Tuesday, September 17, 2024
Home Blog Page 44

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C19 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

                પ્રેમ તાન્યા ને આરોહી વિષે બધી જ વાત કરે છે.આગળ ના બે દિવસ સુધી બંને ની વાતચીત થતીજ નથી અને એક દીવાસ અચાનક જ આરોહી નો મેસેજ આવે છે અને મળવાનું કન્ફોર્મ થઇ જાય છે ત્યારબાદ પ્રેમ પાસે પુરતો સમય ન હોવાથી તાન્યા આરોહી માટે ગીફ્ટ લઇ આવે છે પછી પ્રેમ અને આરોહી ની વાતચીત થાય છે,

હવે આગળ,

            કેમ??મેં આરોહી ને પૂછ્યું

        અરે તે ડ્રેસ ખુબજ જુનો છે અને મને ખુબજ ફીટ પણ થાય છે એટલે મેં તેને પહેરવાનું જ બંધ કરી દીધું છે.આરોહી નો રીપ્લાય આવ્યો

        તો શું થયું??જે એકદમ ફીટ હોય તે ફીટ જ દેખાય.મેં આરોહી ને મેસેજ કર્યો

        વોટ યુ મીન??મિસ્ટર.આરોહી નો રીપ્લાય આવ્યો

        કઈ જ નહી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

        મને બધી જ ખબર પડે છે હો.આરોહી નો રીપ્લાય આવ્યો

        સાચે??પરંતુ મેં તો તારી ફિટનેસ ની વાત કરી છે અને તું છે કે કઈ પણ….મેં આરોહી ને મેસેજ કર્યો

        એ તો મને ખબર જ છે કે..આરોહી નો રીપ્લાય આવ્યો.

        જવાબ તો પુરા આપો પેલા તે પણ અધૂરા આપે છો અને વાત કરે છે..મેં આરોહી ને રીપ્લાય આપ્યો

        શરુ કોણે કરેલું??આરોહી નો રીપ્લાય આવ્યો

        તે જ કરી.મેં આરોહી ને જવાબ આપ્યો

        પેલા સરખી રીતે જોવાય પછી કહેવાય,જો ઉપર નો મેસેજ અને પછી બોલો કોણે શરૂઆત કરેલી.આરોહી નો રીપ્લાય આવ્યો

        હશે મારી માં.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

        માં??આરોહી નો રીપ્લાય આપ્યો

        અરે,હું તો માલ લખતો હતો અને ભૂલ થી માં લખાઈ ગયું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

        શું??હું તને..આરોહી નો મેસેજ આવ્યો

        અરે,સોરી યાર હું મજાક કરું છુ જાનું એટલું તો સમજ.મેં આરોહી ને મેસેજ કર્યો

        હમમમ,મને ખબર છે.આરોહી નો રીપ્લાય આવ્યો

        મને પણ ખબર છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો

        શું??આરોહી નો રીપ્લાય આવ્યો

        કે I love you and you love me.મેં આરોહી ને રીપ્લાય કર્યો

        હમમમ.તે તો મને પણ ખબર છે.આરોહી નો રીપ્લાય આવ્યો

        ચાલો હવે જલ્દી જલ્દી થી સુઈ જાઓ કાલે સવારે વહેલું ઊઠવાનું છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો

        વહેલું તો દરરરોજ જ ઊઠવાનું હોય છે.આરોહી એ મને કહ્યું

        એ તો મને પણ ખબર જ છે પરંતુ કાલ ની સવાર તો કંઇક અલગ જ છે.મેં  આરોહી ને મેસેજ કર્યો

        અરે,મનેતો ખબર જ ના હતી કે,હું તો ભૂલી જ ગયેલી આ વાત સારું થયું તે મને યાદ અપાવ્યું.આરોહી એ મને કહ્યું

        બહુ થઇ ચુકી મજાક,અને હવે સુઈ જા જલ્દી થી કાલે મળીને ખુબજ વાત કરવાની છે.મેં આરોહી ને કીધું 

        હમમમ…પરંતુ મને તો આજે ઊંઘ જ નથી આવતી તેનું શું?આરોહી એ મને કીધું

        તો આવું??મેં આરોહી ને કીધું

 

        ક્યાં??આરોહી એ મને પૂછ્યું

        લલ લલ લૌરી સુનાને,તાકી તુમ્હે જલ્દી સેં નીંદ આ જાયે.મેં આરોહી ને મેસેજ કર્યો

      ના,કોઈ જ જરૂર નથી.આરોહી નો મેસેજ આવ્યો

        સાચે,કાલે પણ નથી જરુર??મેં આરોહી ને મેસેજ કર્યો

        સુરત આવીને ધોકે ધોકે મારીશ જો કાલે સમયસર નથી પહોંચ્યો તો.આરોહી નો રીપ્લાય આવ્યો

        અરે,ધોકો હું આપીશ બસ.મેં આરોહી ને કીધું

        જાને તું.આરોહી એ મને મેસેજ કર્યો

        તારા વગર ક્યાય નહી જાઉં.મેં આરોહી ને મેસેજ કર્યો

        યાદ તો છે ને કે કાલે વડોદરા થી સુરત મારા વગર જ જવાનું છે?આરોહીએ મને મેસેજ કર્યો

        પરંતુ કહ્યું ને કે તારા વગર ક્યાય જ નહિ જાઉં.મેં આરોહી ને કીધું

        તો શું??તું મને સુરત લઇ જઈશ એમ??આરોહીએ મને પૂછ્યું

        હાસ્તો.મેં આરોહી ને જવાબ આપ્યો

        અને ઘરે શું કહીશ???જયારે એમ પૂછશે કે કોણ છે આ..આરોહી એ મને પૂછ્યું

        કહીશ કે આમને મળ મમ્મી આ છે તારી થનાર પુત્રવધુ,તાન્યા ની ભાભી અને મારી ધર્મપત્ની કમ ફ્રેન્ડ જ્યાદા એવી આરોહી.મેં આરોહી ને રીપ્લાય આવ્યો

        ઓહ્હો આટલું બધું ડેરિંગ છે તમારા માં એ તો મને આજેજ ખબર પડી.આરોહી એ મને મેસેજ કર્યો

        તો,તે તો હજુ મારા ડેરિંગ ના કિસ્સા સાંભળ્યા જ નથી.મેં આરોહી ને મેસેજ કર્યો

        ગુડ નાઈટ.આરોહી નો મેસેજ આવ્યો

        અરે સાચે.મેં આરોહી ને મેસેજ કર્યો

        હાં,તો મેં ક્યારે ના પાડી.આરોહી એ મને મેસેજ કર્યો

        પરંતુ મને તો એવું જ લાગ્યું.મેં આરોહી ને મેસેજ કર્યો

        ઓકે,તો એક કામ કરીએ કે કાલે તું મને તારા ડેરિંગ ના કિસ્સા સંભળાવજે.આરોહી એ મને મેસેજ કર્યો

        બિલકુલ નહિ.મેં આરોહી ને મેસેજ કર્યો

        કેમ??આરોહી એ મને પૂછ્યું

        કાલે તો હું માત્ર ને માત્ર તને જ સાંભળવા માંગું છુ,તારો અવાજ મારા મન માં સેવ કરવા માંગું છુ,તારા ખોળામાં મારું માથું રાખીને તારા ચેહરા ને જ જોવા માંગું છુ…મેં આરોહી ને મેસેજ કર્યો

        મને લાગે છે કે હવે તમને પુરેપુરી ઊંઘ ચડી છે.આરોહી એ મને મેસેજ કર્યો

        અરે,મેરી એંજલ આજ રાત તો મુજે નીંદ હી નહિ આને વાલી,ઔર મુજે તો એસા લગ રહા હૈ કી ઇસસ રાત કી કભી સુબહ હી નહિ હોગી,ઔર અગર હો ભી ગઈ તો મેં ચાહૂંગા કી ઇસ સુબહ કી કભી રાત હી ના હો.મેં આરોહી ને કીધું

        પરંતુ આ દુનિયા પ્રેમ-આરોહી માટે નથી ચાલતી મારા વહાલા પ્રેમ એતો યાદ છે ને??આરોહી નો રીપ્લાય આવ્યો

        હમમમ.મેં આરોહી ને મેસેજ કર્યો

                ચલો હવે જલ્દી થી સુઈ જાઉ,કાલે સવારે મળીયે.આરોહી નો મેસેજ આવ્યો

        ઓકે,ગુડ નાઈટ એન્ડ ટેક કેર.મેં આરોહી ને મેસેજ કર્યો

        ગુડ નાઈટ,ટેક કેર,સ્વિટ ડ્રીમ્સ.આરોહી નો મેસેજ આવ્યો અને ત્યારબાદ તે ઓફલાઈન થઇ ગઈ એટલે મેં પણ મારું ઈન્ટરનેટ બંધ કર્યું અને સુવાની તૈયારી કરવા લાગ્યો,પરંતુ જેવો સુતો તેવામાં મને અચાનક જ યાદ આવી ગયું કે મારે કાલે કાર લઈને વડોદરા જવાનું છે અને તેને હજુ સાફ કરવાની બાકી છે.આ વાત યાદ આવતા જ હું પથારી માંથી ઉભો થયો અને તરત જ પાર્કિંગ માં જઈને કાર સાફ કરવાનું ચાલુ કર્યું એટલા માં તો મારા મમ્મી ત્યાં આવ્યા અને બોલ્યા,

        બેટા આટલી રાતે શું કરે છે તું અહિયાં??

        કઈ નહી કાર સાફ કરું છુ.મેં જવાબ આપ્યો

        હાં,પરંતુ આટલી રાત્રે શા માટે??કાલે સવારે ઉઠીને કરીલે જે ને.મારી મમ્મી એ મને કીધું

        સવારે મારા પાસે સમય જ નથી એટલે રાત્રે કરું છુ.મેં જવાબ આપ્યો

        કેમ??કાલે તો રવિવાર છે ને.મારી મમ્મી એ મને કીધું

        કાલે મારે બહાર જવાનું છે કાર લઈને એટલે.મેં મારી મમ્મી ને જવાબ આપ્યો

        કઈ બાજુ?? મારી મમ્મી એ મને કીધું

        મમ્મી,મારે બહાર જવાનું છે કહ્યું તો ખરા.મેં મારી મમ્મી ને કીધું

        હાં,પરંતુ કઈ જગ્યાએ??મારી મમ્મી એ ફરી મને સવાલ પૂછ્યો

        વડોદરા જવાનું છે મારે.મેં મારી મમ્મીને કહ્યું

        તો તેતો અહિયાં થી બે કલાક નો જ રાસ્તો છે એટલે સવારે તું આરામ થી ત્યાં પહોંચી જઈશ,એટલે હમણાં તું સુઈ જા.મારી મમ્મી એ મને કીધું

        પરંતુ મારે સવારે તો ૮:૩૦ વાગતા જ ત્યાં પહોંચી જવાનું છે.મેં કીધું

        કેમ આટલું બધું વહેલું ત્યાં શું કામ છે??મારી મમ્મી એ ફરી સવાલ પૂછ્યો

        ઓફિસ ના કામ થી જાવ છુ.મેં મારી મમ્મી ને કહ્યું

        પરંતુ આટલી જલ્દી??ફરી મારી મમ્મી એ સવાલ પૂછ્યો

        હજુ હું જવાબ દેવા જ જતો હતો એટલામાં જ તાન્યા આવી અને મમ્મી ને સુવા માટે મોકલી દીધા અને મારા તરફ જોઇને હસતા હસતા બોલી ,

        કયું ઓફીસ નું કામ??

        તે ઓફિસ નું જ કામ છે.મેં તાન્યા ને કીધું

        એવું??તાન્યા એ મને પૂછ્યું

        હમમ.મેં ટૂંક માં જ ઉતર આપ્યો

        કેવી રીતે??તાન્યા એ ફરી સવાલ પૂછ્યો       

        અરે તે મને ઓફીસ ના એન્યુઅલ ફંક્શન માં મળેલી,તો થયું ને ઓફીસ નું કામ.મેં તાન્યા ને કીધું

        હું કઈ હવે નાની નથી.તાન્યા એ મારા તરફ જોઇને બોલી

        અરે,તને તો બધી ખબર જ છે તેમ છતાં તું સવાલો પૂછ્યા કરે તો તને શું કહું બોલ બીજું??મેં તાન્યા તરફ જોઇને કીધું

        ઓકે,સોરી..બટ તને ચીડવવા માં સાચે મને ખુબજ મજા આવે.તાન્યા એ મને કીધું

        એમ??મેં તાન્યા ને કીધું

        હાસ્તો..તાન્યા એ મને કીધું

        તો લઇ લીધી ને મજા??તો હવે જઈને સુઈ જા કાલે સવારે વહેલા ઊઠવાનું છે.મેં તાન્યા ને કીધું

        મારે થોડી ઊઠવાનું છે.તાન્યાએ મને કીધું

        તો કોને ઊઠવાનું છે??મેં તાન્યા ને કીધું

        મારે શું કામ ઊઠવાનું??તું મળવા જાય છે તારી આરોહી ને તેમાં મને શું છે અને હાં જો મને સાથે લઇ જઈશ તો હું જરૂર ઉઠીશ.તાન્યા એ મને કીધું

        નથી લઇ જવાનો તને ત્યાં અને વહેલા પણ ઊઠવાનું છે તારે.મેં તાન્યા ને કીધું

        હું શા માટે ઉઠું વહેલી??તાન્યા એ મને કીધું

        બ્રેકફાસ્ટ કોણ બનાવશે હું??મેં તાન્યા ને કીધું

        સાથે તેને પણ લઇ આવજે એટલે મારી ઊંઘના બગડે બીજી વાર.તાન્યા એ મને કીધું

        હમમમ,એવું જ કંઇક કરવું પડશે.મેં તાન્યા તરફ જોઇને કીધું

        એવું કરવા વાળી,પેલા આ કાર સાફ કર.તાન્યા એ મને કીધું

        હું એકલો શા માટે કરું??તું પણ કર સાથે હું મારી આરોહી ને નહિ તારી ભાભી ને મળવા જાવ છુ સમજી.મેં પાણી ની પાઈપ તાન્યા ના હાથ માં આપતા કહ્યું.

        આખરે અડધી કલાક અમે બંને એ વાતો કરતા કરતા કાર ને સાફ કરી દીધી અને પોતપોતાની રૂમ માં જઈને સુઈ ગયા.

***

        હું મારી પથારી માં જઈને સુઈ ગયો અને સવારે એલાર્મ વાગતા જ ઉઠી ગયો અને  તે પણ પહેલી જ વાર માં.સવારે ઉઠીને મને તેવું લાગ્યું કે હું સુતો જ નથી કેમ કે જેવો સુતો,જેવા આરોહી ના વિચાર માં ખોવાઈ ગયો કે રાત ની સવાર ક્યારે થઇ ગઈ તે ખબર જ ના પડી.

        ઉઠી ને તરત જ હું તાન્યા ની રૂમ માં ગયો ને જઈને તેના પર આખી એક પાણી ની ડોલ રેડી દીધી અને તે તરત જ ઉઠી અને મારી પાછળ ભાગી પરંતુ તે મને પકડે તે પહેલા તો હું બાથરૂમ માં ચાલ્યો ગયો અને નાહવાનું ચાલુ કરી દીધું.જેવો બાથરૂમ માંથી બહાર આવવા માટે દરવાજો ખોલવા ગયો તો તે ખુલ્યો જ નહિ કારણ કે તાન્યા બહાર થી બંધ કરીને બેસી ગઈ હતી.એટલે મેં તાન્યા ને કીધું

        દરવાજો ખોલ તન્નું.

        નહી ખોલું જા.તાન્યા ગુસ્સા માં બોલી

        આવું શા માટે કરે છે??મેં તાન્યા  ને પૂછ્યું

        ઓહ્હો હમણાં આપણે શું કર્યું હતું તે યાદ છે ને ??તાન્યા એ મને કીધું

        એતો તને ઉઠાડવા માટે.મેં તાન્યા ને કીધું

        તો તેના વગર પણ હું ઉઠી જ જવાની હતી.તાન્યા એ મને કીધું

        પરંતુ ઉઠાડ્યા પછી પણ તું થોડી વાર સુધી સુતી ના રહે એટલે.મેં તાન્યા ને કીધું

        એટલે પાણી રેડવાનું,અને આખો બેડ પાણી પાણી કરી દીધો તેનું શું??તાન્યા એ મને કીધું

        પરંતુ આ તુક્કો કામ કરી ગયો કેમ,તું નીચે ફરી સુવા જ ના ગઈ અને અહીં જ રહી.મેં તાન્યા ને કીધું

        તો હવે અંદર જ રહે,આપણે ક્યાય જ જવાની જરૂર નથી.તાન્યા એ મને કીધું

        સોરી,હવે નહિ કરું.મેં તાન્યા ને કીધું

        તારા કરતા તો હું વધારે ખુશ હતી એટલે હું ક્યારની ઉઠી ગયેલી અને બેડ પર એમજ આંખ બંધ કરીને સુતેલી.તાન્યા એ મને કીધું

        સોરી,ખોલ હવે દરવાજો.મેં તાન્યા ને કીધું

        એક જ શરત પર.તાન્યા એ કીધું

        મને બધી જ શરત મંજુર છે,પરંતુ શર્ત શું છે??મેં તાન્યા ને કીધું

        શર્ત એ છે કે હુ જે કપડા લાવી છુ તે જ પહેરીને જવાનું રહેશે.તાન્યા એ મને કીધું

        ઓકે,ડન.બીજું કઈ??મેં તાન્યા ને પૂછ્યું

        દરવાજો ખોલતા ખોલતા બોલી આગળ ની ૨૦ જ મિનીટ માં તૈયાર થઈને નીચે આવી જવું.આટલું કહી અને કપડા ની બેગ આપીને તે નીચે ચાલી ગઈ.

        આગળ ની ૨૦ મીનીટ માં હું તાન્યા એ આપેલા ડેનીમ જીન્સ,વ્હાઇટ ટીશર્ટ ને ઉપર બ્લેક કલર ના જેકેટ માં તૈયાર થઈને નીચે ગયો એટલે તાન્યા તરત જ જોઇને બોલી,

        વાહ હવે લાગે છે તું કઈ આરોહી જેવી હીરોઈન નો હીરો.

        એતો હું છુ જ.મેં તાન્યા ને જવાબ આપ્યો

        એતો મને ખબર જ છે.તાન્યા બોલી

        શું??મેં તેને પૂછ્યું

        કે મેં આં કપડા ના આપ્યા હોત તો હમણાં પેલા ઓફીસ ના ડ્રેસ જેવા ફોર્મલ કપડા પહેરી ને આરોહી પાસે પહોંચી જવાનો હતો.તાન્યા એ મને કીધું

        થેંક યુ.મેં તાન્યા ને કીધું

        નો થેંક યુ,ઓકે.ઇટ્સ માય ફરજ.તાન્યા એ કીધું

        સરસ ઈંગ્લીશ બોલે છે ગુજરાતી માં.મેં તાન્યા ને કીધું

        હમમમ હશે ચલ હવે જલ્દી થી બ્રેકફાસ્ટ કરીલે નહીતર પછી મોડું થઇ જશે.તાન્યા એ મને કીધું

        ઓકે,એક કામ બીજું પેલી ગીફ્ટ…હજુ હું બોલવાનું પૂરું કરું તેના પહેલા જ તાન્યા બોલી એ તમારી કાર ની ફ્રન્ટ સીટ પર મૂકી દીધી છે.

        થેંક યુ તન્નું…થેંક યુ..મેં તાન્યા ને કીધું

        થેંક યુ વાલે અબ જલ્દી સે જા ઔર જી લે અપની જીંદગી જી લે… હહાહાહા.તાન્યા બોલી અને આ સાંભળીને હું હસવા લાગ્યો અને સાથે સાથે તે પણ.બ્રેકફાસ્ટ પૂરો કરીને મમ્મી ના આશીર્વાદ લઈને હું અને મારી ઈનોવા નીકળી પડ્યા આરોહી ને મળવા માટે…

        To be Continue.

શું લાગે છે મિત્રો તમને??શું લાગે છે મિત્રો તમને પ્રેમ વડોદરા સુધી પહોંચી શકશે?????પ્રેમ ને રસ્તા માં કઈ થશે???શું તાન્યા અને તેની મમ્મી ને તથા તેના બીજા મિત્રો ને પ્રેમ ફરી મળી શકશે??શું પ્રેમ અને આરોહી મળી શકશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

લવ જંકશન તેના આખરી પડાવ પર આવી પહોંચ્યું છે તો આ પૂરી નોવેલ વિષે ના રીવ્યું તમે મને તમારા નામ સાથે વોટસેપ પર મોકલી શકો છો.

 

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

 

 સવાલ : શું પ્રેમ વડોદરા પહોંચી શકશે??શું પ્રેમ ને રસ્તા માં કઈ થશે??

      

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parthghelani95

instagram.com/parthjghelani

પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C18 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી

આગળ જોયું,

        પ્રેમ તાન્યા ની અને તેના મમ્મી ની વાતો થી કંટાળીને તાપીકીનારે જાય છે અને ત્યાં જઈને આરોહી ની સાથે વાતચિત કરે છે જેમાં પ્રેમ તેને ચીડવે છે અને આરોહી ને ખોટું લાગી જાય છે અને ત્યારબાદ પ્રેમ ના ફોન ની બેટરી પૂરી થઇ જાય છે એટલે ફટાફટ ઘરે આવે છે અને તેના લેપટોપ માંથી તેને મેસેજ કરે છે પણ આરોહી ઓફલાઈન થઇ ચુકી હોય છે અને તેમાં તાન્યા તેને આરોહી વિષે પૂછે છે અને પ્રેમ તેને બધું જ સાચે સાચું કહી દે છે.

હવે આગળ,

        અરે ભાઈ તું ટેન્શન ના લે એ તારી સાથે મજાક કરતી હશે.તાન્યા એ મને કીધું

        ગુસ્સા માં??મેં તાન્યા ને પૂછ્યું

        હાસ્તો,જો ભાઈ તું હજુ તારી આરોહી ને ઓળખી નથી શક્યો અને મને એક વાત જણાવ તુ, કે તમે લોકો છોકરીઓ ની સાથે ગમે ત્યારે મજાક કરી શકો પરંતુ કોઈ છોકરી મજાક કરે તો તમે તો…તાન્યા આટલું બોલીને અધૂરું છોડી દીધું.

        સાચે??મેં તાન્યાને પૂછ્યું

        હાં,અને ચલ હવે જલ્દી થી સુઈ જા ઓકે કાલે સવારે ઓફીસ જવાનું છે ને તારે??તાન્યા એ મને પૂછ્યું

        હાં,ત્યાં તો જવાનું જ હોય ને.મેં તાન્યાને કીધું

        તો જલ્દી થી સુઈ જા અને ટેન્શન વગર.ગુડ નાઈટ.તાન્યા આટલું કહીને નીચે તેની રૂમ માં ચાલી ગઈ અને મેં પણ તેને ગુડ નાઈટ કીધું અને સુઈ ગયો.

***

        આગળ ના દિવસે સાંજે ઓફીસ પર થી આવ્યો અને જમીને ફેસબુક ખોલ્યું અને આરોહી ને મેસેજ કર્યો પરંતુ હજુ પણ તે ઓફલાઈન જ હતી અને કાલ રાત્રે કરેલા મેસેજ નો કોઈ જ જવાબ આપ્યો ન હતો.મેં લગભગ રાત ના બાર વાગ્યા સુધી રાહ જોઈ પરંતુ કોઈ જ રીપ્લાય નહી એટલે આખરે કંટાળીને હું સુઈ ગયો.

        પરંતુ જેવો સુતો તેવો ફરી વાર વિચાર આવ્યો કે શું આરોહી હવે મારી સાથે વાતચીત કરશે??તાન્યા તો કહેતી હતી કે તે મજાક કરતી હશે પરંતુ આવી તે કઈ મજાક હોતી હશે??મને તો આ છોકરીઓ ની સાયકોલોજી તો ખબર જ નથી પડતી.હવે અમારી મુલાકાત નું શું થશે??મુલાકાત થશે કે નહી આ બધું વિચારવામાં જ મને ક્યારે ઊંઘ આવી એ ખબર જ ના પડી.

        સવારે ઉઠ્યો તેવો તરત જ મેં મારો ફોન હાથ માં લીધો અને જોયું તો તેમાં દિવ્યા ના નંબર પરથી ગુડ મોર્નિંગ નો મેસેજ આવેલો.અને તે જોઇને મારું મગજ ભમી ગયું એક તો આરોહી નું ટેન્શન અને ઉપર થી આ નંગ.આજે તો મારી સવાર થી જ હાલત ખરાબ હતી અને તે મારા ચેહરા પર સાફ સાફ દેખાઈ રહ્યું હતું કારણ કે તાન્યા એ જેવો મને સવારે જોયો એટલે તેને ખબર પડી ગઈ કે શું થયું હતું.એટલે હું જેવો નીચે બ્રેકફાસ્ટ માટે ટેબલ પર બેઠો તેવું મને પૂછ્યું,

        હજુ વાતચીત નથી થઇ??

        અને મેં એકપણ શબ્દ બોલ્યા વગર જ તાન્યા ને જવાબ આપ્યો.

        કઈ વાંધો નહિ થઇ જશે ટેન્શન ના લે.તાન્યા એ મને સાંત્વના આપતા કહ્યું.

        મેં માત્ર માથું હલાવીને તાન્યા ને જવાબ આપ્યો અને બ્રેકફાસ્ટ પૂરોકરીને ઓફીસ જવા માટે નીકળી ગયો.આગળ ના બે દિવસ સુધી પણ પરીસ્થીતી માં કોઈ પણ પ્રકાર નો બદલાવ આવ્યો નહિ.આગળ ના દિવસે એટલે કે શનિવારે સવારે મેં દરરોજ ની જેમ મારો ફોન હાથ માં લીધો અને ફેસબુક ખોલીને ચેક કર્યું કે આરોહી નો કોઈ મેસેજ છે કે નહિ??પરંતુ આ શું??મેં જેવું મારા ફોન માં જોયું એટલે મારી અંદર એક સવાલ થયો કારણ કે આરોહી નો મેસેજ હતો અને તેમાં તે ખુબજ ગુસ્સે હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે તેની સાથે ગુસ્સા વાળા ૧૦૦ જેટલા ઇમોજીસ હતા અને ત્યારબાદ એક મેસેજ હતો જેમાં લખ્યું હતું રવિવારે સવારે સમયસર પહોંચી જવું અને જો ના પહોંચ્યા ને તો તો વાટ લાગી જશે…ખબર પડી??

        આ મેસેજ વાંચીને તો હું એટલો બધો ફોર્મ માં આવી ગયો કે શું વાત કરુ.પરંતુ સાલુ મને મન માં થયુ કે આ લવ છે શું???કારણ કે જયારે તેની સાથે વાત ના થાય ત્યારે મન એકદમ અશાંત થઇ જાય ,મન એકદમ બેબાકળું બની જાય,અને જયારે આટલા બધા વિરહ બાદ તેની સાથે એક વાર પણ વાત થઇ જાય ત્યારે એટલી ખુશી મળે કે તેની તો વાત જ કઈ અલગ છે.પરંતુ આ જ પ્રેમ છે.

        ખુશી માં ને ખુશી માં હું તૈયાર થઇ ગયો અને તે પણ સમય કરતા વહેલા.તૈયાર થઈને તરત જ હું નીચે ગયો અને તાન્યા આજે પણ મારા ચેહરા પર ના ભાવ ઓળખી ગઈ અને હસતા હસતા મને પૂછ્યું,

        શું વાત છે??કેમ આજે જરૂર કરતા વધારે જ ખુશ દેખાઈ છે??

        અરે,આરોહી નો મેસેજ આવ્યો હતો કે આ રવિવારે કોઈ પણ સંજોગો માં આપણે મળવાનું છે એટલે તે દિવસે સમયસર આવી જવું.મેં તાન્યા ને કીધું

        અરે,વાહ.મેં કીધું હતું ને તને કે થઇ જશે તું ટેન્શન ના લે,પરંતુ નહિ આપણું તો માને જ નહી.તાન્યા થોડા મજાકવાળા ગુસ્સા માં બોલી.

        સોરી,બાબા.મેં તાન્યા ને કીધું

        સોરી,બોરી છોડ તું મને એ જણાવ કે ભાભી માટે ગીફ્ટ માં શું લઇ જાય છે??તાન્યા એ મને પૂછ્યું

        ઓ તેરી,આ તો મેં હજુ સુધી વિચાર્યું જ નથી.મેં તાન્યા ને કીધું

        તારે તો આજે ઓફીસ પણ જવાનું છે તો તું ક્યારે ગીફ્ટ ની ખરીદી કરીશ??તાન્યા એ મને કીધું

        અરે,યાર એક મુસિબત ખત્મ થાય ત્યાં તો બીજી રાહ જોઇને જ ઉભી હોય છે.હવે??મેં તાન્યા તરફ જોઇને કીધું

        એ ભાઈ તું ચિંતા ના કર “મેં હું ના”.તાન્યા એ પોતાની તરફ ઈશારો કરીને મને કીધું

        એટલે??મેં પૂછ્યું

        એટલે એમ કે તું ઓફીસ પર જા અને તને સાંજે મારા ભાભી નું ગીફ્ટ મળી જશે.તાન્યા એ મને કીધું

        સાચે??થેન્ક્સ તન્નું.મેં તાન્યા ને કીધું

        થેન્ક્સ થી કઈ  નહિ થાય મને પણ એક ગીફ્ટ જોઇશે.તાન્યા એ મને કીધું

        તારે પણ જે જોઈએ તે ખરીદી લેજે.મેં તાન્યા ને કીધુ

        મારે ગીફટ માં કઈ ખરીદવું નથી.તાન્યા એ મને કીધું

        તો?મેં તાન્યા ને પૂછ્યું

        એ સમય આવશે ત્યારે હું કહીશ ઓકે,અને ચાલો હવે બ્રેકફાસ્ટ પૂરો થઇ ગયો છે તો ઓફીસ તરફ આગળ વધો.તાન્યા એ મને કીધું

        ઓકે,બાય કહ્યું અને હું ઓફીસ તરફ જવા નીકળી પડ્યો..

***

        સાંજે ઓફીસ પર થી આવીને તરત જ મેં તાન્યા ને બોલાવી અને પૂછ્યું,

        ક્યાં છે??

        શું??તાન્યા એ મને પૂછ્યું

        તારા ભાભી ની ગીફ્ટ.મેં તાન્યા ને કીધું

        એ તો તમને ખબર.તાન્યા એ મને કીધું

        તન્નું મજાક ના કર,ક્યાં છે ગીફ્ટ એ મને કે.મેં તાન્યા ને પ્રેમ થી પૂછ્યું

        હું મજાક નથી કરતી,મેરે સર કી કસમ હું તે વાત મને યાદ જ ના રહી,સોરી ભાઈ.તાન્યા એ મને કીધું

        આ સાંભળીને તરત જ હું ટેન્શન માં આવી ગયો અને સોફા પર માથા માં હાથ ફેરવતા ફેરવતા બેસી ગયો.જેવો હું બેઠો કેતરત જ તાન્યા જોર જોર થી હસવા લાગી અને બોલી કેવું લાગે છે ભાઈ?

        ભાઈ કી બચ્ચી ઉભી રે તું કહી ને હું તેની પાછળ દોડ્યો અને તે મારી આગળ દોડવા લાગી અને દોડતી દોડતી મારી રૂમ માં જઈને ઉભી રહી,અને જેવો હું ત્યાં પહોંચ્યો કે તાન્યા એ બેડ પર પડેલા ગીફ્ટ તરફ આંગળી ચીંધી અને કહ્યું લે જો તારી ગીફ્ટ.

        મારી નહિ,તારા ભાભી ની ગીફ્ટ..મેં તાન્યા ને કીધું

        હશે.વધારે પડતી હોશિયારી ના કર,હમણાં થોડી વાર પહેલા તારો ચેહરો જોયો હતો.તાન્યા એ મને ચીડવતા કહ્યું.

        એ બધું છોડ અને મને તું એ જણાવ કે તું ગીફ્ટ માં શું લાવી??મેં તાન્યા ને પૂછ્યું

        અરે એ તમારા માટે પણ સરપ્રાઈઝ છે.તાન્યા  એ મને કીધું

        ઓહ્કે..એન્ડ થેંક યુ..મેં તાન્યા ને કીધું

        થેંક યુ,વેંક યુ પછી પહેલા નીચે આવીને ડીનર કરીલો પછી ભાભી સાથે વાત કરો અને કાલ નું નક્કી કરો.તાન્યા એ મને કહ્યું

        ઓહ્કે હું જમવાનું તૈયાર રાખ હું હમણાં જ હાથ-મોઢું ધોઈને નીચે આવું છુ.મેં તાન્યા ને કીધુ અને તાન્યા ઠીક છે તેવું બોલતા બોલતા નીચે ઉતરી ગઈ.

***

        મેં જમવાનું પૂરું કર્યું એટલી વાર માં તો ૮:૩૦ જેવા વાગી ચુક્યા હતા એટલે મારી રૂમ માં જઈને  તરત જ મેં ફેસબુક ખોલ્યું અને આરોહી ને મેસેજ કર્યો અને નસીબ પણ સારા કે તે ઓનલાઈન જ હતી.એટલે તેણી નો તરત જ રીપ્લાય આવ્યો,

        ઓહ તો મળી ગયો સમય તમને??

        ઓહ હેલ્લો મેમ યાદ ના હોય તો તમને જાણ કરવામાં આવે છે કે સમય તમારા પાસે ન હતો એક મેસેજ કરવાનો.મેં આરોહી ને સામે મેસેજ કર્યો

        ઓહ હો ગુસ્સા??આરોહી એ મને મેસેજ કર્યો

        તુમ પે કભી ગુસ્સા કિયા હે મેને મેરી જાનેમન?મેં આરોહી ને મેસેજ કર્યો

        અરે વાહ હમણાં ૨ મિનીટ પહેલા તો ગુસ્સે હતો ને મારા પર અને આ રોમેન્ટિક મુડ કેમ થઇ ગયું??આરોહી એ મને મેસેજ કર્યો

        અરે એક હમ હૈ જિસે આપકે ગુસ્સે મેં ભી પ્યાર નજર આતા હૈ ઔર એક આપ હૈ જીસકો મેરે પ્યાર મેં ભી ગુસ્સા નજર આતા હૈ.મેં આરોહી ને મેસેજ કર્યો

        વાહ…શું વાત છે હજુ એક ડાયલોગ પ્લીજ પ્રેમ.આરોહીએ મને કીધું

        હવે તે બધું છોડ અને હવે આપણે કામ ની વાત કરીએ ઓકે.મેં આરોહી ને કીધું

        શું કામ ની વાત??કે હું હમણાં થી કેમ રીપ્લાય નથી આપતી???મારા પર ગુસ્સે તો ના હતી ને??કેમ સાચું ને ???આરોહીએ મને પૂછ્યું

                 ના,હું બીજી વાત કરવા માંગું છુ પણ તું છે કે આ જ લઈને બેઠી છે,અને તને તો બહુ જ મઝા આવી હશે,કેમ?મને હેરાન કરીને. મેં આરોહી ને કીધું

        હાસ્તો.આરોહી એ મને કીધું

        બસ,હવે મજાક પછી કરીશું અને કાલ ના પ્લાન વિષે વાત કરીએ??મેં આરોહી ને પૂછ્યું

        હાં,જેસે આપ કહે એસે મેરે જહાંપનાહ.આરોહી એ મને કીધું

        તો કાલે ટ્રેન માં આવે છો કે બસ માં?મેં આરોહી ને પૂછ્યું

        ટ્રેન,બસ માં તો મને ના ફાવે.આરોહી એ મને કીધું

        કેમ??મેં તેને પૂછ્યું

        મને વોમિટ થાય એટલે.આરોહી એ મને કીધું

        એટલે જ તો તને કહું છુ કે તું ત્યાં જ રહે અને હું ત્યાં આવું છુ પરંતુ તું તો મારું માનતી જ નથી.મેં તેને કીધું

        ના ના હું કાલે વડોદરા આવું છુ અને આપણે બંને વડોદરા જંકશન પર મળીશું.આરોહી એ મને ઓર્ડર પૂર્વક કહ્યું

        પણ ટ્રેઈન માં જગ્યા નહિ મળે તો??મેં આરોહી ને કીધું

        અરે,નહિ મળે તો હું ઉભી ઉભી આવી જઈશ પરંતુ હું ત્યાં આવી જઈશ.આરોહી એ મને કીધું

        ઉભા ઉભા આવીશ તો તું થાકી જઈશ યાર.મેં આરોહી ને કીધું

        અરે,યાર મને નહી થાક લાગે,પૂછ કેમ?આરોહીએ મને કીધું

        કેમ??તો મેં પણ તેને પૂછ્યું

        કારણ કે ત્યાં આવતી વખતે તને મળવાની છુ એ ખુશી અને જતી વખતે તારા સાથે પસાર કરેલા સમય ની યાદ માં મને થાક જ નહિ લાગે.આરોહી એ મને કીધું

        ઓહ,હવે તારા માં રહેલો લેખક પણ જાગી રહ્યો છે,વાઉઉ.મેં આરોહી એ કીધું

        હાસ્તો,હવે જગાડવો જરૂરી છે કારણ કે મારે મારી પૂરી જિંદગી આ શીખાવ લેખક સાથે જ પસાર કરવાની છે.આરોહી એ મને કીધું

        હમમ,તારી આ વાત તો એકદમ સાચી છે,પરંતુ તમે પાછા તમારા ટ્રેક થી દુર જઈ રહ્યા છો.મેં આરોહી ને કીધું

        ઓહ્કે,બોલો શું??આરોહી એ મને પૂછયું

        તો તું કાલે કેટલા વાગે વડોદરા પહોંચીશ એ બોલ.મેં આરોહી ને કીધું

        હમમ,સવારે ૯:૦૦ વાગતા જ પહોચી જઈશ

        અને કઈ ટ્રેઈન છે?મેં આરોહી ને પૂછ્યું

        ગુજરાત એક્સપ્રેસ.આરોહી એ મને કીધું

        ઓહ્કે,ત્યાંથી કેટલા વાગે નીકળશે ટ્રેઈન??મેં આરોહી ને પૂછ્યું

        હમમ.સવારેં ૭:૦૦ વાગે અહમદાબાદ થી નીકળે અને સવારે ૯:૦૩ વાગતા જ વડોદરા,હવે બીજ્જુ કઈ??આરોહી એ મને પૂછ્યું

        પરંતુ,તેમાં ગુસ્સે શા માટે થાય છે??મે આરોહી ને પૂછ્યું

        અરે,હું અહિયાં કેટલા દિવસ પછી તારી સાથે વાત કરવા ઓનલાઈન થઇ છુ અને તેમાં પણ તને આ ટ્રેઈન ની પડી છે,તો પછી ગુસ્સે ના થાવ તો શું થાવ બોલ?આરોહી એ મને પૂછ્યું

        ઓહ્હ્કે..બાબા સોરી.ખુશ હવે??મેં આરોહી ને પૂછ્યું

        પરંતુ,મને અંદર થી ખુશી પણ થાય છે કે તને મારી ચિંતા છે એટલે આ બધું પૂછી રહ્યો છે.આરોહી એ મને કીધું

        આ ચિંતા નથી મારો તારા માટે નો પ્રેમ છે,એન્ડ યુ નો “Friendship means sharing and Relationship means Caring.”મેં આરોહી ને કીધું

        હમમમ.આરોહી એ ટૂંક માં જ જવાબ આપ્યો…

        કાલે ભૂલ્યા વગર પેલા મને જે ફોટો મોકલ્યો છે તેમાં જે ડ્રેસ છે તે પહેરીને આવજે.મેં આરોહી ને કીધું

        કેમ??બીજો નહી ચાલે??આરોહી એ મને પૂછ્યું

        ના.મેં તેને કીધું

        કેમ પણ??આરોહી એ મને પૂછ્યું

        કારણ કે તું તે ડ્રેસ માં એકદમ પ્રેમપરી લાગે છે.મેં આરોહી ને કીધું

        પ્રેમપરી???આરોહીએ મને પૂછ્યું

        હમમ.મેં ટૂંક માં જ જવાબ આપ્યો

        એટલે કેવી પરી એમ પુછુ છુ.હમમમ વાલી,આરોહી નો રીપ્લાય આવ્યો

        પ્રેમ ના એટલે કે મારા સપના માં રહેનાર પરી.મેં આરોહી ને જવાબ આપ્યો

        પરંતુ પ્રેમ તે ડ્રેસ મારા પાસે નથી.આરોહી નો મેસેજ આવ્યો     

To be continue…

 

 

શું લાગે છે મિત્રો તમને??શું આરોહી પ્રેમ ના કહ્યા મુજબ ડ્રેસ પહેરીને આવશે??શું પ્રેમ અને આરોહી ની મુલાકાત થશે કે બંને વચ્ચે કોઈ વિઘ્ન આવશે??જો બંને ની મુલાકાત થશે તો કેવી રહેશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

 

 સવાલ : શું આરોહી પ્રેમ ના કહ્યા મુજબ ડ્રેસ પહેરીને આવશે??

      

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

instagram.com/parthjghelani

પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C17 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

        પ્રેમ આરોહી ને મળવા માટે જવાનો છે અને તે થોડો નર્વસ હોવાથી તેને પ્રિયા અને ખુશી થોડી ટીપ્સ આપે છે અને ત્યારબાદ ઘરે જાય છે ત્યારે પ્રેમ ની નાની બહેન હોસ્ટેલ પર થી ઘરે આવે છે અને પ્રેમ નું લેપટોપ વાપરે છે જેમાં તે વોલપેપર પર કોઈ અજાણી છોકરી ના ફોટા જોઇને પ્રેમ ને તેના વિષે પૂછે છે અને પ્રેમ તેને કઈ જ જવાબ આપતો નથી તેથી તે તેની મમ્મી ને જઈને વાત કરવાનુ કહે છે,

હવે આગળ,

        હવે હું કઈ નાનો નથી કે મને મમ્મી ની ધમકી આપે છો.મેં તાન્યા ને કીધું

        વાત ને બદલવાની કોશિશ ના કરો અને મને જણાવો કે આ છોકરી છે કોણ??તાન્યા જીદ પકડીને પૂછવા લાગી

        તે ફિલ્મો ની હિરોઈન છે.મારા મગજ માં જે કઈ પણ આવ્યું તે મેં તાન્યા ને કહી દીધું

        ઓહ,પરંતુ મેં તો આ હિરોઈન ને કોઈ પણ ફિલ્મ માં આજ સુધી નથી જોઈ.તાન્યા એ કીધું

        આ હિરોઈન ના ફિલ્મ જોવા જ હોય ને તો પહેલા તારે મરાઠી ફિલ્મો જોવા પડે,આ હિરોઈન મરાઠી ઇન્ડસ્ટ્રી ની સૌથી સફળ હિરોઈન છે.મેં તેને કીધું

        તું ક્યારથી મરાઠી ફિલ્મો જોવા લાગ્યો??તાન્યા એ મને પૂછ્યું

        જ્યારથી આ હિરોઈન ને જોઈ છે ત્યારથી.મેં તાન્યા ને જવાબ આપ્યો

        એમ??તાન્યા એ કીધું

        હમમ્મ.મેં ચીંતાતુર અવાજે ટૂંક માં જ જવાબ આપ્યો

        નામ શું છે આ સફળતમ હિરોઈન નું??તાન્યા એ મને પૂછ્યું

        આરોહી શર્મા.મેં જવાબ આપ્યો

        મારી બહેન પણ મારા જેવી તરતજ આરોહી શર્મા ને ગુગલ પર સર્ચ કર્યું અને કંઇક અલગ પ્રકાર ના જ ફોટા ઓ આવ્યા એ જોઇને મને કહે અહીં આવ અને લેપટોપ માં જો.

        સફળતમ હિરોઈન ગુગલ પર ના મળે એટલી પણ ખબર નથી પડતી??મેં તાન્યા ને કીધું

        ઓહો કોણે કીધું એવું?તેણે મને પૂછ્યું

        એ હાં આવ્યો મમ્મી એમ કહીને હું નીચે ઉતરવા લાગ્યો એ જોઈને તે બોલી કોણે તને નીચે બોલાવ્યો?મને તો કઈ જ અવાજ નથી સંભળાયો પરંતુ હું તાન્યા ની વાતો માં ધ્યાન આપ્યા વગર જ નીચે ઉતરી ગયો અને ડાયનીંગ ટેબલ પર જઈને બેસી ગયો.

        થોડી વાર રહીને તાન્યા પણ મારી પાસે આવીને બેસી ગઈ અને મારી સામે ગુસ્સા ભરાઈ ત્રાંસી નઝરે જોઇને મને સંભળાય એટલું ધીરેથી બોલી હમણાં જ તને જોઈ લવ છુ.

        હાં જે થાય ને તે કરીલે.મેં તાન્યા ને કીધું

        મમ્મી તને એવું નથી લાગતું કે હવે ભાઈ ના મેરેજ કરવાનો સમય આવી ગયો છે.તાન્યા એ અમારા મમ્મી ને વાત કરી

        તનું બટા મને ક્યારનુંય લાગે જ છે કે હવે આ પ્રેમ ના મેરેજ થઇ જવા જોઈએ પરંતુ તે માનતો જ નથી.મારી મમ્મી એ કીધું

        આ સાંભળીને મેં તાન્યા તરફ જોઇને કીધું ચાપલી તને કોણે આ બધું શરુ કરવા કીધું??

        મમ્મી તારી નઝર માં કોઈ છોકરી છે??તાન્યા એ મારી વાત સાંભળી જ ના હોય તે રીતે ફરી વાર મારા મમ્મી ને પૂછ્યું

        હાં,બેટા છે જ ને પહેલા રમા બહેન ની છોકરી અને ખુશી ની વાત તે છે કે તે આપણા પ્રેમ ને પસંદ પણ કરે છે બસ પ્રેમ હાં બોલે તો આગળ કંઇક વાત થાય.મારા મમ્મી બોલ્યા

        આ સાંભળીને હું ત્યાંથી ઉભો થવા જઈ રહ્યો હતો એટલામાં તો મારી ફેવરીટ સેન્ડવીચ મારા મમ્મી રસોડા માંથી લઈને આવ્યા એટલે મેં નક્કી કર્યું બીજું બધું પછી પહેલા જમી લવ પછી શાંતિ થી આ તાન્યા ની બચ્ચી ને જોઈ લઈશ.

        પણ મમ્મી તે છોકરી આપણા પ્રેમ ને પણ પસંદ આવવી જોઈએ ને??અને માની લે કે આપણા પ્રેમ ને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ હશે તો??તાન્યા એ મારી મમ્મી ને કીધું

        ના,બને મને મારા પ્રેમ પર પુરેપુરો વિશ્વાસ છે કે પ્રેમ મને પૂછ્યા વગર કોઈ છોકરી ને પસંદ ના જ કરે.સાચું ને પ્રેમ??આ સાંભળીને મેં મારી મમ્મીને ટૂંક માં જ કીધું

        હાં મમ્મી.

        મારા મમ્મી અને તાન્યા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ને હું શાંતિ થી સેન્ડવીચ પર સેન્ડવીચ ખાઈ રહ્યો હતો અને અહીં મારી હાલત પણ સેન્ડવીચ જેવી થઇ ગઈ હતી કારણ કે દરોરોજ તો મારા મમ્મી જ હોય વાત કરવા માટે પરંતુ આજે આ તાન્યા પણ લાગી ગઈ હતી  એટલે બંને ની વચ્ચે હું દબાઈ ગયો હતો.એટલે મેં જમવાનું ફટાફટ પૂરું કર્યું અને મારો ફોન લઈને બહાર નીકળી ગયો.

***

        ઘરેથી જમીને હું તાપી કિનારે જઈને શાંત મને પાણી માં નઝર નાખીને બેઠો બેઠો વિચાર કરતો હતો કે હવે મારે તાન્યા ને વાત કરવી કે નહી?જો હું તેને વાત નહી કરું તો મારી મમ્મી મને રમાબહેન ની છોકરી સાથે પરણાવીને જ રહેશે અને જે હું ઈચ્છતો ન હતો,અને તેની પાછળ બે કારણ છે એક તો કે હું આરોહી ને પસંદ કરું છુ અને તેને જ લવ કરું છુ એટલે.અને બીજું કે મારી મમ્મી જે છોકરી જોડે મારા લગ્ન કરવાનું વિચારે છે તે છોકરી રમાબહેન ની છે એટલે.

        હવે તમને લોકો ને એમ થતું હશે કે આ રમાબહેન કોણ છે??અને આ રમાબહેન ની છોકરી શા માટે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે??તો તમને હું જણાવી દવ કે આ રમાબહેન ની છોકરી બીજું કોઈ નહિ પરંતુ મારો ભૂતકાળ છે એટલે કે મારા કોલેજ કાળ દરમ્યાન જે છોકરી ને હું લવ કરતો હતો એ જ અક્ષરા છે આ રમાબહેન ની છોકરી.ત્યારે તેના બોયફ્રેન્ડ ને કારણે મને ના પાડેલી પરંતુ હવે એજ બોયફ્રેન્ડે તેને છોડીને કોઈ બીજી છોકરી ની સાથે મેરેજ કરી લીધા એટલે હવે ફરી મારી પાસે આવવા માંગે છે.

        હું આવાજ વિચારો માં ખોવાયેલો હતો એટલા માં તો ફેસબુક પરથી આરોહી નો મેસેજ આવ્યો,

        હાય…

        હેલ્લો ડીયર..મેં સામે રીપ્લાય આપ્યો

        શું કરેં છે??જમી લીધું?આરોહી એ મને પૂછ્યું

        હાં અને તે???મેં જવાબ આપીને તેને સામે પૂછ્યું

        હાં મેં પણ જમી લીધું.આરોહી નો મેસેજ આવ્યો

        જમવામાં શું હતું??મેં આરોહી ને પૂછ્યું

        ખીચડી અને તે પણ વઘારેલી.આરોહી એ જવાબ આપ્યો

        ઓહ હો જલસા છે તારે તો કેમ??મેં આરોહી ને કીધું

        કેમ તારે નથી જલસા??આરોહી એ મને પૂછ્યું

        ના તું મારી સાથે છો એટલે મારે પણ જલસા જ છે.પરંતુ..મેં આરોહી ને મેસેજ કર્યો

        પરંતુ શું પ્રેમ??આરોહી એ પૂછ્યું

        અરે મારા મમ્મી દરરોજ જ મને લગ્ન માટે દબાણ કર્યા કરે છે પરંતુ તેને તો હું કોઈ પણ રીતે તે વાત ભુલાવી કાઢું છુ પરંતુ આજે મારી નાની બહેન તાન્યા પણ ઘરે આવી ગઈ છે તો આજે બંને સાથે મળીને મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

        આ મમ્મી અને બહેન તો માત્ર બહાના જ છે મેરેજ ની ઉતાવળ તો તને લાગે છે.કેમ પ્રેમ સાચું ને??આરોહી એ મને રીપ્લાય આપ્યો

        હું અહિયાં સીરીયસ વાત માં છુ અને તને મઝાક સુજે છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો

        ઓકે બાબા સોરી.પરંતુ પ્રોબ્લેમ શું છે???હવે સમય થઇ ગયો છે તો તને શું બધાને જ ઘરેથી લગ્ન માટે કહેવામાં આવે છે.આરોહી એ મને જવાબ આપ્યો

        તને કહે છે તારા ઘરેથી??મેં આરોહી ને પૂછ્યું

        હાસ્તો,દરરોજ અને તે પણ દિવસ માં બે વાર.આરોહી નો મેસેજ આવ્યો

        તો તું શું કહે છો??મેં આરોહી ને પૂછ્યું

        કહી નહિ બસ હાં એ હાં કર્યા કરું છુ.આરોહી નો રીપ્લાય આવ્યો

        ઓહ્કે,ગુડ.પરંતુ મારે તો હાં પણ કહેવાય એમ નથી.મેં આરોહી ને મેસેજ કર્યો

        કેમ??કોઈ છોકરી તૈયાર રાખેલી છે??આરોહીએ મને પૂછ્યું

        હમમમ,અને એ પણ બીજી કોઈ નહી પેલી અક્ષરા જ.મેં આરોહી ને મેસેજ કર્યો

        તેને તો ઓલરેડી બોયફ્રેન્ડ હતો ને.તો પછી તે કેમ તારી સાથે મેરેજ કરવા માટે તૈયાર છે?આરોહી એ મને પૂછ્યું

        કારણ કે તેનો તે બોયફ્રેન્ડે તેને છોડીને બીજી છોકરી સાથે મેરેજ કરી લીધા છે.મેં આરોહી ને મેસેજ કર્યો

        તો કરીલે ને તે બિચારી સાથે મેરેજ.આરીહી નો રીપ્લાય આવ્યો

        હમમમ એટલે તું કોઈ બીજા બિચારા ની થઇ જા એવું કેમ??મેં આરોહીને મેસેજ કર્યો

        હમમમ.આરોહી એ ટૂંક માં જ ઉતર આપ્યો

        તો પછી સીધું જ કહી દે ને કે તને મારા માં જ્યુસ જ નથી.મેં આરોહી ને ત્રણ જેટલા ગુસ્સા વાળા ઈમોજીસ સાથે મેસેજ કર્યો.

        જેવો મેં આરોહી ને મેસેજ કર્યો એટલી વાર માં તો મારા ફોન ની બેટરી પૂરી થઇ ગઈ અને પછી મને યાદ આવ્યું કે આજે તાન્યા એ ચાર્જ માંથી ફોન ડીસ્ચાર્જ કરેલો એટલે ફોન ની બેટરી પૂરી ચાર્જ થઇ જ ના હતી.મેં આરોહી ને મેસેજ માત્ર ચીડવવા માટે કરેલો પરંતુ હવે શું થશે??આવું વિચારીને હું ફટાફટ ત્યાંથી ઉભો થયો અને મારા ઘર તરફ પગ ઉપડ્યા.દરરોજ મારે તાપીકીનારે થી ઘરે પહોંચતા ૨૦ મિનીટ થતી પરંતુ આજે તે ૨૦ મિનીટ નું અંતર મેં માત્ર ૧૦ જ મિનીટ માં કવર કર્યું ને  ફટાફટ ઘરે પહોંચીને મારા ફોન ને ચાર્જ માં મુક્યો.

        આજે મારે જલ્દી જ એટલી હતી કે મેં મારા ફોન ને મારી રૂમ માં ચાર્જ માં મૂકવાને બદલે નીચે હોલ માં જ ચાર્જ મુક્યો અને પછી વિચાર્યું કે જ્યાં સુધી ફોન ચાર્જ થાય ત્યાં સુધી હું લેપી પર આરોહી ની સાથે વાત કરું એટલે હું તરતજ મારી રૂમ માં ગયો અને જોયું તો ત્યાં ઓલરેડી તાન્યા મારું લેપી લઈને બેઠી હતી એ જોઇને હું બોલ્યો,

        શું કરે છે તનું લેપી માં??

        કઈ નહિ બસ નેટ સર્ફિંગ કરું છુ.કેમ કહી કામ હતું??તાન્યા એ મને પૂછ્યું

        હાં,મારે લેપટોપ જોઈએ છે.મેં કીધું

        કેમ??તાન્યા એ મને પૂછ્યું

        અરે મારે કામ છે માટે તું પછી નેટ સર્ફ કરજે.મેં તાન્યા ને કીધું

        ઓકે,હું હમણાજ વોશરૂમ માં જઈને આવું ત્યાં સુધી માં તમે તમારું કામ પૂરું કરીલો ઓકે,પરંતુ ત્યારબાદ મને લેપી આપવું પડશે.તાન્યા એ કીધું

        ઓકે.મેં કીધું અને તે વોશરૂમ તરફ ચાલી ગઈ એટલે મેં તરત જ ફેસબુક ઓપન કર્યું અને જોયું તો આરોહી નો મેસેજ હતો,

        બાય.સાથે ૧૦ ગુસ્સા વાળા ઈમોજી ના સિમ્બોલ પણ હતા એટલે મેં તેને મનાવવા માટે તેને સોરી ના મેસેજો કર્યા પરંતુ તેના તરફ થી કંઇજ રિસ્પોન્સ ના આવ્યો કારણ કે તે ૨૦ મિનીટ પહેલા જ ઓફલાઈન થઇ ચુકી હતી.

        હવે શું કરું આરોહી ને ખોટું લાગી ગયું હશે??હવે તે મારી સાથે વાત કરશે??કે તે પણ મારી જેમજ મજાક કરતી હશે.હું આવું બધું જ વિચારતો હતો એટલા માં તો તાન્યા વોશરૂમ માંથી બહાર આવી ગઈ અને આવતાની સાથે જ બોલી થઇ ગયું પૂરું??

        હું વિચારો માં થી બહાર આવ્યો અને તેને માત્ર હમ્મ્મ્મ એવો જ જવાબ આપ્યો.

        ભાઈ તે મને હમણાં જે હિરોઈન આરોહી શર્મા નું નામ કહેલું તે યાદ છે??તાન્યા એ મને પૂછ્યું

        હાં,છે તો??મેં થોડા ગુસ્સા સાથે કીધું

        તે મને ગુગલ પર તો ના મળી પરંતુ..તે હજુ તેનું વાક્ય પૂરું કરે એટલા માં મેં તેને વચ્ચે અટકાવતા પૂછ્યું,

        પરંતુ શું??

        તને તો ખબર જ હશે કે હું પણ તારી જ બહેન છુ તો મને પણ તારા જેમ બધા જ પેતરા ની ખબર જ હોય.તાન્યા એ મને કીધું

        જે હોય તે સીધે સીધું બોલ ને આ જલેબી ની જેમ શા માટે ગોળ ગોળ ફેરવ્યા કરે છો??મેં તાન્યા ને કીધું

        હાં તો સાંભળ મેં આરોહી શર્મા ફેસબુક પર સર્ચ કર્યું હતું.તાન્યા એ મને કીધું

        તો??મેં તાન્યા ને કીધું

        તો શું??તને તો ખબર જ હશે કે જે વ્યક્તી વિષે ની માહિતી ગુગલ પર ના મળે તે ફેસબુક પર તો મળી જ જાય.તાન્યા એ મને કીધું

        એટલે,કહેવા શું માંગે છે?મેં તાન્યા ને પૂછ્યું

        એટલે એમ કે મને તારી હિરોઈન નું ફેસબુક એકાઉન્ટ મળ્યું અને જેમાં મ્યુચલ ફ્રેન્ડ માં તારું નામ ડિસ્પ્લે થયું.તાન્યા એ કીધું

        તો??મેં તાન્યા ની વિરુદ્ધ તરફ જોઇને જવાબ આપ્યો

        ઓ ભાઈ આ બાજુ જોઇને જવાબ આપો..અને ક્યારનું આ તો તો શું લગાવ્યું છે બીજું કઈ નથી આવડતું બોલતા??હવે બાજી તાન્યા ના હાથ માં હતી એટલે એ થોડા ઊંચા અવાજે વાત કરતી હતી

        બસ એમજ અને હું જે બાજુ ફરીને બોલું તેમાં તને શું પ્રોબ્લેમ છે??તને જવાબ મળે છે ને તો તું તેનાથી ખુશ થા.મેં તાન્યા ને કીધું

        ભાઈ હવે આ બાજુ ફરો અને જે કઈ પણ હોય તે મને કહો.હું કોઈને પણ આ વાત નહિ કરું ઓકે.તાન્યા એ મને પ્રેમ થી પૂછ્યું

        શું કહું તને??મેં તાન્યા તરફ જોઇને કીધું

        એ જ કે આ હિરોઈન ની પહેલી ફિલ્મ ક્યાં જોઈ તમે??તાન્યા એ મને પૂછ્યું

        એટલે??મેં ફરી પૂછ્યું

        અરે સાવ બુદ્ધુ જ છો યાર તું તો,પરંતુ ખબર નહિ કેમ આ તારા ચક્કર માં કેવી રીતે પડી?તાન્યા બોલી

        કોણે કીધું તને કે એ મારા ચક્કર માં છે??મેં તાન્યા ને પૂછ્યું

        એ બધું છોડ અને મને જણાવ કે ક્યારે તેની સરનેમ બદલવી છે??તાન્યા એ મને પૂછ્યું

        એટલે??મેં તાન્યા ને પૂછ્યું

        ખરેખર સાવ જ બુદ્ધુ છે તું.તેની સરનેમ બદલવી મતલબ કયારે તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો છે એમ પુછુ છુ,અને મને એ પણ ખબર છે કે તારાથી આ વાત ઘરે પણ નહિ થાય એટલે જયારે પણ તારી ઈચ્છા થાય ત્યારે મને કહેજે હું ઘરે વાત કરીશ.તાન્યા એ મને કીધું

        આ સાંભળીને મને થયુ કે હવે લાંબુ ખેંચાય એમ નથી એટલે મેં તાન્યા મારી અને આરોહી ની વાત કરવાનું નક્કી કર્યું અને શરૂઆત થી લઈને હમણાં સુધી ની બધી જ વાત કરી.આ સાંભળીને ને તાન્યા એ મને કીધું કે

        આ બધું તો મને ખબર જ છે.

        કેવી રીતે??મેં તાન્યા ને પૂછ્યું

        મને વાંચવાનો જરાક પણ શોખ નથી તે તો તું જાણે જ છે,પરંતુ મને જયારે ખબર પડી કે મારો ભાઈ જ બુક લખી રહ્યો છે ત્યારે મેં આ વાંચવાનું નક્કી કર્યું અને માતૃભારતી પર તારી બુક વાંચી.જેમાં તે તારી હિરોઈન ના ખુબજ વખાણ કર્યા છે જે વાંચી ને મને લાગ્યું કે કોણ હશે તે??કેવી દેખાતી હશે તે??તથા આવતાની સાથે જ તારી પાસે ફોટો પણ માંગવાની હતી જોવા માટે પરંતુ તે તો મારા માટે પહેલેથી જ મોબાઈલ અને લેપટોપ પર સેટ કરી રાખ્યો હતો એટલે જોય લીધો.તાન્યા એ મને કીધું

        તો કેવી લાગી મારી પહેલી પત્ની??મેં તાન્યા ને પૂછ્યું

        ખુબજ સરસ,મારા પાસે શબ્દો જ નથી ખરેખર મારા થી થોડી જ ઓછી સારી દેખાય છે.તાન્યા બોલી

        એમ??મેં તાન્યા ને પૂછ્યું

        અરે બાબા મજાક કરું છુ મારા થી પણ સારી દેખાય છે અને તારી ભાષા માં ખરેખર તે એક હિરોઈન જેવી જ દેખાય છે.તાન્યા બોલી

        આટલી સરસ છોકરી શોધી છે તેમ છતાં મમ્મી મને પેલી રમા બહેન ની અક્ષરા સાથે સેટ કરવા માંગે છે.મેં તાન્યા ની તરફ જોઇને કીધું

        ઓહ હેલ્લો યાદ ના હોય તો તમારી જાણ ખાતર કહું છુ કે ભાઈ હાથ ધોયા વગર તમે પણ તેની પાછળ લાગ્યા હતા.તાન્યા એ મને કીધું

        એ ભૂતકાળ હતો તેને હવે મારે યાદ કરવાની કોઈ જ જરૂર નથી.સમજી??મેં તાન્યા ને કીધું

        તો હવે આગળ શું ચાલે છે તમારી લવ સ્ટોરી માં એ તો મને કહો.તાન્યા એ મને કીધું

        એ પણ વાંચીલેજે માતૃભારતી પર.મેં તાન્યા ને જવાબ આપ્યો

        ના,હવે હું નહિ વાંચું કારણકે હવે આગળ ની લવ સ્ટોરી હું મારી આંખે જોવા માંગું છુ.તાન્યા એ કીધું

        ઓકે બાબા તું પણ તારી આંખે જોજે અમારી લવ સ્ટોરી.ખુશ હવે??મેં તાન્યા ને કીધું

        હમમ..તાન્યા એ મને ટૂંક માં જ ઉતર આપ્યો અને સાથે સાથે મને પૂછ્યું કે હવે હું ક્યારે મળી શકું છુ મારી ભાભી ને?

        હજુ તો હું પણ પહેલીવાર જ આ રવિવારે મળવા જવાનો હતો.મેં તાન્યા ને કીધું

        જવાનો હતો મતલબ શું??કેમ હવે નથી જવાનું??તાન્યા એ મને પૂછ્યું

        જવાનો જ હતો પરંતુ તારા લીધે નહિ જઈ શકાય.મેં તાન્યા ને કીધું

        કેમ??હવે મેં શું કર્યું??તાન્યા એ મને પૂછ્યું

        અરે,તે આજે મારો ફોન ચાર્જ થવા દીધો નહી અને હું જયારે તેની સાથે વાત કરતો હતો ત્યારે મેં તેને ચીડવવા માટે ગુસ્સા થી ના કહેવાનું કહી દીધું ને તરત જ મારો ફોન બંધ થઇ ગયો એટલે હમણાં હું ફટાફટ ઘરે આવ્યો અને હમણાં લેપટોપ માંથી તેને મેસેજ કર્યો ત્યારે તેણે મને ગુસ્સા થી બાય કહી દીધું અને પછી આગળ વાત જ નથી થઇ.મેં તાન્યા ને કીધું

        To be continue…  

 

 

 

શું લાગે છે મિત્રો તમને??શું હવે આરોહી પ્રેમ ની સાથ એફરી ક્યારેય વાત કરશે??શું હવે પ્રેમ અને આરોહી ની મુલાકાત થશે??શું તાન્યા બંને ને મુલાકાત કરાવવા માટે કઈ કરશે?અને જો બંને ની મુલાકાત થશે તો કેવી રહેશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

 

 સવાલ : શું હવે આરોહી પ્રેમ ની સાથ એફરી ક્યારેય વાત કરશે??

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani,

instagram.com/parthjghelani

પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C16 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

        પ્રેમ અને આરોહી ની વચ્ચે વાતચીત થાય છે જેમાં બન્ને એકબીજાને મળવાનો પ્લાન બનાવે છે,હવે કઈ જગ્યા પર મળવું તેના માટે તે બંને વચ્ચે થોડી મીઠી રકજક થાય છે અને ફાયનલી વડોદરા પર મળવાનું નક્કી કરે છે..

 હવે આગળ,
***
        ભાઈ પ્રેમ શું વાત છે??કેમ આટલો બધો સીરીયસ થઈને વાત કરે છે?જેવું અમારું લંચ પૂરું થયું એટલે અજયે મને પૂછ્યું
        વાત એવી છે ને કે…હજુ હું બોલતો જ હતો એટલેમાં જ પ્રિયા વચ્ચે બોલી આગળ તો બોલ હવે..
        વાત એમ છે ને કે મારે…હજુ હું બોલતો જ હતો એટલેમાં જ કેયુર વચ્ચે બોલ્યો આગળ તો બોલ હવે..
        તમે બે મિનીટ માટે શાંતિ રાખો તો હું કહી કહું,વાત જ પૂરી નથી થવા દેતા.મેં થોડું અકળાઈને કીધું
        હાં,પ્રેમ તું એ બધી વાત પર ધ્યાન ન આપ અને આગળ વાત ચાલુ કર.પ્રિયા એ મને શાંતિ થી કીધું
        અરે મારે આવતા રવિવારે આરોહી ને મળવા માટે જવાનું છે.હું એક જ સાથે બોલી ગયો અને જેવું મારું બોલવાનું પૂરું થયું એટલામાં તો બધા જ એક સાથે જોર જોર થી હસવા લાગ્યા જાણે મેં કોઈ જોક્સ કર્યો હોય.
        પરંતુ તું આટલું બધું ટેન્શન શા માટે લઇ રહ્યો છે આટલી નાની વાત માં.કેયુર બોલ્યો
        આ તને નાની વાત લાગે છે??મેં કેયુર ને ગુસ્સા સાથે કીધું
        હાસ્તો,માત્ર મળવાનું તો છે બીજું ક્યાં કઈ કરવાનું છે.અજય બોલ્યો
        ખુશી અજય ને સંભાળ ને pliz.મેં ખુશી ને વિનંતી કરતા કહ્યું
        તો તારે નથી મળવું એમ ને?ખુશી એ મને પૂછ્યું
        ના,એવું નથી મારે તો મળવું જ છે તેને.મેં કીધું
        તો પછી ટેન્શન શા માટે લઇ રહ્યો છે??ખુશ થા અને તૈયારી કર મળવાની.પ્રિયા એ મને કીધું
        અરે,મને ડર લાગી રહ્યો છે.મેં પ્રિયા ને કીધું
        ડરપોક હહાહાહાહાહાહાહાહાહાહાહા એટલું બોલીને જોર જોર થી કેયુર અને અજય સાથે હસવા લાગ્યા.
                જયારે મારે ખુશી ની સાથે વાત કરવી હતી ત્યારે મારી પણ આવીજ હાલત હતી પણ તે તો ડાયરેક્ટ મારું કહી દીધું ત્યારે તને ડર ના લાગ્યો??અજય બોલ્યો
        ત્યારે થોડું ઘરનું હતું એટલે બોલી દેતો હતો કેમ પ્રેમ??કેયુર બોલ્યો    
        હું ના બોલ્યો હોત તો આ અજ્યો હજુ પણ લાઈન જ મારવામાં સમય વેસ્ટ કરેત,અને આ ખુશી કોઈ બીજા ની થઇ જાત.મેં કેયુર ને કીધું
        ઓહ હેલ્લો બસ હવે શાંત થઇ જાવ અને પ્રેમ તું શાંતિ થી બેસી જા અને આ ડર ને બહાર કાઢ.પ્રિયા બોલી
        અરે અમે તો જસ્ટ મઝાક કરતા હતા તું પણ યાર..મેં પ્રિયા ને કીધું
        બીક તો મને કોઈની જ નથી લગતી પરંતુ આજ સુધી ની મારી ઝીન્દગીમાં હું ક્યારેય કોઈ છોકરી ની સાથે એકલો નથી મળ્યો તો થોડો નર્વસ છુ.મેં પ્રિયા ને કીધું
        તો હવે અમે જેમ કહીએ એમ તું કર અને તારી આ નર્વસનેસ ને ભગાડ.ઓકે?.ખુશી બોલી.
        હહાહાહા હવે પ્રેમ ને પણ ડેટિંગ ટીપ્સ ની જરૂર પડવા લાગી વાહ..કેયુર મઝાક કરતા કરતા બોલ્યો
        કેમ મારે ના જરૂર પડે??હું કઈ માણસ નથી??મેં કેયુર ને કીધું
        ભાઈ પૂછે છો કે પછી કહી રહ્યો છે.અજય બોલ્યો
        એ બધાને છોડ તુ આ બાજુ આવ.પ્રિયા મારા તરફ જોઇને બોલી
        તમે બંને ચુપ રહો તમારું થઈ ગયું એટલે.મેં ત્યાંથી ઉભા થઈને થોડે દુર જતા જતા તે બંને ની તરફ જોઇને કીધું.
***
         અરે તારું અને આરોહી ની વચ્ચે બધું જ બરાબર ચાલે છે તો પછી તું મળવા માં શા માટે ગભરાય છે??પ્રિયા બોલી
        હાં એ જ ને.તેમાં ખુશી એ પણ સાથ પુરાવ્યો
        અરે,મેં તેની સાથે ફેસ ટુ ફેસ વાત નથી કરીને એટલે.મેં કીધું
        તો તેમાં ગભરાવાનું ના હોય પાગલ.ખુશી એ કીધું
                તો હવે હું શું કરું??મેં પૂછ્યું
        કઈ નહિ મળવા જા.બીજું શું?પ્રિયા બોલી
        પરંતુ તું પહેલીવાર મળવા માટે જાય છે તો તને થોડી ટીપ્સ આપું છુ જેને યાદ રાખજે.ઓકે?ખુશી બોલી
        હાં,બોલ કેવી ટીપ્સ??મેં થોડા ઉત્સાહ સાથે પૂછ્યું
        આ એવી ટીપ્સ છે જેના થી આરોહી નો તારા પર ભરોસો વધી શકે છે.પ્રિયા બોલી
        હાં તો જલ્દી બોલ.મેં પ્રિયા ની તરફ જોઇને કીધું
        સૌથી પહેલા તો તારે જેન્ટલમેન બનીને જવું પડશે.ખુશી બોલી
        એટલે??કેમ હું નથી લાગતો જેન્ટલમેન??મેં પ્રિયા ને કીધું
        તું તો છે જ જેન્ટલમેન પરંતુ તે દિવસે થોડો બરાબર રહેજે,તું જેમ અમારી વચ્ચે ખોટી નોટંકી કરતો હોય તેવી તેની સામે ના કરતો.પ્રિયા બોલી
        કેમ??એવું છોકરીઓ ને નથી ગમતું??મેં પૂછ્યું
        ના,ગમે.પરંતુ પહેલી જ વાર માં હોય ને તેવું ના વર્તાય થોડું વ્યવસ્થિત રહેવાનું.ખુશી બોલી
        ઓકે.બીજું કઈ??મેં ખુશીને પૂછ્યું
        તેની પાસ જ બેસવું એટલે તેને એકલું એકલું ના લાગે.ખુશી બોલી
        માત્ર પાસે જ બેસવું અને કારણ વગર તેને અડક્યા ના કરવું.ત્યાં તો પ્રિયા બોલી
        શું??મેં પૂછ્યું
        પહેલી જ મુલાકાત માં બને ત્યાં સુધી લીમીટ માં અને કુદરતી રીતે અડકવાનું,નહિ કે કોઈ સેક્સ્યુઅલ રીતે ખબર પડી??પ્રિયા એ મને કીધું
        એક કામ કરું તો તેને કુદરતી કે જાણી જોઇને ને એમ કોઈ પણ રીતે અડકવાનો પ્લાન જ કેન્સલ કરી નાખું તો કેમ રહેશે??મેં તે બંને ની તરફ જોઇને પૂછ્યું
        ના,એવું ના કરતો.ખુશી બોલી
        કેમ??મેં પૂછ્યું
        અરે જો તું એવું કરીશ તો તેને એકલું એકલું લાગશે.પ્રિયા બોલી
        અને જો તું તારી પહેલી મુલાકાત માં જ તેને બને ત્યાં સુધી સોફ્ટલી ટચ કર તો તેના થી છોકરી ઓ ને કંઇક સ્પેશીયલ ફિલ થાય,ખબર પડી??ખુશી એ પૂછ્યું
        ઓકે.તો હું મારી લીમીટ માં જ ટચ કરીશ બરાબર.મેં તે બંને ની તરફ જોઇને કીધું.
        તું તારી કાર લઈને જવાનો છો??પ્રિયા એ મને પૂછ્યું

        હાં.મેં ટૂંક માં જ જવાબ આપ્યો
        તો જયારે પણ કાર માંથી ઉતરવાનું થાય ત્યારે તારે પહેલા કાર માંથી ઉતરીને તેનો દરવાજો ખોલવાનો અને તારો હાથ તેને ઉતરવા માટે આપવાનો રહેશે,અને તેને આગળ જવા માટે તારા હાથ થી ઈશારો કરવો.ખુશી બોલી
        તેના થી તેને ખબર પડશે કે તું એક જવાબદાર પાર્ટનર છે તમારા બંને ની રીલેશનશીપ મા.પ્રિયા એ ખુશી ની વાત પૂરી કરતા કહ્યું
        કપડા પર પ્લીઝ ધ્યાન આપજે આ ઓફીસ ના ફોર્મલ કપડામાં ના જતો અનેં ફાટેલા તૂટેલા જીન્સ પહેરીને પણ ના જતો.પ્રીયા બોલી
        એટલી તો મને ખબર પડે છે,હું કઈ સાવ બુદ્ધુ નથી આ બંને ની જેવો.મેં અજય અને કેયુર ની તરફ જોઇને મઝાક કરતા કરતા કીધું
        શું કીધું પ્રેમ તે??કેયુર ત્યાંથી બોલ્યો
        કઈ નહી યાર બસ મઝાક કરે છે.પ્રિયા એ કેયુર ને કીધું
        મને પણ ખબર છે એ મઝાક કરે છે,અને તું પણ થોડી વાર માં સીરીયસ થઇ જા.કેયુરે પ્રિયા ની તરફ જોઇને કીધું
        હમમ.પ્રિયા એ ટૂંક માં જ કેયુર ને જવાબ આપ્યો
        સાંભળ એ ય પ્રેમ ગીફ્ટ વગર તો જતો જ નહી મળવા નહિતર તારી પહેલી મુલાકાત જ આખરી મુલાકાત થઇ જશે.અજય બોલ્યો
        હમમ.અજય ની વાત બરાબર છે કેમ પ્રિયા??કેયુર પ્રિયા તરફ જોઇને બોલ્યો
        હા ગીફ્ટ લઈને જજે.પ્રિયા અને ખુશી બંને એ અજય અને કેયુર ની વાત માં સાથ પુરાવ્યો
        તારા માં એક બોલવાની કળા છે એ સારી છે એટલે કઈ તકલીફ નહી પડે બાકી તો.પ્રિયા આટલું બોલી ને અટકી ગઈ
        નહીતર??મેં ખુશી સામે જોઇને કીધું
        અરે,છોકરીઓ ને મૂંગા છોકરાઓ માં જરાય પણ રસ નથી હોતો પરંતુ તેને તો એવો છોકરો પસંદ આવે છે જે તેની સાથે કલાકો ના કલાકો વાત કરી શકે અને તેને કોઈ કોઈ પણ કારણ વગર હસાવી શકે.પ્રિયા ખુશી ની વાત પૂરી કરતા કરતા  બોલી
        જો કોઈ પણ છોકરા મા વાત કરવાની સારી કળા હોય તો પછી છોકરી ને બીજું કઈ જ નથી જોઈતુ.ખુશી બોલી
        ભૂલ થી પણ તેની સામે તેના કોઈ પણ ભૂતકાળ ની વાત ના કરવી કે ના પૂછવી. વાત અને જો ભૂલ થી આ વાત નીકળી જાય અને તેના થી રડાય જાય તો તરત જ તેને પૂછ્યા વગર પોતાની બાહો માં લઈને હગ કરી લેવી જેનાથી તેને જે રાહત મળશે તે માત્ર એક છોકરી જ જાણી શકે.પ્રિયા બોલી
        પહેલી કે બીજી કે કોઈ પણ મુલાકાત માં પોતાના વખાણ ક્યારેય કરવાના નહી.ખુશી બોલી
        તો પછી મારે કેવી વાતો કરવાની??મેં તે બધા ની સામે જોઇને પૂછ્યું
        બસ પોતાના વર્તમાન ની જ વાતો કરવાની જેમાં તમારા બંને ની સિવાય બીજું  કોઈ જ ના હોય,માત્ર ને માત્ર તમારા બંને ની જ વાતો હોય.પ્રિયા બોલી
        ભાઈ પ્રેમ કોઈ ઈમરજન્સી કામ વગર મોબાઈલ ને ભૂલ થી પણ હાથ માં ના લેવો,અને તે દિવસે ડેટા કનેક્શન તો કમ્પ્લીટલી બંધ જ રાખવું.કેયુર બોલ્યો
        હાં,મોબાઈલ વાળો માં મને સારો એવો અનુભવ છે.અજય બોલ્યો
        જેવું અજય આ બોલ્યો એટલે ખુશી એ તરત જ અજય તરફ જોયું અને અજય ને ચુપ રહેવાનો ઈશારો કર્યો.
        યાર આટલું ધ્યાન તો મેં કયારેય એન્જીન્યરીંગ માં પણ નથી આપ્યું અને આ તો એન્જીન્યરીંગ ના ગણિત કરતા પણ વધારે જ કોમ્પ્લેક્સ હોય એવું લાગી રહ્યું છે.મેં અજય અને કેયુર ની તરફ જોઇને કીધું
        હાં,તો આ વિષય લવ છે જ એવો.પ્રિયા બોલી
        હવે કઈ બાકી છે કે પૂરું??મેં ખુશી ને પૂછ્યું
        ખોટા ફેંકા મારવા નહી જેમ કે સલમાન ખાન ને હું ફેસ ટુ ફેસ ઓળખું છુ,બીલ ગેટ્સે તો મને સામે થી માઈક્રોસોફ્ટ માં કામ કરવા બોલવ્યો પરંતુ મારું મન તો માત્ર તે માત્ર ભારત માં જ કામ કરવા માટે ખેંચાઈ રહ્યું છે..ખુશી બોલી
        તમને હું એવો લાગુ છુ??શું હું કોઈ ફેંકુ છુ??ક્યારેય આજ સુધી મેં આવું કર્યું છે??મેં તે બધા ની સામે જોઇને કીધું
        ના,તને નથી કહેતી પરંતુ મારી ઘણીય ફ્રેન્ડસ જે કે જેણે આવી વાતો કરવા વાળા છોકરાઓ ને રીજેક્ટ કરી દીધા છે એટલે યાદ આવ્યું અને મારા થી બોલાઈ ગયું.ખુશી એ કીધું
        ઇટ્સ ઓકે.મેં ખુશી ને કીધું
        તેના સામે થોડો પણ નર્વસ ના દેખાતો,નહીતર તમારી મુલાકાત ટૂંકી થઇ જશે.પ્રિયા બોલી
        Be confident.ખુશી બોલી
        ઓકે.મેં કીધું
        ચાલો હવે કામ પર લાગી જાવ લંચ નો સમય પૂરો થઇ ચુક્યો છે અને બાકીની ટીપ્સ પ્રેમ ને તમે બંને કાલે આપજો.અજયે કીધું
        કેમ કાલે??રાત્રે વોટસેપ પર ટીપ્સ લેવાની છે.મેં અજય ની તરફ જોતા કીધું
        ભાઈ,રાત્રે તો અમને સાથે વાતચીત કરવા દે.અજય બોલ્યો
        જસ્ટ જોકિંગ બ્રો…અને હાં માત્ર વાતચીત જ શા માટે??જે કરવું હોય તે કરો,જલસા કરો.મેં અજય ને કીધું
        બસ  આવી ગયો પાછો લાઈન પર,કેમ??અજયે મને પૂછ્યું
        હમમમ.મેં ટૂંક માં જ ઉતર આપ્યો અને અમે બધા કામ પર ગોઠવાઈ ગયા.
***
        ઓફીસ પર થી સાંજે ઘરે જઈને જોયું તો મારી નાની બહેન તાન્યા હોસ્ટેલ પર થી પોતાની એક્ઝામ પૂરી કરીને આવી હતી.જે મને જોતા ની સાથે જ ગળે લાગી ગઈ અને મારી બેગ અને એવું લઈને મારી રૂમ માં મુકીને નીચે આવી ગઈ.
        તું ક્યારે આવી??તે નીચે આવી ત્યારબાદ મેં તેને પૂછ્યું
        આજે બપોરે.તેણે જવાબ આપ્યો
        કેવી રહી એક્જામ??મેં તેને પૂછ્યું
        હમમ,બોલે તો એકદમ જકાસ્સ્સ..તેણી એ જવાબ આપ્યો
        વાવ..એ તો પરિણામ આવે ત્યારે જ ખબર પડે.કેમ?મેં તેને જવાબ આપતા ની સાથે પૂછ્યું
        હમમ.તેણી એ ટૂંક માંજવાબ આપ્યો
        આજે કઈ સ્પેશીયલ બનાવ્યું છે જમવામાં??મેં તેને પૂછ્યું
        ના,મારી ફેવરીટ પાણીપુરી અને તમારા માટે દરરોજ જે હોય છે તે.તેણી એ જવાબ આપ્યો
        ઓકે,તું બેસ હું હમણાં જ ફ્રેશ થઈને આવું છુ.મેં તેને કીધું
        ઓકે,પણ ભાઈ મને તમારું લેપટોપ જોઈએ છે એ આપો પહેલા.તાન્યા એ મને કીધું
        એ મારી બેગ માં છે.આવ મારી સાથે અનેં લઈજા.મેં તેને કીધું
        અમે બંને મારી રૂમ માં ગયા અને મેં તેને લેપટોપ બેગ આપીને મારા ફોન ને ચાર્જ માં રાખ્યો અને હું બાથરૂમ માં ફ્રેશ થવા માટે ચાલ્યો ગયો.૧૦ મિનીટ પછી હું ફ્રેશ થઈને બહાર આવ્યો એટલે તરતજ તાન્યા એ મને પૂછ્યું,
        ભાઈ હવે મારા માટે ભાભી ક્યારે લાવવાના છે??
        હજુ તો વાર છે.મેં કીધું
        તો એ તો કહો કે લવ મેરેજ કે અરેંજ મેરેજ??તાન્યા એ મને ફરી પૂછ્યું
        તને કેમ બહુ જ ઉતાવળ છે??મેં તેને કીધું
        મને ઉતાવળ તો હોય જ ને કારણ કે મારે ડાન્સ કરવો છે તમારા મેરેજ માં.તેને કીધું
        તો તેમાં મેરેજ કરવાની કઈ જ જરૂર નથી,મ્યુજિક ચાલુ કરો અને નાચવા લાગો.મેં તેને જવાબ આપતા કહ્યું
        ભાઈ તમે ભાભી શોધી લીધા છે કે બાકી??તાન્યા એ મને પૂછ્યું
        ભાભી કઈ રસ્તામાં મળે છે?મેં તેને કીધું
        પૂછ્યું એટલો જ જવાબ આપવાનો.તેણે મને કીધું
        ના નથી મળ્યા હજુ.મેં તેને જવાબ આપ્યો
        તો પછી આ તમારા ફોન અને લેપટોપ ના ડેસ્કટોપ પર કોનો ફોટો છે??તાન્યા એ મને પૂછ્યું
        જેવું આ સાંભળ્યું એટલે મારા મન માં સવાલો ઉપર સવાલો આવવા લાગ્યા અને હું વિચારવા લાગ્યો કે હવે મારે શું જવાબ આપવો??અને મને એમ થયું કે મેં ડેસ્કટોપ ના વોલપેપર બદલ્યા વગર શા માટે લેપટોપ આપી દીધું.હજુ હું મન માં જ વિચાર કરતો હતો એટલામાં તો તેણે ફરી વાર પૂછ્યું,
        બોલો બોલો કોણ છે આ??કેમ બોલતી બંધ થઇ ગઈ??કંઇક તો બોલો એય મોટાભાઈ??કઈ બોલો છો કે પછી મમ્મી ને જઈને વાત કરું??
        To be continue…
       
શું લાગે છે મિત્રો તમને??શું પ્રેમ તેની બહેન તાન્યા ને તેના અને આરોહી વચ્ચે ના સંબંધ વિષે વાત કરશે??તાન્યા તેની મમ્મી ને પ્રેમ વિષે કઈ વાત કરશે??શું પ્રેમ અને આરોહી ની મુલાકાત થશે કે બંને વચ્ચે કોઈ વિઘ્ન આવશે??જો બંને ની મુલાકાત થશે તો કેવી રહેશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : તમને શું લાગે છે,પ્રેમ ને તાન્યા ને વાત કરવી જોઈએ કે નહી??
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C15 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

        પ્રેમ અને તેના મિત્રો બધા જ સાથે કોફી પીવા માટે જાય છે ત્યારબાદ તેઓ બધા છુટા પડે છે.ઘરે જઈને પ્રેમ અને આરોહી વચ્ચે વાતચીત થાય છે જેમાં પ્રેમ આરોહી ને દિવ્યા વિશે વાત કરે છે અને તેનો કોન્ટેક્ટ નંબર આપે છે ત્યારબાદ આરોહી પ્રેમ ને કહે છે કે હું દિવ્યા સાથે વાત કરીશ..

હવે આગળ,
***
        ઓકે,જેવી તારી ઈચ્છા.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
                કેમ??તારી ઈચ્છા નથી કે હું તેની સાથે વાત કરું.આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,મેં ક્યારે એવું કહ્યું?મેં આરોહી ને રીપ્લાય આપ્યો
                ઓકે,હું વાત કરી લઈશ તેની સાથે અને જે કઈ પણ હશે એ તને વાત કરીશ.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,ડીયર.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પ્રેમ.આરોહી નો મેસેજ આવ્યો
        હાં,આગળ તો કઈ બોલ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        યાર,એક વાત કહું??આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે ગાંડી,એ પણ કઈ પૂછવાની વાત છે.એક શું કામ જેટલી પૂછવી હોય એટલી પૂછ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ના,મારે એક જ પૂછવી છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        હાં,એક જ પૂછજે.ખુશ હવે??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પ્રેમ તું મને મળવા માંગતો હતો ને??આરોહી એ મને પૂછ્યું
        હાં તો હું તને મળવા માંગતો જ હતો ને,પરંતુ તે…મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        તો હવે નથી મળવા માંગતો??આરોહી નો રીપ્લાય આવ્યો
        કોણે કીધું એવું??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ના,મને એવું લાગ્યું કે હવે તમને મને મળવાની ઈચ્છા નથી રહી.આરોહી નો રીપ્લાય આવ્યો
        હવે એવું ના લગાડો હું હમેંશા જ મારી આરોહી ને મળવા માટે તૈયાર જ છુ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        તો,પ્રેમ હું કહું તો મારે તને મળવું છે,તો આ પોસીબલ છે??આરોહી નો રીપ્લાય આવ્યો
        ના,હમણાં તો મારા પાસે જરાય સમય નથી.મેં આરોહી ને રીપ્લાય આવ્યો

        ઓકે,જાવ હું હવે તારી સાથે ક્યારેય વાત નહિ કરું,અને પેલી દિવ્યા ને પણ કહીશ કે હવે મારી અને પ્રેમ ની વચ્ચે કઈ જ નથી તો તારે જે કરવું હોય તે કર.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,જેવી તારી ઈચ્છા,અને એમ પણ દિવ્યા તો મને પસંદ કરે જ છે એટલે મને  કંઇજ પ્રોબ્લેમ નથી.મેં આરોહી ને રીપ્લાય કરો
        જાન લે લુંગી તુમ્હારી.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓહ,આટલો બધો ગુસ્સો સારો નહી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        આ ગુસ્સો નથી તારા માટે નો પ્રેમ છે અને જે હું કોઈ બીજા ની સાથે શેર કરવા નથી માંગતી.ખબર પડી??આરોહી નો રીપ્લાય આવ્યો
        હાં,મને ખબર પડી ગઈ,હવે બીજું કઈ??મેં આરોહી ને રીપ્લાય કર્યો
        હવે તું મને જણાવ કે તે મને મળવા માટે શા માટે ના પાડી??આરોહી નો રીપ્લાય આવ્યો
        મેં ક્યારે ના પાડી??જાનું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        હમણાં જ મેં તને પૂછ્યું ત્યારે.આરોહી નો રીપ્લાય આવ્યો
        મેં ના જ નથી પાડી અને તે જયારે પૂછ્યું તો સાથે સાથે મેં પણ તને કીધું હતું કે તને મળવા માટે તો હું ગમે ત્યારે આવી શકું તેમ છતા તે પૂછ્યું એટલે મેં તને ચીડવવા માટે ના પાડેલી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        મને ચીડવવા માં તને કંઇક વધારેજ મઝા આવી રહી છે ને,કેમ??આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,હું તને ચીડવતો ન હતો આ તો મારો પ્રેમ છે તારા માટે.હહાહાહાહાહ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓહ,મારો જ સંવાદ મને જ ચીપકાવે છો.ગુડ કોપી-પેસ્ટર.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓય્ય,કોપી-પેસ્ટર નહિ કહેવાનું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓક્કે,નહિ કહું બસ.આરોહી નો રીપ્લાય આવ્યો
        પરંતુ,હું મારો પ્રેમ કોપી કરીને તારા માં પેસ્ટ કરું છુ એ તને ખબર છે.મેં આરોહી ને કીધું
        એટલેજ મેં તને કોપી-પેસ્ટર કીધું.હહાહાહાહાહાહ.આરોહી નો રીપ્લાય આવ્યો
        Oohh Wow!! That’s grate.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓકે,ચલ એ બધું છોડ હવે આપણે લોકો ક્યારે મળીયે છીએ એ બોલ??આરોહી નો રીપ્લાય આવ્યો
        તું સીરીયસ છે?કે પછી મઝાક કરે છે??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        અરે,મારા પર થોડો તો વિશ્વાસ રાખ.આરોહી નો રીપ્લાય આવ્યો
        તારા પર તો મને મારા થી પણ વધારે ભરોસો છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓક્કે,હવે તો મને કહે કે આપણે ક્યારે મળવું છે??આરોહી નો રીપ્લાય આવ્યો
        તું જયારે ફ્રી હોય ત્યારે મળીયે.મેં આરોહી ને રીપ્લાય અપ્યો
        અને તું કામ બગાડીને આવવાનો એમ??આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે એમ નહિ.મેં આરોહી ને મેસેજ કર્યો
        તો??આરોહી એ મને ફરી પૂછ્યું
        મતલબ કે તું અને હું બંને જયારે ફ્રી હોઈએ ત્યારે મળીશું એમ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓકે,તો બરાબર.આરોહી નો રીપ્લાય આવ્યો
        એક કામ કરીએ આપણે લોકો આવતા રવિવારે મળીયે,કારણ કે તે દિવસે બંને ને ઓફીસ માં પણ રજા જ હશે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો..
        હમમમ,તારી વાત સાચી છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        હજુ હું તેને રીપ્લાય કરું એટલામાં તો ફરીવાર તેનો બીજો મેસેજ આવ્યો,
        પ્રેમ,આપણે લોકો એ મળવાનું તો નક્કી કરી લીધું છે પરંતુ આપણે બંને મળીશું ક્યાં??આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,પાગલ હું અમદાવાદ આવી જઈશ ને.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        ના,હું જ સુરત આવી જઈશ.આરોહી  નો રીપ્લાય આવ્યો
        ના,તારે ક્યાય જ નથી આવવાનું તું ત્યાજ રહેજે અને હું અમદાવાદ આવી જઈશ ઓકે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        કેમ??આરોહી નો મેસેજ આવ્યો..
        બસ,એમ જ.મેં કીધું એટલે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ના,કોઈ એક કારણ તો કહેવું જ પડે.આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,મેં ક્યારેય અમદાવાદ નથી જોયું એટલે અને હવેં જોવાનો ચાન્સ મળે છે એ પણ તારા જેવિ એંજલ સાથે તો હું થોડો આ ચાન્સ છોડું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        હાં,તો મેં પણ સુરત નથી જોયું અને મને પણ સુરત ફરવાનો મોકો મળશે મારા પ્રેમ સાથે તો હું પણ શા માટે જતો કરું??આરોહી નો રીપ્લાય આવ્યો.
        ના અમદાવદ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ના,સુરત.આરોહી નો રીપ્લાય આવ્યો
        ના,અમદાવાદ.
        ના.સુરત.
        ના.અમદાવાદ.
        ના.સુરત.
        અમદાવાદ.
        સુરત.
        અમદાવાદ.
        સુરત.
        અમદાવાદ.
        સુરત.
        અમદાવાદ.
        સુરત.
        અમદાવાદ.
        સુરત.
        આરોહી,કીધું ને અમદાવાદ એટલે અમદાવાદ.મેં આરોહી ને રીપ્લાય આવ્યો
        પ્રેમ,કીધું  ને સુરત એટલે સુરત.આરોહી નો રીપ્લાય આવ્યો
        અમે બંને હજુ એકાદ મિનીટ આવી રીતે જ વાત કરતા હતા એટલે માં મને એક વિચાર આવ્યો અને મેં આરોહીને મોકલ્યો,
        આરોહી વડોદરા.
        વડોદરા.જેવો મેં મેસેજ સેન્ડ કર્યો એટલા માં તો આરોહી નો પણ મેસેજ આવ્યો,
        પ્રેમ,વડોદરા.
        યાર,તને પણ મારી સાથે જ આ વિચાર આવ્યો???શું વાત છે,મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        આખિર,દો જિસ્મ એક જાન હૈ,તો પછી સાથે જ વિચાર આવે ને.આરોહી નો રીપ્લાય આવ્યો
        હમમમ,તો આપણી પહેલી ઓફિશ્યલ મુલાકાત “વડોદરા જંકશન” પર થશે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        હમમમ.અને આપણા માટે વડોદરા જંકશન બનશે આપણું ”લવ જંકશન”.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,તો આવતા રવિવારે આપણે વડોદરા જંકશન પર મળીશું.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        અને હાં આરોહી તે જે ફોટો મને મોકલ્યો હતો અને તેમાં જે ડ્રેસ પહેરેલો છે એજ પહેરજે.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        ઓહ,કેમ?આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,બસ તે ફોટા માં તને જોયા પછી તો મેં બીજું કઈ પણ જોયું જ નથી.શું કહું તેના વિશે એ જ મને ખબર નથી પડતી,મારા લેપટોપ અને ફોન પર પણ તે ફોટા ને વોલપેપર તરીકે સેટ કરી દીધો છે,અને બસ તેનેજ જોયા કરું છુ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        મને એવું લાગે છે કે મેં એ ફોટો મોકલીને ખોટું કર્યું હોય,અરે યાર કંઇક લીમીટ માં તેના પર લાઈન મારવાની હોય આવી રીતે થશે ને તો ફોટો ઝાંખો પડી જશે.આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે,હું તો નૈતિક ને મળીને તેનો આભાર માનવા માંગું છુ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        પરંતુ શા માટે??આરોહી નો રીપ્લાય આવ્યો
        મારી આરોહી ને મારા માટે છોડીને ગયો એના માટે.મેં આરોહી નેકીધું
        બસ,થોડું વધારે જ ફિલ્મી થઇ ગયું અને હવે પ્લીજ આપણા બંને ની વચ્ચે આ નૈતિક ને ના લાવતો કારણ વગર નો મારો મુડ બગડી જાય છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓક્કે,સોરી બાબા.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        બાય.આરોહી નો રીપ્લાય આવ્યો
        કેમ અચાનક બાય??મેં આરોહી ને મેસેજ કર્યો
        આપણા વચ્ચે શું નક્કી થયું છે??કે સોરી અને થેંક્યું નહિ કહેવાનું તો શા માટે મને સોરી કહે છે?આરોહી નો રીપ્લાય આવ્યો
        સોરી અને થેંક્યું કહેવાથી જો પ્રેમ વધતો હોય તો કહેવાનું એવું પણ નક્કી થયું છે એ યાદ છે મેમ??મેં આરોહી ને મેસેજ કર્યો
        હમમમ મને યાદ છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        ચાલો હવે સુઈ જાઓ કાલે ઓફીસ પાર જવાનું છે ને ??મેં આરોહી ને મેસેજ કર્યો
        કેમ આટલી જ વાર માં મારા સાથે વાત કરીને થાકી ગયા??આરોહી નો રીપ્લાય આવ્યો
        ના.મેં રીપ્લાય આપ્યો
`       તો પછી કેમ જલ્દી સુવું છે?આરોહી નો રીપ્લાય આવ્યો
        પેલા તો કહેતા ને કે હું તારી સાથે આખી રાત વાત કરીશ.તરત જ આરોહી નો ફરી મેસેજ આવ્યો
        હાં,તો હજુ હું કહું છુ કે હું તારી સાથે આખી રાત વાત કરી શકુ,પરંતુ કાલે ઓફીસ પર જવાનું છે એટલે અને હું નથી ઈચ્છતો કે તારી તબિયત અને મારી તબિયત પણ ખરાબ થાય અને જો બેમાંથી એક પણ ની તબિયત ખરાબ થાય અને તું પછી એમ કહે કે હવે હમણાં આપણે નહિ મળી શકીએ તો.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        યાર,પ્રેમ બહુ જ દુર સુધી નો વિચાર કરે ને તું તો.આરોહી નોમેસેજ આવ્યો
        હાં તો કરવો જ પડે ને.મેં આરોહી ને મેસેજ કર્યો
        ઓકે,સારું તો હું હવે સુઈ જાવ છુ અને તમે પણ સુઈ જાવ.આરોહી નો મેસેજ આવ્યો
        હમમ,ગુડ નાઈટ,સ્વિટ ડ્રીમ્સ એન્ડ ટેક કેર.મેં આરોહી ને મેસેજ કર્યો
        ગુડ નાઈટ,એન્ડ હેવ અ સ્વિટ ડ્રીમ્સ પ્રેમ,અને હાં કાલે સમય પર ફેસબુક પર હાજર થઇ જવા નમ્ર વિનંતી.આરોહી નો રીપ્લાય આવ્યો
        અરે એ પણ કહેવાની વાત થોડી છે,કાલે તારા પેલા હાજર થઇ જઈશ.મેં આરોહી ને મેસેજ કર્યો
        ઓહ એવું??આરોહી નો મેસેજ આવ્યો
        હાં તો.મેં આરોહી ને મેસેજ કર્યો
        ઓકે,ગુડ નાઈટ.આરોહી નો મેસેજ આવ્યો
        આરોહી ને ગુડ નાઈટ નો મેસેજ કર્યો અને હું મારું ડેટા કનેક્શન બંધ જ કરવા જતો હતો ત્યાં જ ફરી પેલી દિવ્યા નો મેસેજ આવ્યો,પરંતુ મેં તેને કોઈ જ રીપ્લાય આપ્યો નહી અને ડેટા કનેક્શન બંધ કરીને નહાવા માટે બાથરૂમ માં ચાલ્યો ગયો.
        ફ્રેશ થઈને આવીને હું પથારી માં પડ્યો અને આરોહી ની સાથે થયેલી વાતો ને યાદ કરવા લાગ્યો,અને અમે ફાયનલી મળવાનું નક્કી કર્યું એ વાત જયારે યાદ આવી ત્યારે તો બસ મારા તન અને મન ને જે સુકુન મળ્યું છે જેની તો વાત જ શું કરું.
        આ વાત ની સાથે જ મને આરોહી નો સાથે થયેલી મારી પહેલી મુલાકાત યાદ આવી ગઈ અને તેમાં તેના ડ્રેસ થી લઈને તેની સાથે જે વાત કરી હતી તે બધું જ મારા મગજ માં એક ફિલ્મ ની જેમ આવવા લાગ્યું અને હું વિચારવા લાગ્યો કે આ એજ આરોહી છે કે જેને સ્ટાર તરફ થી એવોર્ડ મળ્યો છે?? આ એજ આરોહી છે કે જેને મેં પાર્ટી માં જોઈ હતી અને બસ ત્યાર થી જ હું તેને મેળવવા ના સપના જોતો હતો.
        આ વાત એકદમ જ સાચી છે કે આ એજ આરોહી છે કે જેને હું મારી જીવનસંગની તરીકે મેળવવા માંગતો હતો,પરંતુ મને આ વાત કોઈ સપના જેવી લગતી હતી અને લાગે કેમ નહિ??અરે તમે જ વિચારો કે તમે જો કેટરીના કેફ ના ફેન છો અને એ તમને સામે થી જ તમારા જીવન માં તમારી જીવનસંગની બની જાય તો તમને લોકો ને કેવી ફીલિંગ્સ થાય બસ એવું જ મને ફિલ થઇ રહ્યું છે.
        પરંતુ એક વાત એકદમ જ સાચી છે કે છોકરી કોઈ પણ હોય એ ચાહે કોઈ એક્ટ્રેસ હોય,ચાહે કોઈ કંપની ની માલિક હોય,કે ચાહે તેના માં ગમે એટલો એટ્ટીટ્યુડ હોય એ બધું જ વ્યર્થ હોય છે જયારે એ તેના પ્રેમી ની બાહો માં હોય છે ત્યારે.એવું જ મારી જોડે છે મને આરોહી મારી સાથે છે,મારી સામે એકદમ સહજ બનીને રહે છે મારી સાથે એકદમ જ ખુલ્લા મને વાત કરે છે આ બધું મને માનવામાં જ નથી આવતું.
        આ બધું વિચારું છુ તેમાં એક બીજો વિચાર પણ આવ્યો કે આરોહી એ મને જ શા માટે પસંદ કર્યો??એવું તો તેણે મારા માં શું જોયું??પરંતુ છોડો હવે તો એ મારી સાથે છે તો મારે આ બધું વિચાર કરવાની જરૂર નથી.એક વાત કહું કોઈને કહેતા નહી ઓકે,કે જો તમે કોઈ છોકરી ના ચેહરા પર સ્માઈલ લાવી શકતા હોવ તો એ હમેંશા તમારી સાથે જ રહેશે.આ રૂલ્સ ને ફોલો કરો પછી જુવો તમારી જિંદગી..
***
        બીજે દિવસે સવારે ઉઠીને પહેલાજ મેં આરોહી ને “Good Morning and Have a Strong day” એવો મેસેજ કરી દીધો અને તૈયાર થઈને ઓફીસ પર પહોંચી ગયો.અને બધા ને જ ગુડ મોર્નિંગ ની વિશ કરીને મારી ડેસ્ક પર જઈને બેસી ને કામ પર લાગી ગયો.
        પરંતુ આજે જેવો કામ પર બેઠો ત્યારનો હું લંચ સમય ની જ રાહ જોઈ રહ્યો હતો કારણ કે મને આજે પ્રિયાને અને ખુશી ને મળવાની ઉતાવળ હતી.કારણ કે મારે તે બંને ની હેલ્પ ની જરૂર હતી.કામ કરતા કરતા અને આ વાત ને વિચારતા વિચારતા ફાયનલી લંચ નો સમય થઇ ગયો અને હું આજે બધા ની જ પહેલા ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો.
        પાંચ જ મિનીટ પછી અજય ને એ બધા પણ આવી ગયા અને જેવા એ ટેબલ પર ગોઠવાયા એટલે મેં કીધું ફટાફટ જમી લેજો કોઈ પણ પ્રકાર ની વાતચીત વગર.જેવું મેં બોલવાનું પૂરું કર્યું ત્યાતો કેયુર બોલ્યો,
        કેમ શું છે?ક્યાં જવું છે તારે??
        મારે ક્યાય જવું નથી બસ દરરોજ કેટલો બધો સમય બગડો છો તમે લોકો વાતો કરીને એ ખબર છે તમને??હું બોલ્યો
        પ્રેમ શું થયું હવે??કોઈ ફરીવાર તને હેરાન કરવા લાગ્યું??ખુશી બોલી
        ના,કંઇજ નથી થયું.મેં કીધું
        તો??પ્રિયા બોલી
        અરે મારે તમારી હેલ્પ ની જરૂર છે.મેં કીધું
        હાં તો બોલ??અજય બોલ્યો
        આખી વાત હું જમ્યા પછી જ કરવાનો છુ એટલે શાંતિ થી જમીલ્યો પછી બોલું.મેં કીધું
        ઓકે,પરંતુ જે હોય એ કહેજે.ખુશી બોલી
        યાર,પ્રેમ તને શું થયું છે??કેમ આજકાલ તારી પાસે દરરોજ જ એક નવો પ્રોબ્લેમ હોય છે??કેયુર બોલ્યો
        હાં,કેયુર સાચે જ આ પેલા C.I.D. વાળા જેવો થઇ ગયો છે દરરોજ જ નવો કેસ લઈને આવે અને તેમ છતાં પણ પુરા થતા જ નથી.અજય બોલ્યો
        બસ કરો યાર અને મને એવું લાગે છે કે તમે બંને પણ પહેલા કરતા વધારે જ બોલવા લાગ્યા છો.કેયુર તો બોલતો પરંતુ,અજય મેં તો તને ક્યારેય કામ વગર નું બોલતા જ નથી જોયો,તો પછી આ અચાનક જ કેમ આટલું બધું બોલવા લાગ્યો??મેં તે બંને તરફ જોઇને કીધું
        તને જોઈ જોઈને શીખી ગયો છુ,પ્રેમ.અજય બોલ્યો
        ઓકે,એ બધું છોડો ચાલો હવે જમવાનું પૂરું થઇ ગયું છે તો ફટાફટ હાથ ધોઈ અને પાણી પીઇને બેસીએ અને હું જે વાત કરું તેમાંથી મને બહાર નીકળવાનો રસ્તો બતાવો.મેં કીધું
        ભાઈ પ્રેમ શું વાત છે??કેમ આટલો બધો સીરીયસ થઈને વાત કરે છે??અજયે પૂછ્યું
        To be Continue..

શું લાગે છે મિત્રો તમને??શું પ્રેમ ખરેખર કોઈ મુસીબત માં હશે??શું પ્રેમ અને આરોહી ની મુલાકાત થશે કે બંને વચ્ચે કોઈ વિઘ્ન આવશે??જો બંને ની મુલાકાત થશે તો કેવી રહેશે???તે બંને ની મુલાકાત નું મને ખબર નથી પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
 

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : તમને શું લાગે છે,ખરેખર પ્રેમ કેવી મુસીબત માં હશે??
       
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C14 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

        પ્રેમ ઓફીસ પર જાય છે પરંતુ જેવો ત્યાં પહોંચે છે કે તરત જ દિવ્યા નો મેસેજ આવે છે ત્યારબાદ ફરી વાર લંચ ના સમય માં તેનો  મેસેજ આવે છે,આ બધા થી કંટાળીને પ્રેમ તેના જ મિત્રો ને આ ના વિષે પૂછે છે અને ત્યારબાદ આરોહી ની વાત કરે છે અને તેના બીજી રીતે કરવાની વાત કરે છે..

હવે આગળ,
***
        તને તો ખબર જ હશે ને કે પ્રેમ હું હમેંશા તારી સાથે જ હોવ છુ.પ્રિયા બોલી
        હમમ,મને પણ ખબર જ છે કે તને પણ મારી જેમ કંઇક હટકે અને જુદું કરવામાં મજા આવે છે પરંતુ..એટલું કહીને હું અટકી ગયો એટલે પ્રિયા બોલી,
        પરંતુ શું??પ્રિયા બોલી
        પરંતુ અજય ને કેયુર ને મનાવવા પડશે.મેં પ્રિયા ને કીધું
        એ જવાબદારી મારી ઓકે.ચાલ હવે કામ પર લાગી જા એટલું કહીને પ્રિયા તેના ડેસ્ક પર જઈને બેસી ગઈ અને પોતાના કામ માં લાગી ગઈ અને ત્યારબાદ હું પણ મારા ડેસ્ક પર જઈને બેસી ગયો અને મારા કામ માં પરોવાઈ ગયો.
                જેવા સાંજ ના ૬:૦૦ વાગ્યા એટલે અમારી ઓફીસ પર થી રજા પડી અને અમે બધા દરરોજ ની જેમ બહાર આવ્યા.બહાર આવતા હતા એટલે કેયુર બોલ્યો,
        પ્રેમ,આજ ની કોફી તારા તરફ થી છે એ તો યાદ છે ને તને??
        યાર,તું તો આ કોફી ની પાછળ પડી ગયો.ચાલ જલ્દી તને તારી કોફી આપું.મેં કેયુર ને કીધું
        હાં તો જલ્દી તો હોઈજ ને કેમ કે આજ ની કોફી તારા તરફ થી છે.કેયુર બોલ્યો
        વાત કરતા કરતા અમે લોકો ક્યારે કોફી શોપ પર પહોંચી ગયા એ અમને લોકો ને ખબર જ ના પડી અને દરરોજ ની જેમ અમે બધા એ કોફી પીધી અને બપોર ની શરત મુજબ બીલ મારે ચૂકવવાનું હતું એટલે હું બીલ આપવા ગયો તો શોપ વાળા એ કીધું બીલ તો કેયુર એ આપી દીધું છે અને આ સાંભળીને હું ફરી મારા ટેબલ પર આવી ને બેસીને બોલ્યો,
        કેમ કેયુરયા તે બીલ આપ્યું??
        અરે આજે તેનો જ વારો હતો એટલે.અજય બોલ્યો
        ઓહ એવું??તો પછી અત્યાર સુધી મને કેમ હેરાન કરતા હતા??મેં તે બધા ને પૂછ્યું
        અમે તો બધા મજાક કરતા હતા.ખુશી બોલી
        યાર,આ થઇ શું રહ્યું છે મારી સાથે???હું બોલ્યો
        કેમ??હવે શું થયું પાછુ??પ્રિયા બોલી
        આજકાલ બધાજ મારી જોડે કેમ મજાક કર્યા કરે છે?? પેલી દિવ્યા એક બાજુ  મારી સાથે મજાક કર્યા કરે છે અને આ અજય અને કેયુર કે જેને મજાક નો સ્પેલીંગ પણ આવડતો ન હતો અને આજે વાત વાત માં મજાક કરે છે.થયું છે શું તમને બંને ને??મેં કેયુર અને અજય તરફ જોઇને પૂછ્યું
        ચેપ લાગ્યો છે તારો પ્રેમ.પ્રિયા બોલી
        યાદ કરો તમે પણ ખુબજ ધમાલ મસ્તી કરી છે,પરંતુ હમણાં થી તારી જોડે મજાક થયા કરે છે.ખુશી બોલી
        પેલી લેડી સ્ટારે પણ તારી જોડે મજાક નથી કરીને??કેયુર બોલ્યો
        એટલે??મેં કેયુર ને પૂછ્યું
        એટલે એમ કે સાચેજ જ એ તને પસંદ કરે છે કે પછી એમજ મજાક માં તને પ્રપોજ કરેલું??અજય બોલ્યો
        યાર,આરોહી ની બાબત માં મજાક નહી.હું બોલ્યો
        ઓહહહહહહહ!!!!એવું??ખુશી બોલી
        કોફી પીવાઈ ગઈ ને??તો ચાલો હવે.મેં ઉભા થતા થતા કહ્યું
        બેસ ને હમણાં જઈએ થોડી વાર માં.અજય બોલ્યો

        પ્રેમ,તું પાર્ટી ક્યારે આપે છો??કેયુર બોલ્યો
શાની પાર્ટી???ભાઈ.મેં કેયુર ને પૂછ્યું
અરે,ભાઈ અમને આરોહી જેવી ભાભી આપવા માટે.ખુશી બોલી
એમાં શેની પાર્ટી??મેં પૂછ્યું
ના,ભાઈ અમને તો પાર્ટી જોઈએ જ.કેયુર બોલ્યો
તો તો પછી તમારે લોકો એ પણ મને પાર્ટી આપવી પડશે.હું બોલ્યો
કેમ અમે શા માટે આપીએ??કેયુર બોલ્યો
અબે,લંગુર તને અને આ ખજુર ને અંગુર મળી ગઈ ને એટલે.મેં અજય અને કેયુર ને કીધું
        ઓકે,તો એક કામ કરીએ આપણે બધા સાથે મળીને પાર્ટી કરીશું.અજય બોલ્યો
        એ બધું પછી વિચારીશું અને હવે આપણે લોકોએ ઘરે જવું જોઈએ એવું નથી લાગતું.ખુશી બોલિ
        અમે બધા એ ખુશી ની સાથે સહમત થયા  અને કાલે મળીશું એવું કહીને છુટ્ટા પડ્યા.
***
        સાંજે ઘરે પહોંચીને પહેલા ફ્રેશ થઈને દીવાબત્તી કર્યા અને ત્યારબાદ થોડો સમય ટીવી જોઈ ત્યારબાદ સાંજ નું ભોજન પૂરું કરીને નીકળી પડ્યો મારી દરરોજ ની જગ્યા પર એટલેકે તાપીકિનારે.ત્યાં બેઠા બેઠા મેં મારા ફોન માં ઈન્ટરનેટ ચાલુ કર્યું અને હજુ ચાલુ કરી જ રહ્યો ત્યાજ પેલી દિવ્યા ના બે મેસેજ આવેલા બતાવતા હતા પરંતુ મેં તેના માં કઈ ધ્યાન ન આપ્યું અને બીજા આવેલા મેસેજ વાંચ્યા.તે બધા જ મેસેજ વાંચીને જેવો હું વોટસેપ બંધ કરવા માટે જતો હતો એટલામાં તો ફરી વાર દિવ્યા નો મેસેજ આવ્યો,
        શું થયું છે જાનું??કેમ મને રીપ્લાય નથી આપતા.
        આ મેસેજ વાંચીને મારે તેને શું જવાબ આપવો તે મને ખબર પડતીજ ન હતી અને કેટકેટલી વાર તેને મેસેજ ન કરવા માટે કીધું તેમ છતા પણ તે મેસેજ કરવાનું બંધ નથી કરતી હજુ હું વિચાર કરતો જ હતો એટલામાં તો મારા ફોન માં આરોહી નો મેસેજ આવ્યો એવું નોટીફીકેશન આવ્યું.એટલે મેં તે મેસેજ ઓપન કર્યો અને વાંચ્યો,
        હાય,પ્રેમ.આરોહી નો મેસેજ આવ્યો      
        હાય,ડીયર.મેં પણ સામે રીપ્લાય કર્યો ત્યાતો ફરીવાર પેલી દિવ્યા નો મેસેજ આવ્યો એટલે મેં મનોમન નક્કી કરી લીધું કે હવે તો આનું કંઇક કરવું જ પડશે નહીતર આ મારી અને આરોહી ની વચ્ચે ની વાતચીત માં વચ્ચે વચ્ચે મેસેજ કરીને હેરાન કર્યા જ કરશે.આવું વિચારીને મેં તેના નંબર ને વોટસેપ ના બ્લોક લીસ્ટ માં નાખી દીધો.અને મન માં જ બોલ્યો હવે કર મેસેજ.
        શું કરો છો??આ બાજુ ફરી આરોહી નો મેસેજ આવ્યો
        બસ,ચાલવા માટે નીકળેલો છુ.મેં આરોહી ને રીપ્લાય કાર્યો
        ઓહ્હો..સારી વાત કહેવાય.આરોહી નો મેસેજ આવ્યો
        હમમ.પરંતુ આજે તું કેમ ઓનલાઈન??મેં આરોહી ને મેસેજ કર્યો
        કેમ???હું ફેસબુક ના વાપરી શકું??આરોહી નો મેસેજ આવ્યો
        ના,એવું નથી પરંતુ તારા નિયમ મુજબ તું તો માત્ર ને માત્ર શનિવારે જ ફેસબુક વાપરે છો અને આજે તો સોમવાર છે એટલે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        હવે નિયમ બદલી નાખ્યો.આરોહી નો રીપ્લાય આવ્યો
        કેમ??મેં સામે સવાલ પૂછ્યો
        જાનું,તેરે લિયે.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓહ,બટર લગાવે છો.કેમ??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ના,ખરેખર હું આજે તારા માટે જ ઓનલાઈન થઇ છુ.હું સવાર ની પ્રયત્નો કરું છુ તારી સાથે વાત કરવાની પરંતુ આખો દિવસ માં ક્યારેય મને સમય જ ના મળ્યો એટલે અત્યારે વાત કરું છુ.આરોહી નો મેસેજ આવ્યો
        સારું કહેવાય,તમને સાંજે તો સમય મળ્યો.મેં આરોહી ને કીધું
        હમમમ.અને હાં હવે હું દરરોજ જ સાંજે આ સમયે વાત કરવા માટે આવી જઈશ,તો તમારા જે કઈ પણ સીરીયલ જોવાના કે બીજા કોઈ પ્લાન હોય તે બધા ને બાજુ પર મૂકી દેવા.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓહ હેલ્લો,હું સીરીયલ જોતો જ નથી.એ બધા કામ છોકરીઓ ના હોય છે.મેં આરોહી ને કીધું
        પરંતુ હું જુદાજ પ્રકાર ની છોકરી છુ,મને આ સીરીયલ માં ને એવામાં કોઈ જ રસ નથી.આરોહી નો રીપ્લાય આવ્યો
        તો,પછી કઈ બાબત માં રસછે??મેં આરોહી ને પૂછ્યું
        મને તો તારી સાથે વાત કરવામાં જ રસ છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        સાચે??મેં આરોહી ને પૂછ્યું
        હમમમ.આરોહી એ ટૂંક માં જ જવાબ આપ્યો
        પ્રોફાઈલ પીક્સ ખુબજ સારું છે ને તારું તો?શું વાત છે??આરોહી નો ફરી મેસેજ આવ્યો
        પરંતુ હમણાં થોડું ફિક્કું પડી ગયું હોય એવું લાગે છે.મેં અઆરોહી ને રીપ્લાય આપ્યો
        કેમ?તરત જ તેનો રીપ્લાય આવ્યો
        અરે,તે તેને જોઈ જોઈ ને ફિક્કું પડી દીધું છે.જો પેલા જમણી બાજુ થોડું ઝાંખું થઇ ગયું છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        એ વાત તો સાચી છે તારી કારણ કે હું દિવસ માં કેટલી વાર તારો તે ફોટો જોવ છુ એ મને જ નથી ખબર.આરોહી નો રીપ્લાય આવ્યો
        પરંતુ અહિયાં હું એકદમ જ કોરો છુ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        કેમ??આરોહી એ મને પૂછ્યું
        તારો તો તે એક પણ પીક્સ ફેસબુક પર રાખ્યો નથી,અને મને જયારે પણ તારી યાદ આવે ત્યારે તારો ચેહરો પણ માંડ માંડ યાદ આવે છે.હવે તો એ પણ ભૂલી જવાશે એવું લાગે છે મને.મેં અઆરોહી ને મેસેજ કર્યો
        તો હું શું કરું??આરોહી નો રીપ્લાય આવ્યો
        એક કામ કર મને તારો એક સારો ફોટો મોકલ જેને જોઇને બસ હું આજુબાજુ નું બધું જ ભૂલી જાવ.મેં આરોહી ને મેસેજ કર્યો
        ના.હું શા માટે મોકલું?આરોહી નો મેસેજ આવ્યો
        કેમ??મેં મેસેજ કર્યો
        અરે.તે ફોટો જોઇને તમે મને જ ભૂલી ગયા તો મારું શું થશે??આરોહી નો મેસેજ આવ્યો
        અરે,પાગલ તુમ કોઈ ભૂલને વાલી ચીઝ નહિ હો.મેં આરોહી ને રીપ્લાય આવ્યો
        ઓહ,રીયલી??આરોહી નો મેસેજ આવ્યો
        હમમમ.મેં ટૂંક માં જવાબ આપ્યો
        ઓકે,હું તને મારા બધા જ સારા ફોટા મેઈલ કરી આપીશ.ખુશ??આરોહી નો મેસેજ આવ્યો
        બહુત હી જ્યાદા ખુશ.મેં તેને મેસેજ કર્યો એટલામાં તો મારા ફોન માં ટેક્સ્ટ મેસેજ આવ્યો અને તે ફરી પેલી દિવ્યા નો હતો જેમાં લખ્યું હતું કે,
        તને શું લાગે છે?તું મને વોટસેપ પર બ્લોક કરીશ તો હું તને મેસેજ નહિ કરી શકું??મેં પણ ટેક્સ્ટ મેસેજ ફ્રી કરાવેલા છે.
        હવે તમે જ મને કહો કે આ નું સોલ્યુશન શું હોઈ શકે??હું તો તે બલા થી થાકી ગયો છુ હવે.હજુ વિચારતો જ હતો એટલામાં તો આરોહી નો મેસેજ આવ્યો,
        આજે શું જમ્યો???આરોહી નો મેસેજ આવ્યો
        અરે,શું તું પણ આરોહી?આવા બધા સવાલ નહિ પૂછવાના.મેં આરોહી ને મેસેજ કર્યો
        પરંતુ,શા માટે??આરોહી નો રીપ્લાય આવ્યો
        આ બધા સવાલ તો કોમન ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ના હોય છે,અને તને પણ ખબર જ હશે કે આ સવાલ દરરોજ પૂછે પાછા,પેલું તને ખબર હોય તો દરરોજ સવાર માં કેમ gm અને રાત્રે gn ના મેસેજ કરતા હોય તેવી રીતે દરરોજ જ જમવાના અને પોતાની આસપાસ ના લોકો ના જગડા ઓ બસ આવું બધું જ પૂછ્યા કરે. મેં આરોહી ને રીપ્લાય કર્યો
        ઓહ,તો આપણી વચ્ચે કેવા સવાલ પૂછવાના??આરોહી એ મને પૂછ્યું
        આપણી વચ્ચે આપણી વાતો જ હોવી જોઈએ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        આજ નો દિવસ કેવો રહ્યો??આરોહી એ મને પૂછ્યું
        મતલબ??મેં આરોહી ને પૂછ્યું
        મતલબ કે આજ ના દિવસ માં તું કેટલો ખુશ હતો અને કેટલો ઉદાસ હતો.આરોહી એ મને કીધું
         હવે તેનો પણ થોડો કોઈ સ્કેલ્માપ છે,કે હું કઈ શકું કે આજે હું ૧૦ કિલોગ્રામ જેટલો ખુશ હતો અને ૨ ગ્રામ જેટલો દુખી.મેં આરોહી ને જવાબ આપ્યો
        ઓકે,આપણે એક કામ કરીએ અને એક સ્કેલ્માપ બનાવીએ કે જેનાથી આજ ના દિવસ માં તું કે હું  કેટલા ખુશ હતા અને કેટલા દુખી હતા એ જાણી શકીએ તેનો દરરોજ નો રીપોર્ટ આપણે એકબીજાને આપીશું.
        પછી રીપોર્ટ નું શું કરવાનું??મેં આરોહી ને પૂછ્યું
        તે રીપોર્ટ જોવાનો અને તેમાં જો કોઈ દુખી હોય તો તેને સાથે મળીને તે દુખ ને દુર કરવાનું અને રીપોર્ટ ને દુખ મુકત રાખવાનું કામ કરવાનું.આરોહી એ મને કીધું
        ઓકે,તો બોલો સ્કેલ્માપ કેવો વિચાર કર્યો છે તમે ??મેં આરોહી ને પૂછ્યું
        1 થી 10 વચ્ચે માંથી મને કહે કે આજ ના દિવસ માં કેટલો ખુશ હતો તું???આરોહી એ મને  પૂછ્યું
        આજ ના દિવસ માં હું ૬૦% જેટલો ખુશ હતો.મેં આરોહી ને જવાબ આપ્યો
        કેમ??બાકીના ૪૦% કેમ દુખી હતો??આરોહી એ મને પૂછ્યું
        અરે,બસ એમજ.મેં આરોહી ને જવાબ આપ્યો
        હમણાં આપણે બંને એ શું નક્કી કર્યું??આરોહી નો મેસેજ આવ્યો…
        શું??મેં તેને પૂછ્યું
        આપણા બંને માંથી જો કોઈ દુખી હોય તો એકબીજાને તે દુખ શેર કરવાનું અને એનું નિરાકરણ સાથે મળીને કરવાનું.આરોહી નો રીપ્લાય આવ્યો
        પરંતુ,શું મારે તારી સાથે આ વાત શેર કરવી જોઈએ કે નહી?એ મને ખબર નથી પડતી.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        કેમ?તને મારા પર વિશ્વાસ નથી??આરોહી એ મને કીધું
        અરે,એવું કઈ જ નથી.મેં આરોહ ને રીપ્લાય આપ્યો
        તો??આરોહી એ મને પૂછ્યું
        અરે,એ વાત એટલી બધી અગત્ય ની નથી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        તો પછી શા માટે દુખી થાય છે તે વાત ને લઈને?આરોહીએ મને પૂછ્યું
        વાત શું છે એ બોલ??આરોહી નો ફરી મેસેજ આવ્યો
        વાત એમ છે ને કે મને છેલ્લા ૩-૪ દિવસ થી એક અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યા કરે છે.મેં આરોહી ને કીધું
        કેવા મેસેજ??આરોહી એ મને પૂછ્યું
        અરે જે મને હેરાન પરેશાન કરી મુકે છે.મેં આરોહી ને મેસેજ કર્યો
        પરંતુ,મને કઈ ખુલીને વાત કર તો ખબર પડે ને.આરોહી નો મેસેજ આવ્યો
        આરોહી નો આ મેસેજ વાંચી ને મેં આજ સુધી દિવ્યા તરફ થી આવેલા બધા જ મેસેજ ના સ્ક્રીનશોટ લઈને આરોહી ને મોકલી દીધા.
        પ્રેમ,હું આ દિવ્યા ની સાથે કાલે જ વાત કરું છુ અને તેને આપણા બંને વિષે વાત કરું છુ.આરોહી નો મેસેજ આવ્યો.
To Be Continue..
       
શું લાગે છે મિત્રો તમને??શું આરોહી દિવ્યા ની સાથે વાત કરશે??જો તે બંને વચ્ચે વાત થશે તો પ્રેમ નું શું થશે??શું પ્રેમ અને દિવ્યા નું ખરેખર કોઈ ચક્કર હશે??અને જો બંને વચ્ચે ખરેખર કોઈ ચક્કર હશે તો પ્રેમ અને આરોહી ની આ કહાની આગળ વધશે??પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : શું આરોહી એ દિવ્યા સાથે વાત કરવી જોઈએ??
        (A)YES
                (B)NO
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C13 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0


Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી


આગળ જોયું,

                પ્રેમ પેલી અજાણી છોકરી ને ફોન કરે છે અને પેલી અજાણી છોકરી તેનો ફોન રીસીવ નથી કરતી અને ત્યારબાદ પ્રેમ તેને વોટસેપ પર ઓનલાઈન થવા માટે કહે છે અને ત્યારબાદ તે બંને વોટસેપ પર વાત કરે છે જેમાં પ્રેમ તેને અંત માં કહે છે કે હવે પછી મને ક્યારેય મેસેજ ના કરવો આટલું કહીને ઓફલાઈન થઇ જાય છે.

હવે આગળ,
***
        ટોઇલેટ માં બેઠા બેઠા વિચારતો જ હતો કે કાલે ઓફીસ પર જઈને પેલા તો બધા ના ફોન જ મારે ચેક કરવા પડશે.બધા મળીને જ મારી સાથે આવી રીતે રમત કરી રહ્યા હશે કારણ કે આગળ મેં પણ આવી રીતે તે બધા ને ખુબજ હેરાન કરેલા છે.પેલી કહેવત છે ને કે તમે જેવું કરો છે તેવું જ તમારી સાથે બે ગણું થાય છે.તેમાં પણ તમે જો સારા કામ કરો તો તમારી સાથે બે ગણું સારું થાય અને ખરાબ કામ કરો તો તમારી સાથે બે ગણું ખરાબ થાય.
        ટોઇલેટ માંથી બહાર આવ્યો એટલામાં તો ૪:૪૫ જેટલા વાગી ચુક્યા હતા,પરંતુ હવે શું કરવું તે કઈ ખબર પડતી ન હતી.થોડી વાર રહીને મેં મારું ફેસબુક ઓપન કર્યું અને જોયું કે આરોહી ઓનલાઈન છે કે નહી??અને જો હોય તો થોડી ઘણી વાતો કરીએ પરંતુ જોયું તો તે હજુ પણ ઓફલાઈન જ હતી એટલે મે ઘરની બાજુ માં આવેલા ગ્રાઉન્ડ પર જઈને ક્રિકેટ રમવા જવાનું નક્કી કર્યું એટલે ત્યાં પહોંચી ગયો.
        જેવો ત્યાં ગયો એટલે તે લોકો મને જોઇને બોલ્યા ભાઈ આજે ક્યાંથી સમય મળી ગયો અમારી સાથે ક્રિક્રેટ રમવાનો??  આજે સવારે પણ આવેલો રમવા માટે એ યાદ છે ??મેં પણ તે લોકો ને વળતો જવાબ આપ્યો
        ઓકે,ઓકે ભાઈ અમે તો યાર મજાક કરીએ છીએ,ચાલ જલ્દી થી ઉભો રહી જા ફિલ્ડીંગ માં,મારી સોસાયટી માં રહેતો ઉસ્માન બોલ્યો અને હું પણ મારી ફેવરીટ જગ્યા પર જઈને ઉભો રહી ગયો અને સાંજ સુધી ક્રિકેટ જ રમ્યો.
        સ્ટાર જોઈન કર્યા બાદ આજે હું પહેલીવાર મારી સોસાયટી ના લોકો સાથે પૂરો દિવસ રહ્યો હતો અને તેથી જ તે રાત્રે પણ મેં તે લોકો ની સાથે જ રહેવાનું નક્કી કર્યું.આજે પહેલીવાર જ અજય અને તેઓની સાથે ન હતો.
***
        બીજે દિવસે સવારે ઉઠીને ઓફીસ પર જવા નીકળ્યો અને રસ્તામાં મને એક જ વિચાર આવતો હતો કે આ દિવ્યા છે કોણ?કારણ કે સવારે ઉઠીને જોયું તો,તેને ના પાડવા છતા પણ ફરી તેનો એક મેસેજ આવેલો એટલે મેં નક્કી કર્યું કે જઈને પહેલા તો આજે હું આ દિવ્યા વાળો કિસ્સો જ પૂરો કરી દવ.પરંતુ આજે રસ્તામાં ટ્રાફિક પણ હતી અને હું ઘરે થી મોડો નીકળેલો તેથી ઓફીસ પરપહોંચ્યો કે બધા જ લોકો કામ પર લાગી ગયા હતા.એટલે હું પણ શાંતિ થી મારા ડેસ્ક પર જઈને ગોઠવાઈ ગયો અને કામ શરુ કરી દીધું.
        કામ કરતા કરતા વિચારતો હતો કે ફરી પાછો તે નંબર પર થી મેસેજ આવ્યો,
        તમે ના પડી તો શું થઇ ગયું હું તો તમને મેસેજ કરવાની જ છુ.આ મેસેજ વાંચીને મને એમ થયું કે જો કોઈ ઓફીસ ના ફ્રેન્ડસ સર્કલ માંથી હોય તો હમણાં તો કોઈ મેસેજ કરી જ ના શકે.કેમ કે મેં આજુ બાજુ નઝર કરી કે જ્યાં અજય,કેયુર,ખુશી અને પ્રિયા બેસે છે પરંતુ તે બાજુ થી તો કોઈ પણ પ્રકાર ની હલચલ જણાતી ન હતી.મેં ફરી મારા કામ માં મન પરોવ્યું કે એટલા માં તો બીજો મેસેજ આવ્યો કે શું તમે ઓફીસ માં હોવ એટલે હું તમને મેસેજ પણ ના કરી શકું?આ મેસેજ વાંચી ને મારું તો મગજ જ કામ કરતુ બંધ થઇ ગયું અને હવે આ પ્રોબ્લેમ માંથી છુટકારો કેમ મેળવવો તે મને કઈ ખબર પડતી ન હતી અને હવે તો લગભગ નક્કી થઇ ગયું હતું કે આ મઝાક કોઈ ઓફીસ ના ફ્રેન્ડ સર્કલ માંથી નથી કરી રહ્યું કારણ કે હમણાં તો બધા જ પોતપોતાના કામ માં બીજી છે તેમ હોવા છતા મેં મારા મન ને મનાવવા માટે એક વાર તે બધા ને લંચ ના સમય માં પૂછવા માટે નક્કી કર્યું અને મારા ફોન માં નેટ બંધ કરી ને કામ માં લાગી ગયો.

        કામ કરવામાં ને કરવામાં અનેં પેલી દિવ્યા ના વિચાર માં ને વિચાર માં ક્યારે લંચ નો સમય થઇ ગયો એ મને ખબર પણ ના પડી અને તેથી હું મારો લંચ બોક્સ લઈને અમારા ટેબલ પર બધાની પહેલા જઈને ગોઠવાઈ ગયો અને તે લોકો ની રાહ જોવા લાગ્યો.પાંચ મિનીટ જેવું થયું હશે એટલામાં તો તે બધા એક જ સાથે આવ્યા અને ટેબલ પર આવીને દરરોજ ની જગ્યા પર આવીને બેસી ગયા.
        જેવા ટેબલ પર આવીને બેઠા એટલામાં તો પ્રિયા મારી સામે ઊંચા નેણ કરીને બોલી,
        બાત ક્યાં હૈ???કેમ આજે પ્રેમ બાબુ તમે બધા ની પહેલા ટેબલ પર આવીને બેસી ગયા??
        આજે વહેલા કામ પૂરું થઇ ગયું એટલે.તું પણ કઈ પણ પૂછ્યા કરે છે.મેં પ્રિયા ને જવાબ આપ્યો
        ઓહ્..સારી વાત કહેવાય.પ્રિયા એ મને કીધું
        એ બધું છોડ ખુશી તું લંચ બોક્સ માં સેન્ડવીચ લાવી હોય એવું મને કેમ લાગી રહ્યું છે??મેં ખુશી તરફ જોતા જોતા કહ્યું
        તને કેમ ખબર પડી??ખુશી બોલી
        યાર પ્રેમ નામ છે મારું તો એટલી ખબર તો પડી જ જાય ને.મેં ખુશી ને કીધું
        રહેવા દે રહેવા દે હવે એ તો તું કાલે અમારી સાથે આવ્યો નહિ ને એટલે હું તારા માટે આજે બનાવીને લાવી.ખુશી બોલી
        હું તમારી સાથે ના આવ્યો તેનું અને સેન્ડવીચ નું શું કનેક્શન છે??મેં પૂછ્યું
        એમાં એવું છે ને કે,અમને બધાને જ ખબર છે કે સેન્ડવીચ તારી ફેવરીટ છે અને તું કાલે ના આવ્યો એટલે મને એવું લાગ્યું કે કદાચ તું અમારાથી નારાઝ હશે એટલે તને મનાવવા માટે લાવી.ખુશી બોલી
        તું જ મારી એક દોસ્ત છે આ બધા તો માત્ર નામ ના જ છે.મેં ખુશી તરફ જોતા જોતા કીધું
        બસ,પ્રેમ મસ્કા ના માર હવે અને શાંતિ થી ખાઈ લે.કેયુર બોલ્યો
        યાર,પ્રેમ આ ખુશી તારા માટે હમેંશા કંઇક ને કંઇક લઈને આવે છે અને મને તો પ્રેમ થી ક્યારેય આવી રીતે ખાવા માટે પૂછતી પણ નથી.અજય બોલ્યો
        ભાઈ,તારા માટે તો એ દરરોજ જ કિસ મી,ક્લોજ યોર આય્સ લાવે છે,તો પણ તું ફરિયાદ કરે છે.મેં અજય ને કીધું
        ક્યારેય નથી લાવી,પ્રેમ.અજય બોલ્યો
        બસ,પ્રેમ વધારે જ મજાક થઇ ગઈ ચલ હવે શાંતિ થી જમીલે.ખુશી બોલી
        અમે બધા એ જમવા નું ચાલુ કર્યું અને પાંચ જ મિનીટ થઇ હશે એટલામાં અજય બોલ્યો પ્રેમ હમણાં તું શું બોલ્યો હતો??કીસ મી ક્લોજ યોર આય્સ એટલે તું કિસ ની વાત કરી રહ્યો હતો??
        આ સાંભળીને અમે બધા જોર જોર થી હસવા લાગ્યા અને ખુશી અજય તરફ આંખ કાઢીને જોવા લાગી.
        યાર,ખુશી તારો અજય તો એકદમ સ્લો છે.હું ખુશી તરફ જોઈને બોલ્યો
        બસ ખુશ હવે??ખુશી અજય તરફ જોઇને બોલી એટલે અજય ખુશી તરફ જોઇને જોર જોર થી હસવા લાગ્યો અને બોલ્યો યાર હું સ્લો નથી મને તો ખબર જ હતી પરંતુ હું તો માત્ર મજાક કરતો હતો
        ઓહ તેરી!! અજય તને પણ મઝાક કરતા આવડે છે??કેયુર હસતા હસતા બોલ્યો
        લે હજુ કર મજાક,બની ગઈ ને તારી મઝાક??ખુશી અજય તરફ જોઇને બોલી
        ખુશી આ બધું મજાક-મસ્તી તો ફ્રેન્ડસ વચ્ચે ચાલ્યા કરે અને મીત્રો વચ્ચે કરેલી મઝાક માં ક્યારેય કોઈ ની મઝાક નથી બનતી.અજય બોલ્યો
        પ્રેમ,ધીરે ધીરે તારો ચેપ લાગી રહ્યો છે અજય ને.ખુશી બોલી
        હાં તો સારું છે ને.મેં પણ ખુશી ને કીધું
        ઓકે,ચાલો પેલા શાંતિ થી જમીલ્યો.પ્રિયા બોલી અને અમે બધા આવીજ રીતે મજાક મસ્તી કરતા કરતા લંચ પૂરું કર્યું અને પછી શાંતિ થી દરરોજ ની જેમ જ બેઠા હતા.
        અમારા ગ્રુપ ના રૂલ્સ મુજબ અમે જયારે ગ્રુપ માં હોઈએ ત્યારે મોબાઈલ ફોન યુજ કરવાની મનાઈ હોય છે અને જો કોઈ યુજ કરે તો સાંજ ની કોફી નો ખર્ચો તેણે આપવાનો આ નિયમ મને ખબર હતી તેમ છતા મેં મારા ફોન માં ડેટા કનેક્શન ઓન કર્યું અને ફોન નો યુજ કર્યો અને પેલા બધાજ જોતા હતા એટલે તેમાં થી કેયુર બોલ્યો,
ભાઈ પ્રેમ નિયમ તો યાદ છે ને??
        હાં ભાઈ મને નિયમ યાદ જ છે.ફોન માં જ નજર રાખીને મેં કેયુર ને જવાબ આપ્યો.
        તો પછી??કેયુર બોલ્યો
        મેં કેયુર ને સાંભળ્યો જ ના હોય એ રીતે રીએક્ટ કર્યું અને મારા ફોન માં આવેલા દિવ્યા ના મેસેજ ને વાંચ્યો જેમાં લખ્યું હતું,
        એકલા એકલા લંચ કરી લીધું એમ ને ??અને લંચ માં પણ સેન્ડવીચ..આ મેસેજ વાંચ્યો અને હું થોડા ગુસ્સામાં બોલ્યો,
        શું છે આ બધા તમારા નાટકો??
        શું??કોની સાથે વાત કરે છો પ્રેમ??પ્રિયા અને ખુશી એક સાથે બોલ્યા
        તમારી લોકો ની સાથે.હું ફરી ગુસ્સા માં બોલ્યો
અરે પણ થયું છે શું એ તો વાત કર.અજય બોલ્યો
હમમ.કઈ બોલ તો ખબર પડે ને.કેયુર બોલ્યો
પેલા મને એ કહો કે તમારા માંથી કોઈ એ નવું સીમ કાર્ડ લીધું છે??મેં તે બધાને જ પૂછ્યું
ના,અમે કોઈ એ જ નવું સીમ કાર્ડ નથી લીધું બધા એક જ સાથે બોલ્યા.
પરંતુ થયું છે શું???એ તો બોલ.ખુશી બોલી
આલે ફોન અને જો.મેં મારો ફોન ખુશી તરફ લંબાવીને કીધું
શું છે??બતાવ??પ્રિયા એ ખુશી ને કીધું
કોણ છે આ દિવ્યા??ખુશી એ પ્રિયા તરફ ફોન લંબાવ્યો અને પ્રેમ ને પૂછ્યું
એ જ તો તમને પુછુ છુ યાર.મેં પણ ખુશી ને જવાબ આપ્યો
પરંતુ અમને લોકો ને કેમ ખબર હોય??પ્રિયા બોલી
તો પછી હમણાં લંચ માં સેન્ડવીચ ખાધી એ તેને કેમ ખબર??મેં પણ સામો સવાલ કર્યો
હમમ,એ જ ને.ખુશી બોલી
યાર,તમે લોકો મારી સાથે મઝાક તો નથી કરી રહ્યા ને ??મેં ફરી વાર તે બધા ને પૂછ્યું…
યાર,થોડો તો ભરોસો રાખ અમારા પર.અજય બોલ્યો
જો અમારા માંથી જ કોઈ હોય તો તને હમણાં મેસેજ કોને કર્યો અમારા ફોન તો અમે બહાર કાઢ્યા જ નથી.કેયુર બોલ્યો
હાં,એજ ને.પ્રિયા એ પણ કેયુર ની વાતો મેં સુર પુરાવ્યો
યાર,મને છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી હેરાન કરે છે,મને એમ હતું કે તમે લોકો મને આવી રીતે હેરાન કરતા હશો.હું બોલ્યો
        પરંતુ,અમે શામાટે તને આવી રીતે હેરાન કરીએ??અજય બોલ્યો
        મેં પણ તમારી સાથે આવી રીતે મજાક કરેલી એટલે મને એમ કે તમે બધા મળીને મારી સાથે મજાક કરતા હશો.મેં કીધું
        હમમ.પરંતુ અમારી પાસે તારા જેમ સમય ના હોય આવી મજાક કરવાનો.કેયુર બોલ્યો
        હાં,તમે તો ખુબજ વ્યસ્ત લોકો કેમ??મેં કેયુર તરફ જોતા કહ્યું
        પ્રેમ આવું ટેન્શન ના લેવાનું હોય સમજ્યો?પ્રિયા બોલી
        હું,ક્યાં ટેન્શન લવ છુ,પરંતુ જયારે હું મારી આરોહી ની સાથે વાત કરતો હોવ છુ ત્યારે મને વચ્ચે મેસેજ કરીને હેરાન કર્યા કરે છે.મેં તે બધા ને કીધું
        તારી આરોહી????એ લેડી સ્ટાર તારી ક્યારથી થઇ ગઈ???કેયુર બોલ્યો
        તે એને પ્રપોજ કરી દીધું??અજય બોલ્યો
        ભાઈ એક-એક  કરીને બોલો આમ બધા એક સાથે ના બોલો.મેં કહ્યું
        શું થયું એ બોલ ને,તારી પ્રેમ કહાની માં??ખુશી બોલી
        હાં ભાઈ હાં અમારી વચ્ચે પ્રપોઝ વાળું લેવલ પૂરું થઇ ગયું છે અને અમે બંને એ એકબીજાને પસંદ પણ કરી લીધા છે.મેં કીધું
        તો હવે આગળ??અજય બોલ્યો
        હવે એ લેડી સ્ટાર આરોહી એટલે કે મારી આરોહી તમારી ભાભી છે,સમજયા??મેં તે બધા ને પૂછ્યું
        શું વાત છે પ્રેમ,આખરે તે લેડી સ્ટાર ને અમારી ભાભી બનાવી જ દીધી એમ ને??કેયુર બોલ્યો
        હમમમ.મેં ટૂંક માં જ જવાબ આપ્યો
        તો હવે??ખુશી બોલી
        તો હવે જયારે મેરેજ કરવા ની ઈચ્છા થાય ત્યારે મને કહે જો આપણે બધા એક જ સાથે અને એક જ મંડપ માં મેરેજ કરીશું.મેં તે બધા ને કીધું
        હમમમ,એ કરવા જેવું છે.કેયુર બોલ્યો
        પરંતુ,મેં મેરેજ બીજી રીતે કરવાનું નક્કી કર્યું છે.મેં તેઓ ને કીધું
        કઈ રીતે??બધા જ એક સાથે બોલ્યા
        આપણા મેરેજ માં આપણે લોકો એ જાન લઈને નથી જવાનું.હું હજુ બોલતો જ હતો ત્યાં તો વચ્ચે અજય બોલ્યો,
તો??
પૂરી વાત તો સાંભળ.મેં અજય તરફ જોઇને કીધું
હા બોલ.અજય બોલ્યો
આપણા મેરેજ માં આપણે ત્રણેય મંડપ માં આપણી રાજકુમારી ની રાહ જોઈશું.મેં કીધું
મતલબ??ખુશી અને પ્રિયા એક જ સાથે બોલી
મતલબ એ કે તમારે બંને ને અને આરોહી ને ઘોડે ચડીને,બેન્ડબાજા સાથે આવવાનું છે.ખબર પડી??મેં તે બંને ને કીધું
ચલ ભાઈ અજય ઉભો થા અને કામ પર લાગી જા લંચ નો સમય  પૂરો થવામાં છે.કેયુર ઉભો થતા  થતા બોલતો ગયો
હમમ,અને પ્રેમ આજ સાંજ ની કોફી તારા તરફ થી છે એ ના ભૂલાય એ પણ ઉભો થઇ ગયો અને કેયુર ની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
કેમ મારા તરફ થી કોફી??મેં તેને કીધું
ત્યાં તો ખુશી ઉભી થઇ અને બોલી તમે આજે બધાની સામે ફોન નો યુજ કર્યો ને એટલે અને ચાલી ગઈ.
હવે ટેબલ પર હું અને પ્રિયા બે જ બેઠા હતા અને તે મારા તરફ જોઇને બોલી ચલ ઉભો થા અને કામ પર લાગી જા.
ટેબલ પર થી અમે બંને સાથે ચાલતા ચાલતા જતા ત્યારે મેં પ્રિયા ને પૂછ્યું તને શું લાગે છે પ્રિયા??આ આવી રીતે મેરેજ કરવા જોઈએ કે નહી??
આરોહી શું કહે છે??પ્રિયા બોલી
તે મારી સાથે જ છે અને તું???
To be continue…
શું લાગે છે મિત્રો તમને આ દિવ્યા કોણ હશે????શું અજય,પ્રિયા,કેયુર અને ખુશી આવી રીતે મેરેજ કરવા માટે તૈયાર થશે??માનીલો કે તેઓ માની જશે તો શું તેઓના પેરેન્સ આ પ્રકાર ના મેરેજ માટે માનશે?? શું પ્રેમ આ વાત આરોહી ને જણાવશે??જો પ્રેમ આ વિષે આરોહી ને જણાવશે તો બંને ની રીલેશનશીપ આગળ વધશે??કે પછી અહિયાં જ પુરીથી જશે??મિત્રો પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : જો મિત્રો તમે લોકો અજય,ખુશી,પ્રિયા અને કેયુર ની જગ્યા પર હોવ તો આ પ્રકાર ના મેરેજ માટે હાં કહો કે નહી??
        (A)YES
                (B)NO
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,
facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C12 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0

Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

        પ્રેમ અને આરોહી પોતાના મેરેજ વિષે વાતો કરતા હોય છે જેમાં વચ્ચે વચ્ચે પ્રેમ ને કોઈ અજાણ્યા નંબર પર થી વોટસેપ પર વારંવાર મેસેજ આવ્યા કરે છે તેથી પ્રેમ તેને રીપ્લાય આપે છે અને તેના રીપ્લાય ની રાહ જોયા વગર જ સુઈ જાય છે.

હવે આગળ,
***
        આગળ ના દિવસ ની સવાર એટલે રવિવાર ની સવાર અને મારા માટે તો લગભગ કોઈ જ રવિવારે સવાર થઇ જ ના હતી તેનું એક જ કારણ હતું કે હું દર રવિવારે બપોરે જ ઉઠતો પરંતુ આજે એવું  થયું કે હું સવારે વહેલો ઉઠી ગયો હતો તેનું એકમાત્ર કારણ હતું આરોહી,ઉઠીને તરત જ મેં ફેસબુક મેસેન્જર ઓપન કર્યું અને આરોહી ને મેસેજ કર્યો”Happiness is Never Perfect until it is share with special one.. Good Morning Dear.ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે “Everything is Possible with Love,નહીતર રાત્રે ૯:૦૦ વાગ્યે સુઈને બપોરે ૧૧:૦૦ વાગે ઉઠવા વાળી વ્યક્તિ રાત્રે ૪:૦૦ વાગે સુઈને સવારે ૭:૦૦ વાગે ઉઠી જ ના શકે.
        આજે મેં માત્ર ત્રણ કલાક જેટલી જ ઊંઘ કરેલી હોવા છતાં મારા માં ફુલ્લ ઉર્જા ભરેલી હતી,કોઈ જ થાક પણ ના હતો અને એકદમ સ્વસ્થ અને સારું ફિલ થઇ રહ્યું હતું.અને આ બધા પરથી મને એક વાત તો ખબર પડી ગઈ કે જો કોઈ માણસ પોતાના મન થી એકદમ જ સવ્સ્થ હોય તો તે ને ક્યારેય થાક લાગતો જ નથી.
        સવાર ના ૮:૦૦ જેવા વાગ્યા ત્યાં સુધી માં તો હું તૈયાર થઇ ગયો અને મેં મારો બ્રેકફાસ્ટ પૂરો કર્યો ત્યારબાદ મેં ન્યુઝ પેપર વાંચવાનું નક્કી કર્યું અને એક પછી એક ફટાફટ ન્યુઝ વાંચવા લાગ્યો અને મારી નઝર એક ન્યુઝ પર આવીને અટકી અને વાંચ્યું “ફેસબુક પર બનેલા પ્રેમી યુગલ જયારે રૂબરૂ મળ્યા તો પોતાના જ પતિ-પત્ની નીકળ્યા.”
        આ ન્યુઝ વાંચીને હું મારા મન માં જ વાત કરવા લાગ્યો કે આ લોકો વચ્ચે એવી તો શું પ્રોબ્લેમ હશે કે બંને એ પ્રેમ ની શોધ કરવા માટે બહાર જવું પડ્યું.અરે તમારા બંને વચ્ચે જો કોઈ પ્રોબ્લેમ હોય તો ખુદ સાથે બેસીને સોલ્વ કરો હજુ હું આવું જ વિચારતો હતો એટલામાં તો મારા ફોન ના “INBOX” માં મેસેજ આવ્યો ગુડ મોર્નિંગ પ્રેમ ……
        મેં ફોન ને હાથ માં લીધો અને મેસેજ ના નોટીફીકેશન ને સ્વાઈપ કર્યો એટલે મેસેજ ઓપન થયો જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ ડીયર પ્રેમ.મને જે નંબર પરથી મેસેજ આવ્યો તે મારા માં સેવ હતો જ નહિ એટલે મેં તે નંબર ને જોયો અને મારું મગજ વિચારે ચડી ગયું કારણ કે આ એજ નંબર હતો જેના પરથી કાલે રાત્રે મને વોટસેપ પર મેસેજ આવતા હતા.મને કઈ ખબર જ પડતી હતી નહી કે આ છે કોણ??અને હવે મારી ધીરજ પણ પૂરી થઇ અને મેં તેના વિષે જાણવા માટે તે નંબર પર કોલબેક કર્યો અને રીંગ ના બદલે તેને સેટ કરેલી ”you’re my love” કોલરટયુન નો અવાજ સંભળાયો રીંગ પૂરી થઇ ગઈ પરંતુ ફોન રીસીવ જ ના કર્યો એટલે મેં ફરીવાર કોલ કર્યો પરંતુ ફરીવાર રીસીવ ના કર્યો અને આવી રીતે મેં ચાર થી પાંચ વાર ફરી પ્રયત્નો કર્યા પરંતુ પરિણામ શૂન્ય ને શૂન્ય જ રહ્યું.
        ભલે ફોન રીસીવ ના કર્યો પરંતુ મેં પણ નક્કી કર્યું હતું કે આજે તો તેના વિષે જાણવું જ છે એટલે મેં true caller પર આ નંબર ને સર્ચ કરવાનું નક્કી કર્યું પરંતુ true caller એપ મારા ફોન માં દેખાતી જ ન હતી અને મને યાદ આવ્યું કે મેં બે દિવસ પહેલા ફોન ને ફોરમેટ કરેલો ત્યારે બધી જ એપ ફોન માંથી આપોઆપ અનઇન્સ્ટોલ થઇ ગયેલી.પરંતુ મેં હાર ના માની અને પ્લેય સ્ટોર માંથી તરત જ ડાઉનલોડ કરી અને રજીસ્ટ્રેશન કરીને તે નંબર ને સર્ચ કર્યો અને પરિણામ આવ્યું”Sorry no Matches found.
        આટઆટલી મહેનત કર્યા પછી પણ મને પરિણામ શૂન્ય જ મળ્યું અને મને એવા લોકો ની યાદ આવી એ જે લોકો કહેતા હતા કે મહેનત કરને વાલો કે કદમો મેં તો દુનિયા જુક્તિ હૈ પરંતુ મને એવું લાગે છે કે મહેનત ની સાથે સાથે થોડા ઘણા નસીબ ની પણ જરૂર પડે છે.
        હજુ હું વિચારો માં જ ખોવાયેલો હતો એટલા માં તો અજય નો ફોન આવ્યો એટલે મેં રીસીવ કર્યો અને હું બોલ્યો,
        બોલ ભાઈ.
        પ્રેમ અમે લોકો આજે બપોરે બહાર જવાના છીએ તો તારે આવવું છે??અજયે મને પૂછ્યું
        ના,ભાઈ તમે ચારેય જઈને મઝા કરો,મારે નથી આવવું.મેં અજય ને કીધું
        પરંતુ,શા માટે??અજયે મને પૂછ્યું
        મેં કબાબ મેં હડ્ડી નહિ બનના ચાહતા.મેં કીધું
        અરે,યાર હમણાં થી તો તારા નાટકો પણ વધી ગયા છે.ખુશી બોલી
        અરે,એવું નથી.મેં ખુશી ને ફોન પર સમજાવતા કીધું
        તો??ખુશી એ તરત જ સામો સવાલ કર્યો
        મારી તબિયત થોડી ખરાબ છે.મેં ખુશી ને કીધું
        કેમ,ફરી પેલી લેડી સ્ટાર સાથે વાત નથી થઇ.ખુશી એ કીધું
        અરે,ના યાર તેના સાથે તો કોઈ જ નથી પ્રોબ્લેમ નથી.મેં ખુશી ને કીધું
        ઓક્કે..તો કાલે મળીયે.ખુશી એ મને કીધું
        સ્યોર,એન્ડ એન્જોય યોર હોલીડે…મેં કહ્યું અને ફોન મૂકી દીધો
        મેં ઘડિયાળ માં નઝર કરી તો તેમાં સવાર ના ૯:૪૫ થયા હતા અને હવે શું કરવું એ મનેં ખબર જ પડતી ન હતી અને કંટાળો આવતો હતો હવે મારે શું કરવું એ મને ખબર જ પડતી ન હતી,એટલે મેં મારી અને આરોહી ની ગઈ કાલે કરેલી વાતોને વાંચવાનું ચાલુ કર્યું કે મારા વોટસેપ પર ફરી પેલા નંબર પર થી મેસેજ આવ્યો એટલે મેં તે મેસેજ ઓપન કર્યો અને વાંચ્યો,
        બોલો,મેરે પ્યારે પ્રેમ ક્યાં બાત હૈ,કેમ આજે સામેથી આટલા બધા ફોન કર્યા મને??
        મેસેજ વાંચ્યો અને મેં તરત જ તેને સામે એક બીજો મેસેજ કર્યો કે,આજે બપોરે ૨:૦૦ વાગે એટલે વોટસેપ પર ઓનલાઈન થઇ જવું.મારે તમારી સાથે વાત કરવી છે.
        મેસેજ કરીને મેં ફોન ને ઘરે ચાર્જ માં મુક્યો અને ક્રિકેટ રમવા માટે ચાલ્યો ગયો.ક્રિકેટ રમતા રમતા મારા મગજ માં બસ એક જ વિચાર આવ્યા કરતો હતો કે આ છે કોણ??કારણ કે મારી આજ સુધી ની જિંદગી માં મેં માત્ર ને માત્ર આરોહી સાથે જ પ્રેમ કર્યો છે,અને બીજી અક્ષરા જેમાં પણ એક્લા મારા તરફ થી જ પ્રેમ હતો એટલે આ તે પણ ના હોઈ શકે.તો છે કોણ આ???આજે આ અજાણી છોકરી ના મેસેજ ના લીધે મારા મન માં જે પણ ગુસ્સો હતો એ મેં ક્રિકેટ પર કાઢી નાખ્યો.
        આ ઘટના જો મારી સાથે, મારી જિંદગી માં આરોહી આવી તે પેલા બની હોત તો ચોક્કસ હું તેમાં આગળ વધવાની ઈચ્છા રાખી શકું.કારણ કે મને અને તમને બધા ને જ ખબર જ હશે જે જયારે કોઈ અજાણી છોકરી કોઈ છોકરા ને આવી રીતે મેસેજ કરે ત્યારે એક છોકરા ની અંદર જે ફીલિંગ હોય છે એતો તમને પણ ખબર જ હશે અને વધુ તો જયારે ફિલ કરો ત્યારે જ ખબર પડે.
        ખેર છોડો એ બધું કારણકે હવે તો મારી પાસે આરોહી છે,પરંતુ હવે મને રાહ છે તો માત્ર ૨:૦૦ વાગવાની જ કારણ કે હું પણ જાણવા ઈચ્છુક છું કે મને આવી રીતે બેઈન્તેહા પ્રેમ કોણ કરે છે?ક્રિકેટ રમી ને હું ઘરે આવ્યો અને મેં મારું બપોર નું ભોજન પૂરું કર્યું એટલામાં તો ૧:૩૦ જેવા વાગી ચુક્યા હતા.
        હવે માત્ર ૩૦:૦૦ મિનીટ ની જ વાર હતી આ છેલ્લા બે દિવસ થી આવી રહેલા મેસેજ મોકલનાર ની સાથે વાત કરવામાં.સાચું કહું તોં આ ૩૦:૦૦ મિનીટ પણ મને વધારે લાગી રહી હતી અને હું એવી રીતે ઘડિયાળ માં જોઇને બેઠો હતો કે હમણાં આરોહી ઓનલાઈન થવાની હોય.
        આખરે ૨:૦૦ વાગ્યા એટલે મેં વોત્સેપ ચાલુ કર્યું અને જોયું તો હજુ તેનું લાસ્ટ સીન ૧૨:૩૦ વાગ્યા નું બતાવતું હતું અને તેણે મેં મોકલેલો મેસેજ પણ રીડ કરી લીધો હતો એટલે હું તેના મેસેજ ની રાહ જોવા લાગ્યો,૨:૦૦ ના ૨:૦૫ થઇ ૧૦ થઇ ૧૫ થઇ ૨૦ થઇ ૨:૨૫ થઇ તેમ છતા પણ તેના તરફ થી કોઈ જ રિસ્પોન્સ ના આવ્યો.ખરેખર હવે મને પણ તેના પર ગુસ્સો આવતો હતો કારણ કે એક તો મને કારણ વગર ના મેસેજ કરીને હેરાન કર્યા કરે અને હવે હું મેસેજ કરું તો રીપ્લાય પણ નથી આપતી,ફોન કરું તો ફોન પણ રીસીવ ના કરે.આખરે ૩:૦૦ વાગવા આવ્યા ત્યારે મેં નક્કી કર્યું કે હવે હમણાં વાત નથી કરવી.
        આવું વિચારીને મેં તેને મેસેજ કર્યો કે હવે સાંજે ૫:૦૦ વાગે ઓનલાઈન રહેવું…ભૂલ્યા વગર ઓકે.
        અરે સાંજે ૫:૦૦ વાગે શા માટે તમારી દિવ્યા હમણાજ તમારી સમક્ષ હાજર છે.પેલા અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યો.
        તો તમારી ઘડિયાળ માં હવે ૨:૦૦ વાગ્યા એમ ને ??મેં તેને મેસેજ કર્યો
        હમમમ,પરંતુ તમને કેવી રીતે ખબર પડી??દિવ્યા નો મેસેજ આવ્યો(હવે મને તેનું નામ ની ખબર થઇ ગઈ હતી)
        જો,દિવ્યા હું હમણાં કોઈ જ મજાક ના મુડ માં જ નથી સો પ્લીઝ જે કઈ પણ હું પુછુ તેના મને સાચા જવાબ આપજે ઓકે?મેં દિવ્યા ને મેસેજ કર્યો

        ઓકે,શ્યોર પરંતુ જે વાત હસી મઝાક થી થઇ શકે છે તેમાં આવી રીતે સીરીયસ થવાની શા માટે જરૂર છે??દિવ્યા નો મેસેજ આવ્યો
        શું આપણે બંને એક બીજાને ઓળખીએ છીએ કે નહિ???મેં તેને મેસેજ કર્યો
અરે “we love with each other” અને તું મને ભૂલી પણ ગયો..??દિવ્યા નો મેસેજ આવ્યો
હે,ભગવાન તને કેટલીક વાર સમજવું કે હું તને ઓળખતો જ નથી અને હું તને પ્રેમ પણ નથી કરતો સમજી કે નહી???મેં તેને થોડા ગુસ્સા વાળા ભાવ થી મેસેજ કર્યો
મને ખબર છે કે તું મને ક્યારે પણ પ્રેમ નહિ કરે પરંતુ હું તને પ્રેમ કરવાનું ક્યારેય પણ બંધ નહિ કરું.દિવ્યા નો મેસેજ આવ્યો
અરે,પણ હું તને શા માટે પ્રેમ કરું??મેં તેણી ને મેસેજ કર્યો
કેમ??હું કઈ માણસ નથી??મારી અંદર પણ હાર્ટ છે મારી પણ કોઈ ને પ્રેમ કરવાની ઈચ્છા છે.તેનો રીપ્લાય આવ્યો
હાં તો કોઈ બીજાને પ્રેમ કરને આ પ્રેમ ને છોડી ને.મેં તેને રીપ્લાય કર્યો
ના,હું પ્રેમ કરીશ તો માત્ર ને માત્ર તને જ કરીશ બીજા કોઈ ને નહી.તેનો નાટકીય રીપ્લાય આવ્યો
તું પ્રેમ તેનો કોઈ પ્રોબ્લેમ નથી,પરંતુ તું મને કોઈ પણ પ્રકાર ના ખોટા મેસેજ ના કર અને પ્રેમ પણ ના કર.મેં તેને મેસેજ કર્યો
હું તને મેસેજ થોડી કરું છુ.હું તો મારા પ્રેમ ને વ્યક્ત કરું છુ.તેણી નો રીપ્લાય આવ્યો
કોઈ જ જરૂર નથી,તું મને પ્રેમ વ્યક્ત નહિ કરે તો પણ ચાલશે,અને હાં મને પ્રેમ કરવાનું જ બંધ કરીદે તો પણ ચાલશે.મેં તેને રીપ્લાય કર્યો.
એ શક્ય જ નથી,અને મને ખબર છે કે તું મને પણ પ્રેમ કરે જ છે પરંતુ તું મારી સમક્ષ બોલી શકતો નથી.કારણ કે તું છે જ સાવ ફટટ્ટ.તેણી નો રીપ્લાય આવ્યો
બસ કર મારી માં હવે બસ કર ખુબજ થઇ ગઈ મજાક અને હવે મારી તને  વિનંતી છે કે હવે મને મેસેજ ના કરવો.મેં તેને વિનંતી પૂર્વક મેસેજ કર્યો
પરંતુ શા માટે???તેણી નો રીપ્લાય આવ્યો
જો બહેન હું ગર્લફ્રેન્ડ વાળો માણસ છું અને જો આ વાત તેને ખબર પડે તો અમારી વચ્ચે ખોટા જઘડા થાય,પ્રોબ્લેમ થાય અને તે વસ્તુ હું નથી ઈચ્છતો.મેં તેને મેસેજ કર્યો
કેમ તારી ગર્લ્સ ફ્રેન્ડ સાવ એવી છે??તેણી નો રીપ્લાય આવ્યો
જો તેના વિષે કઈ પણ ના બોલ.મેં તેને મેસેજ કર્યો
એક કામ કર તું મને તેનો કોન્ટેક્ટ નંબર આપ હું તેની સાથે વાત કરું અને આપણા બંને ની વાત કરું.તેણી નો રીપ્લાય આવ્યો
હું શા માટે તેનો કોન્ટેક્ટ નંબર તને આપું??(ખરેખર મારા પાસે જ તેનો નંબર હતો જ નહી તો ક્યાંથી આપવાનો અને હોય તો પણ હુ કોઈ અજાણી વ્યક્તિ ને શા માટે નંબર આપું આવું વિચારતા વિચારતા મેં તેને મેસેજ કર્યો)
ઓકે,ના આપ મને શું ફર્ક પડવાનો.કારણકે મારી પાસે તારો તો નંબર છે જ એટલે મારે બીજા કોઈ ની જરૂર જ નથી.પેલી નો મેસેજ આવ્યો
તારા પાસે ભલે મારો નંબર હોય પરંતુ આજ પછી મને ક્યારેય પણ મેસેજ કરવો નહી.મેં તેને મેસેજ કર્યો અને ઓફલાઈન થઇ ગયો.
ઓફલાઈન થઈને હું ટોઇલેટ માં ગયો અને વિચારવા લાગ્યો કે આ છે કોણ દિવ્યા??શું હું તેને ખરેખર ઓળખું છુ??કોઈ મારા ફ્રેન્ડસ સર્કલ માંથીમને બીજા નંબર પરથી મેસેજ કરતુ હશે???કાલે એક વાર ઓફીસ પર જઈને બધાને પૂછી લઈશ પછી જ આગળ કઈ કરું..અને બસ આમજ ટોઇલેટ માં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યો..
To be Continue…
       
       
               
મિત્રો,શું લાગે છે તમને દિવ્યા હવે પ્રેમ ને મેસેજ કરશે કે નહી????શું પ્રેમ ના મિત્રો બીજા નંબર પર થી પ્રેમ સાથે મઝાક કરતા હશે??શું પ્રેમ આ વાત આરોહી ને જણાવશે??જો પ્રેમ આ વિષે આરોહી ને જણાવશે તો બંને ની રીલેશનશીપ આગળ વધશે??કે પછી અહિયાં જ પુરીથી જશે??મિત્રો પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : મિત્રો,શું લાગે છે તમને ખરેખર દિવ્યા નામ ની છોકરી હશે કે પછી કોઈ તેની સાથે મઝાક કરતુ હશે????
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક
facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C11 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી



આગળ જોયું,

        પ્રેમ આરોહી ને મળવાનું પૂછે છે જેના જવાબ માં આરોહી પ્રેમ ને હમણાં નહી મળી શકાય તેવો જવાબ આપે છે અને ત્યારબાદ પ્રેમ અને આરોહી બંને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હોય છે કે અચાનક જ પ્રેમ ના ફોન માં કોઈ અજાણ્યા નંબર પર થી I love you નો મેસેજ આવે છે..

હવે આગળ,
***
        પરંતુ પ્રેમ તારી વાત એકદમ જ સાચી છે આવું અમારી સાથે પણ થતું જ હોય છે.હજુ હું મારા ફોન પર આવેલા મેસેજ વિષે વિચાર કરતો હતો ત્યાજ આરોહી નો રીપ્લાય આવ્યો
        કેવું??મેં પણ આરોહી ને રીપ્લાય કર્યો અને વિચારવા લાગ્યો કે સાલું મને કોણ આવી રીતે મેસેજ કરે અને મેસેજ કરે એ પણ I love you .
        હજુ મારું વિચારવાનું ચાલુ જ હતું ત્યાતો એટલા માં ફરી પાછો એક મેસેજ આવ્યો આરોહી નો અરે હમણાં તે જે રસ્ત્તા વાળી વાત કરીને તે.
        કેમ,તમારી સાથે પણ આવું થાય છે??મેં આરોહી ને રીપ્લાય કર્યો અને ફરી વિચારવા લાગ્યો કે મારે આરોહી ને આ I love you ના મેસેજ વળી વાત કરવી જોઈએ કે નહી.પરંતુ ફરી મને વિચાર આવ્યો કે કદાચ આ કોઈ મારા ફ્રેન્ડસ મારી સથે આવી રીતે મઝાક કરતા હોય તો…
        હમમમ.આરોહી નો રીપ્લાય આવ્યો
        ક્યારે???અને તારી સાથે??મેં આરોહી ને પૂછ્યું
        મારી સાથે તો આવું ક્યારેય નથી થયું પરંતુ મારી એક ફ્રેન્ડસ છે કે જેણે મને સેમ આવી વાત કરી હતી કે રસ્તા પર જેવા છોકરાઓ જોવા મળે તેવા હું જ્યાં જોવા ગઈ ત્યાં નથી મળતા.આરોહી નો રીપ્લાય આવ્યો
        હમ્મ્મ્મ.મેં આરોહી ને મેસેજ કર્યો અને ફરી પેલા મેસેજ વિશે વિચારવા લાગ્યો કે કોણ હશે આ??જે મને આવી રીતે મેસેજ કરે છે.ત્યાજ તોં આરોહીનો ફરી મેસેજ આવ્યો અને પછી મેં મનોમન નક્કી કર્યું કે એ બધું પછી જોઈ લઈશ કારણ કે હમણાં તો મારી આરોહી ઓનલાઈન છે તો તેને જ સમય આપું ને આ ફાલતું માં શા માટે સમય નો બગાડ કરું.
        પ્રેમ,તું કેવા પ્રકાર માં મેરેજ ને સારા ગણે છે??આરોહી નો રીપ્લાય આવ્યો

        એટલે??મેં આરોહી ને પૂછ્યું
        એટલે કે લવ મેરેજ કે પછી અરેંજ મેરેજ.આરોહી નો રીપ્લાય આવ્યો
        હવે તો મેરેજ એ મેરેજ છે એ પછી એરેન્જ હોય કે લવ હોય.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        એટલે??આરોહી એ મને પૂછ્યું
        એટલે એમ કે જે લોકો મેરેજ કરે એ પણ પછતાય છે અને જે ના કરે એ પણ.મેં આરોહી ને હસતા હસતા જવાબ આપ્યો
        હું સીરીયસલી પુછુ છુ અને તને મઝાક સુજે છે પ્રેમ.આરોહીનો મેસેજ આવ્યો
        સોરી આરોહી,પરંતુ તું આજે આ મેરેજ ની વાતો કેમ કર્યા કરે છે??કઈ થયું છે??મેં આરોહી ને પૂછ્યું
        હવે મને પણ મારા ઘરે થી મેરેજ માટે કહે છે એટલે.આરોહી નો રીપ્લાય આવ્યો
        તો ખોટું શું છે??કરીલે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        કપાળ તારું,હું અહિયાં સીરીયસ વાત કરું છુ અને તને વાત વાત પર મઝાક સુજે છે.આરોહી થોડા ગુસ્સા સાથે રીપ્લાય કર્યો.
                જો,આરોહી મને તો કઈ જ ખબર નથી પડતી આ મેરેજ ના નિયમો માં એટલે કે રીવાજો માં.તું મને કહે કે કેવા પ્રકાર ના મેરેજ કરાય??મેં આરોહી ને રીપ્લાય કર્યો
        હમમમ,મારા હિસાબ થી તો અરેંજ મેરેજ જ સારા ગણાય.આરોહી નો રીપ્લાય આવ્યો
        કેમ કોઈ કારણ??મેં આરોહી ને પૂછ્યું
        કારણ કે તેમાં સારી સર્વિસ ની પૂરી ગેરેંટી હોય છે એટલે.આરોહી નો રીપ્લાય આવ્યો
        સર્વિસ ની ગેરેંટી એટલે??મને સમજાય એવી ભાષા માં બોલ ડીયર આરોહી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        એટલે કે જયારે અરેંજ મેરેજ માં પતિ-પત્ની વચ્ચે કઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે તેના સોલ્યુશન માં સમાજ ના બધા જ લોકો સપોર્ટ કરે છે જયારે લવ મેરેજ માં આવું કઈ થાય તો પૂરો સમાજ તેની વિરુધ્ધ માં હોય છે અને પાછા બોલતા જાય કે તે લોકો ની ભૂલ છે તો હવે ભોગવશે.આરોહી નો રીપ્લાય આવ્યો
        એતો તકલીફ રહેવાની જ છે કારણ કે જયારે અરેંજ મેરેજ થાય છે ત્યારે તેમાં સમાજ ના નિયમો થી અને તે લોકો એ બાંધેલી હદ માં રહીને કરેલા હોય છે,એટલે તે લોકો ની જવાબદારી હોય છે અને લવ મેરેજ માં તેનાથી તદન વિરુધ હોય છે.પરંતુ,તે લોકો એ નથી સમજતા કે મેરેજ અરેંજ કરો કે પછી લવ કરો અંતે તો બંને માં વહેંચણી તો પ્રેમ નિ જ કરવાની છે.મેં આરોહી ને કીધું
        હમમમ.આરોહી નો રીપ્લાય આવ્યો
        I Love You, Dear Prem  હું હજુ આરોહી ને રીપ્લાય આપવા જ જતો હતો ત્યાં તો ફરી મારા મોબાઇલ માં વોટ્સેપ પર પેલા અજાણયા નંબર પર થી મેસેજ આવ્યો.મેં તે મેસેજ ને વાંચીને તેને કોઈ પણ પ્રકાર નો રીપ્લાય આપ્યો નહી અને ફરીથી આરોહી ની સાથે વાત કરવા લાગ્યો.
        આરોહી,આપણે મેરેજ કરવા છે કે નહી??મેં આરોહી ને પૂછ્યું
        એ તો બધાને જ એકદિવસ કરવાના જ હોય છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        હું,બધાની વાત નથી કરતો હું વાત કરું છુ આપણા બંને ના મેરેજ ની.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓહ્હો,બહુ જ જલ્દી લાગે છે તને તો પ્રેમ.આરોહી નો રીપ્લાય આવ્યો
        જલ્દી તો અમારા કરતા તો તમને લોકો ને વધારે હોય છે પરંતુ તમે આ જ વાત છોકરાઓ ના મોઢે થી બોલાવવા માંગો છો.કેમ??મેં આરોહી ને રીપ્લાય આપ્યો.
        પ્રેમ,એવું કઈ જ નથી હો અને આજે મારા થી બે વાર મેરેજ વિશે ભૂલ થી પુછાઈ ગયું ત્યાતો..આરોહી નો રીપ્લાય આવ્યો
        હેલ્લો,મેમ એમ કોઈ જ વાત બહાર ના નીકળે,પરંતુ વાત જયારે મન ની જ હોય અને તેના વિષે વિચાર કરીએ તો જ બહાર નીકળે સમજ્યા??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓહ્હ,એવું??આરોહી નો રીપ્લાય આવ્યો
                હમમમ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        ઓકે,આપણે મેરેજ તો કરીશું બસ.ખુશ??આરોહી નો રીપ્લાય આવ્યો
        બહોત હી જ્યાદા ખુશ,ડીયર.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        પરંતુ પ્રેમ આપણે કેવા પ્રકાર ના મેરેજ કરીશું??એ જણાવ મને.આરોહી નો રીપ્લાય આવ્યો
        ના અરેંજ મેરેજ કરેંગે ઔર નહી લવ મેરેજ કરેંગે.હમ તો પ્રેમી હૈ પ્રેમ કી સ્ટાઇલ સે હી મેરેજ કરેંગે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પ્રેમ મેં તને ડાયલોગ બોલવા નથી કીધું,અને આજે તને થયું છે શું તું કેમ દરેક વાત ને હસીને લઇ રહ્યો છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        નશા હે તુમ્હારે પ્યાર કા નશા હૈ,ઔર મેં ઉસ નશે મેં ડૂબ ચુકા હું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        જો ફરી પાછો ડાયલોગ ચીપ્કાવ્યો.આરોહી એ થોડા ગુસ્સા સાથે રીપ્લાય આપ્યો.
        સોરી,હવે મઝાક નહી કરું બસ.પરંતુ હું તને એ પૂછવા માંગું છુ કે એવું કોણે કીધું કે આવી વાત સીરીયસ જ હોય છે?યાર,આરોહી આ બધી મોહમાયા છે  તો આવી વાતો ને થોડી હળવાશ થી લેવાની હોય છે.અને જો કોઈ વાત ને હળવાશ થી લેતા સીખી જઈએ તો આ જિંદગી નામ ની ડિક્ષનરી માંથી દુઃખ નામ નો શબ્દ જ નીકળી જાય છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓકે,હશે બીજું કઈ બાબા પ્રેમદાસ??આરોહી નો રીપ્લાય આવ્યો
        નહી,મારું પતિ ગયું અને હવે તમારી વારી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        તો,હવે મને પ્રેમ ની પ્રેમી સ્ટાઇલ ના મેરેજ વિષે થોડું જણાવીશ??આરોહી નો રીપ્લાય આવ્યો
        ચોક્કસ,ડીયર હું તારો પ્રેમ અને તું મારી પ્રેમિકા તો જો હું તને એક વાત પણ ના કહી શકું તો થું છે મારી જીંદગી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પ્રેમ્મ્મમ્મ્મ્મમ્મ્મ,બસ કર હવે તું પ્લીઝ મને જલ્દી થી આ તારી નવી સ્ટાઇલ ના મેરેજ વિષે જણાવે છો કે પછી હું સુઈ જાઓ.આરોહી નો રીપ્લાય આવ્યો
        તારે શું કરવું છે?સુઈ જવું છે કે પછી જાણવું છે? મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        અત્યાર સુધી હું શું કહેતી હતી??આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,તો વાંચ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પેલા મેસેજ તો કર.આરોહી નો રીપ્લાય આવ્યો
        આરોહી,તું ક્યારેય મેરેજ માં ગઈ છો??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓફ કોર્સ,યાર.આરોહી નો રીપ્લાય આવ્યો
        તો,તે મેરેજ માં શું જોયું છે??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        શું,એટલે??મેરેજ તો મેરેજ હોય છે યાર.આરોહી નો રીપ્લાય આવ્યો
        મેરેજ માં કેવા પ્રકાર ના રીવાજો હોય છે??કેટલા દિવસ થાય છે?જાન આવે છે અને એવું બધું ઓકે.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        હમમમ.આ બધું જ હોય છે.પરંતુ તું આ બધા થી કેવા પ્રકાર ના જુદા મેરેજ ની વાત કરે છો.આરોહી નો રીપ્લાય આવ્યો
        હું છે ને આપણા મેરેજ માં થોડું ટ્વિસ્ટ કરવા માંગું છુ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        પ્યાર મેં ટ્વિસ્ટ તો સુના થા લેકિન એ મેરેજ મેં ટ્વિસ્ટ પહેલી બાર સુન રહી હું.શું છે આ મેરેજ માં ??આરોહી નો રીપ્લાય આવ્યો

        ગેસ કર કે આપણા બંને ના મેરેજ છે.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        ચાલ મેં એવું ગેસ કરી લીધું.હવે આગળ બોલ આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,તો હવે તું મને એ જણાવ કે આપણા બંને ના મેરેજ હોય તો તારા મગજ માં કેવા પ્રકાર નું દ્રશ્ય તૈયાર થયેલું હોય છે???મેં આરોહી ને પૂછ્યું
        હં..હું મેરેજ માટે તૈયાર થઈને મંડપ માં બેઠેલી હોવ છુ અને બહાર થી મારા રાજ્કુઅર ની જાન આવવાનો ઇન્તેઝાર કરતી હોવ છુ અને વિચાર કરતી હોવ છુ કે એ મને આવે અને મારી સાથે લગ્ન કરીને મને તેની સાથે લઇ જાય.આરોહી એ મને રીપ્લાય કર્યો
ઓહ્હો,ગુડ.પરંતુ હું એવું નથી વિચારતો કે હું મારી જાન લઈને મારી રાજકુમારી પાસે જાવ અને તેના ઘરેથી તેની સાથે લગ્ન કરીને અને તેને રડાવી ને મારી સાથે લઇ આવું.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        તો,તું શું વિચારે છો??આરોહી નો રીપ્લાય આવ્યો
        તને શું લાગે છે??હું શું વિચારતો હોઈશ??મેં આરોહી નો રીપ્લાય આવ્યો
        આખરે એકાદ મિનીટ પછી આરોહી નો રીપ્લાય આવ્યો,
        પ્રેમ હું જે વિચારું છુ એવું તો તું નથી કરવા માંગતો ને.આરોહી નો રીપ્લાય આવ્યો
        એક્જેટલી,આરોહી એજ હું કહેવા માંગું છુ અને એજ કરવા માંગું છુ. મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ના,પ્રેમ આ મારા થી ના થઇ શકે.આરોહી એ મને રીપ્લાય આપ્યો
        પરંતુ,આરોહી જસ્ટ ઈમેજીન કે તું ઘોડી પર ચડીને આવે છો અને અહિયાં મંડપ માં હું મારી રાજકુમારી ની રાહ જોતો હોવ અને તને તારા ઘર વાળા થતા પરિવાર વાળા ડાન્સ કરતા કરતા અને હસતા હસતા તને મારી પાસે લઈને આવતા હોય છે.કેટલું જબરદસ્ત લાગે.તું વિચાર તો કર.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પ્રેમ,તું મને એક વાત જણાવીશ પ્લીઝ?આરોહી નો મેસેજ આવ્યો
        અરે,મારી ડાહી ડમરી વહાલી ગાંડી,ગધેડી જેવી પરીને એક શું સો વાત જણાવવા તૈયાર છુ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        શું,કીધું ગાંડી,અને ગધેડી??આરોહી નો મેસેજ આવ્યો
        હમમમ.ગધેડી પરંતુ ખુબજ પ્યારી ગધેડી…મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        યાર,પ્રેમ હું એ જાણવા માંગું છુ કે તારા આ એટલા નાના મગજ માં આવા જુદાજ પ્રકાર ના અને ખતરનાક વિચાર આવે છે ક્યાંથી??આરોહી નો મેસેજ આવ્યો
        તને તો ખબર હશે ને કે મારું નામ પ્રેમ છે અને આ પ્રેમ “THINK DIFFERENT,GET BETTER” ના સિધ્ધાંત ને ફોલો કરે છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પરંતુ બધી જ જગ્યા એ જુદું વિચાર કર્યા કરવાનું??આરોહી નો રીપ્લાય આવ્યો
        હમ્મ્મ્મ.મેં ટૂંક માં જવાબ આપ્યો
        બીજા કેવા પ્રકાર ના ફીચર્સ છે તારા આ પ્રેમી સ્ટાઇલ મેરેજ માં ??આરોહી નો રીપ્લાય આવ્યો
        હાલ ના મેરેજ માં પત્ની એ પતિ ના ચરણ નો સ્પર્શ કરે છે ઓકે તો આપણી આ સ્ટાઇલ માં પતિ દ્વારા પોતાની થનાર પત્ની ના ચરણ ને સ્પર્શ કરવામાં આવશે,અને એ પણ બધા લોકો ની સામે.મેં આરોહી ને મેસેજ કર્યો.
        પ્રેમ આ બધું જ બોલવામાં ખુબજ સારું લાગે,વિચારવું સહેલું લાગે પરંતુ તેનો આચરણ કરવું ખુબજ અઘરું છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        કઈ જ અઘરું નથી,જો તું મારી સાથે હોય તો આ કામ કઈ જ અઘરું નથી.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        હું તો હમેંશા તારી સાથે જ છુ ને પ્રેમ.આરોહી નો રીપ્લાય આવ્યો
        તો,પ્રોમિસ કર મને કે આપણે આ પ્રકાર ના જ મેરેજ કરીશું અને બીજા લોકો માટે પ્રેરણા પૂરી પાડીશું.મેં આરોહી ને મેસેજ કર્યો.
        હમમમ.આરોહી નો ટૂંક માં જવાબ આવ્યો
        પાક્કું??મેં આરોહી પાસે કન્ફર્મ કરવા પાછુ પૂછ્યું.
        યાર,પ્રેમ આપણે પેલા તો આપણા પેરેન્સ ને આપણા લવ મેરેજ માટે મનાવવા ના અને ઉપર થી આ નવા પ્રકાર ના મેરેજ માટે પણ મનાવવાના.તને શું લાગે છે?? ચલ આપણા લવ મેરેજ માટે તેઓ માની જશે તો આ પ્રકાર ના મેરેજ કરવા તેઓ માનશે??આરોહી નો ચિંતા ભરેલો મેસેજ આવ્યો.
        અરે,મનાવવાના જ છે આપણે??કારણકે તને ખબર હશે કે પ્રેમ ને ચેલેન્જીસ પસંદ છે અને તેની સાથે જોડાયેલા લોકો ને પણ..મેં આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે..Challenge Accepted.આરોહી નો રીપ્લાય આવ્યો
        My sweet heart, my janu તું મને કેમ કઈ રીપ્લાય નથી આપતો??ફરી પાછો મારા વોટ્સેપ પર પેલા અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો.આ મેસેજ વાંચ્યા પછી મેં મારી ઘડીયાલ માં સમય જોયો તો રાત ના 3:00 થયો હતો એટલે હું પણ વિચાર માં પડી ગયો કે આટલી મોડી રાત્રે મને કોણ પરેશાન કરી રહ્યું હશે?હજુ વિચાર જ કરતો હતો એટલામાં ફરી પાછો આરોહી નો રીપ્લાય આવ્યો,
        પ્રેમ,બીજી વાત કાલે કરીશું કારણ કે મોડી રાત થઇ ચુકી છે.
        પરંતુ,કાલે ક્યાં આપણે લોકો એ ઓફીસ પર જવાનું છે.કાલે તો રવિવાર છે તો વાત કરને.મેં આરોહી ને મેસેજ કર્યો
                પ્રેમ,વાત કરવાની તો મને પણ ખુબજ મજા આવે છે પરંતુ મને ખુબજ ઊંઘ આવી રહી છે.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,મારી પરી ની તબિયત સારી રહેવી જોઈએ,વાત તો કાલે પણ થશે.તું આરામ થી સુઈ જા ઓકે.ગુડ નાઈટ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        સોરી,પ્રેમ.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઇટ્સ ઓકે,ડીયર.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓકે,ગુડ નાઈટ.આરોહી નો રીપ્લાય આવ્યો
        અને ત્યારબાદ તે ઓફલાઈન થઇ ગઈ,એટલે મેં પણ સુઈ જવાનું નક્કી કર્યું પરંતુ જેવું હું મારા ફોન નું નેટ કનેક્શન બંધ કરવા જઈ રહ્યો હતો એટલામાં તો ફરી પેલા અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યો,
        I love you so much prem, pliz riplay mee.આ મેસેજ વાંચી ને મારું મગજ ફરી વિચારે ચડ્યું અને મને એવું લાગ્યું કે નક્કી આ કોઈ અમારા ગ્રુપ માંથી જ કોઈ ની શરારત છે,એટલે મેં જાણવા ખાતર જ તેને રીપ્લાય કરી દીધો,
Who r u???
મેસેજ કર્યા ની પાંચ મિનીટ જેવા આવી તેમ છતા તેણે કોઈ જ રીપ્લાય ના આપ્યો એટલે મેં પણ સુઈ જવાનું નક્કી કર્યું અને સુઈ ગયો.
To be Continue..      
મિત્રો,શું લાગે છે તમને પ્રેમ ને કોણે વોટ્સેપ પર I love you નો  મેસેજ કર્યો હશે????શું હવે પેલા અજાણ્યા નંબર પરથી પ્રેમ ને મેસેજ આવશે કે નહી??શું તે પ્રેમ ના રીપ્લાય નો રીપ્લાય આપશે??તમને લાગે છે ખરેખર આ પ્રેમ ના મિત્રો બીજા નંબર પર થી પ્રેમ ની સાથે મઝાક કરતા હશે??શું પ્રેમ આ વાત આરોહી ને જણાવશે??જો પ્રેમ આ વિષે આરોહી ને જણાવશે તો બંને ની રીલેશનશીપ આગળ વધશે??કે પછી અહિયાં જ પુરીથી જશે??મિત્રો પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : મિત્રો,શું લાગે છે તમને??શું પેલા  અજાણ્યા નંબર પરથી પ્રેમ ના રીપ્લાય નો રીપ્લાય આવશે ???
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,
Facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C10 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી

આગળ જોયું,
        આરોહી ના તરફ થી મળેલા પ્રેમ ના પ્રસ્તાવ ને પ્રેમ સ્વીકાર કરે છે.ત્યારબાદ બંને એકબીજાની સાથે ખુશી ખુશી થી વાતો કરે છે અને વાતવાતમાં પ્રેમ આરોહી ને મળવા માટે નું પૂછી લે છે,
હવે આગળ,
***
        શું??આરોહી એ પ્રેમ ને મેસેજ કર્યો.
        અરે,હું એમ કહું છુ કે હું તને મળવા માંગું છુ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        એ તો મને પણ ખબર છે,અને હા મને પણ વાંચતા આવડે છે.આરોહી એ જવાબ આપ્યો
        મને ખબર જ છે પરંતુ તું એવું પૂછે તો પછી હું શું કરું??બોલ?મેં આરોહી ને કીધું
        પરંતુ,આમ અચાનક જ કેમ મળવાનું પૂછે છો??આરોહી એ મને કીધું
        આ મારી બોડી ની અંદર એક દિલ છે જે મને કહે છે કે મારે આરોહી ના દિલ ને મળવું છે તો તું મારું આ કામ કરી આપને અને તને તો ખબર જ હશે કે આ દિલ તો મારું પાક્કું ભાઈબંધ છે એટલે તેની આ ઈચ્છા ને હું ક્યારેય ટાળી ના શકું.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        ઓહ્હો એવું??આરોહી એ મને રીપ્લાય આપ્યો
        હ્મ્મ્મમ્મ્મ્મ.મેં ટૂંક માં જ જવાબ આપ્યો
        પરંતુ મિશટર તમારા આ ભાઈબંધ ને કઈ દો કે આરોહી નું દિલ હમણાં બહુ જ બીઝી છે એટલે હમણાં તો કોઈ ચાન્સ જ નથી.આરોહી નો રીપ્લાય આવ્યો.
        પરંતુ ક્યાં છે એટલું બધું બીઝી??મેં આરોહી ને પૂછ્યું
        છે હવે કોઈ પ્રેમ ના પ્રેમ માં.આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓહ્હો,સારી વાત કહેવાય તો પછી એ તો કેમ આરોહી???મેં આરોહી ને પૂછ્યું
        હમમમ.આરોહી એ ટૂંક માં જવાબ આપ્યો
        આરોહી આપણે લોકો ક્યારે મળીશું??એ વાત બોલ.મેં આરોહી ને કીધું
મળીશું પ્રેમ આપણે લોકો જરૂર મળીશું પરંતુ હમણાં નહિ.આરોહી નો રીપ્લાય આવ્યો
હમણાં શું છે???મેં આરોહી ને પૂછ્યું
અરે,બાબા હમણાં તહેવારો ની સીઝન ચાલે છે એ તો ખબર છે ને તને પ્રેમ??આરોહી એ મને પૂછ્યું
હા,મને ખબર છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
સારી વાત કહેવાય.આરોહી નો રીપ્લાય આવ્યો
કેમ સારી વાત??મેં આરોહી ને પૂછ્યું
કારણ કે મારા પ્રેમ માં એક વાર જો કોઈ પડે પછી તેને આજુબાજુ નું કઈ ખબર નથી રહેતી એટલે.આરોહી નો રીપ્લાય આવ્યો
એ તો એવું છે ને કે હું છુ જ જુદા પ્રકાર નો પ્રેમ એટલે સમજયા??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
ઓહ્હો..એવું??આરોહી નો રીપ્લાય આવ્યો
હમમમ.મેં ટૂંક માં જવાબ આપ્યો
બોલો બીજું??આરોહી એ મને પૂછ્યું
આરોહી એક સવાલ પુછુ??મેં આરોહી ને પૂછ્યું
અરે,એક નહી બે પૂછ.આરોહી નો રીપ્લાય આવ્યો
ગર્લફ્રેન્ડસ અને જનરલ ગર્લફ્રેન્ડ માં ફરક શું હોય છે??મેં આરોહી ને પૂછ્યું
અરે,પ્રેમ આ કેવો સવાલ છે??આરોહી એ મને કીધું
આજ મારો સવાલ છે અને જલ્દી થી બોલ આ સવાલ નો જવાબ.મેં આરોહી ને કીધું
જવાબ આપવો જરૂરી છે??આરોહી એકદમ શાંતિ થી પૂછતી હોય એવી રીતે પૂછ્યું
હાં તો અને મેડમ તમને એટલી પણ ખબર નથી કે કોઈ સવાલ જવાબ મેળવવા માટે જ પૂછવામાં આવે છે.ખબર પડી??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
અરે પણ આ સવાલ જ એવો છે કે મને તેનો જવાબ નથી ખબર.આરોહી નો રીપ્લાય આવ્યો
એમ ના ચાલે જવાબ તો આપવો જ પડશે.મેં આરોહી ને કીધું
થોડું વિચારવું પડશે.આરોહી નો રીપ્લાય આવ્યો
ઓકે,થોડું જ વિચારજે.મેં આરોહી ને કીધું
હમમમ.સાંભળ પ્રેમ.આરોહી નો એટલો જ રીપ્લાય વાંચીને જ મેં તરત જ તેને મેસેજ કર્યો સાંભળું કે વાંચું??
અરે,વાંચજે.આરોહી નો રીપ્લાય આવ્યો
પેલા જવાબ તો સેન્ડ કર.મેં ફરી મેસેજ કર્યો
એક તો કે જયારે કોઈ છોકરો હોય કે છોકરી એ એમજ માત્ર ફ્રેન્ડ જ હોય તો પજેસીવ ના થાય પરંતુ જો એક વાર તે બંને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બની ગયા પછી પજેસીવ બની જાય છે.આરોહી નો રીપ્લાય આવ્યો
બીજું કઈ ??મેં ફરી પૂછ્યું
બસ પછી તો છોકરા એ છોકરી ને અને છોકરી એ છોકરા ને ઈમ્રેસ્સ કરવા માટે મહેનત કરવાની જરૂર રહેતી નથી.આરોહી એ જવાબ આપ્યો
ઓહ્હો એવું હોય છે??મેં આરોહી ને પૂછ્યું
હમમમ.આરોહી એ ટૂંક માં જવાબ આપ્યો

પરંતુ એ કેવી રીતે ખબર પડે કે હવે છોકરો એ કોઈ છોકરી ને અને છોકરી એ કોઈ છોકરા ને ઈમ્પ્રેસ્સ કરવા માટે મહેનત નથી કરતા.મેં આરોહી ને ફરી પૂછ્યું
એતો છે ને તેઓ ના બિહેવયર પર થી જ ખબર પડી જાય.આરોહી એ કીધું
પ્લીઝ મને કોઈ ઉદાહરણ દ્વારા સમજાવીશ??મેં આરોહી ને ફરી પૂછ્યું
હં,હું જયારે કોલેજ માં હતી ત્યારે અમારા જ ગ્રુપ માં એક મારી ફ્રેન્ડ હતી માનસી અને તે અમારા જ ક્લાસ ના પ્રતિક નામ ના એક છોકરાને પસંદ કરતી હતી.આરોહી એ કીધું
પછી??મેં પૂછ્યું
પછી કઈ જ નહી તે તેને કોઈ પણ રીતે પ્રતિક ને પોતાના તરફ આકર્ષિત કરવા માંગતી હતી પરંતુ એવું તો એ શું કરે કે એ પોતાના તરફ આકર્ષિત થાય  એ તેને ખબર પડતી ન હતી.આરોહી નો રીપ્લાય આવ્યો
અરે,છોકરા ઓ ને ઈમ્પ્રેસ કરવા માટે પણ છોકરીઓ આટલી ચિંતિત હોય છે??મેં આરોહી ને પૂછ્યું
હાં તો ખુબજ ચિંતિત હોય છે,પરંતુ એ બધું કોલેજ સમય સુધી જ પછી તો સમજુ થઇ જાય એટલે તેવું ટેન્શન ના લે કોઈ છોકરી.આરોહી નો રીપ્લાય આવ્યો
કેમ,કોલેજ સમય માં સમજુ ના હોય??પાગલ હોય??મેં આરોહી ને પૂછ્યું
એમ નહી,પરંતુ કોલેજ સમય ના છોકરા ઓ અને ખાસ કરીને છોકરી ઓના મગજ માં એવું હોય છે કે કોલેજ માં છીએ એટલે ઓછામાં ઓછો એક તો બોયફ્રેન્ડ જોઈએ જ અને જો ના હોય તો તેની ગ્રુપ મા વેલ્યુ શું રહેશે બસ આવુજ વિચાર્યા કરે.આરોહી નો રીપ્લાય આવ્યો.
આજ કાલ કોલેજ માં બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ હોવું એ તો સ્ટેટસ સિમ્બોલ ગણાય છે ને એટલે.મેં કીધું
હમમમ.આરોહી એ ટૂંક માં જવાબ આપ્યો
પછી શું થયું??માનસી એ પેલા પ્રતિક ને ઈમ્પ્રેસ્સ કરવા શું કર્યું??મેં ફરી આરોહી ને પૂછ્યું
કઈ નહી પછી તે બહેન ના ખર્ચા વધી ગયા.આરોહીએ મને કીધું
પરંતુ,કેમ??મેં ફરીએક વાર આરોહી ને પૂછ્યું
પેલા ને ઈમ્પ્રેસ્સ કરવાના ચક્કર માં તે દર અઠવાડિયે શોપિંગ કરવા નીકળી પડે અને તેણે તેના કોઈ ફ્રેન્ડસ સાથે કોન્ટેક્ટ કરીને તેની પસંદ ના પસંદ વિષે બધુજ પૂછી લીધું અને પેલાની પસંદગી મુજબ ના દરરોજ કપડા પહેરે અને મને આવીને કે હવે તો ઈમ્પ્રેસ્સ થશેજ,કેમ આરોહી??આરોહી એ મને કીધું
તમે છોકરીઓ પણ ગજબ ની હોવ છો.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
કેમ??આરોહી એ મને પૂછ્યું
અરે પાગલ,છોકરાઓ ને ઈમ્પ્રેસ્સ કરવા માટે એટલું બધું કરવાની જરૂર ના હોય.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
તો શું કરવાનું હોય??આરોહીએ રીપ્લાય આપ્યો
અરે,એક સ્માઈલ થી પણ છોકરાઓ ઘૂઘરા જેવા થઇ જાય.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
હાં,બિલકુલ સાચી વાત છે,અને તું પણ એવી રીતેજ મારા પ્રેમ માં પડી ગયેલો કેમ પ્રેમ સાચી વાત ને???આરોહી એ મને કીધું
હા તો,સાચી વાત.બસ ખુશ.મેં આરોહી ને રીપ્લાય કર્યો
હમમમ.હવે તમારો વારો સવાલ નો જવાબ આપવાનો.આરોહી એ મને કીધું
ક્યાં સવાલ નો??મેં આરોહી ને પૂછ્યું
હમણાં તે જે પૂછેલો નો એજ સવાલ.આરોહી એ મને કીધું
હું તને છેલ્લી વીસ મિનીટ થી અજીબો-ગરીબ સવાલ કરું છુ અને તું મને શાંતિ થી જવાબ પણ કહે છો,બરાબર??મેં આરોહી ને પૂછ્યું
હમમ,બરાબર.આરોહી એ રીપ્લાય આપ્યો
જો આવી જ રીતે હું મારા ફ્રેન્ડ ને સવાલ કરું તો મને શું કહેશે?મેં આરોહી ને પૂછ્યું
એ મને શું ખબર હોય?આરોહી એ મને કીધું
તે મને જવાબ આપવાને બદલે મારા પર ભડકી ઉઠે.પરંતુ તે એવું કર્યું નહી કારણ કે યુ લવ મી.બસ માત્ર આટલોજ ફર્ક છે બંને માં.મેં આરોહી ને જવાબ આપ્યો
ઓહો,એવું હોય??આરોહી એ મને પૂછ્યું
હમમમ.મેં પણ કહ્યું
ઓફીસ માં કેવું લાગે છે??મઝા આવે છે કે નહિ?આરોહી એ મને પૂછ્યું
બહુજ મઝા આવે છે મને તો સ્ટાર માં કામ કરવાની અને તમને ??મેં જવાબ આપ્યો અને આરોહી ને પૂછ્યું
સેમ,ખરેખર ખુબજ સારી કંપની મળી ગઈ આપણને લોકો ને કેમ પ્રેમ??આરોહી એ મને પૂછ્યું
હમમમ.મેં ફરી ટૂંક માં જવાબ આપ્યો
પ્રેમ,એક સવાલ પુછુ??આરોહી એ મને પૂછ્યુ
અરે,ગાંડી એ પણ કઈ પૂછવાની વાત છે.તારે જેટલા સવાલ પૂછવા હોય એટલા સવાલ પૂછ.મેં આરોહી ને જવાબ આપ્યો
તમારા ઘર માંથી તમને લગ્ન કરવા માટે કહેવામાં આવે છે કે નહી??આરોહી એ મને પૂછ્યું
કેમ આમ અચાનક જ આવો સવાલ પૂછ્યો??હજુ આપણે એકબીજાને પ્રપોઝ ને સ્વીકાર કર્યો તેનો પૂરો એક દિવસ પણ નથી થયો તે તો ખબર છે ને ??મેં આરોહી ને કીધું
હા મને બધી જ ખબર છે,પરંતુ આ તો મારા મન માં આવો સવાલ આવ્યો એટલે મેં પૂછ્યું.
હમમમ.સારી વાત કહેવાય કે તમારા મન માં સવાલ પણ થાય છે.મેં આરોહી ને કીધું
વાત બદલવાના પ્રયત્નો ના કરો અને મને મારા સવાલ નો જવાબ આપો ઓકે.આરોહી એ કીધું
જ્યારેં હું કોલેજ ના છેલ્લા વર્ષ માં આવ્યો ત્યારે જ મારા પર તો લગ્ન માટેનું દબાણ ઠાલવવામાં આવ્યું છે.મેં આરોહી ને કીધું
તો શું થયું??આરોહી એ કીધું
મેં મારા મમ્મી-પપ્પા ને સમજાવવાના ખુબજ પ્રયત્નો કર્યા પરંતુ મારા બધાજ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.મેં આરોહી ને કીધું
તો તો પછી છોકરી જોવા માટે પણ ગયા જ હશો કેમ??આરોહી એ મને પૂછ્યું
વાહ આરોહી તારું મગજ તો ગજબ નું છે, તને કેમ ખબર પડી ગઈ કે હું છોકરી જોવા માટે પણ ગયેલો.મેં આરોહી ને કીધું
        હા હવે મારી મઝાક ઉડાવવાની બંધ કર અને જલ્દી થી કહે કે પછી શું થયું?આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓકે,તો સાંભળ હજુ આટલું ટાઇપ કરીને મેસેજ મોકલી રહ્યો એટલામાં જ તેનો રીપ્લાય આવ્યો,
        સાંભળું કે વાંચું??
        ભાઈ,ભૂલ થી આવી ગયું હશે અને તું પણ નાની વાત યાદ રાખીને મોકો મળતા જ સામે પ્રત્યુતર પણ આપી દે છે.મેં આરોહી ને મેસેજ કર્યો.
        ઓહ્હ,હેહેલ્લો કોને ભાઈ કહો છો તમે?અને બીજું કે મને જયારે પણ ચાન્સ મળે ત્યારે હું તેના પર ડાન્સ કરી લવ છુ.સમજયા??આરોહી નો મેસેજ આવ્યો
        હા એતો મને ખબર જ છે.મેં આરોહી ને કીધું
        શું ખબર છે??આરોહી નો રીપ્લાય આવ્યો
        કે તમને કેટલો સરસ ડાન્સ આવડે છે અને તમને ચાન્સ મળે એટલે તમે ડાન્સ પણ કરી શકો છો,તેથી જતો તમે મને પસંદ કરી લીધો કેમ??સાચું ને??મેં આરોહી ને રીપ્લાય કર્યો
        એટલે??આરોહી નો રીપ્લાય આવ્યો
        એટલે એમ કે તમને ખબર હતી આ હીરા જેવા છોકરા સાથે મને મારી ઝીંદગી પસાર કરવાનો સારો ચાન્સ મળ્યો છે તો તેના પર હું ડાન્સ કરી લવ.મેં આરોહી ને કીધું
        હમમમ.આરોહી નો ટૂંક માં જવાબ આપ્યો
        અને હા,મેં પણ ચાન્સ પર ડાન્સ જ કર્યો છે.મેં આરોહી ને કીધું
        હાં,એ મને ખબર જ છે કારણ કે તમારા જેવા હીરા ને જો મારી જેવી હિરોઈન મળતી હોય તો તમે પણ શા માટે ચાન્સ જતો કરો.કેમ??આરોહી નો રીપ્લાય આવ્યો.
        હમમમ.મેં ટૂંક માં જવાબ આપ્યો
        એ હમમમ,વાળા પેલી અધુરી વાત પૂરી કરો.આરોહી નો રીપ્લાય આવ્યો
        કઈ??મને ખબર હતી તેમ છતા મેં તેમને ચીડવવા માટે આવો જવાબ આપ્યો.
        ઓહો શાણપણ અને એ પણ આરોહી સાથે??ઓ મિશ્ટર આ નાટક બંધ કરો અને જલ્દી થી તમારી વાત ચાલુ કરો,ઓકે.આરોહી નો રીપ્લાય આવ્યો

        મેં આગળ કીધું એમ કે મારા મમ્મી-પપ્પા મારું માન્યા નહી એટલે મારે ના છુટકે તેઓએ નક્કી કરેલ છોકરી વાળા ઓ ને ત્યાં છોકરી જોવા માટે જવું પડ્યું.મેં આરોહી ને રીપ્લાય કર્યો
        પછી??જોઈ??આરોહી નો રીપ્લાય આવ્યો
        હાસ્તો,દરરોજ ઘર ની બહાર જોવા માટે નીકળી પડતા અને એ પણ ચોરીછુપીથી અને આજે તો ખુદ ઘર પર થી જ પ્લાન ગોઠવી આપવામાં આવ્યો એટલે હું પણ મારી ઉમર ના હિસાબ માં આવતા વિચારો ના મુજબ મન માં ને મન માં ખુશ થઈ ગયો.મેં આરોહી ને કીધું
        સરસ.આરોહી નો રીપ્લાય આવ્યો
        પહેલી વાર જોવા જવાનું હોવાથી ઘરે થી કહી દેવા માં આવ્યું કે બરાબર શેવિંગ કરવી અને જરૂર પડે તો થોડો મેકોઓવર પણ કરી લેવો એટલે મેં પણ બધી જ પ્રકાર ની તૈયારી કરી અને જોવા નીકળી પડ્યો.મેં આરોહી ને રીપ્લાય  
        પછી??આરોહી નો રીપ્લાય આવ્યો
        પછી,શું હું પણ જોઇને આવતો રહ્યો.મેં આરોહીને કહ્યું
        તો કેવી લાગી છોકરી??આરોહી નો રીપ્લાય આવ્યો
        બસ,આજ સવાલ મને ઘરે પહોંચતાની સાથે જ પૂછવામાં આવ્યો.મેં આરોહીને રીપ્લાય આપ્યો
        ઓહહ,એવું??આરોહી એ મને પૂછ્યું
        હમમ.મેં ટૂંક માં જવાબ આપ્યો.
        તો તમે તમારા મમ્મી-પાપા ને શું જવાબ આપ્યો.આરોહી એ મને પૂછ્યું
        મને છોકરી પસંદ નથી એવું કીધું મેં તો.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        પરંતુ,શા માટે તે ના પાડી??આરોહી એ મને પૂછ્યું
        બસ,આજ સવાલ મને મારા મમ્મી-પપ્પા એ પણ પૂછ્યો.મેં આરોહી ને જવાબ આપ્યો
        તને એવું નથી લાગતું કે મારા અને તારા મમ્મી-પાપા ના વિચાર મળતા આવે છે??આરોહી નો રીપ્લાય આવ્યો
        ઓ ઓ ,વિચાર વાળી આ સવાલ તો ફિક્સ જ હોય પૂછવાના ખબર પડી??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        હમમ,તો બોલો આજ સુધી માં કેટલી છોકરીઓ જોઈ??આરોહી નો રીપ્લાય આવ્યો
        25 જેટલી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો.
        તો તેમાંથી એક પણ પસંદ ના આવી??આરોહી નો રીપ્લાય આવ્યો
        ના.મેં આરોહ્હી ને રીપ્લાય કર્યો
        પરંતુ શા માટે??આરોહી નો રીપ્લાય આવ્યો
        સાચું કહું??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        હમ્મ્મ્મ.આરોહી નો રીપ્લાય આવ્યો
        કારણ કે જેટલી સારી છોકરીઓ રસ્તા પર જોવા મળે છે એવી એકપણ છોકરી હું જ્યાં જોવા ગયો ત્યાં મને ના મળી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        છોકરી ને રીજેક્ટ કરવાનું આ કેવું કારણ છે??આરોહી નો રીપ્લાય આવ્યો
        પરંતુ તું જ કહે જયારે અમે રસ્તા પર હોઈએ ત્યારે જેવી છોકરી જોવા મળે તેવી છોકરી જયારે જોવા જઈએ ત્યારે કેમ ના મળે??ક્યાં ચાલી જતી હશે બધી??મેં આરોહી ને રીપ્લાય આપ્યો
        બધી પોતપોતાના ઘરેજ હોય.બીજે તો ક્યાં જાય?બોલો??આરોહી નો રીપ્લાય આવ્યો
        છોડ એ બધું હવે એ વિચારવાની જરુર નથી કારણ કે હવે તુ તો છે મારી પાસે .મેં આરોહી ને રીપ્લાય કર્યો
        જ્યારે આરોહી ના ફેસબુક ID પર typing…બતાવતું હતું ત્યારે મારા સ્માર્ટફોન ના નોટીફીકેશન બાર માં એક unknown નંબર નો વોટ્સેપ મેસેજ નોટીફાય થયો એટલે મેં તે મેસેજ ખોલ્યો અને વાંચ્યું તો અંદર લખેલું હતું,
        I LOVE YOU….
                To be Continue…      
મિત્રો,શું લાગે છે તમને પ્રેમ ને કોણે વોટ્સેપ પર I love you નો  મેસેજ કર્યો હશે????શું પ્રેમ ના મિત્રો બીજા નંબર પર થી પ્રેમ સાથે મઝાક કરતા હશે??શું પ્રેમ આ વાત આરોહી ને જણાવશે??જો પ્રેમ આ વિષે આરોહી ને જણાવશે તો બંને ની રીલેશનશીપ આગળ વધશે??કે પછી અહિયાં જ પુરીથી જશે??મિત્રો પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
 
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : મિત્રો,શું લાગે છે તમને પ્રેમ ને કોણે વોટ્સેપ પર I love you  મેસેજ કર્યો હશે???
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….