Sunday, May 19, 2024
Home gujaratishortlovestory Love Story in Gujarati Love Stories | Love Junction S01 C06...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C06 by Parth Ghelani | Love Story Novels in Gujarati

આગળ જોયું,

        પ્રેમ,આરોહી નો ભૂતકાળ સાંભળવા માટે ઉત્સાહિત હોય છે,પરંતુ ફરી ક્યારેક મારા ભૂતકાળ ની વાત કરીશ તેવું કહીને આરોહી ઓફલાઈન થઇ જાય છે.ત્યારપછી આગળ ના બે મહિના સુધી આરોહી ઓનલાઈન થતી નથી,અને પ્રેમ ની તેની સાથે વાત થતી નથી,તેથી તે સતત ચિંતા માં રહે છે અને છેલ્લે તેનો ફોન નંબર આરોહી ને આપીને મેસેજ કરવાનું કહે છે.

હવે આગળ,
***
        આજે રવિવાર હતો અને ઓફીસ પર થી વર્ક-લોડ વધારે હતું એટલે મેં ઘરેજ લેપટોપ માં કામ કરવાનું શરુ કરી દીધું અને જયારે કામ કરતો હતો ત્યારે મારા ફોન ના ઈનબોક્સ માં એક મેસેજ આવેલો હોવાથી મેં મનોમન વિચાર્યું કે ,મોબાઈલ કંપની વાળા નો મેસેજ હશે એટલે ફોન ને એમજ રહેવા દીધો અને કામ શરુ રાખ્યું.આખરે ૬:૦૦ વાગ્યા ની આસપાસ મારું કામ પતિ ગયું એટલે લેપટોપ ને બંધ કરીને ફ્રેશ થઈને ઘર ની બહાર જઈને એક ચક્કર મારવાનું નક્કી કર્યું અને તાપીકીનારે જઈને બેસી ગયો.
        તાપીકીનારા પર આજે ઘણા બધા લોકો આવેલા અને બેઠા હતા અને હું પણ ત્યાં રાખેલી બેંચ પર બેઠા બેઠા પાણી ને નિહાળતો હતો ત્યાં મારા ફોન ના ઈનબોક્સ માં ફરી એકવાર મેસેજ આવ્યો,એટલે મેં ફોન કાઢીને જોયું જેમાંથી હમણા જ આવેલો મેસેજ મોબાઈલ કંપની વાળા નો હતો અને બપોરે આવેલો મેસેજ પણ જોવાનો બાકી હતો એટલે તે મેસેજ માં સેન્ડર નામ જોયું તો ફેસબુક હતું અને પછી મેં તે મેસેજ ઓપન કર્યો અને વાંચીને બે મીનીટ માં તો કન્ટીન્યુ ૪-૫ વાર વાંચી ને કન્ફોર્મ કર્યું કે ખરેખર આ હકીકત હતું કે પછી મારા મન નો વહેમ હતો.કારણ કે આ મેસેજ માં લખ્યું હતું,
        Aarohi Sharma leave a messages  for you on facebook ,
                Hiiiii….
                If you want to give a replay to her then click below link,
                https://fb.com/l*************..
        આ મેસેજ વાંચી ને ખરેખર મને અંદર થી જે આનંદ મળ્યો હતો તેનું વર્ણન શબ્દો માં કરી શકાય તેવું નથી.કદાચ માનીલો ને કે રણ માં ૩ દિવસ થી તરસ્યા રહેલા ને અચાનક જ પાણી મળી જાય અને જે આનંદ મળે તેના જેટલો,કદાચ તેના કરતા પણ વધારે.પછી મને મન માં થયું કે જો આ મેસેજ બપોરે જ મેં વાંચી લીધો હોત તો ??પરંતુ..વિચાર્યું કે જે થયું એ થયું હોય,પરંતુ એ હવે ભૂતકાળ થઇ ગયો છે અને હવે એ ભૂતકાળ ને કારણે હું મારી આ વર્તમાન ની ક્ષણ ભૂતકાળ બને તે પહેલાજ હું તેને,તેના મેસેજ નો રીપ્લાય આપુ.આવુ વિચારતા વિચારતા જ મેં ફેસબુક ખોલીને આરોહી ને મેસેજ કરી દીધો,
        હાય,આજે ક્યાંથી સમય મળી ગયો,બીઝી વુમેન ઓફ ધ વર્લ્ડ???
        પરંતુ તેનો કોઈ જ રિપ્લાય આવ્યો નહી,કારણ કે તેનું ફેસબુક આઈડી નું લાસ્ટ સીન હમણાં ૧૦ મીનીટ પહેલા નું જ બતાવતું હતું.આ જોઈને મારા મન માં વિચાર આવ્યો કે થઇ શું રહ્યું છે,મારી સાથે.ખરેખર કોઈ પણ વસ્તુ ની કોઈ લીમીટ હોય છે,કોઈ હદ હોઈ છે.અને આજે મને કોઈ પૂછે ને કે કોઈ નું ખુન કરવું હોય તો કેમ કરાય તો તેને એક જ જવાબ આપું,
        બસ,કોઈ ને એકવાર કઈ દેવાનું કે  I love you, અને પછી
        ક્યારેય તે વ્યક્તિ સાથે વાત નહી કરવાની.ચોક્કસ તે માણસ તેના રિપ્લાય ની રાહ જોઈને અંદર થી પુરેપોરો તૂટી જશે,મરી જશે,ભાંગી ને ભુક્કો થઈ જશે.પરંતુ મારા કેસ માં તો આ એક તરફી જ પ્રેમ છે,છતાં પણ મારી હાલત એવી જ છે,ક્યારેક ખુશી આપે આવી રીતે અચાનક મેસેજ કરીને અને પછી ફરી…હું આવું જ વિચારતો હતો ત્યાંજ આરોહી નો મેસેજ આવ્યો.
        હાં,બોલો.બીઝી વુમેન વાળા
        શું,બોલું??મારે તારી સાથે કોઈ પણ પ્રકાર ની વાત જ નથી કરવી.મેં ગુસ્સા માં કીધું
        ઓકે,જેવી તમારી ઈચ્છા.આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,યાર ઉભી રેને હવે છાની-માની.મેં કીધું
        તો,તે તો કીધું કે તારે,મારી સાથે વાત નથી કરવી.તો પછી બોલ હું શું કરું???આરોહી નો રિપ્લાય આવ્યો
        તો,હવે મેં પાછુ અહીં રહેવાનું પણ કીધું ને??તો રે.મેં કીધું
        મને,એમ હતું કે આટલા દિવસ પછી મારી સાથે વાત કરી ને તુ ફ્રેશ થઇ જઈશ.પરંતુ તુ,તો મારા પર ગુસ્સે જ થઇ ગયો.અરે,એવું તો મેં શું કર્યું??આરોહી એ કીધું
        ઓલમોસ્ટ,મને ખતમ કરી દીધો હતો.પરંતુ તારું ટાઈમિંગ સારું છે કે મને પાછુ જરૂરી સમયે તેનું એન્ટીટ્યુડ આપી દીધું.એટલે હું બચી ગયો.મેં કીધું
        ઓહ્હ!!!રિયલી??આરોહી એ મને કીધું
        હમમમ.મેં બસ ટૂંક માં જ ઉતર આપ્યો
        બોલો બીજું??આરોહી એ પૂછ્યું
        તમે બોલો??તમે મને કંઇક કહેવાના હતા.મેં કીધું
        શું??હું તમને કઈ કહેવાની હતી?આરોહી એ મને પૂછ્યું

        બસ,વધી ગયો ડ્રામા,હવે પાછા પોઈન્ટ પર આવી જાવ.મેં કીધું
        પરંતુ,હું શેના વિશે વાત કરવાની હતી??એ તો બોલો પહેલા.આરોહી એ કીધું
        તમારા,ભૂતકાળ ની વાત,કે જે તમે આજ સુધી તમારા મિત્ર ને પણ જણાવી ન હતી.મેં કીધું
        બે,મીનીટ પછી આરોહી નો મેસેજ આવ્યો,
        બાય.
        અરે,પણ ક્યાં જાય છે??જયારે હું તારા  ભૂતકાળ વિશે પુછુ છુ ત્યારે બાય બોલી દે છો.
        કેમ,ડરી ગયા???કે આ ફરીવાર ગુમનામ થઇ જવાના વિચારમાં છે.આરોહી એ મને કીધું
        તુ કામ જ ડરાવવાના કરે છે તો.મેં કીધું
        પણ મારા ભૂતકાળ ની વાત હમણાં નહી કરી શકું.આરોહી એ મને કીધું
        પરંતુ,શા માટે??અને હા ના કહેવું હોય તો ના પડી દે.મેં કીધું
અરે,એવું નથી.હું મારા ભૂતકાળ ની વાત જરૂર કહીશ.
પરંતુ,ક્યારે??મેં કીધું
આજે સાંજે ૯:૩૦,ઓકે.કારણ કે હવે મારો રસોઈ બનવાનો સમય થઇ ચુક્યો છે.એટલે સમજ્યા??આરોહી એ મને કીધું
પાક્કું??કે પછી..મેં પૂછ્યું
તમે,સમયસર આવી જજો હું તો ૯:૩૦ વાગતા જ ઓન થઇ જઈશ,ઓકે.
ચલો,હવે બાય.આરોહી એ કીધું
બાય.એવો મેસેજ કરીને મેં ફેસબુક બંધ કર્યું અને પછી મારા પગ મેં મારા ઘર ની તરફ આગળ ઉપાડ્યા.ઘરે પહોંચ્યો એટલા માં ૭:૧૦ જેટલો સમય થઇ ચુક્યો હતો,તેથી ઘરે જઈને હાથ-પગ ધોઈને દીવાબત્તી કરી લીધી અને મનોમન ભગવાન નો આભાર માન્યો.આજે ઘરે જલ્દી જમવાનું બનાવવા માટે કીધું હતું એટલે ૮:૩૦ જેટલા વાગ્યા ત્યાં બની ગયું અને મેં ૯:૦૦ વાગ્યા સુધી માં જમી લીધું.બસ હવે તો એક જ કામ બાકી રહ્યું હતું અને એ હતું રૂમ માં જઈને ફેસબુક ખોલવાનુ.૯:૦૫ થયા એટલા માં તો હું ફેસબુક ખોલીને તૈયાર થઇ ગયો અને આરોહી ને મેસેજ કરવા ગયો કે સામે થી એક મેસેજ આવ્યો,
હાય..અને આ મેસેજ હતો ખુશી નો તેથી મેં પણ સામે રિપ્લાય આપ્યો,
હાય.
શું કરે છો??ખુશી એ પૂછ્યું
જે કામ હોય એ જલ્દી બોલી દે ખુશી,૯:૩૦ પછી મારી પાસે કોઈ જ ટાઈમ નથી.મેં કીધું
કેમ,ભાઈ??એવું તો શું કામ છે.ખુશી એ પૂછ્યું
આરોહી,સાથે મીટીંગ છે.મેં ખુશ થઈને કીધું
હા,એ તો મને ખબર છે,કે કેવી મીટીંગ કરે છો તું તેની સાથે.ખુશી એ મને કીધું
ઓકે,એવું રાખ બસ.મેં ખુશી ને મેસેજ મોકલ્યો એટલા માં તો ફરી પાછો એક મેસેજ આવ્યો,અને એ મેસેજ હતો આરોહી નો,
હાય.
હેલ્લો,તો ફાઈનલી તમે આજે મારી સાથે વાત કરવા માટે આવી ગયા છો એમ,ને??મેં કીધું
હમમમ.આરોહી એ જવાબ આપ્યો
શું,બનાવેલું આજે જમવામાં??મેં પૂછ્યું
પાવભાજી.આરોહી એ કીધું
ઓહઓ,તને બનાવતા આવડે છે??મેં પૂછ્યું
હાં,તો.આરોહી એ કીધું
પરંતુ જમી શકાય તેવી બનાવતા આવડે છે??મેં તેને ચીડવવા માટે કીધું
ના,તેવી ના બને મારા થી.ખુશ હવે??આરોહી એ મને કીધું
ઓકે,કુલ ડીઅર.મેં કીધું
હમમમ,બોલો બીજું??શાને અમોને આમ પરેશાન કરી રહ્યા હતા,છેલ્લા બે મહિના થી મેસેજ કરી કરી ને??આરોહી એ પૂછ્યું
તારી સાથે વાત કરવા માટે.મેં કીધું
ઓહ્હ,પરંતુ શ માટે??આરોહી એ પૂછ્યું
વાત,ના કરું ને તે દિવસે મને ચેન નથી પડતું.જે દિવસે તારી સાથે વાત કરી હોય તે દિવસ થી લઈને લગભગ સાત દિવસ સુધી તેનો ડોઝ ચાલે.પરંતુ પછી…મેં કીધું
એ તો હજુ સુધી મને પૂરી રીતે ઓળખતા નથી ને એટલે એવું લાગે.આરોહી એ કીધું
        એમ??તો કરો શરુ તમારી ભૂતકાળ ની કહાની અને અમને પણ ખબર પડે કે તમે કેવી મોટી નોટ છો.મેં મઝાક ના મૂડ માં કીધું
        ઓકે,તો થોડો શ્વાસ લઇ લો અને રીલેક્સ થઇ જાવ મારી વાત સાંભળવા માટે.આરોહી એ કીધું
        ઓકે,ડન ઇટ.લેટ્સ સ્ટાર્ટ.મેં કીધું
        ખરેખર,વાત કરું??આરોહી એ મને પૂછ્યું
        તો,શું હવે હું કોઈ ગોરબાપા ને બોલવું??મેં કીધું
        પણ,મારે આ વાત તમને કરવી જોઈએ કે નહી???આરોહી એ કીધું
        હાં,કરવી જ જોઈએ તારે મને વાત,જો તું ખરેખર મને એક સાચો મિત્ર માનતી હોય તો,અને બીજાને મનની વાત કરવાથી મન હળવું થઇ જાય છે,સો લેટ્સ સ્ટાર્ટ.મેં કીધું
ઓકે,તો સાંભળો,
તારી જેમ જ મારી આ વાત છે મારા કોલેજ ના સમય ની.જયારે મારું કોલેજ નું બીજું વર્ષ ચાલતું હતું ત્યારે અમારી કોલેજ ના એન્યુઅલ ફંકશન માટે ની તૈયારી ઓ ચાલતી હતી.જેમાં મેં પણ ડાન્સ માં ભાગ લીધો હતો.અમારો ગ્રુપ ડાન્સ હતો અને તેમાં પાંચ છોકરા અને પાંચ છોકરીઓ એમ મળીને કુલ ૧૦ નું ગ્રુપ હતું,અને પાંચ કપલ માં ડાન્સ કરવાનું નક્કી કર્યું હતું.

મારી સાથે તો ડાન્સ માટે ના પડી હતી ને,અને પાછી બોલે કે મને ડાન્સ નથી આવડતો,કેમ??મેં કીધું
વાત,સાંભળવાની છે કે પછી હું બંધ કરું??આરોહી એ મને કીધું
ઓકે,ઓકે શરુ કર.મેં કીધું
અમારું ફંક્શન માર્ચ ના ફર્સ્ટ વીક માં હતું અને લગભગ ફેબ્રુઆરી નું સેકંડ વીક પણ પૂરું થવામાં હતું એટલે અમારે ડાન્સ પ્રેક્ટીસ માટે ઓછો સમય રહ્યો હતો તેથી અમે લોકો કોલેજ માં દર શનિવારે પ્રેક્ટીસ માટે મળતા હતા.જેટલી પ્રેક્ટીસ કોલેજ માં થતી એટલી કોલેજ માં કરતા અને બીજી પોતપોતાના ઘરે કરતા.અને અમારા આ ડાન્સ ગ્રુપ નો લીડર હતો નૈતિક કે જે મારો પાર્ટનર હતો ડાન્સ માં,અને અમે બંને એકજ જગ્યા પર રહેતા હોવાથી અમે તેના ઘર પર જ પ્રેક્ટીસ માટે અવારનવાર મળતા રહેતા.
પછી??મેં પૂછ્યું
નૈતિક,દેખાવ માં લગભગ કોઈ બોલીવુડ સ્ટાર ને ટક્કર મારે તેવો હતો, ૬’૩” જેટલી હાઈટ,તથા પરફેક્ટ બોડી,અને ફેસકટ પણ જોરદાર અને અમારી આ ડાન્સ માટે ની મુલાકાત વધતી જતી હતી,અને મને ખબર ની પણ કેવી રીતે હું તેના તરફ આકર્ષિત થવા લાગી હતી.મને તેની સાથે રહેવું ગમતું હતું.તેની સાથે વાત કરવી પસંદ હતી,તેની પસંદગી એ ધીરે ધીરે મારી પસંદગી બનતી ગઈ અને આવી રીતે લગભગ અમારું એન્યુંઅલ ફંકશન પણ આવીને જતું રહ્યું.અમારો ડાન્સ થઇ ગયો અને હવે અમારી મુલાકાત પણ પહેલા કરતા ઘટી ગઈ,ઘટી ગઈ નહી પરંતુ ઓલમોસ્ટ બંધ જ થઇ ચુકી હતી.સમય ની સાથે સાથે હું તેના તરફ વધારે ને વધારે આકર્ષિત થતી ગઈ.પરંતુ તેની તરફ થી મારા માટે કેવી ફીલીંગ હશે તે મને હજુ સુધી ખબર જ ન હતી.
પછી??મેં પણ થોડું શાંતિ થી કીધું હોય એવી રીતે કહ્યું
પછી,મેં વિચાર કર્યો કે જો તેના તરફ થી મને કેવો રિસ્પોન્સ છે તે જાણવું હોય તો મારે તેની નજીક રહેવું પડશે.ત્યારપછી લાગી ગઈ હું મારા આ મિશન માં અને વારંવાર,કોઈ ના કોઈ બહાને તેની સામે જવાનું શરુ કર્યું અને જે લગભગ મને ફળ્યું હોય તેવું લાગ્યું.કારણ કે હું જયારે પણ તેની સામે હોવ છુ ત્યારે તેની નઝર સાથે મારી નઝર અવાર નવાર ટકરાવવા લાગી,અને મને પણ પછી ખબર પડી ચુકી હતી કે તે પણ મારા તરફ આકર્ષિત છે.અને તે પણ મને પસંદ કરતો હોય એવું લાગ્યું.
આવું લગભગ અમારા વચ્ચે આગળ ના ચાર મહિના જેટલું ચાલ્યું,અને હજુ સુધી અમે અમારી આ ફીલિંગ્સ વિશે એકબીજાને જણાવ્યુ ન હતું અને હવે,શું કરવું તેની મને પણ કઈ ખબર પડતી ન હતી.એક દિવસ જયારે કોલેજ થી છુટી ને મારી બાઈક પાસે પાર્કિંગ માં ગઈ અને ત્યાં જઈને જોયું તો મારી બાઈક ના આગળ ના ટાયર માં પંચર હતું.અને અમારી કોલેજ ની નજીક માં એકની એક રહેલી પંચર ની દુકાને ગઈ અને ત્યાં જઈને જોયું તો દુકાન પણ બંધ હતી.હવે તો મારે ઘરે જવા માટે ઓટો જ પકડવી પડે તેમ હતી કારણ કે મારા ઘર તરફ થી આવતી હોય એવી મારી કોઈ ફ્રેન્ડ્સ પણ ન હતી,એટલે મેં મારી બાઈક ને તે દુકાને મુકીને બાજુ ની દુકાન વાળા ને કીધું કે જયારે ખુલ્લે ત્યારે પંચર બનાવી રાખે અને કાલે હું અહીંથી બાઈક લઇ જઈશ.અને ત્યાંથી ઓટો માટે રાહ જોવા માટે ઉભી રહી.
હું,ત્યાં ઓટો ની રાહ જોતી હતી એટલામાં મારી પાસે એક બાઈક આવીને ઉભી રહી અને તે બાઈક પર બેઠેલા વ્યક્તિ એ મને પૂછ્યું,
જો,તમને કોઈ તકલીફ ના હોય તો હું તમને તમારા ઘર સુધી ડ્રોપ કરી શકું છુ.
અને પૂછવા વાળો બીજું કોઈ ન હતું પરંતુ નૈતિક હતો.
નો થેન્ક્સ,આઈ વિલ મેનેજ.મેં નૈતિક ને કીધું
અરે,પણ તેમાં શું છે,હું તે બાજુ જ રહું છુ એ તો તમને ખબર છે ને??નૈતીકે મને પૂછ્યું
હાં,એ તો ખબર જ છે.પરંતુ..હજુ હું બોલવાનું પૂરું કરું ત્યાં તો તે બોલ્યો,
પરંતુ વરંતુ કઈ નહી,ચાલ જડપ થી બેસી જા.અને પછી હું પણ તેની પાછળ ની સીટ પાર ગોઠવાઈ અને મન માં ને મન માં બોલી યસ્સ્સ્સ્સ.
ઓહ્હ,હેલ્લો મારી વાત માં તો ધ્યાન તો છે ને તારું??આરોહી એ મને મેસેજ કર્યો
હાં,પછી શું થયું??તે બોલ.મેં કીધું
પછી,નૈતિકે બાઈક ઘર તરફ આગળ વધારી અને હું તેની પાછળ બેસી ગઈ.પાછળ બેઠા બેઠા મારા મન મા વિચારો જ ચાલુ હતા કે જેના વિષે હું દરરોજ વિચાર્યા કરું છુ,તેની જ બાઈક પર આજે તેની પાછળ બેસેલી છુ હજુ આવાજ વિચારો ચાલુ હતા ત્યાં જ બાઈક ને અચાનક જ બ્રેક લાગી અને હું તેના તરફ આગળ ધકેલાઈ.
અરે,તું તો ઠીક છે ને??નૈતીકે મને પૂછ્યું
હાં,બિલકુલ.મેં તેને કીધું અને પછી ખબર નહી પરંતુ કેમ મને શું થઇ ગયું,અચાનક જ મેં તેના જમણી બાજુ ના ખભા પર હાથ મૂકી દીધો,અને તે અચાનક જ તેણે પાછળ તરફ ત્રાંસી નજરે જોયું.થોડા સમય પછી મેં ડાબી બાજુ નો હાથ પણ તેની ડાબી બાજુ ના ખભા પર મુક્યો અને તે ફરી પાછળ ફર્યો.પરંતુ આ વખતે પણ કઈ બોલ્યો નહી.
[ક્યાંથી બોલે,ભાઈ ને તો મજા આવતી હશે અને મન માં ને મન માં વિચારતો હશે કે દરરોજ જ આની બાઈક માં પંચર પડે તો મઝા આવી જાય.હું આરોહી નો મેસેજ વાંચતા વાંચતા જ મન માં બોલ્યો]
હવે મારા બંને હાથ તેના બંને ખભા પર થી ધીરે ધીરે થઈને તેની ૪૨ ઈંચ ની ચેસ્ટ પાસે થી, પસાર થઈને તેના પેટ પર જઈને અટકયા અને ત્યારપછી તરતજ મેં મારા બંને હાથ થી તેના પેટ ને ટાઈટ પકડી લીધું.અને નૈતીકે તરત જ બાઈક ને  સર્વિસ રોડ માં જઈને ઉભી રાખી,અને બોલ્યો
        આર યુ ઓકે??
        એક્ચુલી,મને થોડું માથું દુખતું હોય તેવું લાગે છે.એવું મેં તેને કીધું હકીકત માં પ્રોબ્લેમ માથા નો નહી પરંતુ દિલ નો હતો,અને જયારે વાત હોય દિલ ની ત્યારે આટલું જુઠ તો ચાલે જ ને??કેમ પ્રેમ
        હાં,કેમ નહી.મેં કીધું અને પૂછ્યું પછી
એક કામ કરીએ આપણે,અહીં જ નજીક માં આવેલા કોફી શોપ પર જઈએ અને એક એક કોફી ની મઝા માણીએ તેના થી તારું દુખતું માથું પણ સારું થઇ જશે.નૈતિક બોલ્યો
        ઓકે.મેં કીધું અને ફરી તેની બાઈક પર ગોઠવાઈ અને બાઈક કોફી શોપ તરફ આગળ વધી અને કોફી શોપ આવતા તેના પાર્કિંગ માં ઉભી રહી.
        નૈતીકે,૨ કોફી,પેસ્ટી અને સેન્ડવીચ નો ઓર્ડર કર્યો.અને ઓર્ડર આવ્યો ત્યાં સુધી બે માંથી એક પણ કઈ બોલીયે નહી અને એકબીજાની સામે ચોર નઝરે જોયા કરીએ.અને કોફી શોપ વાળા નું ટાઈમિંગ પણ જબરદસ્ત કારણ કે આ જ સમયે ત્યાં રાખેલા સ્પીકર માંથી એક સોંગ સંભળાતું હતું અને એ હતું.”તુમ્હે ચોર નઝરો સે દેખતા હૈ દિલ ના જાને કયું??”
        ગજબ કહેવાય,આતો કેમ આરોહી.મેં આરોહી ને કીધું
        હાં,તો.પછી આગળ શું થયું તને ખબર છે પ્રેમ??આરોહી એ મને પૂછ્યું
        ના,તું બોલ પછી તો મને ખબર પડે ને.મેં આરોહી ને કીધું
        પછી,અમારો ઓર્ડર ટેબલ પર આવ્યો અને અમે કોફી પીવાની શરૂઆત કરી અને ત્યારબાદ અચાનક જ ખબર નહી કેમ પણ મેં મારો હાથ નૈતિક ના હાથ પર મૂકી દીધો.અને તેણે મને પ્રેમ થી પૂછ્યું  શું??શું થાય છે તને આમ અચાનક??
        હું,તને કઈ કહેવા માંગું છુ.મેં  નૈતિક ને કીધું
        હાં,બોલ.નૈતીકે મને કીધું
        I like you and..and I love you, love you so much.મેં નૈતિક ને કીધું અને તે બે મીનીટ સુધી તો મને જ જોતો જ રહ્યો અને પછી બોલ્યો,
I also like you, આપણે લોકો પહેલી વાર મળ્યા તે દિવસ થી પસંદ કરું છુ,પણ બોલી શકાતું ન હતું.પરંતુ વિચારતો હતો કે જો હું તને વાત કરીશ અને તુ ના પાડી દે તો,મને ડર હતો કે હું તને ખોઈ દઈશ એટલે તને મેં કઈ કીધું નહી,પરંતુ આજે તારી હિંમત જોઈને મારા માં પણ બોલવાની તાકાત આવી ગઈ,
I love you tooooooooooo arohi.નૈતિક બોલ્યો અને અમે ત્યાં જ એકબીજાને ટાઈટ હગ કર્યું.
 [મારું ચંચળ મન તો વધુ દુખી થઇ ગયું કે આના કરતા તો મેં વાત જ ના કરી હોત તો જ સારું હતું,અને હવે શરૂ થઇ જ છે તો પૂરી તો કરવી જ પડશે એવું મન માં વિચારતા વિચારતા જ આરોહી ને મેસેજ કર્યો]
પછી?
પછી તો દરરોજ ની મુલાકાત વધતી ગઈ અને અમે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમ માં ડૂબી ગયા આવી જ રીતે અમારી લાઈફ પસાર થવા લાગી હતી અને એક દિવસ..
શું??એક દિવસ.મેં પૂછ્યું
એક દિવસ નૈતિક નો બર્થડે આવ્યો અને તે દિવસે અમે બંને એ એકલા સાથે માનવાનું નક્કી કર્યું અને તેણે એક હોટલ માં રૂમ બુક કરાવી રાખેલી ત્યાં અમે બંને સાંજ ના ૬:૦૦ વાગ્યા ની આસપાસ અમે બંને એ હોટલ ની રૂમ માં એન્ટ્રી લીધી અને નૈતીકે વેઈટર ને સોફ્ટ ડ્રીન્કસ લાવવા કહ્યું અને વેઈટર લઇ આવ્યો અને પછી વેઈટર ને કેક નો પણ ઓર્ડર આપેલો હશે તે ૭:૦૦ વાગ્યા ની આસપાસ લઇ આવવા કહી.
૭:૦૦ વાગ્યા સુધી અમે બંને એ સોફ્ટ ડ્રીન્કસ પિતા પિતા વાતો કરી અને ૭:૦૦ વાગતા જ કેક આવી ગઈ.કેક ટેબલ પર ગોઠવાઈ ગઈ અને પછી ઉપર ગોઠવેલી મીણબતી ને બુઝાવી અને ત્યાર પછી નૈતીકે કેક કાપી ને એક ટુકડો મને તેના હાથે થી ખવરાવ્યો અને મેં એક ટુકડો તેના મોઢા માં મુક્યો.
એક બીજો ટુકડો મારા મોઢા માં જ હતો અને હજુ અડધો મોઢા ની બહાર હતો એટલે નૈતિકે તે વધેલા ટુકડા ને પોતાના મોઢા માં લીધો અને જેવો એ ટુકડો ખતમ થયો એટલે અમારા બંને ના હોઠ ભેગા થઇ ગયા.ત્યારપછી આગળ ની બે મીનીટ સુધી અમારા હોઠ એકબીજાના હોઠ ની સાથે ચીપકેલા રહ્યા અને સાથે તેમાં ભળેલી ચોકલેટ કેક કે જેને અમારી આં કીસ ને ચોકલેટી ફ્લેવર કીસ બનાવી.પછી અચાનક જ હું તેનાથી દુર થઇ ગઈ અને બેડ પર જઈને બેસી ગઈ.
નૈતિક પણ મારી પાસે આવીને બેસી ગયો અને ફરી મને કિસ કરવા લાગ્યો,પછી મેં પણ તેને ફરી સાથ આપ્યો અને અમે બંને એકબીજાને વારંવાર કિસ કરવા લાગ્યા,નૈતીક મારા ગાલ પર,મારા કપાળ પર,મારા નાક પર,મારા કાન પર અને મારા હોઠ પર વારંવાર કિસ કરવા લાગ્યો.પછી તેણે મને બેડ પડ સુવરાવી અને ફરી મને કીસ કરવા લાગ્યો.અને થોડી વાર માં તેણે રૂમ ની લાઈટ પણ બધ કરી દીધી.
ના,પ્લીઝ નૈતિક.આ ખોટું થઇ રહ્યું છે એવું નથી લાગતું તને??મેં નૈતિક ને કીધુ
અરે,વી લવ ઈચ અધર,નૈતિક બોલ્યો અને તે તેનો હાથ ધીરે ધીરે મારા શર્ટ ની અંદર સરકાવતો હતો.અને ધીરે ધીરે તેની હથેળી મારા સ્તન પર આવીને અટકી…એટલે મેં ફરી કીધું નૈતિક તને ખબર છે,શું થઇ રહ્યું છે.આપણે આ ના કરવું જોઈએ હજુ હું બોલતી જ હતી ત્યાં તો તેણે ફરી તેના હોઠ મારા હોઠ પર મુક્યા અને મને ચુપ કરી દીધી અને પછી મેં પણ રિસ્પોન્સ આપવાનો શરુ કર્યું.
[આરોહી નો આવો ભૂતકાળ સાંભળીને હવે તો મારા માં આગળ વાંચવાની હિમત જ ન હતી એટલે મેં રિસ્પોન્સ આપવાનું બંધ કર્યું અને શાંતિ થી જે મોકલે તે વાંચતો ગયો]
મેં નૈતિક ને શરૂઆત માં ધીરે ધીરે રિસ્પોન્સ આપ્યો અને ત્યારબાદ અમે બંને ક્યારે એકબીજા માં ઓતપ્રોત થઇ ગયા એ ખબર જ  ના પડી.પછી તેણે તેનો શર્ટ કાઢ્યો અને મારા શર્ટ ના બટન ખોલવા લાગ્યો અને પહેલી વાર જ હું કોઈ જેન્ટ્સ ની સામે માત્ર બ્રા માં હતી એટલે મને આ પરિસ્થિતિ શરમજનક લાગી એટલે ફરી નૈતિક ને રોકવાની કોશિશ કરી પણ એ બધીજ વખતે મને કીસ કરીને ચુપ કરી દેતો.
તુ વાંચે છો,ને મારા મેસેજ??આરોહી નો રીપ્લાય આવ્યો.
હમમમ.મેં બસ એટલુંજ કીધું અને તેણે ફરી શરુ કર્યું
તે મારી પાસે આવીને કીસ કરે અને,જયારે મારી આંખ તેની આંખ ને મળે ત્યારે હું મારી આંખ ને ફેરવી લેતી.અને જયારે તેનો હાથ મારા જીન્સ ને અન-બટન કરવા પહોંચ્યો ત્યારે મેં તેને અટકાવ્યો અને મેં  આંખ થી ઈશારો કર્યો એટલે તે અટક્યો,અને મને કિસ કરી અને મારી બાજુ માં મને ટાઈટ હગ કરીને સુઈ ગયો.અમે આગળ ની એકાદ કલાક આવી જ રીતે સુતા અને બસ એમજ વાતો કરતા રહ્યા હતા કે અચાનક જ મારો ફોન ની રીંગ વાગી અને મેં જોયું તો ઘરે થી ફોન હતો એટલે મેં ફોન રીસીવ કર્યો અને કીધું બસ હમણાં જ ૩૦:૦૦ મીનીટ માં આવું છુ.
કોણ હતું??નૈતીકે મને પૂછ્યું
ઘરે થી ફોન આવ્યો છે એટલે હવે મારે જવું પડશે.તો હવે હું મારા કપડા પહેરી શકું??મેં નૈતિક ની બાજુ માં સુતા સુતા પૂછ્યું
હમ્મ્મ્મ.તે આટલું જ બોલ્યો એટલે મેં મારા શરીર ને બેડ પર રહેલી બેડશીટ થી કવર કર્યું અને મારા કપડા લઈને બાથરૂમ જઈને કપડા પહેરી લીધા અને બહાર આવી.બહાર આવીને જોયું તો નૈતિક પણ પોતાના કપડા પહેરીને તૈયાર થઇ ગયો હતો એટલે અમે બંને લગભગ ૧૦:૦૦ વાગ્યા ની આસપાસ હોટલ માંથી બહાર નીકળી ગયા અને તે મને મારા ઘર થી થોડે દુર ઉતારી અને તે મારા ઘર ની નજીક આવેલા  તેના ઘરે ચાલ્યો ગયો.
તે દિવસ ની રાત પછી અમે આગળ ના બે દિવસ સુધી એકબીજા સાથે વાત જ ના કરી અને પછી નૈતિક નો ફોન અચાનક જ આવ્યો,ત્યારે મેં હમણા વાત નહી કરી શકું એવું કહીને મેં ફોન મૂકી દીધો.એટલે પાંચ મીનીટ પછી તેનો મેસેજ આવ્યો તો કાલે કોફી શોપ પર મળી શકીએ??એટલે મેં તેના રીપ્લાય માં ઓકે કહી દીધું.
***
બીજે દિવસે કોફી શોપ પર મળ્યા ત્યારે અમે બંને કઈ પણ બોલી શકતા ન હતા.કારણ કે શું બોલવું તે જ ખબર પડતી ન હતી.પરંતુ પછી અચાનક જ નૈતિક બોલ્યો,
કેવું ફીલ થાય છે??
ગિલ્ટી.મેં નૈતિક ને કીધું
પરંતુ શા માટે??નીતીકે મને પૂછ્યું
બસ,મને અંદર થી સારું નથી લાગતું,કંઇક ખોટું થયું હોય એવું લાગે છે.મેં તેને કીધું
અરે,યાર વી લવ ઈચ અધર.નૈતીકે મને કીધું
હમમમ.મેં કીધું અને અમે લગભગ એકાદ કલાક સાથે વિતાવી અને છુટા પડ્યા
પછી શું થયું??મેં પૂછ્યું
પછી,એકવાર જયારે નૈતિક ના ઘરે કોઈ ના હતું ત્યારે તેણે મને ફોન કરીને તેના ઘરે બોલાવી અને અમે બંને એ ફરી એકવાર તે દિવસે નૈતિક ના બર્થ ડે ના દિવસ વાળી ઘટના દોહરાવી.
પરંતુ,બીજી વાર સેક્સ કર્યા બાદ મને પેલા કરતા ઓછુ ખરાબ લાગતું હતું,અને મને નૈતિક પર પુરેપુરો ભરોસો થઇ ચુક્યો હતો.પરંતુ
પરંતુ શું??? આરોહી.મેં આરોહી ને પૂછ્યું
પરંતુ,તે દિવસ પછી મારા થી રહી શકાયું નહી એટલે મેં તેને ફોન કર્યા પરંતુ મારા ફોન ને રીસીવ કરવાને બદલે,ફોન ને કટ કરી દે.મેં આખો દિવસ પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે મને નિષ્ફળતા જ મળી.આવું લગભગ આગળના ૭ દિવસ સુધી ચાલ્યું અને આ સાત દિવસો માં તે કોલેજ પણ ના આવતો.એટલે હવે મારે શું કરવું તે કઈ ખબર પડતી ન હતી.
પછી શું થયું??તારી વાત થઇ કે નહી તેની સાથે??મેં આરોહી ને પૂછ્યું
હાં,થઇ ને અને ત્યારબાદ મેં આજ સુધી તેની સાથે વાતજ નથી કરી.આરોહી એ કીધું
પરંતુ,શા માટે??અને શું વાત થયેલી તારી તેની સાથે??મે આરોહી ને પૂછ્યું
તે,દિવસે તેણે મને કીધું કે આજ્જ પછી હું તને ક્યારેય નહી મળું,અને આપણી વચ્ચે જે કઈ પણ હતું તે બધું પૂરું.હવે તું મને ભૂલી જજે અને મુવ ઓન કરી લેજે.આરોહી એ કહ્યું
તો,તને કેવું લાગ્યું??મે પૂછ્યું
તે દિવસ પછી તો મારો આ દુનિયાના બધા જ છોકરાઓ પર થી વિશ્વાસ જ ઉઠી ગયો.i love you કહી કહી અને સેક્સ કરીને ચાલ્યા જાય.તેના કરતા તો સીધું જ કહી દેતા હોય કે I love your body and I want to fuck with you.આરોહી એ કહ્યું
        શાંત,થઇ જા.મેં કહ્યું
        પરંતુ,કહેવાય છે ને જે થતું હોય્ એ સારા માટે જ થતું હોય છે,એ વાત સાચી સાબિત થઇ ગઈ સારું થયું તે શરૂઆત માં જ મારી ઝીન્દગી માંથી ચાલ્યો ગયો.તેથી જ હું મારું કેરિયર સેટ કરી શકી અને એક વાત ની ખબર પડી કે જયારે છોકરા ઓ I love you કહે ત્યારે સમજવાનું કે તે મનેછોકરી ઓ ને નહી પરંતુ તેઓના શરીર ને ચાહતો હોય છે.આરોહી એ કીધું
અરે,એવું ના હોય બધા જ સરખા ના હોય.મેં કહ્યું
એવું છે??એક સવાલ પુછુ તમને મને જવાબ આપશો??.આરોહી એ કીધું
ચોક્કસ.મેં કીધું
I love you.આરોહી એ મને મેસેજ કર્યો.                                                                                                                                                                                                                                                                       To be continue….
મિત્રો,શું લાગે છે તમને??જે પ્રેમ અક્ષરા ને બોયફ્રેન્ડ છે એવું સાંભળીને જ તેની સાથે વાત કરતો બંધ થઇ ગયો,તે પ્રેમ આરોહી નો ભૂતકાળ જાણી ને આરોહી ને અપનાવી શકશે??શું પ્રેમ આરોહી ના પ્રપોઝ નો સ્વીકાર કરશે?? મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ :શું પ્રેમ ને આરોહી ના પ્રપોઝ નો સ્વીકર કરવો જોઈએ??
A)yes
B)No

instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….
RELATED ARTICLES

Love Story in Gujarati Love Stories | Bloddy Ishq | Love Story Novels in Gujarati

Parth J. Ghelani’s Bloddy Ishq Waste of timeLove Story in Gujarati Love Stories | Love Story Novels in Gujarati   Disclaimer ALL CHARECTERS AND...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C22 by Parth Ghelani | Love Story Novels in Gujarati

Best Love Stories Books in Gujarati, hindi, language read and download PDF for free આગળ જોયું,         પ્રેમ અને આરોહી તપોવન મંદિર થી જવાની તૈયારી કરતા...

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C21 by Parth Ghelani | Love Story Novels in Gujarati

આગળ જોયું,         પ્રેમ આરોહી ને મળવા માટે વડોદરા જાય છે અને ત્યાં તેને દિવ્યા મળવા માટે બોલાવે છે અને જયારે તે તેને મળવા...

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

What Is So Fascinating About Marijuana News?

What Is So Fascinating About Marijuana News? The Meaning of Marijuana News If you're against using Cannabis as you do...

Powdery perfumes to delight yourself with flowers.

एक ऐसे पाउडरयुक्त सुगंध वाले परफ्यूम को उनकी आकर्षक गुणवत्ता के कारण महिलाएं पसंद करती हैं जो सुखद स्मृति और आराम की...

aveda volumizing shampoo and conditioner.

बालों की सभी समस्याओं के लिए प्राचीन, जैविक सामग्री की सिफारिश करते हुए देखा होगा।बालों का झड़ना हो,रूसी हो,बालों की कोई अन्य...

shea butter products to moisturize and hydrate your skin.

त्वचा की देखभाल और बालों की देखभाल के शौकीनों के बीच रुचि का विषय रही है।शिया बटर उत्पाद आधुनिक सौंदर्य उद्योग के...