આગળ જોયું,
પ્રેમ આરોહી ને મળવા માટે વડોદરા જાય છે અને ત્યાં તેને દિવ્યા મળવા માટે બોલાવે છે અને જયારે તે તેને મળવા માટે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે દિવ્યા જ આરોહી છે.બન્ને આગળ વડોદરા ના તપોવન મંદિર પર મળવા જાય છે અને ત્યાં આરોહી થી પ્રેમ ને કહેવાય જાય છે કે કીસમી…
હવે આગળ,
જેમ જેમ મારો ચેહરો આરોહી ના ચેહરા તરફ આગળ વધતો જાય છે તેમ તેમ આરોહી થોડી શરમાઈ જાય છે અને ગભરાઈ જાય છે અને તે જેવી તેની આંખ બંધ કરે છે એટલે હું તેના કપાળ પર હળવી કિસ કરું છુ.જેવી તેના કપાળ કિસ કરું છુ તેવી જ તે તેની આંખ ખોલે છે અને મારી આંખો માં જ જોયા કરે છે અને હું તેની આંખો માં
કેવું લાગ્યું??મેં આરોહી ને પૂછ્યું પરંતુ તે કંઇજ બોલી નહિ બસ માત્ર મારી આંખો માં જોઇને હસતી રહી અને હું તેની તે હસી માં ખોવાઈ ગયો.
જયારે અમે એકબીજાથી દુર હતા ત્યારે બસ એમ થતું હતું કે હું તેની સાથે વાત જ કર્યા કરું અને આજે જ્યારે અમે બંને એકબીજાની સાથે છીએ તો બસ એમ જ બેઠા બેઠા વગર શબ્દો એ વાતો કરી રહ્યા હતા.
જયારે એકબીજાથી દુર હતા ત્યારે ફેસબુક થી મેસેજ ની આપલે કરતા હતા અને આજે સામે છીએ તો એકબીજાની આંખો થી અમે અમારા મેસેજ ની આપલે કરી રહ્યા હતા.
જેમ ફેસબુક માં ક્યારેક ક્યારેક નેટવર્ક વાતચીત માં ખલેલ પહોંચાડે તેવી જ રીતે અમારી આ આંખો દ્વારા થતી વાતચીત માં પણ મને મારા ફોને ખલેલ પહોંચાડી એટલે એમ કે અમે જયારે બેઠા હતા ત્યારે પ્રિયા નો ફોન આવ્યો અને મેં કટ કરી દીધો આ જોઇને આરોહી બોલી,
કેમ ફોન રીસીવ ના કર્યો??
બસ એમજ.મેં તેને કીધું
કેમ ફરી દિવ્યા નો ફોન આવ્યો??આટલું બોલીને હસવા લાગી
ના,મારી ફ્રેન્ડ પ્રિયા નો ફોન હતો.મેં કીધું
હાં,તો રીસીવ કેમ ના કર્યો??આરોહી એ મને પૂછ્યું
અરે,આજનો દિવસ તારા માટે ફાળવેલો છે અને તે વાત ની તેને પણ ખબર છે એટલે મને હેરાન કરવા માટે ફોન કરે છે.હું આરોહી સાથે વાત કરી રહ્યો હતો એટલા માં ફરી વાર ફોન આવ્યો અને આરોહી એ કીધું ફોન રીસીવ કર એટલે મેં કર્યો,
હાં,બોલ પ્રિયા??શું કામ છે??ફોન રીસીવ કરીને તરત જ મેં પ્રિયા ને કીધું
ઓય,ભાઈ મેં તારી સાથે વાત કરવા માટે ફોન નથી કર્યો સમજ્યો ચલ જલ્દી થી ભાભી ને ફોન આપ.પ્રિયા એ મને જવાબ આપ્યો અને હું હજુ કઈ બોલું ત્યાં તો એક સાથે બીજા બે-થી ત્રણ વ્યક્તિ નો અવાજ સંભળાયો,
હાં,તું જલ્દી થી ફોન ભાભી ને આપ.આટલું સાંભળીને મેં પ્રિયા ને પૂછ્યું,
તો તમે બધાજ સાથે છો એમ ને??
હાં,અને હવે ફોન જલ્દી થી આપ.પ્રિયા એ કીધું એટલે મેં ફોન લાઉડ સ્પીકર પર મુક્યો અને આરોહી ને વાત કરવા કીધું,
હેલ્લો,નમસ્તે ભાભી અને આવી રીતે તે બધાએ જ વારાફરતી આરોહી ને ભાભી કીધું એટલે આરોહી એ જવાબ આપ્યો,
હેલ્લો,કેમ છો બધા??
એકદમ મજા માં.ખુશી બોલી
ત્યાં તો પાછળ થી પ્રિયા નો અવાજ આવ્યો,
અને તેનું કારણ એ છે કે પ્રેમ અહિયાં નથી,ત્યાં તો અજય નો અવાજ સંભળાયો હાં આ પ્રેમ અહિયાં હોય ને તો અમારી મજા બગડી જાય છે,હાં તમે તેને ત્યાં જ સાચવો હવે અહિયાં ના મોકલતા કેયુરે પણ કહી દીધું.
આ બધા ને સાંભળીને મેં કીધું હાં હજુ કઈ બાકી રહ્યું હોય તો કરી દેજો ફરિયાદ તમારા ભાભી ને.
અરે કીધું ને અમારે તારી સાથે વાત નથી કરવી,અમને અમારી ભાભી સાથે વાત કરવા દેં એટલું બોલીને ખુશી બોલી,
તમે કેમ છો??મજા માં ને??કે પછી આ પ્રેમ તમને પણ હેરાન કરે છે??ખુશી ની વાત માં પ્રિયા એ સાથ પુરાવ્યો..
હું,એકદમ મજામાં જ છું અને પ્રેમ ક્યારેક ક્યારેક હેરાન કરે છે,પરંતુ સાથે સાથે તેના નામ ની જેમ મને ખુબજ પ્રેમ પણ આપે છે.આરોહી એ એટલું કીધું અને સામેથી બધા એક જ સાથે ઓહ ઓહ કરવા લાગ્યા અને બોલ્યા,
પ્રેમ અમે પણ મજાક જ કરતા હતા ખરેખર અમને સારું લાગે છે કે તું અમારો ફ્રેન્ડ છે ખુશી બોલી એટલા માં તો પાછળ થી પેલા બંને ડોબા બોલ્યા “we are proud of you, man..”
ઓહો,થેંક્યું..મેં જવાબ આપ્યો
આરોહી અમેં બધા જ તને મળવા માંગતા હતા પરંતુ આ પ્રેમે અમને ચોખ્ખી ના પડી દીધી,પરંતુ આપણે બીજી વખત બધા જ સાથે મળીશું.પ્રિયા બોલી
હાં,ચોક્કસ આપણે બધા જ મળીશું.આરોહીએ જવાબ જવાબ આપ્યો
ઓકે,બાય એન્જોય યોર ડેટ….ખુશી બોલી અને ફોન મૂકી દીધો
જેવો આરોહી એ ફોન મુક્યો એટલે મેં તરત તેના તરફ જોઇને કીધું,
મેં તને ક્યારે હેરાન કરી??
હમણાં જ થોડા સમય પહેલા.આરોહી એ મને કીધું
હમણાં ક્યારે??હું તો બસ માત્ર ને માત્ર તને જોઇને જ બેઠો હતો.મેં કીધું
અરે,હમણાં જ તું મને કીસ કરવા મારી નજીક આવ્યો ત્યારે હું ખરેખર ખુબજ ગભરાઈ ગઈ અને પછી અચાનક જ તે મને કપાળ પર કિસ કરી દીધી ત્યારે.આરોહી એ મને કીધું
તો તેમાં મેં તને હેરાન કઈ રીતે કરી??મેં આરોહી ને પૂછ્યું
અરે મને પુરેપુરી ગભરાવીને,અંદર થી પૂરી રીતે ધ્રુજાવી દીધિ અને જયારે મેં મારી આંખ બંધ કરી ત્યારે મને એક જ વસ્તુ દેખાઈ કે તારા હોઠ મારા હોઠ પર આવી ગયા પરંતુ…આટલું બોલીને આરોહી અટકી ગઈ…
ઓહો,તો મને કહેવું જોઈએ ને તારે.મેં આરોહી ને કીધું
ખરેખર તું એકદમ બુધ્ધુ જ છે.આરોહી એ મને કીધું
કેમ??મેં આરોહી ને કીધું
અરે,તે કઈ કહેવાની વાત થોડી છે.આરોહી એ મને કીધું
તો??મેં પૂછ્યું
જેવું મેં આરોહી ને પૂછ્યું કે તો એટલે તરત જ તે ઉભી થઇ અને મારી એકદમ નજીક આવીને નાના છોકરા ને જેમ સમજાવતી હોય તેમ મને ગાલ પર પપ્પી આપીને ઉભી થઇ ગઈ અને મંદિર ની બહાર જવાના રસ્તા તરફ હસતા હસતા આગળ વધી.
મને અચાનક જ આ સરપ્રાઈઝ મળી એટલે હું જ્યાં બેઠો હતો ત્યાં જ બેઠા બેઠા વિચાર કરતો રહ્યો કે આ સપનું હતું કે હકીકત કારણ કે આ મારી લાઇફ ની પહેલી કિસ હતી પછી ભલે તે ગાલ પર જ કેમ ના હોય.
મને બેઠેલો જોઇને આરોહી પાછળ તરફ જોઇને બોલી અહિયાં જ રહેવું છે??
આ સાંભળીને હું તેની તરફ આગળ વધ્યો અને બસ બોલ્યા વગર એકબીજાની સામે જોઇને હસતા હસતા મંદિર ની બહાર નીકળી ગયા.
મંદિર ની બહાર આવીને અમે ફરી વાર કાર માં ગોઠવાઈ ગયા ને કાર હવે સીધી આગળ ચાલી રહી હતી સેવન સીસ મોલ તરફ.કાર ચલાવતી વખતે મારું ધ્યાન આરોહી ના ચેહરા તરફ પોતાની મેળે ચાલ્યું જતું હતું અને બસ..
મને આવી રીતે જોઇને આરોહી બોલી પ્રેમ આપણે હજુ આવીજ રીતે આખી જીંદગી પસાર કરવાની છે એતો ખબર છે ને??
હાં મને ખબર જ છે.મેં આરોહી ને કીધું
હાં,તો થોડો સમય માટે મારા તરફ નહિ ડ્રાઈવીંગ તરફ ધ્યાન આપો.આરોહી એ મને કીધું
ઓકે,બાબા બીજું કઈ.મેં આરોહી ને કીધું
મારા હાથ પર હાથ પણ ના રાખવો.આરોહી એ મને કીધું
અરે,મેં ક્યારે રાખ્યો?આટલું બોલીને મને હસવું આવવા લાગ્યું અને આરોહી ને કહ્યું યાર તું ગજબ નું કરે છે.
કેમ??આરોહી એ પૂછ્યું
સીધે સીધું બોલ ને કે મારા તરફ જુવો નહિ પરંતુ હાથ પર હાથ તો રાખી શકે છે.મેં આરોહી ને કીધું
ઓકે,હશે આરોહી હજુ આટલું જ બોલી એટલા માં તેના ફોન માં રીંગ વાગી એટલે તેણે ફોન રીસીવ કર્યો અને બે મિનીટ વાત કર્યા પછી તેણે ફોન માં લાઉડસ્પીકર ઓન કર્યું એટલે તરત જ એક અવાજ આવ્યો,
હેલ્લો,બ્રધર કેમ છો???શાંતિ થી પહોંચી તો ગયા ને વડોદરા??
કોણ??મેં પૂછ્યું
ઓહ,તો ભાભી બાજુ માં બેઠા છે એટલે નાની બહેન ને ભૂલી જવાની??ત્યાં તો ફરી સામે થી અવાજ આવ્યો
તન્નૂ તું??મેં પૂછ્યું
હમમ.તો યાદ આવી ગયું એમ ને??મને તાન્યા એ કીધું
પણ તારી પાસે આરોહી નો નંબર ક્યાંથી આવ્યો??મેં તાન્યા ને પૂછ્યું
અરે,તે લાંબી કહાની છે અને સાંભળવી હોય તો બાજુમાં બેઠેલા ભાભી પાસે થી સાંભળી લેવી.તાન્યા એ મને કીધું
યાર,મને સમજીને શું રાખ્યો છે બધા એ.મારી જોડે જ બધા આવી મજાક કેમ કર્યા કરે છે??મેં કીધું
અરે,કારણ કે તમને કહાની માં હીરો બનવાનો ખુબજ શોખ છે.તાન્યા એ કીધું અને બોલી કેમ ભાભી બરાબર ને??
બિલકુલ બરાબર.આરોહી બોલી
ભાભી આજે તમે તેને હેરાન-પરેશાન કરી મુકજો સવાર સવાર માં મારી ઊંઘ ની પથારી ફેરવી દીધી છે.તાન્યા બોલી
ચોક્કસ.આરોહી એ તાન્યા ને કીધું
ઓકે,ચાલો બંને લવ બર્ડ્સ ને વધારે ડીસ્ટર્બ નથી કરવા,એન્જોય યોર ડે.બ..બાય.તાન્યા એ કહ્યું
ઓકે,બ..બાય અમે બંને એ સાથે કહ્યું અને ફોન મૂકી દીધો.પછી મેં આરોહી ને પૂછ્યું,
હવે મેડમ તમે મને જણાવશો કે આ બધું શું ચાલી રહ્યું છે?
હાં,કાર ચાલી રહી છે બીજું શું??આરોહી એ મને જવાબ આપ્યો
હું તેની વાત નથી કરતો.મેં આરોહી ને કીધું
તો??આરોહી ને ખબર હોવા છતા મને પૂછ્યું
તારો નંબર તાન્યા પાસે કેવી રીતે??મેં આરોહી ને પૂછ્યું
તેણે મારી પાસે માંગ્યો એટલે મેં તેને આપ્યો.આરોહી એ મને કહ્યું
ક્યારે માંગ્યો??મેં આરોહી ને પૂછ્યું
ગયા સોમવારે.આરોહી એ મને કીધું
કે જે દિવસે આપણે છેલ્લે વાત કરેલી ત્યારે એમ ને??મેં આરોહી ને કીધું
હા,તારી સાથે ફેસબુક પર વાત કરી અને જયારે તું ઓફલાઈન થઇ ગયેલો ત્યારબાદ તેની મારા પર ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી અને તું મ્યુચલ ફ્રેન્ડ બતાવતો હતો અને તેના ફેમીલી મેમ્બર માં તમારા બંને નું ભાઈ-બહેન નું સ્ટેટસ હતું એટલે મેં એક્સેપ્ટ કરી.તે દિવસ અમે ફેસબુક પર વાત કરી અને તાન્યા એ તરત જ મારા પાસે મારો નંબર માંગ્યો અને કહ્યું કે હવે હમણાં શનિવાર સુધી ઓનલાઈન ના થવું.
કેમ??મેં આરોહી ને પૂછ્યું
બસ એમજ મજાક કરતા હતા.આરોહીએ મને કહ્યું
તમારા બંને ના મજાક ના ચક્કર માં મારું ટેન્શન વધી જતું હતું તેનું શું??મેં આરોહી ને કીધું
મને ખબર પણ છે,તને ટેન્શન માં જોયો પણ છે,અને તેમાં તું એકદમ જ ક્યુટ લાગે છે.આરોહી એ મને કીધું
તે મને ક્યારે જોયો??મેં આરોહી ને પૂછ્યું
હમણાં સેવન સીસ પર જઈને બતાવું ઓકે ત્યાં સુધી થોડો વેઇટ કર.આરોહી એ મને કીધું
આગળ ની પાંચ જ મિનીટ માં અમે લોકો સેવન સીસ મોલ પર પહોંચીને કાર ને પાર્ક કરીને અમે બંને અંદર મોલ માં ગયા અને ત્યાં જઈને પહેલા મુવી નો પ્લાન હતો એટલે સમય નો બગાડ કર્યા વગર જ અમે સીધા જ આઈનોક્સ થીએટર પર પહોંચી ને ૧૦:૪૫ ના શો ની બે ટીકીટ લીધી અને મુવી ચાલુ થવામાં હજુ સમય હતો એટલે અમે ત્યાં વેઈટીગ એરિયા માં બેઠા હતા ત્યારે આરોહી એ મને પોતાના ફોન માં વિડીઓ પ્લે કરીને બતાવ્યા.
મને વિડીઓ જોવા આપીને પોતે હસવા લાગી અને મેં મને અંદર જોઇને તરત જ પૂછ્યું,
આ વિડીઓ તારા પાસે ક્યાંથી આવ્યા??
તાન્યા એ શૂટ કરીને મોક્લેલા છે એટલું બોલીને અને ફરી હસવા લાગી.
યાર,તમે લોકો એ તો મારી મજાક બનાવીને રાખી દીધી.મેં આરોહી ને કીધું
સોરી,યાર પરંતુ મને આ જોવાની ખુબજ મજા આવે છે,અને આ વિડીઓ હું હમેંશા સાચવીને રાખીશ.આરોહી એ મને કહ્યું
આ વિડીઓ ને સાચવીને શું કરીશ??મેં આરોહી ને કહ્યું
આ મારા પ્રેમ ના પ્રેમ ની નિશાની છે.આરોહી એ મને કીધું
હેરાન કરીને હવે મસ્કા લગાવે છે.મેં આરોહી ને કીધું
ના મસ્કા નથી લગાવતી,અને પ્રેમ એક પ્રોમિસ કર મને કે તું મારા માટે આટલો બધો ટેન્શન માં ના ચાલ્યો જતો કેમ કે હું તને છોડીને ક્યાય જવાની નથી.આરોહી એ મને કીધું
સચ મેં???પ્રોમિસ મી.મેં આરોહી ને કીધું
પક્કા વાલા પ્રોમિસ.આરોહી એ મને કીધું
અમે બંને ફરી એકબીજાના હાથ માં હાથ નાખીને ઉભા થયા ને કેન્ટીન પર થી પોપકોર્ન-કોલ્ડડ્રીન્કસ લઈને ત્યાથી સ્ક્રીન નંબર-૧ માં પ્રવેશ કરીને અમારી સીટ પર જઈને ગોઠવાઈ ગયા..
To be continue…
હવે આગળ શું થશે??પ્રેમ અને આરોહી ની મુલાકાત તો સફળતા પૂર્વક થઇ ગઈ ,બંને એકબીજાની સાથે ખુબજ ખુશીથી સમય પસાર કરી રહ્યા છે.બન્ને ની ખુશી માં કોઈની બુરી નજર તો નહિ લાગે ને??થીએટર માં તો કઈ નહિ થાય ને ???આ બધી મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction… ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
લવ જંકશન તેના આખરી પડાવ પર આવી પહોંચ્યું છે અને આવતા શુક્રવારે લવ જંકશન નો સરપ્રાઈઝ પાર્ટ પબ્લીશ થશે કે જે આ નોવેલ નો લાસ્ટ પાર્ટ રહેશે.આ પૂરી નોવેલ વિષે ના રીવ્યું તમે મને તમારા નામ સાથે વોટસેપ પર મોકલી શકો છો.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
સવાલ :શું બંને પોતપોતાના ઘરે સલામત પહોંચી શકશે???
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,
facebook.com/parthghelani95 ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….