આગળ જોયું,
પ્રેમ આરોહી ને મળવાનું પૂછે છે જેના જવાબ માં આરોહી પ્રેમ ને હમણાં નહી મળી શકાય તેવો જવાબ આપે છે અને ત્યારબાદ પ્રેમ અને આરોહી બંને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હોય છે કે અચાનક જ પ્રેમ ના ફોન માં કોઈ અજાણ્યા નંબર પર થી I love you નો મેસેજ આવે છે..
હવે આગળ,
***
પરંતુ પ્રેમ તારી વાત એકદમ જ સાચી છે આવું અમારી સાથે પણ થતું જ હોય છે.હજુ હું મારા ફોન પર આવેલા મેસેજ વિષે વિચાર કરતો હતો ત્યાજ આરોહી નો રીપ્લાય આવ્યો
કેવું??મેં પણ આરોહી ને રીપ્લાય કર્યો અને વિચારવા લાગ્યો કે સાલું મને કોણ આવી રીતે મેસેજ કરે અને મેસેજ કરે એ પણ I love you .
હજુ મારું વિચારવાનું ચાલુ જ હતું ત્યાતો એટલા માં ફરી પાછો એક મેસેજ આવ્યો આરોહી નો અરે હમણાં તે જે રસ્ત્તા વાળી વાત કરીને તે.
કેમ,તમારી સાથે પણ આવું થાય છે??મેં આરોહી ને રીપ્લાય કર્યો અને ફરી વિચારવા લાગ્યો કે મારે આરોહી ને આ I love you ના મેસેજ વળી વાત કરવી જોઈએ કે નહી.પરંતુ ફરી મને વિચાર આવ્યો કે કદાચ આ કોઈ મારા ફ્રેન્ડસ મારી સથે આવી રીતે મઝાક કરતા હોય તો…
હમમમ.આરોહી નો રીપ્લાય આવ્યો
ક્યારે???અને તારી સાથે??મેં આરોહી ને પૂછ્યું
મારી સાથે તો આવું ક્યારેય નથી થયું પરંતુ મારી એક ફ્રેન્ડસ છે કે જેણે મને સેમ આવી વાત કરી હતી કે રસ્તા પર જેવા છોકરાઓ જોવા મળે તેવા હું જ્યાં જોવા ગઈ ત્યાં નથી મળતા.આરોહી નો રીપ્લાય આવ્યો
હમ્મ્મ્મ.મેં આરોહી ને મેસેજ કર્યો અને ફરી પેલા મેસેજ વિશે વિચારવા લાગ્યો કે કોણ હશે આ??જે મને આવી રીતે મેસેજ કરે છે.ત્યાજ તોં આરોહીનો ફરી મેસેજ આવ્યો અને પછી મેં મનોમન નક્કી કર્યું કે એ બધું પછી જોઈ લઈશ કારણ કે હમણાં તો મારી આરોહી ઓનલાઈન છે તો તેને જ સમય આપું ને આ ફાલતું માં શા માટે સમય નો બગાડ કરું.
પ્રેમ,તું કેવા પ્રકાર માં મેરેજ ને સારા ગણે છે??આરોહી નો રીપ્લાય આવ્યો
એટલે??મેં આરોહી ને પૂછ્યું
એટલે કે લવ મેરેજ કે પછી અરેંજ મેરેજ.આરોહી નો રીપ્લાય આવ્યો
હવે તો મેરેજ એ મેરેજ છે એ પછી એરેન્જ હોય કે લવ હોય.મેં આરોહી ને રીપ્લાય કર્યો
એટલે??આરોહી એ મને પૂછ્યું
એટલે એમ કે જે લોકો મેરેજ કરે એ પણ પછતાય છે અને જે ના કરે એ પણ.મેં આરોહી ને હસતા હસતા જવાબ આપ્યો
હું સીરીયસલી પુછુ છુ અને તને મઝાક સુજે છે પ્રેમ.આરોહીનો મેસેજ આવ્યો
સોરી આરોહી,પરંતુ તું આજે આ મેરેજ ની વાતો કેમ કર્યા કરે છે??કઈ થયું છે??મેં આરોહી ને પૂછ્યું
હવે મને પણ મારા ઘરે થી મેરેજ માટે કહે છે એટલે.આરોહી નો રીપ્લાય આવ્યો
તો ખોટું શું છે??કરીલે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
કપાળ તારું,હું અહિયાં સીરીયસ વાત કરું છુ અને તને વાત વાત પર મઝાક સુજે છે.આરોહી થોડા ગુસ્સા સાથે રીપ્લાય કર્યો.
જો,આરોહી મને તો કઈ જ ખબર નથી પડતી આ મેરેજ ના નિયમો માં એટલે કે રીવાજો માં.તું મને કહે કે કેવા પ્રકાર ના મેરેજ કરાય??મેં આરોહી ને રીપ્લાય કર્યો
હમમમ,મારા હિસાબ થી તો અરેંજ મેરેજ જ સારા ગણાય.આરોહી નો રીપ્લાય આવ્યો
કેમ કોઈ કારણ??મેં આરોહી ને પૂછ્યું
કારણ કે તેમાં સારી સર્વિસ ની પૂરી ગેરેંટી હોય છે એટલે.આરોહી નો રીપ્લાય આવ્યો
સર્વિસ ની ગેરેંટી એટલે??મને સમજાય એવી ભાષા માં બોલ ડીયર આરોહી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
એટલે કે જયારે અરેંજ મેરેજ માં પતિ-પત્ની વચ્ચે કઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે તેના સોલ્યુશન માં સમાજ ના બધા જ લોકો સપોર્ટ કરે છે જયારે લવ મેરેજ માં આવું કઈ થાય તો પૂરો સમાજ તેની વિરુધ્ધ માં હોય છે અને પાછા બોલતા જાય કે તે લોકો ની ભૂલ છે તો હવે ભોગવશે.આરોહી નો રીપ્લાય આવ્યો
એતો તકલીફ રહેવાની જ છે કારણ કે જયારે અરેંજ મેરેજ થાય છે ત્યારે તેમાં સમાજ ના નિયમો થી અને તે લોકો એ બાંધેલી હદ માં રહીને કરેલા હોય છે,એટલે તે લોકો ની જવાબદારી હોય છે અને લવ મેરેજ માં તેનાથી તદન વિરુધ હોય છે.પરંતુ,તે લોકો એ નથી સમજતા કે મેરેજ અરેંજ કરો કે પછી લવ કરો અંતે તો બંને માં વહેંચણી તો પ્રેમ નિ જ કરવાની છે.મેં આરોહી ને કીધું
હમમમ.આરોહી નો રીપ્લાય આવ્યો
I Love You, Dear Prem હું હજુ આરોહી ને રીપ્લાય આપવા જ જતો હતો ત્યાં તો ફરી મારા મોબાઇલ માં વોટ્સેપ પર પેલા અજાણયા નંબર પર થી મેસેજ આવ્યો.મેં તે મેસેજ ને વાંચીને તેને કોઈ પણ પ્રકાર નો રીપ્લાય આપ્યો નહી અને ફરીથી આરોહી ની સાથે વાત કરવા લાગ્યો.
આરોહી,આપણે મેરેજ કરવા છે કે નહી??મેં આરોહી ને પૂછ્યું
એ તો બધાને જ એકદિવસ કરવાના જ હોય છે.આરોહી નો રીપ્લાય આવ્યો
હું,બધાની વાત નથી કરતો હું વાત કરું છુ આપણા બંને ના મેરેજ ની.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ઓહ્હો,બહુ જ જલ્દી લાગે છે તને તો પ્રેમ.આરોહી નો રીપ્લાય આવ્યો
જલ્દી તો અમારા કરતા તો તમને લોકો ને વધારે હોય છે પરંતુ તમે આ જ વાત છોકરાઓ ના મોઢે થી બોલાવવા માંગો છો.કેમ??મેં આરોહી ને રીપ્લાય આપ્યો.
પ્રેમ,એવું કઈ જ નથી હો અને આજે મારા થી બે વાર મેરેજ વિશે ભૂલ થી પુછાઈ ગયું ત્યાતો..આરોહી નો રીપ્લાય આવ્યો
હેલ્લો,મેમ એમ કોઈ જ વાત બહાર ના નીકળે,પરંતુ વાત જયારે મન ની જ હોય અને તેના વિષે વિચાર કરીએ તો જ બહાર નીકળે સમજ્યા??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ઓહ્હ,એવું??આરોહી નો રીપ્લાય આવ્યો
હમમમ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
ઓકે,આપણે મેરેજ તો કરીશું બસ.ખુશ??આરોહી નો રીપ્લાય આવ્યો
બહોત હી જ્યાદા ખુશ,ડીયર.મેં આરોહી ને રીપ્લાય કર્યો
પરંતુ પ્રેમ આપણે કેવા પ્રકાર ના મેરેજ કરીશું??એ જણાવ મને.આરોહી નો રીપ્લાય આવ્યો
ના અરેંજ મેરેજ કરેંગે ઔર નહી લવ મેરેજ કરેંગે.હમ તો પ્રેમી હૈ પ્રેમ કી સ્ટાઇલ સે હી મેરેજ કરેંગે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
પ્રેમ મેં તને ડાયલોગ બોલવા નથી કીધું,અને આજે તને થયું છે શું તું કેમ દરેક વાત ને હસીને લઇ રહ્યો છે.આરોહી નો રીપ્લાય આવ્યો
નશા હે તુમ્હારે પ્યાર કા નશા હૈ,ઔર મેં ઉસ નશે મેં ડૂબ ચુકા હું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
જો ફરી પાછો ડાયલોગ ચીપ્કાવ્યો.આરોહી એ થોડા ગુસ્સા સાથે રીપ્લાય આપ્યો.
સોરી,હવે મઝાક નહી કરું બસ.પરંતુ હું તને એ પૂછવા માંગું છુ કે એવું કોણે કીધું કે આવી વાત સીરીયસ જ હોય છે?યાર,આરોહી આ બધી મોહમાયા છે તો આવી વાતો ને થોડી હળવાશ થી લેવાની હોય છે.અને જો કોઈ વાત ને હળવાશ થી લેતા સીખી જઈએ તો આ જિંદગી નામ ની ડિક્ષનરી માંથી દુઃખ નામ નો શબ્દ જ નીકળી જાય છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ઓકે,હશે બીજું કઈ બાબા પ્રેમદાસ??આરોહી નો રીપ્લાય આવ્યો
નહી,મારું પતિ ગયું અને હવે તમારી વારી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
તો,હવે મને પ્રેમ ની પ્રેમી સ્ટાઇલ ના મેરેજ વિષે થોડું જણાવીશ??આરોહી નો રીપ્લાય આવ્યો
ચોક્કસ,ડીયર હું તારો પ્રેમ અને તું મારી પ્રેમિકા તો જો હું તને એક વાત પણ ના કહી શકું તો થું છે મારી જીંદગી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
પ્રેમ્મ્મમ્મ્મ્મમ્મ્મ,બસ કર હવે તું પ્લીઝ મને જલ્દી થી આ તારી નવી સ્ટાઇલ ના મેરેજ વિષે જણાવે છો કે પછી હું સુઈ જાઓ.આરોહી નો રીપ્લાય આવ્યો
તારે શું કરવું છે?સુઈ જવું છે કે પછી જાણવું છે? મેં આરોહી ને રીપ્લાય આપ્યો
અત્યાર સુધી હું શું કહેતી હતી??આરોહી નો રીપ્લાય આવ્યો
ઓકે,તો વાંચ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
પેલા મેસેજ તો કર.આરોહી નો રીપ્લાય આવ્યો
આરોહી,તું ક્યારેય મેરેજ માં ગઈ છો??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ઓફ કોર્સ,યાર.આરોહી નો રીપ્લાય આવ્યો
તો,તે મેરેજ માં શું જોયું છે??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
શું,એટલે??મેરેજ તો મેરેજ હોય છે યાર.આરોહી નો રીપ્લાય આવ્યો
મેરેજ માં કેવા પ્રકાર ના રીવાજો હોય છે??કેટલા દિવસ થાય છે?જાન આવે છે અને એવું બધું ઓકે.મેં આરોહી ને રીપ્લાય કર્યો
હમમમ.આ બધું જ હોય છે.પરંતુ તું આ બધા થી કેવા પ્રકાર ના જુદા મેરેજ ની વાત કરે છો.આરોહી નો રીપ્લાય આવ્યો
હું છે ને આપણા મેરેજ માં થોડું ટ્વિસ્ટ કરવા માંગું છુ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
પ્યાર મેં ટ્વિસ્ટ તો સુના થા લેકિન એ મેરેજ મેં ટ્વિસ્ટ પહેલી બાર સુન રહી હું.શું છે આ મેરેજ માં ??આરોહી નો રીપ્લાય આવ્યો
ગેસ કર કે આપણા બંને ના મેરેજ છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો
ચાલ મેં એવું ગેસ કરી લીધું.હવે આગળ બોલ આરોહી નો રીપ્લાય આવ્યો
ઓકે,તો હવે તું મને એ જણાવ કે આપણા બંને ના મેરેજ હોય તો તારા મગજ માં કેવા પ્રકાર નું દ્રશ્ય તૈયાર થયેલું હોય છે???મેં આરોહી ને પૂછ્યું
હં..હું મેરેજ માટે તૈયાર થઈને મંડપ માં બેઠેલી હોવ છુ અને બહાર થી મારા રાજ્કુઅર ની જાન આવવાનો ઇન્તેઝાર કરતી હોવ છુ અને વિચાર કરતી હોવ છુ કે એ મને આવે અને મારી સાથે લગ્ન કરીને મને તેની સાથે લઇ જાય.આરોહી એ મને રીપ્લાય કર્યો
ઓહ્હો,ગુડ.પરંતુ હું એવું નથી વિચારતો કે હું મારી જાન લઈને મારી રાજકુમારી પાસે જાવ અને તેના ઘરેથી તેની સાથે લગ્ન કરીને અને તેને રડાવી ને મારી સાથે લઇ આવું.મેં આરોહી ને રીપ્લાય કર્યો
તો,તું શું વિચારે છો??આરોહી નો રીપ્લાય આવ્યો
તને શું લાગે છે??હું શું વિચારતો હોઈશ??મેં આરોહી નો રીપ્લાય આવ્યો
આખરે એકાદ મિનીટ પછી આરોહી નો રીપ્લાય આવ્યો,
પ્રેમ હું જે વિચારું છુ એવું તો તું નથી કરવા માંગતો ને.આરોહી નો રીપ્લાય આવ્યો
એક્જેટલી,આરોહી એજ હું કહેવા માંગું છુ અને એજ કરવા માંગું છુ. મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ના,પ્રેમ આ મારા થી ના થઇ શકે.આરોહી એ મને રીપ્લાય આપ્યો
પરંતુ,આરોહી જસ્ટ ઈમેજીન કે તું ઘોડી પર ચડીને આવે છો અને અહિયાં મંડપ માં હું મારી રાજકુમારી ની રાહ જોતો હોવ અને તને તારા ઘર વાળા થતા પરિવાર વાળા ડાન્સ કરતા કરતા અને હસતા હસતા તને મારી પાસે લઈને આવતા હોય છે.કેટલું જબરદસ્ત લાગે.તું વિચાર તો કર.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
પ્રેમ,તું મને એક વાત જણાવીશ પ્લીઝ?આરોહી નો મેસેજ આવ્યો
અરે,મારી ડાહી ડમરી વહાલી ગાંડી,ગધેડી જેવી પરીને એક શું સો વાત જણાવવા તૈયાર છુ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
શું,કીધું ગાંડી,અને ગધેડી??આરોહી નો મેસેજ આવ્યો
હમમમ.ગધેડી પરંતુ ખુબજ પ્યારી ગધેડી…મેં આરોહી ને રીપ્લાય આપ્યો
યાર,પ્રેમ હું એ જાણવા માંગું છુ કે તારા આ એટલા નાના મગજ માં આવા જુદાજ પ્રકાર ના અને ખતરનાક વિચાર આવે છે ક્યાંથી??આરોહી નો મેસેજ આવ્યો
તને તો ખબર હશે ને કે મારું નામ પ્રેમ છે અને આ પ્રેમ “THINK DIFFERENT,GET BETTER” ના સિધ્ધાંત ને ફોલો કરે છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
પરંતુ બધી જ જગ્યા એ જુદું વિચાર કર્યા કરવાનું??આરોહી નો રીપ્લાય આવ્યો
હમ્મ્મ્મ.મેં ટૂંક માં જવાબ આપ્યો
બીજા કેવા પ્રકાર ના ફીચર્સ છે તારા આ પ્રેમી સ્ટાઇલ મેરેજ માં ??આરોહી નો રીપ્લાય આવ્યો
હાલ ના મેરેજ માં પત્ની એ પતિ ના ચરણ નો સ્પર્શ કરે છે ઓકે તો આપણી આ સ્ટાઇલ માં પતિ દ્વારા પોતાની થનાર પત્ની ના ચરણ ને સ્પર્શ કરવામાં આવશે,અને એ પણ બધા લોકો ની સામે.મેં આરોહી ને મેસેજ કર્યો.
પ્રેમ આ બધું જ બોલવામાં ખુબજ સારું લાગે,વિચારવું સહેલું લાગે પરંતુ તેનો આચરણ કરવું ખુબજ અઘરું છે.આરોહી નો રીપ્લાય આવ્યો
કઈ જ અઘરું નથી,જો તું મારી સાથે હોય તો આ કામ કઈ જ અઘરું નથી.મેં આરોહી ને રીપ્લાય કર્યો
હું તો હમેંશા તારી સાથે જ છુ ને પ્રેમ.આરોહી નો રીપ્લાય આવ્યો
તો,પ્રોમિસ કર મને કે આપણે આ પ્રકાર ના જ મેરેજ કરીશું અને બીજા લોકો માટે પ્રેરણા પૂરી પાડીશું.મેં આરોહી ને મેસેજ કર્યો.
હમમમ.આરોહી નો ટૂંક માં જવાબ આવ્યો
પાક્કું??મેં આરોહી પાસે કન્ફર્મ કરવા પાછુ પૂછ્યું.
યાર,પ્રેમ આપણે પેલા તો આપણા પેરેન્સ ને આપણા લવ મેરેજ માટે મનાવવા ના અને ઉપર થી આ નવા પ્રકાર ના મેરેજ માટે પણ મનાવવાના.તને શું લાગે છે?? ચલ આપણા લવ મેરેજ માટે તેઓ માની જશે તો આ પ્રકાર ના મેરેજ કરવા તેઓ માનશે??આરોહી નો ચિંતા ભરેલો મેસેજ આવ્યો.
અરે,મનાવવાના જ છે આપણે??કારણકે તને ખબર હશે કે પ્રેમ ને ચેલેન્જીસ પસંદ છે અને તેની સાથે જોડાયેલા લોકો ને પણ..મેં આરોહી નો રીપ્લાય આવ્યો
ઓકે..Challenge Accepted.આરોહી નો રીપ્લાય આવ્યો
My sweet heart, my janu તું મને કેમ કઈ રીપ્લાય નથી આપતો??ફરી પાછો મારા વોટ્સેપ પર પેલા અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો.આ મેસેજ વાંચ્યા પછી મેં મારી ઘડીયાલ માં સમય જોયો તો રાત ના 3:00 થયો હતો એટલે હું પણ વિચાર માં પડી ગયો કે આટલી મોડી રાત્રે મને કોણ પરેશાન કરી રહ્યું હશે?હજુ વિચાર જ કરતો હતો એટલામાં ફરી પાછો આરોહી નો રીપ્લાય આવ્યો,
પ્રેમ,બીજી વાત કાલે કરીશું કારણ કે મોડી રાત થઇ ચુકી છે.
પરંતુ,કાલે ક્યાં આપણે લોકો એ ઓફીસ પર જવાનું છે.કાલે તો રવિવાર છે તો વાત કરને.મેં આરોહી ને મેસેજ કર્યો
પ્રેમ,વાત કરવાની તો મને પણ ખુબજ મજા આવે છે પરંતુ મને ખુબજ ઊંઘ આવી રહી છે.આરોહી નો રીપ્લાય આવ્યો
ઓકે,મારી પરી ની તબિયત સારી રહેવી જોઈએ,વાત તો કાલે પણ થશે.તું આરામ થી સુઈ જા ઓકે.ગુડ નાઈટ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
સોરી,પ્રેમ.આરોહી નો રીપ્લાય આવ્યો
ઇટ્સ ઓકે,ડીયર.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ઓકે,ગુડ નાઈટ.આરોહી નો રીપ્લાય આવ્યો
અને ત્યારબાદ તે ઓફલાઈન થઇ ગઈ,એટલે મેં પણ સુઈ જવાનું નક્કી કર્યું પરંતુ જેવું હું મારા ફોન નું નેટ કનેક્શન બંધ કરવા જઈ રહ્યો હતો એટલામાં તો ફરી પેલા અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યો,
I love you so much prem, pliz riplay mee.આ મેસેજ વાંચી ને મારું મગજ ફરી વિચારે ચડ્યું અને મને એવું લાગ્યું કે નક્કી આ કોઈ અમારા ગ્રુપ માંથી જ કોઈ ની શરારત છે,એટલે મેં જાણવા ખાતર જ તેને રીપ્લાય કરી દીધો,
Who r u???
મેસેજ કર્યા ની પાંચ મિનીટ જેવા આવી તેમ છતા તેણે કોઈ જ રીપ્લાય ના આપ્યો એટલે મેં પણ સુઈ જવાનું નક્કી કર્યું અને સુઈ ગયો.
To be Continue..
મિત્રો,શું લાગે છે તમને પ્રેમ ને કોણે વોટ્સેપ પર I love you નો મેસેજ કર્યો હશે????શું હવે પેલા અજાણ્યા નંબર પરથી પ્રેમ ને મેસેજ આવશે કે નહી??શું તે પ્રેમ ના રીપ્લાય નો રીપ્લાય આપશે??તમને લાગે છે ખરેખર આ પ્રેમ ના મિત્રો બીજા નંબર પર થી પ્રેમ ની સાથે મઝાક કરતા હશે??શું પ્રેમ આ વાત આરોહી ને જણાવશે??જો પ્રેમ આ વિષે આરોહી ને જણાવશે તો બંને ની રીલેશનશીપ આગળ વધશે??કે પછી અહિયાં જ પુરીથી જશે??મિત્રો પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction… ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
સવાલ : મિત્રો,શું લાગે છે તમને??શું પેલા અજાણ્યા નંબર પરથી પ્રેમ ના રીપ્લાય નો રીપ્લાય આવશે ???
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,
Facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….