ઘરે આવ્યો અને હમણાં લેપટોપ માંથી તેને મેસેજ કર્યો ત્યારે તેણે મને ગુસ્સા થી બાય કહી દીધું અને પછી આગળ વાત જ નથી થઇ.મેં તાન્યા ને કીધું

        To be continue…  

 

 

 

શું લાગે છે મિત્રો તમને??શું હવે આરોહી પ્રેમ ની સાથ એફરી ક્યારેય વાત કરશે??શું હવે પ્રેમ અને આરોહી ની મુલાકાત થશે??શું તાન્યા બંને ને મુલાકાત કરાવવા માટે કઈ કરશે?અને જો બંને ની મુલાકાત થશે તો કેવી રહેશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

 

 સવાલ : શું હવે આરોહી પ્રેમ ની સાથ એફરી ક્યારેય વાત કરશે??

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani,

instagram.com/parthjghelani

પર મોકલી શકો છો….

RELATED ARTICLES

Love Story in Gujarati Love Stories | Bloddy Ishq | Love Story Novels in Gujarati

Parth J. Ghelani’s Bloddy Ishq Waste of timeLove Story in Gujarati Love Stories | Love Story Novels in Gujarati   Disclaimer ALL CHARECTERS AND...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C22 by Parth Ghelani | Love Story Novels in Gujarati

Best Love Stories Books in Gujarati, hindi, language read and download PDF for free આગળ જોયું,         પ્રેમ અને આરોહી તપોવન મંદિર થી જવાની તૈયારી કરતા...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C21 by Parth Ghelani | Love Story Novels in Gujarati

આગળ જોયું,         પ્રેમ આરોહી ને મળવા માટે વડોદરા જાય છે અને ત્યાં તેને દિવ્યા મળવા માટે બોલાવે છે અને જયારે તે તેને મળવા...

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Powdery perfumes to delight yourself with flowers.

एक ऐसे पाउडरयुक्त सुगंध वाले परफ्यूम को उनकी आकर्षक गुणवत्ता के कारण महिलाएं पसंद करती हैं जो सुखद स्मृति और आराम की...

aveda volumizing shampoo and conditioner.

बालों की सभी समस्याओं के लिए प्राचीन, जैविक सामग्री की सिफारिश करते हुए देखा होगा।बालों का झड़ना हो,रूसी हो,बालों की कोई अन्य...

shea butter products to moisturize and hydrate your skin.

त्वचा की देखभाल और बालों की देखभाल के शौकीनों के बीच रुचि का विषय रही है।शिया बटर उत्पाद आधुनिक सौंदर्य उद्योग के...

body lotion with spf for sensitive skin?

बॉडी लोशन न केवल आपकी त्वचा के पोषण को प्राथमिकता देते हैं बल्कि धूप से होने वाले नुकसान से बचाव और रोकथाम...