Thursday, September 19, 2024
Home Blog Page 46

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C05 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી


આગળ જોયું,
      આરોહી ,પ્રેમ તરફ થી મળેલા પ્રપોઝલ નો ઇનકાર કરે છે,અને ત્યારબાદ બંને એકબીજાની પસંદ અને નાપસંદ વિષે વાત કરે છે અને તેમા આરોહી થી પ્રેમ ને તેના ભૂતકાળ વિષે પૂછાય જાય છે ત્યારબાદ પ્રેમ પોતાનો ભૂતકાળ આરોહી ને જણાવે છે અને ત્યાર પછી આરોહી પ્રેમ ને પોતાની એક વાત ભૂતકાળ ની વાત કહેવાની શરૂઆત કરે છે.
હવે આગળ,
***
ના,પછી ક્યારેક વાત.આરોહી એ કીધું
        કેમ,શું થયું??કેવાનો વિચાર નથી કે શું?મેં આરોહી ને પૂછ્યું
        ના,એવું નથી.આરોહી એ કીધું
        તો પછી શું છે.મારો ભૂતકાળ તો સાંભળી લીધો અને  હવે પોતાનો વારો આવ્યો એટલે બાય,પછી વાત એવું કેમ????મેં આરોહી ને પૂછ્યું
        અરે એવું નથી,અને ઓહ્હ,મિસ્ટર તમારે કાલે ઓફીસ પર નથી જવાનું??આરોહી એ મને પૂછ્યું
        જવાનું છે ને.પરંતુ તેનું તારી વાત ની સાથે શું લેવા દેવા છે?મેં પૂછ્યું
        ઘડિયાળ માં સમય જુવો.કેટલા વાગ્યા ખબર છે??અઆરોહી એ કીધું
        ઓહ્હ તેરી,આટલા બધા વાગી ગયા છે?આરોહી ને પૂછતો હોય તે રીતે મેં કીધું
        હમમમ.ગુડ નાઈટ.આરોહી એ કીધું
        આગળ ની મુલકાત નો સમય અને તારીખ??મેં પૂછ્યું
        હં,સન્ડે બપોરે ૨:૦૦ વાગે ફેસબુક પર.ઓકે.આરોહી એ કીધું
        નોટ,ઓકે.મેં કીધું
        કેમ??આરોહી એ પૂછ્યું
        સેટરડે નાઈટ  9:30pm ,બરાબર છે,કારણ કે સન્ડે તો રજા જ હોય છે તો ફૂલ નાઈટ વાત થઇ શકે.મેં કીધું
        ઓહ્હ,ફૂલ નાઈટ એમ??પરંતુ મારો ભૂતકાળ એટલો બધો પણ લાંબો નથી.આરોહી એ કીધું
        તો,શું છે.તુ તો છે જ ને??એટલે વાતો તો પૂરી જ નહી થાય.મેં કીધું
        એક વાર મારો ભૂતકાળ સાંભળયા પછી ખબર,કે કેટલી વાત કરીશ.
        અને બાય,બાય ,ગુડ નાઈટ.આરોહી એ આટલું કહીને ઓફલાઈન થઇ ગઈ.
        ગુડ નાઈટ,સ્વીટ ડ્રીમ્સ નો મેસેજ મોકલીને હું પણ સુઈ ગયો.કારણ કે કાલે સવારે ફરીથી ઓફીસ પર જવાનું હતું અને ૩:૦૦ તો ઓલરેડી વાગી ચુક્યા હતા.
***
        ગુડ મોર્નિંગ,પ્રેમ.જેવો ઓફીસ પર પહોંચ્યો કે અજય મારા તરફ આવીને પોતાનો હાથ મારા તરફ આગળ લંબાવીને બોલ્યો.ગુડ મોર્નિંગ અજય મેં તેની સાથે મારો હાથ મેળવતા કીધું અને પૂછ્યું કેયુર ને એ લોકો ક્યાં છે??
        પાછળ જો.અજય બોલ્યો એટલે મેં પાછળ જોયું તો કેયુર અને પ્રિયા બંને સાથે આવતા હતા અને ખુશી વોશરૂમ તરફ થી બહાર આવતી હતી,અને તે બધા હું અને અજય જ્યાં ઉભા હતા ત્યાં આવીને ઉભા રહી ગયા.
        ઓહ્હો,લેલા મજનું સાથ સાથ.મે, કેયુર અને પ્રિયા તરફ જોઈને કીધું.
        એટલે જ હું પ્રપોઝ કરતો ન હતો.મને ખબર જ હતી,કે તમને લોકો ને તો કોઈ ની ખેંચવા માટે નાનો ટોપિક જોઈએ.કેયુર બોલ્યો
        ભાઈ,સીધું જ બોલ ને કે હિંમત જ ન હતી તારા માં,ફટટુ આવા બહાના બનવાનું બંધ કર.મેં તેને કીધું
        એય્ય,રીસ્પેક્ટ થી વાત કરવાની કેયુર સાથે,હજુ મેં મારું બોલવાનું બંધ કર્યું ત્યાં તો પ્રિયા બોલી.
        હવે,તમારું બધા નો બકવાસ પુરો થયો હોય તો કામ શરુ કરીએ??અજય બોલ્યો
        હમમ,ચલો મિસ્ટર એમ્પલોય ઓફ ધ યર.મેં અજય ની તરફ જોઈને કીધું
        અજય,નામ છે,પ્રેમ તેનું.ત્યાં તો ખુશી પણ બોલી
        શું છે તમારું ચારેય નું??ના તમે લોકો મને કહો શું છે?આ કેયલા ને કઈ બોલુ તો પ્રિયા અને અજયા ને કહી કહું તો ખુશી તુ વચ્ચે બોલે છે.મેં તે લોકો ની તરફ જોઈને કીધું
        મને કોઈએ સાંભળ્યો જ ના હોય તેવી રીતે તે ચારેય મારા તરફ જોઈને હસતા હસતા પોતાના ડેસ્ક પર ગયા અને અજયે મને કીધું ચાલ પ્રેમ કામ પર લાગી જા હવે.અને હું પણ મારા ડેસ્ક પર જઈને ગોઠવાઈ ગયો અને કામ શરુ કરી દીધું.
        પ્રેમ,પ્રેમ ઓં પ્રેમ ચાલ ઉભો થા અને ટેબલ પર લંચ બોક્સ લઈને આવ,પ્રિયા મારા ડેસ્ક પાસે આવીને ઉભી રહી અને જોર થી બોલી એટલે હું ફરી વર્તમાન માં આવ્યો.
        કોના વિચારો માં ખોવાયેલો છે ભાઈ,તુ??પ્રિયા એ મને પૂછ્યું
        કોઈના નહી,ચાલ તુ જા.હું પાંચ જ મીનીટ માં આવું છુ.મેં પ્રિયા ને કીધું
        ઓકે,પરંતુ જલ્દી આવજે.પ્રિયા એ મને કીધું અને ત્યાંથી ચાલી ગઈ.
        હમમમ.મેં કીધું અને પાંચ મીનીટ પછી ટેબલ પર જઈને માંરી દરરોજ જ ની જગ્યા પર જઈને બેસી ગયો.પરંતુ મેં ટેબલ પર સરખી રીતે જોયુ તો ખબર પડી કે કેયુરે તેની જૂની  જગ્યા બદલીને તે પ્રિયા ની બાજુની ખુરશી પર જઈને બેસી ગયો હતો.
        તો,શરુ કરીએ.કેયુર બોલ્યો
        હમમ,ખુશી બોલી.
        અમે બધા એ પોતપોતાના લંચ બોક્સ ખોલ્યા અને જમવાનું શરુ કર્યું,પરંતુ આજે મેં જોયું તો પ્રિયા કેયુર ની ફેવરીટ વાનગીઓ અને ખુશી અજય ની ફેવરીટ વાનગીઓ લઈને આવેલી અને બંને પોતાના હાથે તે બંને ને ખવરાવતી હતી અને આ મારા થી ના જોવાયું એટલે હું એકલો ઉભો થયો અને બાજુ ના ટેબલ પર મારું લંચ બોક્સ લઈને બેસી ગયો અને જમવાનું શરુ કર્યું.
        શું થયું ભાઈ??હું બાજુ ના ટેબલ પર જઈને બેસી ગયો એટલે અજય એ મને પૂછ્યું
        કઈ નહી.હું તમને લોકો ને હેરાન કરવા નથી માંગતો.તમે ચારેય એન્જોય કરો.મેં અજય ને કીધું
        અરે,મેલે પ્લેમ કો બુલા લગ ગયા??ખુશી મારા તરફ આવતા આવતા બોલી અને મારી સામે એક ડબ્બો રાખ્યો.
        શું થયું તને??હું કઈ નાનો છોકરો છુ??કે મને તેવી રીતે સમજાવે છો??અને આ ડબ્બો અહીં કેમ રાખ્યો.??મેં ખુશી ની તરફ જોઈને કીધું
        નાના છોકરા ની જેમ તો રિસાય જાય છે,તો પછી એમજ વાત કરુ ને તારી સાથે.અને ડબ્બો ખોલીને જોઇલે ડફોળ-ડબ્બા. ખુશી હસતા હસતા બોલી
        સેન્ડવીચ??આહાહાહાહાહ મઝા આવી ગઈ ખુશી.મેં જેવો ડબ્બો ખોલ્યો ને જોયું તો મારા મોઢા માંથી આવા શબ્દો નીકળી ગયા.કારણ કે આ એક મારી ઓલ ટાઈમ ફેવરીટ નાસ્તો કહો લંચ કહો કે ડીનર કહો.થેંક યુ ખુશી તુ એક જ છે જે મને સમજે છે.મેં ખુશી ને કીધું
        ચાલ,હવે પાછો ટેબલ પર આવીજા અને બેસી જા.ખુશી એ મને કીધું
        એક શર્ત પર.મેં ખુશી ને કીધું
        કેવી શર્ત??ત્યાં તો અજય વચ્ચે બોલ્યો
        આ સેન્ડવીચ હું તમારા હાથે થી જ જમીશ.હું હજુ મારું બોલવાનું પૂરું કરું ત્યાં તો ખુશી એ એક સેન્ડવીચ નો મોટો ટુકડો મારા મોઢા માં મૂકી દીધો અને અજય એ મારો હાથ પકડ્યો અને પાછો ટેબલ પર લઇ ગયો.
        તો,માની ગયા મુગલ-એ-આઝમ??પ્રિયા બોલી
        હમમમ,અજય અને ખુશી  એક સાથે બોલ્યાં.અને હું ટેબલ પર જઈને બેસી ગયો અને અમે બધા એ લંચ કર્યું અને પછી શાંતિ થી બેઠા બેઠા વાત કરતા હતા,અને વાત વાત માં પ્રિયા બોલી શું કરે છે લેડી સ્ટાર???પ્રેમ.
        જલસા.મેં કીધું
        સાલા,તુ હજુ તેની સાથે કોન્ટેક્ટ માં છે??કેયુર બોલ્યો
        મને તો એમ હતું કે તુ હવે ભૂલી ગયો હશે તેને.ખુશી બોલી

        એ કોઈ ભૂલવાની વસ્તુ થોડી છે??કેમ પ્રેમ??કેયુર મારા તરફ જોઈને પોતાના બંને નેણ ઉંચા કરીને બોલ્યો
અરે,ભૂલવાની ક્યાં વાત કરે છો દરરોજ રાત્રે તેની સાથે જ વાત કરતો હોય છે.નથી ખબર તમને??પ્રિયા બોલી
ક્યાં બાત હૈ,પ્રેમ યાર તારી તો નીકળી પડી.ખુશી બોલી
ક્યાં સુધી પંહોચી ભાઈ તારી આ લવ સ્ટોરી??ત્યાં તો અજય પણ બોલ્યો
ભાઈ,એક એક કરીને બોલો.આમ બધા એક સાથે ના બોલો મગજ હેંગ થઇ જાય.મેં વાત બદલવાના હેતુ થી કીધું
કસમ થી યાર શું માલ બતાય છે તે તો,કેમ અજય??કેયુર બોલ્યો
સાલા,તારી ભાભી છે,અને ભાભી માલ સમાન નહી,માં સમાન હોય છે.મેં થોડું રમત વાળા ગુસ્સા માં કીધું
ઓહ્હ હો ભાભી??પ્રિયા બોલી
પ્રિયા,તને ખબર છે આ છોકરાઓ ની એક વાત??ખુશી બોલી
કઈ વાત??પ્રિયા બોલી
કે,કોઈ છોકરી તેની પત્ની બને કે ના બને પરંતુ પોતાના દોસ્તો ની ભાભી જરૂર બની જાય છે.ખુશી બોલી
યાર,એ વાત તો સાચી છે.પ્રિયા બોલી
તો,તો પછી તમારી છોકરીઓ માં પણ આવું જ હશે ને?અજય બોલ્યો
કેવું??ત્યાં તો બંને બોલ્યાં
કે,કોઈ છોકરો તમારો પતિ બને કે ના બને પરંતુ તમારી ફ્રેન્ડ્સ નો જીજુ બની જતો હશે ને??કેયુર એ તે બંને ને કીધું
હાં,તો.પ્રિયા બોલી
તો,પછી એક સવાલ નો જવાબ આપશો મને??મેં તે બંને ને પૂછ્યું
કેવો સવાલ??ખુશી એ પૂછ્યું
યાર,અમે લોકો કોઈ સારી દેખાતી છોકરીઓ ને માલ કહીએ ઓકે,તો તમે છોકરીઓ ઓ અમારા જેવા હીરો ને શું કહી ને બોલાવો છો??મેં પૂછ્યું
જો,ખુશી પેલો કેવો સરસ છોકરો જાય છે.પ્રિયા ખુશી ની સામે જોઈને બોલી કેમ સાચી વાત ને??
જાને,જુઠ્ઠી.મેં થોડા ગુસ્સા સાથે કીધું
અરે,ના કહેવું હોય તો ના કહી દો,પણ આમ આલોક નાથ નું ફીમેલ વર્જન બનવાની એક્ટિંગ ના કરો.કેયુર બોલ્યો
હમમમ.અજય પણ બોલ્યો
અરે,અમે લોકો પણ માલ જ કહીએ છે.ખુશ??ખુશી બોલી રહી,એટલામાં તો અમારો લંચ નો સમય પણ પુરો થઇ ગયો એટલે બધા પોતપોતાના ડેસ્ક પર કામ માટે ફરી ગોઠવાયા.
સાંજ ના છ સુધી અમે કામ કરતા રહ્યા અને ત્યારપછી ઓફીસ પરથી છુટીને ત્યાં નજીક માં આવેલા કોફી ના સ્ટોલ પર જઈને એક-એક કોફી પીધી અને અમે લોકો કાલે મળીશું એવું કહીને છુટ્ટા પડ્યા.
***
હવે,આજ થી શનિવાર સુધી ફેસબુક ખોલવાની પણ જરૂર હતી નહી,કારણ કે મારી અને આરોહી ની આગળ ની મીટીંગ શનિવારે જ થવાની હતી એટલે આજે ઈન્ટરનેટ ને બદલે થોડો સમય ટી.વી.જોઈને દરરોજ ની જેમ તાપી કિનારા પર બેસવા જવાનું નક્કી કર્યું.
રાત્રે તાપીકીનારા પરથી ઘરે આવીને જેવો બેડ પર જઈને સુતો અને અંખ બંધ કરી કે મારી આંખો ની સામે આરોહી નો ચેહરો આવી ગયો અને તેની સાથે કરેલી વાતો યાદ આવવા લાગી,એટલે ઊંઘ તો આવવાનું નામ જ લેતી ન હતી.ખબર નહી કેમ પરંતુ મને ફરી એક વાર આરોહી સાથે કરેલી વાતો વાંચવાની ઈચ્છા થઇ એટલે મેં મારો ફોન લીધો,મેસેન્જર ઓપન કર્યું અને આરોહી ની સાથે કરેલી પહેલા દિવસ થી કરેલી વાત થી શરુ કરીને છેલ્લે કરેલી ગઈકાલ સુધી ની વાત જાણે કોઈ નોવેલ વાંચતો હોવ તે રીતે વાંચી લીધી પરંતુ આરોહી ના એક મેસેજ પર આવીને હું ઉભો રહ્યો અને એ મેસેજ હતો આરોહી ના ભૂતકાળ વિશે નો.પછી મેં ફોન મુક્યો બાજુ માં,અને વીચારવા લાગ્યો કે એવી તે કઈ વાત છે જે આરોહી એ આજ સુધી તેના ફ્રેન્ડ્સ ને પણ નથી કીધી અને,તે માત્ર મને જ કહેવા માંગે છે.આવું જ વિચારતા વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ના પડી.
બીજે દિવસે સવારે ઉઠીને ફરીથી રોજ ની જેમ જ ઓફિસ પર ગયો અને સાંજે આવીને ગઈકાલ ની જેમ જ થયું ફરી વાર વાતચીત વાંચી ને ફરી વિચારવા લાગ્યો કે આરોહી કઈ વાત કહેવા માંગે છે,અને તે વિચારતા વિચારતા ફરી ઉંઘી ગયો અને આવી જ રીતે શનિવાર સુધીના બધા જ દિવસો પુરા થઇ ગયા,અને  ફાઈનલી આજે શનિવાર પણ આવી ગયો.
શનિવાર અઠવાડિયા નો છેલ્લો દિવસ હોવાથી અમે લોકો સામાન્ય દિવસો માં પણ શનિવાર ના દિવસે ખુશ જ હોઈએ છીએ,પરંતુ આજે મારી ખુશી બમણી હતી અને હું શા માટે એટલો બધો ખુશ એ તમને લોકો ને તો ખબર જ છે..પરંતુ મારા મિત્રો ને મારી આ ખુશી મારા ચેહરા પર બતાઈ હોય કે ના બત્તાઈ હોય એ ખબર નહી એટલે અમે જયારે લંચ કરવા બેઠા ત્યારે ખુશી બોલી,
પ્રેમ,શું વાત છે કેમ આજે બદલાયેલો લાગે છે??
ના,તો.એવું કઈ જ નથી.મેં કીધું
મને તો પ્રેમ આજે જરૂર કરતા વધારે જ ખુશ દેખાય છે.પ્રિયા બોલી
એતો,આજે શનિવાર છે ને એટલે બકુડી..મેં પ્રિયા ને કીધું
નક્કી,આજે કંઈક તો છે જ પ્રેમ,કેમ કે જયારે જયારે તુ વધારે ખુશ હોય છે ત્યારે ત્યારે તુ મને બકુડી કહી ને બોલાવે છે.પ્રિયા બોલી
ના,તારે કહેવું તો પડશે જ.ખુશી બોલી
એ,ભાઈ જે હોય તે બોલ ને જલ્દી થી.ત્યાં તો કેયુર બોલ્યો
ભાઈ,કેયુર તુ હમણા થી વધુ જ બોલવા લાગ્યો છે,એવું મને કેમ લાગી રહ્યું છે.મેં કેયુર ને કીધું
ના,તો.કેયુર બોલ્યો
કેમ,બોલ ને હવે જે હોય તે.મેં કેયુર ને કીધું
અરે,પણ કઈ છે જ નહી,તો હું શું કરું.કેયુર થોડો અકળાઈને બોલ્યો
તો,બસ ભાઈ હું એજ વાત આ બંને ને સમજાવતો હતો,એટલા માં તો તુ પણ વચ્ચે બોલ્યો એટલે મારે તને સમજાવવું પડ્યું.મેં કેયુર ને કીધું
ઓકે,બાબા તારે કહેવું હોય તો કે નહીતર કઈ નહી.પ્રિયા બોલી
અરે,કઈ નહી આજે આરોહી ની સાથે મારી મીટીંગ છે.એટલે હું થોડો વધારે ખુશ છુ,બીજું કઈ નથી.હું બોલ્યો
અરે,વાહ પ્રિયા તે,તો પ્રેમ પાસે થી પ્રેમ થી વાત બોલાવી દીધી.ખુશી એ પ્રિયા ને કીધું
તને ખબર જ હશે કે માણસ એક એવું પ્રાણી છે,કે જેને કહો છો તેના થી ઉલટું જ કરે છે,અરે ક્યારના સીધી રીતે પૂછતા હતા તો ભાવ ખાતો હતો અને પછી…સમજી ગઈ ને તુ??પ્રિયા એ ખુશી ને કીધું
લંચ,પૂરું કરી ને અમે ફરી કામે લાગ્યા પરંતુ આજે ,મારી એક એક સેકન્ડ એક એક દિવસ બરાબર થઇ ગઈ હતી.મારા મન માં એક જ વિચાર શરુ હતો કે ક્યારે ઓફીસ પરથી રજા પડે અને ક્યારે સાંજ પડે અને ,હું ક્યારે જઈને આરોહી ની સાથે વાત કરું.છેલ્લે અમે ઓફીસ પર થી છુટા પડ્યા અને ૭:૦૦ વાગ્યા ની આસપાસ હું ઘરે પંહોચી ગયો તથા ૮:૦૦ વાગતા મેં મારા જરૂરી બધા જ કામ પુરા કરી દીધા અને આજે સાંજે તાપીકીનારે જવાનો વિચાર પણ બંધ રાખ્યો માત્રને માત્ર આરોહી માટે પરંતુ….
પરંતુ,સાંજ ના ૮:૦૦ વાગ્યા થી લઈને ૯:૩૦ સુધી નો આ દોઢ કલાક નો સમય મારા માટે ખુબજ લાંબો થતો જતો હતો.મારા મન માં માત્ર ને માત્ર એક જ વિચાર આવતો હતો કે આરોહી કઈ વાત મને જણાવવા માંગે છે,લગભગ ૯:૩૦ સુધી આ એકજ વિચાર શરુ હતો.જેમ તેમ કરીને ૯:૦૦ તો વાગી ગયા પરંતુ ૯:૦૦ વાગ્યા પછી નો સમય જોવા માટે તો હું ઘડીયાળ માં એવી રીતે નઝર નાખીને બેઠો હતો,જાણે કે હું કોઈ ફૂટબોલ મેચ નો રેફરી હોવ.પરંતુ,છેલ્લે જેવા ૯:૩૦ વાગ્યા એટલે મારાથી રહી શકાયું નહી ,અને મેં તરત જ ફેસબુક ઓપન કર્યું ,મેસેજ માં જઈને તરત જ આરોહી ને મેસેજ કર્યો,
હાયય..અને મેં જોયું તો તે હજુ ઓફલાઇન જ હતી તેથી મેં વિચાર્યું કે છોકરીઓ મેક-અપ કર્યા વગર કોઈ ની સાથે મુલાકાત ના કરે,પરંતુ આજે એવું લાગ્યું કે ઓનલાઈન મીટીંગ માં પણ તેઓ ને મેક-અપ મી જરૂરિયાત હોય છે.
ઘડિયાળ માં જોયું તો ઘડિયાળ માં રહેલો નાનો કાંટો ૧૦ પર અને મોટો કાંટો ૯ પર બતાવતો હતો પરંતુ આરોહી નો હજુ સુધી કોઈ જ રીપ્લાય આવ્યો ન હતો,છતાં પણ મેં તેની ઓનલાઈન થવાની રાહ જોવાનું નક્કી કર્યું અને ઘડિયાળે તેનું કામ કર્યું અને ફરી બીજી એક કલાક નીકળી ચુકી અને ઘડિયાળ હવે ૧૧:૪૫ બતાવતી હતી અને આટલા સમય માં મેં તેના  ઈનબોક્સ માં મારા તરફ થી ૨૦ જેટલા, જુદા જુદા મેસેજ મોકલી દીધા હતા.પરંતુ તે બધા નો કોઈ જ રિપ્લાય આવ્યો નહી અને છેલ્લે મેં પણ ફેસબુક બંધ કર્યું અને ૧૨:૩૦ જેવા વાગ્યા એટલે હું સુઈ ગયો.

પરંતુ,આખી રાત મને ઊંઘ જ ના આવી,અને મન માં સતત એક જ વિચાર આવ્યા કરતો હતો  કે આરોહી આજે ઓનલાઈન કેમ ના થઈ,તેની તબિયત તો બરાબર હશે ને,તેને કઈ થયું તો નહી હોય ને,મારા મન માં એક ડર પેસી ગયો.એટલે લગભગ મેં ૩:૩૦ વાગ્યા ની આસપાસ ફરી ફેસબુક ઓપન કર્યું એવી આશા એ કે કદાચ મારા ઓફલાઈન થયા પછી તે ઓનલાઈન થઇ હોય,પરંતુ મને ફરી નિષ્ફળતા જ હાથ લાગી.અને આમજ વિચારતા વિચારતા મને ૫:૩૦ વાગ્યા ની આસપાસ ઊંઘ આવી ગઈ અને પછી સવારે ૧૨:૦૦ વાગ્યા સુધી પાથરી માં પડ્યો રહ્યો.
સવારે ઉઠીને તરત જ બ્રશ હાથ  માં લેવાને બદલે મેં ફરી મારો ફોન હાથ માં લીધો અને ફરી ચેક કર્યું કે આરોહી નો કોઈ રિપ્લાય છે કે નહી?પરંતુ કોઈ જ રિપ્લાય ન હતો.ત્યારબાદ મેં મારો ફોન ચાર્જ માં મુક્યો અને ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગયો અને પછી તૈયાર થઈને મેં ૨:૦૦ વાગ્યા ની આસપાસ ફરી એક વાર ચેક કર્યું કારણ કે તેણે છેલ્લી મુલાકાત માં મને સન્ડે ૨:૦૦ વાગ્યા ની અપોઈન્ટમેન્ટ આપેલી.પરંતુ…
મેં,મારો આખો દિવસ લગભગ આજ કામ કરવામાં કાઢી નાખ્યો પરંતુ મને સરેઆમ નિષ્ફળતા જ હાથ લાગી.હવે તો હું પણ થાકી ચુક્યો હતો અને સાંજે મારી એકલતા દુર કરવા માટે તાપીકીનારા ની મુલાકાત લેવા ચાલ્યો ગયો,અને ત્યાંથી આવીને ફોન માં ચેક કર્યા વગર જ સુઈ ગયો.બીજે દિવસે ઉદાસ મને ઓફીસ પર ગયો અને કામ માં મન પોરવી દીધું.પરંતુ લંચ સમય પર મારા બધા મિત્રો ને જે મીટીંગ થઇ જ ન હતી તે મીટીંગ વિષે જાણવાનો ઉત્સાહ હતો.જેમ તેમ કરીને તે લોકો ને તો ચુપ કરાવ્યા પરંતુ મારા મન માં ચાલતા તેના વિશેના વિચારો ને કેમ બંધ કરવા તેની ખબર જ પડતી ન હતી.
આવુ,લગભગ આગળ ના ૨ મહિના સુધી ચાલ્યું,મને આ બે મહિના માં જયારે પણ થોડો સમય પણ મળ્યો હોય ત્યારે મેં તેને મેસેજ કર્યા અને તેના તરફ થઈ રિપ્લાય આવવાની રાહ જોતો રહ્યો,આં બે મહિના ઓ માં ઘણા બધા તહેવાર આવીને ચાલ્યા ગયા અને તે બધા જ તહેવાર ની બેસ્ટ વિશિષ મેં તેને મેસેજ દ્વારા કરી દીધી હતી.આજે મને એવું લાગ્યું કે જો તેનો ફોન નંબર મારા પાસે હોત તો હમણાં જ તેને કોલ કરી ને વાત કરૂ.પરંતુ,અફસોસ છે મને કે હું તેના પાસે થી ફોન નંબર ના માંગી શક્યો.અને મન માં એક વિચાર આવ્યો અને મેં તરત ફેસબુક ઓપન કર્યું અને મેં મારો નંબર તેને મોકલી દીધો અને કહ્યું કે હવે મને ડાયરેક્ટ આ જ નંબર પર મેસેજ કરે…
To be continue…
તો,મિત્રો શું લાગે છે તમને શું પ્રેમ ની આરોહી સાથે ફરી વાર વાત કરી શકશે??શું પ્રેમ આરોહી નો ભૂતકાળ જાણી શકશે???શું,આરોહી પ્રેમ ને તેના ફોન પર મેસેજ કરશે??મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર અઠવાડિયે  Love Junction ની મુલાકાત લેવી પડશે.
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ :શું આરોહી પ્રેમ ને તેના ફોન પર મેસેજ કરશે????
A)yes
B)No
facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C04 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી

પ્રિયા,બ્રિજેશ ના પ્રપોઝલ નો  અસ્વીકાર કરે છે.અને કેયુર પ્રિયા ના પ્રપોઝલ નો સ્વીકાર કરે છે.ત્યારબાદ પ્રેમ ને આરોહી માફ કરી દે છે અને પ્રેમ વાતવાત માં આરોહી ની સામે પોતાના પ્રેમ નો પ્રસ્તાવ રાખે છે.

હવે આગળ,
*** 
Aarohi is typing……….
     જયારે,મને મારા સ્માર્ટફોન ની ડિસ્પ્લે Aarohi is typing………. પર આ બતાવતું હતું ત્યારે મારા હૃદય ના ધબકારા ની સ્પીડ તરત જ બે ગણી વધી ગઈ.મારા મન માં પણ વિચારો પર વિચારો આવવા લાગ્યા કે,મેં કઈ વધારે પડતી ઉતાવળ તો નથી કરી દીધી ને??આમ જોવા જઈએ તો આ એક પાગલપન કહેવાય પણ મેં એક વાર ધ સિક્રેટનામ ની બૂક વાંચેલી તેમાં આવેલું કે આ દુનિયા જડપી લોકો ની છે,ગતિશીલ લોકો ની છે.”અને એટલે જ હું પણ ગતિ માં આવી ગયો અને પૂછી લીધું
     ના,તમારો આભાર.આરોહી નો રિપ્લાય આવ્યો
     જસ્ટ,જોકિંગ ડીઅર.મેં પણ વાત ને બદલવાના હેતુ થી સામે આવા પ્રકાર નો રિપ્લાય આપી દીધો
     ઓહ્હ,તો તમને આવી રીતે જોક કરતા પણ આવડે છે.એમ ને??ઇન્ટરેસ્ટીંગ આરોહી નો રિપ્લાય આવ્યો
     ગભરાઈ ગઈ???મેં હસતા હસતા પૂછ્યું
     અરે,પણ હું શા માટે ગભરાવ??.મને પણ ના પડતા આવડે છે.સમજ્યા???આરોહી એ કીધું
     તને,શું લાગ્યું??કે મેં તને પ્રપોઝ કરેલું એમ??મેં પૂછ્યું
     યાર,તુમ્હારે ઈરાદે મુજે કુછ ઠીક નહી લગતે.આરોહી એ રિપ્લાય આપ્યો
     ઓહ!!!!એવું તો શું કરી દીધું મેં???મેં પણ પૂછ્યું
     જે દિવસ થી મને મળ્યા છો,તે દિવસ થી જ એવું જ કરો છો.આરોહી નો રિપ્લાય આવ્યો
     ઓહ તેરી!!!!!!!!!મેં રિપ્લાય કર્યો
પરંતુ,મને મઝા આવે છે.તમારા આટલા ફ્રેન્કલી બીહેવયર થી.આરોહી નો રિપ્લાય આવ્યો
ખરેખર,કે પછી મને મસ્કા મારો છો????મેં પૂછ્યું
અરે,સાચે જ.હું લકી છુ કે મને કોઈ એક સારો મિત્ર મળ્યો કે જેની સાથે હું મારી બધી વાત શેર કરી શકું.આરોહી નો રિપ્લાય આવ્યો
ઓકે.બોલો બીજું મેં કહ્યું
તમે બોલો.આરોહી નો રિપ્લાય આવ્યો.
મારી,પાસે એક વિચાર છે.ગેમ રમવાનો,રમવી છે?? મે આરોહી ને કીધું
કેવી ગેમ??આરોહી એ પૂછ્યું 
ટ્રુથ અને ડેર જેવી થોડા સવાલજવાબ વાળી ગેમ.મેં કીધું
માત્ર ટ્રુથ,અને કેવા સવાલ-જવાબ??આરોહી એ ફરી પૂછ્યું
પસંદ ના પસંદ વિષે(preferences).મેં કીધું
પસંદ ના પસંદ વિષે પૂછીને શું કરવાનો??આરોહી એ કીધું
અરે,યાર માની લે કે ક્યારેક તુ મારા થી રિસાઈ ગઈ હોય અને જો મારે તને મનાવવી હોય તો મારી પાસે તને મનાવવા માટે કઈક તો જોઈએ ને..સમજી મેરી ભોલી આરોહી?અને હાં,એ પણ ખબર પડે,કે આપણી બંને ની વચ્ચે કેટલું કોમન છે.મેં પણ કીધું
ઓહહહહ!!!!એવું,??તે બોલી
હાં,તો.મેં કીધું
પરંતુ તમે મને શા માટે મનાવો??તે ફરી બોલી
કારણ કે હું,તમારા જેવા મિત્ર ને ગુમાવવા નથી માંગતો.મેં કીધું
ઓહ્હો હો,ગુડ ઓકે.ધેન લેટ્સ સ્ટાર્ટ.આરોહી એ કીધું
એક સવાલ હું પૂછીશ તેનો જવાબ તમારે આપવાનો અને પછી એક સવાલ તમારે મને પૂછવાનો તેનો જવાબ હું આપીશ.ઓકે
ઓકે,બટ નો ચીટીંગ.આરોહી એ કીધું                                                                                                                                      
સ્યોર.મેં પણ કીધું
                ટેલ મી અબાઉટ યોર સેલ્ફ.મેં કીધું
                મારા વિષે તો તમને ખબર જ છે.તો પછી કેમ પૂછો છો.આરોહી એ કીધું
                જે મને નથી ખબર તેના વિષે જણાવો,ઓકે.મેં કીધું
                શું નથી ખબર તમને મારા વિષે??આરોહી એ મને પૂછ્યું
                એવું કયું મુવી છે જે તું ગમે ત્યારે જોઈ શકે છે??મેં પૂછ્યું
                ૩ ઈડિયટ્સ.અર્રોહી એ કીધું

                ઓહ્હ,આં તો મારું પણ ફેવરીટ છે.મેં કીધું
                ગુડ.હવે સવાલ પૂછવાની વારી મારી.આરોહી બોલી
                પૂછો.મેં કીધું
                વોટ ઇસ યોર ફેવરીટ આઈસ્ક્રીમ??આરોહી યે પૂછ્યું
                યાર, આ કેવો સવાલ છે??મેં કીધું
                અમારે તમારા જેમ કઈ ફિક્સ ના હોય,સમજી??મેં કીધું
                અરે,જે તમને ગમે ત્યારે મળે અને તમે ખાઈ શકો.આરોહી યે કીધું
                અમુલ,ફ્રોસ્ટીક.મેં કીધું
                સેમ,મારી પણ ફેવરીટ કેન્ડી છે.આરોહી એ કીધું
                ઓહ્હ!!ગુડ.હવે મારા તરફ થી તમારા માટે નો સવાલ છે આં,
                તમને મુવી જોવાના કે પછી વાંચવાનું એમ બે વિકલ્પ માંથી એક વિકલ્પ પસંદ કરવનું કેવામાં આવે તો શું પસંદ કરશો??મેં પૂછ્યું
                હું વાંચવાનું પસંદ કરીશ અને એ પણ “માતૃભારતી” પર .આરોહી એ જવાબ આપ્યો
                તમે??આરોહી એ મને પૂછ્યું
                મુવી જોવાનું પસંદ કરીશ.મેં કીધું
                ઓકે.હવે મારો વારો સવાલ નો.આરોહી યે કીધું
                અરે,હમણાં તો તમે ,મને સવાલ પૂછ્યો.મેં કીધું
                એ તો તમારો ને તમારો જ સવાલ હતો,હવે મારો વારો સવાલ નો.સમજ્યા??આરોહી એ કીધું
                ઓકે,મેરી માં.ખુશ અબ??મેં કીધું
                હમમ.તો મારો સવાલ છે તમારા માટે,તમારા પુરા ઘર માં તમારો ફેવરીટ રૂમ કયો છે.આરોહી એ મને પૂછ્યું
                ટોઇલેટ.મેં જવાબ આપ્યો
                એક સાથે વધારે જ પડતા ઈમોજી ના સીમ્બોલ્સ સાથે આરોહી એ લખીને મોકલ્યું અને સાથે પૂછ્યું ટોઇલેટ??.
                હાં,ટોઇલેટ.કેમ શું થયું??મેં પૂછ્યું
                ના,કહહી જ નહી.બસ એમજ હસું આવી ગયું હતુ.આરોહી યે કીધું
                ઓકે.વોટ્સ યોર ફેવરીટ કલર??મેં પૂછ્યું
                પિંક.આરોહી યે કીધું અને પૂછ્યું તમારો??
                બ્લેક.મેં કીધું
                તમારી ફેવરીટ રમત કઈ છે??મેં પૂછ્યું
                બેડમિન્ટન.અને તમારી ??મને પૂછ્યું
ક્રિકેટ અને બેડમિન્ટન.વ્હુસ યોર ફેવરીટ પ્લેયર??મેં પૂછ્યું
સાઈના નેહવાલ.ઈટ્સ માય ફેવરીટ.આરોહી એ કીધું.
સેમ,મારી પણ ફેવરીટ પ્લેયર છે.મેં કીધું
તમને એવું નથી લાગતું કે આપણા બંને ની વચ્ચે ઘણું જ સામ્ય હોય??આરોહી યે મને પૂછ્યું
હમમમ,વાત તો તારી સાચી છે.મેં કીધું
વુ ઇસ યોર ફેવરીટ એક્ટર એન્ડ એક્ટ્રેસ??આરોહી એ મને પૂછ્યું
અક્ષય કુમાર અને નેહા શર્મા.પરંતુ તને જોઈ તે દિવસ થી મને નેહા પણ ફિક્કી લાગે છે.મેં કીધું
ઓહ્હ હો,નાઈસ ટ્રાય.મિસ્ટર.આરોહી યે કીધું
ઓહ્હ,હેલ્લો કેવી ટ્રાય??મેં પૂછ્યું
વધારે ભોળા બનવાની કોશિશ ના કરો મિસ્ટર.આરોહી યે કીધું
ઓકે.ચાલ આગળ નો સવાલ મારા તરફ થી તારા માટે આં રહ્યો,
તુ શું કરે?જો તને એક દિવસ માટે અદ્રશ્ય થવા નો મોકો મળે તો??મેં પૂછ્યું
હું,અદ્રશ્ય થઈને મારા બોય-ફ્રેન્ડ્સ ની પાછળ લાગી જાવ.આરોહી એ કીધું
કેમ??મેં પૂછ્યું
બસ,એમજ.આરોહી યે ઉદાસ થઈને કીધું
અરે,એવું ના કરાય. ખોટા શક ના કરાય.રિલેશનશિપ માં સ્પેસ આપવી જરૂરી છે.સમજી??મેં કીધું
ઓહ,એવું.તો તમે તમારી ગર્લ-ફ્રેન્ડ ને સ્પેસ આપશો એમ ને??આરોહી મને પૂછ્યું
હાં,તો.જરૂર શા માટે નહી??તેની પણ પોતાની પર્સનલ લાઈફ છે.મેં કીધું
હું,પણ જોવ છુ,કે તમે તમારી ગર્લ-ફ્રેન્ડ ને કેટલી સ્પેસ આપો છો.આરોહ એ મને કીધું
મને આરોહી ના,આવા પ્રકાર ના જવાબ થી કઈ ખબર ના પડી.એટલે મેં તેને પૂછ્યું
એટલે કેવા શું માંગો છો??મારા પર ટ્રાય મારો છો??
તમે,જેવું સમજો છો એવું હું નથી કહેતી.મતલબ કે તમે કોઈ ગર્લ-ફ્રેન્ડ બનાવશો ત્યારે હું પણ જોવ છુ,તમારી આ ફિલોસોફી નો કેટલો ઉપયોગ કરો છો.આરોહી એ કીધું
ઓકે.મેં કીધું
હવે,આ રહ્યો સવાલ તમારા માટે,
જો તમારું ઘર સળગતું હોય અને તેમાંથી તમને કોઈ એક જ વસ્તુ મળી શકે એમ હોય તો તમે કઈ વસ્તુ ને પસંદ કરશો,અને શા માટે??આરોહી એ મને પૂછ્યું
આલ્બમ્સ.મારા નાનપણ ના ફોટોસ ની આલ્બમ,કારણ કે તેમાં મારી જૂની અને મીઠી,જીન્દગી ની ખુશીઓ છુપાયેલી છે.મેં કીધું
સાચી વાત છે,કારણ કે ફોટોસ એ માત્ર ફોટો નથી હોતા પણ તે સમયે પસાર કરેલી બેસ્ટ મોમેન્ટ હોય છે,જેને આપણે તે ફોટોસ માં સ્ટોર કરેલી હોય છે.આરોહી એ કીધું
જો,તમને તમારી આજ સુધી ની લાઈફ માં પસાર કરેલા વર્ષો માંથી કોઈ એક વર્ષ ની મુલાકાત લેવાનો અવસર મળ્યો હોય તો,તમે ક્યાં વર્ષ ની મુલાકાત લેવાનું પસંદ કરશો,અને શા માટે??મેં આરોહી ને પૂછ્યું
હં,૧૯૯૬-૯૭.કારણ કે આ વર્ષે મેં ધોરણ-૦૧ માં પ્રવેશ લીધો હતો અને સ્કુલે જવા માટે હું જે નાટક કરતી તે મારી આજ્જ સુધીની બેસ્ટ મોમેન્ટ હતી.આરોહી યે કીધી
કેવા નાટક??મેં પૂછ્યું
અરે,બસ સ્કુલે ના જવા માટે મોડું કરાવતી,મતલબ કે મારા મમ્મી જયારે સ્કુલ યુનિફોર્મ પહેરાવી ર ને લંચ બોક્સ ભરવા રૂમ માં જાય ત્યાં તો મેં ફરી મારો યુનિફોર્મ કાઢી નાખ્યો હોય,અને જયારે બંને પગ ના મોઝા પહેરાવીને બુટ પહેરાવવા જાય ત્યારે હું બીજા પગ માં રહેલા મોજા ને કાઢતી હોવ છુ અને ત્યારબાદ મમ્મી ના હાથ નો માર ખાવો પડતો,અને જયારે મારે ત્યારબાદ રડતા રડતા સ્કુલે જવાનું.આજે જયારે આ બધું યાદ કરું છુ ત્યારે મઝા આવે અને વિચારું કે સાવ આવું કરતી હું અને પછી મને મારા પર જ હસું આવે.અને મારે ફરી એક વાર આં વર્ષ ની મુલાકાત લેવી છે અને ફરી એક વાર સ્કુલ ના પહેલા દિવસ ને માણવો છે.આરોહી એ કીધું
હું,પણ આવું જ કરતો.મેં આરોહી ને કીધું
તુ અને હું નહી પરંતુ બધા જ આવું જ કરતા હોય છે,પાગલ.આરોહી એ કીધું
જાણે તુ તો બધાને પૂછી ને આવી હોય એવી રીતે વાત કરે છે.મેં કીધું
હાં,તો.આરોહી યે કીધું
જો,તને એક દિવસ એવો મળે કે જેમાં તુ દુનિયા ના કોઈ પણ જગ્યા પર જઈ શકતો હોય તો,તુ ક્યાં જવાનું પસંદ કરીશ,અને શા માટે??આરોહી યે પૂછ્યું

અરે,પાગલ એ થોડું પૂછવાનું હોય,અમદાવાદ તને મળવા માટે.મેં કીધું
મેં જોક કરવા નથી કીધું,પાગલ.સાચું કે યાર.આરોહી યે વિન્તીપુર્વક પૂછ્યું
હં,તાજમહલ અને એકલા નહી પરંતુ મારી લાઈફ પાર્ટનર સાથે કારણ કે તેને હું પ્રેમ ના પ્રતિક ના સાનિધ્ય માં પ્રપોઝ કરી શકું.મેં કીધું
ઓહ્હો,તો તમને રોમાન્સ કરતા પણ આવડે છે??આરોહી એ કીધું
કોઈ શક,અગર શક હો તો આઝમાકર દેખલો.મેં પણ કીધું
                બસ હવે,થોડું વધારે ફિલ્મી થઇ ગયું.આરોહી યે કીધું
                કોઈ યાદગાર બર્થ ડે જેમાં તને તારા ફ્રેન્ડ્સ તરફ થી સરપ્રાઈઝ મળી હોય.મેં આરોહી ને પૂછ્યું
                હાં,મને મારા કોલેજ ના ફ્રેન્ડ્સ તરફ થી કોલેજ ના છેલ્લા વર્ષે સરપ્રાઈઝ મળેલી.આરોહી યે કીધું
કેવી સરપ્રાઈઝ??પૂછ્યું
હું.તે દિવસે કોલેજ પર ગયેલી અને સવાર થી મને ફોન પર ,મેસેજ થી,બર્થ ડે વિશિસ મળતી હતી,અને મારા પ્રોજેક્ટ પાર્ટનર હતા તે લોકો એ પણ મને બર્થ ડે વિશિષ કરી હતી.મને મારા કોલેજ ના ગ્રુપ ના મિત્રો તરફ થી તો સરપ્રાઈઝ મળી હતી.પરંતુ મને મારા પ્રોજેક્ટ પાર્ટનર તરફ થી જે સરપ્રાઈઝ મળી તે યાદગાર રહી.આરોહી યે કીધું
કેમ??એવી તો કેવી સરપ્રાઈઝ હતી?મેં પણ ઉત્સાહિત થઈને પૂછ્યું
તે દિવસે હું સાંજના ૭:૩૦ જેટલા વાગેલા હતા ત્યારે હું મારા ઘરે બેઠેલી અને મારા ઘર નો બેલ વાગ્યો અને હું જ દરવાજો ખોલવા ગઈ પરંતુ જેવો દરવાજો ખોલ્યોં કે તરત જ મારા થી ઉપરની દિશા માં રાખીને ક્રોકર ને ફોડવામાં આવ્યું અને જેનાથી મારૂ ઘર જે થોડી જ  મીનીટ પહેલા સાફ હતું તે ક્રોકર્સ માંથી નીકળેલા કાગળ થી ભરાઈ ગયું હતું અને અંદર ની રૂમ માંથી મારા મમ્મી,બહેન બધા જ બહાર આવીને પૂછવા લાગ્યા કે શું થયું??અચાનક
પછી??મેં પૂછ્યું
પછી તે લોકો સાથે કેક લઈને આવેલા તે મેં કાપી અને બધાને ખવરાવી અને તે બધા જ ફોટો મેં મારા ફોન માં મારી બહેન પાસે ક્લિક કરાવ્યા.આરોહી એ કીધું
ઓહ્હો,ગુડ.મેં કીધું
અરે,મને તે લોકો થી જરાય પણ ઉમ્મીદ ના હતી કે તે લોકો મને આવી રીતે સરપ્રાઈઝ આપશે.આરોહી એ કીધું
કેમ?મેં ફરી પૂછ્યું
કેમ કે,મેં તે લોકો ની સાથે કોલેજ ના છેલ્લા વર્ષ માં જ વાત કરવાનું શરુ કર્યુ હતું,આગળ ના ત્રણ વર્ષ સુધી તો અમે ક્યારેય બોલ્યાં પણ ના હતા.આરોહી એ કીધું
જે લોકો થી ઉમ્મીદ ના હોય હોય તેના પાસે થી જ આપણને ઉમ્મીદ થી પણ બમણું મળે છે.મેં કીધું
હમમમ.હવે મારી વારી સવાલ ની અને આ રહ્યો મારો સવાલ,
ભૂતકાળ માં એવી કોઈ ઘટના બની છે જેનાથી તને તારી લાઈફ માં કંઇક નવું શીખવા મળ્યું હોય??આરોહી એ મને પૂછ્યું
હાં,એવી તો આજ સુધી ઘણી ઘટના બની છે મારા સાથે.પરંતુ એક એવી ઘટના મારા સાથે બની જેનાથી મને ઘણું બધું શીખવા મળ્યું.મેં કીધું
કઈ ઘટના અને શું શીખવા મળ્યું??આરોહી એ પૂછ્યું
ક્યારેય કોઈ છોકરી પર વધારે પડતો ભરોસો નહી રાખવાનો.મેં કીધું
અરે,કેમ એવું તો શું થયું??આરોહી એ પૂછ્યું
અરે,એ બહુજ લાંબી કહાની છે.મેં કીધું
                મારા પાસે પુરતો સમય છે,તારી આ દુ:ખભરી કહાની સાંભળવા માટે.આરોહી એ કીધું
                તો તારે સાંભળવી જ છે??મેં ફરી એક વાર પૂછ્યું
                હાં,કીધું તો ખરી યાર.આરોહી બોલી
                તો સાંભળ,આ કહાની છે મારા કોલેજ ના સમય ની,જયારે હું કોલેજ ના ત્રીજા વર્ષ માં હતો,હું સેમ-૬ ની પરીક્ષા પૂરી કરીને ઘરે જતો હતો ત્યારે મારી નઝર મારા ઘર ની સામે ના ઘર ની ગેલેરી પર જઈને અટકી ગઈ.
                કેમ??કોઈ ફટાકડી હતી ત્યાં??આરોહી એ પૂછ્યું
                હાં તો,અને મેં ચાલતા ચાલતા તેના તરફ જોયું તો મને ખબર પડી કે તે પણ મારી સામે જોઈ રહી છે.તેને જોતા જોતા જ હું મારી સોસાયટી ના ગેટ માં પ્રવેશી ગયો.અને ઘરે પહોંચ્યો.
પછી શું થયું??તેના વિચારો માં ખોવાઈ ગયો??આરોહી એ ઉત્સાહ થી પૂછ્યું
ના રે ના એવું તો માત્ર તને જોઈને જ થયેલું.મેં આરોહી ને કીધું
બસ હવે આ થોડું વધારે માખણ લાગી ગયું હોય ને એવું લાગે છે,તુ તારી જૂની કહાની શરુ કર.આરોહી એ મને કીધું
હાં તો સાંભળ,હું તે ઘટના ને તે જ દિવસે ભૂલી ગયો.પરંતુ મારી દરરોજ ની આદત મુજબ મારે સાંજે રેડીયો સાંભળવા જોઈએ અને સારી રીતે ફ્રીકવન્સી કેચ-અપ થાય તે હેતુ થી હું મારા ઘર ની ગેલેરી માં દરરોજ જ બેસતો.અને તે દિવસ પછી તે પણ દરરોજ સાંજે તેની ગેલેરી માં આવીને બેસવા લાગી.
ઓહો,પછી આગળ શું થયું??આરોહી યે પૂછ્યું
પછી,શું આ તો દરરોજ નો નિત્યક્રમ બની ગયો અને સામેથી જોરદાર રિસ્પોન્સ આપે એટલે મને એમ થયું કે તેને મારા માં ઇન્ટરેસ છે.એટલે હવે તો મેં પણ સામે જોરદાર જ રિસ્પોન્સ આપવાનું શરુ કરી દીધું.પછી તો અમારા વચ્ચે સિગ્નલ ભાષા પણ શરુ થઇ ગઈ.
એ કેવી ભાષા??અને કેવા સિગ્નલ??આરોહી એ પૂછ્યું
ઈશારો,વાળી ભાષા.અમને દિવસે તો કોઈ તકલીફ ના પડે અમારી આંખો તો વાત જ કરી જ લે પરંતુ રાત્રે અમે અમારું કરંટ લોકેશન બતાવવા માટે તુમ માં રાખેલી લાઈટ્સ નો ઉપયોગ કરતા.
કેવી રીતે??આરોહી એ પૂછ્યું
અરે મતલબ ગેલેરી માં હોય તો ત્યારે તો કઈ તકલીફ ના હોય પરંતુ જો તે રૂમ માં જાય તો મને ના ખબર હોય કે તે કઈ રૂમ માં છે,તેથી તે જે રૂમ માં હોય તે રૂમ ની લાઈટ્સ ઓન કરી દે અને મને તેનું લોકેશન મળી જાય.અને હું એ લોકેશન ને ફોલો કર્યા કરું જ્યાં સુધી તે અંદર હોય ત્યાં સુધી.સમજી કે નહી??
હાં,સમજી ગઈ તારી સિગ્નલ વાળી ભાષા,પછી શું થયું?? એ બોલ જલ્દી.આરોહી બોલી
હું પણ તેને મારા લોકેશન ની માહિતી આ ભાષા થી જ મોકલતો અને આવું લગભગ આગળ ના ૬(છ) મહિના સુધી ચાલ્યું,ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે એકવાર તેને મળીને તેની સાથે ફેસ ટુ ફેસ વાત કરું.અને તેથી જ આગળ ની રાત્રે મેં તને ઈશારા થી કઈ દીધું કે તુ ઘર ની નીચે આવ અને હું પણ આવું છુ.
તો પછી,શું તે નીચે આવી??આરોહી એ મને પૂછ્યું
અરે,હું બોલાવું અને તે ના આવે એવું બને જ નહી.તે આગળ ની દસ જ મીનીટ માં નીચે આવી ને તેના ગેટ પાસે આવીને ઉભી રહી ને હું જ્યાં ઉભો હતો તે બાજુ જોયું અને મેં ઈશારા થી તેણે તેની સોસાયટી ના ગેટ તરફ ચાલવા માટે કીધું અને હું મારી સોસાયટી ના ગેટ તરફ ચાલતો થયો.અમારી સોસાયટી ના ગેટ થી પાંચ જ મીનીટ ના અંતરે એક જગ્યા છે,ત્યાં લગભગ રાત્રે વાહન તો હોય જ નહી અને માણસો પણ એક થી બે જ હોય એટલે અમે તે જગ્યા પર જઈને એક બાકડા પર બેઠા.
અને પછી તેણે તારો રેપ કર્યો??આરોહી એ મઝાક ના હેતુ થી કીધું
અરે,પાગલ તુ ખરેખર મોટી નોટ છે.કઈ પણ બોલ્યાં કરે છે.મેં કીધું
ઓકે,બાબા આઈમ સોરી.તુ કન્ટીન્યુ કર.આરોહી એ મને કીધું
આગળની ૧૦:૦૦ મીનીટ સુધી તો અમે બંને એમજ બેઠા રહ્યા,કોઈ કઈ બોલે નહી પરંતુ પછી મારા થી આ ચુપકીદી વાળું વાતાવારણ સહન ના થયુ એટલે મેં જ વાત કરવાની શરુઆત કરી અને બોલ્યો,
હાય,મારું નામ પ્રેમ છે.અને તમારું??મેં તેને પૂછ્યું
અક્ષરા,મારું નામ અક્ષરા છે.તે બોલી
જેટલી સુંદર તુ દેખાય છે એટલો જ સરસ તારો અવાજ છે પણ .મેં પણ કહી દીધું પછી
ઓહ્હ,થેંક્યુ.તે બોલી
શું કરો છો તમે??મેં પૂછ્યું
S.Y. B.Com.તેણે કીધું અને મને પૂછ્યું તમે??
Second Year B.E. મેં તેને કીધું
તો,બોલો શા માટે મને અહીં બોલાવી છે??તેને મને પૂછ્યું
બસ,એમજ મને લાગ્યું કે હવે આપણે લોકો એ ફેસ ટુ ફેસ વાત કરી લેવી જોઈએ.મેં કીધુ
પછી,શું થયું??આરોહી એ પાછુ પૂછ્યું
અરે,યાર થોડી ધીરજ રાખ.મેં આરોહી ને કીધું
ઓકે,ચાલ બોલ.આરોહી એ કીધું
પછી અમે એકબીજાની વાતો કરતા રહ્યા,એકબીજાની પસંદ ના પસંદ વિષે વાતો કરી અને પછી આગળ ની મુલાકાત નો સમય અને તારીખ નક્કી કરીને છુટા પડ્યા.મેં આરોહી ને કીધું
                યાર,આ સ્ટોરી થોડી ફિલ્મી જેવી છે,પણ મને સાંભળવા માં મઝા આવી આગળ બોલ.આરોહી એ ફરી એક વાર પૂછ્યું
                પછી,તો શું તેની પસંદ મારી પસંદ બની ગઈ અને મારી પસંદ તેની પસંદ.મને જે કલર પસંદ હતો તે કલર ના કપડા તે પહેરે અને હું પણ તેની પસંદ ના કલર ના કપડા પહેરું.પરંતુ એક વાર તો એટલું ક્ન્ફ્યુજ્ન વધી ગયું ને કે મને શું કરવું તે કઈ ખબર જ ના પડી.મેં કીધું
                કેવું કન્ફ્યુજન??આરોહી એ મને પૂછ્યું
                અરે,એક વાર સવારે હું નાહવા માટે જતો ત્યારે મેં ચેક કર્યું તો મારી શેમ્પુ ની બોટલ ખાલી થઇ ચુકી હતી અને બીજા ખાના માં જોયું કે કોઈ શેમ્પુ નું પાઉચ મળી જાય અને પાઉચ મળ્યા પણ ખરી પરંતુ એક બ્લેક કલર નું અને એક પિંક કલર નું .
                પછી,શું કર્યું તે??આરોહી એ પૂછ્યું
                મેં પણ વિચાર્યું કે,આગળ જતા અમે બંને એક જ છીએ.એટલે કે બે આત્મા એક શરિર અને એમ વિચારીને મેં બંને પાઉચ ને કાતર થી કટ કર્યા અને બંને ને મિક્સ કરીને મારા વાળ ને શેમ્પુ કર્યા.
                ખરેખર,યાર મારા થી મોટી નોટ તો તુ છે.કઈ પણ કર્યા કરે.આરોહી એ કીધું
                ઓકે,એવું રાખ.અને આગળ સાંભળ આનાથી પણ વિશિષ્ટ પરાક્રમ પણ કર્યું છે.મેં કીધું
                શું,કર્યું એવું તો તે??આરોહી એ ઉત્સાહ થી પૂછ્યું
                આગળ ના ૧ મહિના માં ફ્રેન્ડશીપ ડે આવ્યો અને તે દિવસે તે મારા ઘર પર પણ આવી કારણ કે તે મારી બહેન ની બેસ્ટ ફ્રેન્ડ પણ બની ચુકી હતી. તેમ છતાં, હું તેને વિશ્ કરવાનું પણ ભૂલી ગયો.
                તે ઘરે આવી તો તેને વિશ્ કરવી જોઈએ ને??આરોહી એ મને કીધું
                તારી વાત સાચી છે,પરંતુ એ જયારે મારા ઘરે આવે ત્યારે અમે બંને એકબીજાને ઓળખતા જ ના હોય એવી રીતે વર્તન કરતા.કોઈ ને પણ અમારી ખબર ના હતી.ત્યારબાદ થોડા સમય બાદ મારી બહેન ને ખબર પડી ગઈ કે અમારા બંને વચ્ચે કંઇક તો છે,એટલે તેને મને પૂછ્યું અને મેં તેને બધી જ હકીકત જણાવી.
                પછી??આરોહી એ ફરી પૂછ્યું
                પછી,આગળ ના એક મહિના માં રક્ષાબંધન આવ્યું અને તે દિવસે તે મારા ઘરે આવી એટલે મેં તેને મઝાક ના મૂડ માં કીધું કે મને રાખડી બાંધવી છે??
                તો શું કીધું તેણે??આરોહી એ ફરી પૂછ્યું
                હાથ આગળ કર એટલે બાંધુ,અને મેં એમ વિચારીને હાથ આગળ કર્યો કે તે મને નહી બાંધે અને તે પણ ચેક કરવા માંગતી હતી કે તે રાખડી બાંધવા હાથ આગળ કરે છે કે નહી.અને અમે બંને અમારા ઈગો ને ન્યાય આપવા ગયા અને રાખડી મારા ઘર ના સભ્યો વચ્ચે બંધાઈ ગઈ.
                તો,અહીંયા તમારી સ્ટોરી પૂરી થઇ ગઈ એમ ને??પરંતુ પાગલ આવા નાટકો કરવા ના જવાય.આરોહી એ મને કીધું
                ના,અહીંયા આ સ્ટોરી પૂરી નથી થઈ,આગલા દિવસે રાત્રે અમે ફરી અમારી જગ્યા પર મળ્યા અને તેણે મને કીધું કે ફ્રેન્ડશીપ ડે ના દિવસે બેલ્ટ,ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધેલો નહી ને એટલે કાલે રાખડી બાંધી  દીધી તને ફ્રેન્ડશીપ બેલ્ટ સમજીને,મિત્ર તરિકે.
                થેંક,ગોડ.હું ધીરે થી બોલ્યો
                તુ,ગભરાઈ ગયેલો ને??અક્ષરા બોલી
                હાસ્તો.મેં તેણે કીધું
                અને થોડો સમય વાત કરીને બંને છુટા પડ્યા.આવુ લગભગ આગળ ના બે મહીંના ચાલ્યું અને એક દિવસ ફરી અમે મળ્યા ત્યારે મેં તેને વાતવાત માં કીધું,
                આઈ લવ યુ,અક્ષરા
                તે આં સાંભળીને એકદમ ચોકી ઉઠી કારણ કે તેને મારા તરફ થી આવા અચાનક પ્રપોઝ ની જરાય ઉમ્મીદ ન હતી,અને મારા તરફ એક પણ શબ્દ બોલ્યાં વગર આગળ ની બે મીનીટ સુધી જોતી રહી.એટલે મે તેનો ખભો પકડીને હલાવી ત્યારે તે પોતાના વિચારો માંથી બહાર આવી,અને બોલી,
                શું??
                આઈ લવ યુ.મેં ફરી કીધું
યાર,આ થોડું જલ્દી થતું હોય એવું નથી લાગતું તને??અક્ષરા એ મને પૂછ્યું
શું,જલ્દી એક વર્ષ પૂરું થવા આવ્યું છે.મેં કીધું
પરંતુ,હું હજી તૈયાર નથી.તેણે કીધું
કેમ??મેં પૂછ્યું
અરે,મેં તને ક્યારેય એ નઝર થી જોયો જ નથી.હું તને એક સારો મિત્ર જ ગણું છુ.અક્ષરા બોલી
પરંતુ,તે મને શ માટે એ નઝર થી ના જોયો?તેનું કોઈ કારણ છે?મેં પૂછ્યું
કારણ કે,મારે ઓલરેડી એક બોયફ્રેન્ડ છે.અક્ષરા એ મને કીધું
તુ,ખોટું બોલે છો ને??મેં પૂછ્યું
ના,મારે છે જ અને એ પણ છેલ્લા ૨ વર્ષ થી.અક્ષરા બોલી
કોલેજ માં??મેં પૂછ્યું
હાં,કોલેજ ના પહેલા વર્ષ થી જ મારે એક બોય ફ્રેન્ડ છે.
તો,મારા સાથે આ બધું શ હતું??માત્ર રમત??મેં થોડું ઉદાસ થઈને પૂછ્યું
ના.એ બોલી
શું ના??જે હોય તે પરંતુ હું આ દુનિયાના બધા જ છોકરા ઓ તરફ થી દુનિયા ની તમામ છોકરી ઓ ને એક જ રીક્વેસ્ટ કરવા માંગું છુ કે,લાઈન આપવી હોય તો પૂરી આપોને,આ મઝા લઈને નીકળી જવાની આદત છોડી દો.તમને નથી ખબર હોતી કે અમે છોકરા ઓ કેટલા સેન્ટી થઇ જઈએ થોડા દિવસો માં.મેં અક્ષરા ને વિન્તી કરી ને કીધું અને ત્યાંથી નીકળી ગયો.અને આજ સુધી તેની સાથે ફરીવાર વાત નથી કરી.
પછી,તેણે ક્યારેય મળવાની કોશિશ કરી??આરોહી એ પૂછ્યું
હાં,તે ઘરે આવતી ત્યારે મારી સાથે વાત કરવાની કોશિશ કરતી પરંતુ હું તેને ઇગ્નોર કરતો અને મારી રૂમ માં જઈને બેસી જતો.અને આપણા ટીચર થી શીખવા મળેલી વાત કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નું હમેંશા બેકઅપ રાખવું જોઈએ તે વાત યાદ આવી ત્યારે મને ખબર પડી કે આ છોકરી ઓ બોય-ફ્રેન્ડને પણ બેક-અપ માં રાખે છે.કે એક જાય તો બીજો તો છે જ.બસ ત્યાર થી જ છોકરી ઓ પર ભરોસો મને રહ્યો જ નથી.
અરે,એવું ના હોય પ્રેમ.બધી છોકરીઓ થોડી સરખી હોય.આરોહી એ મને કીધું
ના,એમ નથી કહેતો પરંતુ જો તેને ફ્રેન્ડ તરીકે જ રહેવું હોય તો પેલા જ બધી વાત કરી દેવી જોઈએ,અને કોઈ પણ ટીનેજર છોકરો કે છોકરી એટલા પાગલ ના જ હોય કે તે સામે વાળા ની નઝર થી ઓળખી ના શકે.કે સામે વાળો ફ્રેન્ડ્સ ની નઝર થી જોવે છે કે પછી…મેં આરોહી ને કીધું
તો,શું તુ હવે કોઈ છોકરી પર વિશ્વાસ નહી કરે??આરોહી એ મને પૂછ્યું
ના,કરીશ ને.પરંતુ એવી છોકરી પર જે શરૂઆત થી જ બધી વાત સાચી કહેશે તેના પર.મેં આરોહી ને કીધું
પ્રેમ,મારે તને એક વાત કહેવી છે,જે વાત મેં આજ સુધી મારા કોઈ ફ્રેન્ડ્સ ને પણ નથી કીધી.આરોહી એ કીધું
બોલ કઈ વાત છે??મેં આરોહી ને કીધુ
                                                                                                                                 
To Be Continue…..
તો,મિત્રો શું લાગે છે તમને??આરોહી કઈ વાત પ્રેમ ને કરવા માંગે છે??શું પ્રેમ આરોહી ની આ વાત સાંભળીને તેની સાથે આગળ વાત કરશે??મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે બધા જ સવાલો ના જવાબ મેળળવા માટે વાંચતા રહો  Love  Junction………
મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ  Love  Junction  ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ :શું પ્રેમ હવે બીજી કોઈ છોકરી પર વિશ્વાસ કરી શકશે?
          A)yes
            B)No
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,
facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C03 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી

આગળ જોયુ..
ખુશી ,અજય ના પ્રેમ તરફ થી મળેલા પ્રપોઝલ નો સ્વીકાર કરે છે,ત્યારબાદ તેઓ બધા ચોપાટી પર જઈને બેસવા જાય છે અને ત્યાંથી છુટ્ટા પડીને બધા પોતપોતાના ઘરે જાય છે અને પછી પ્રેમ અને આરોહી ની ફેસબુક પર ફરીથી વાતચીત થાય છે અને..કેયુર ને પ્રિયા અને પ્રિયા ને બ્રિજેશ પ્રપોઝ કરે છે અને….
હવે આગળ,

***


કેયુર અને પ્રિયા,શાંત જ બેઠા હતા બંને માંથી કોઈ પણ બોલી શકે તેવી હાલત માં ના હતા અને બોલે તો પણ શું બોલે ??અમે બધા લોકો એમજ શાંત બેઠા હતા એટલા માં વેઈટરે આવીને ટેબલ પર ના શાંત વાતાવરણ માં ખલેલ પહોંચાડ્યું અને અમે મંગાવેલી વસ્તુ ઓ ટેબલ પર રાખતા રાખતા બોલ્યો,એન્જોય ઇટ….
જેવો અમારો ઓર્ડર આવ્યો એટલે હું તરત જ બોલ્યો મિત્રો,હવે મારાથી રહેવાતું નથી મને તો મરઘાતોડ ભુખ લાગી છે અને તમે બધા શાને આમ એકમેક ની આંખો માં આંખ પરોવીને બેઠા છો,ચલો જલ્દી થી જમવાનું શરુ કરો..
હવે મને પણ ભુખ લાગી છે અજય પિત્ઝા પ્રિયા ની તરફ આગળ તરફ કરતા બોલ્યો.કારણ કે પિત્ઝા પ્રિયા ની ફેવરીટ છે.પરંતુ હજુ સુધી કેયુર તો ચુપ જ હતો પરંતુ બ્રિજેશ પ્રિયા તરફ જોઈને બોલ્યો,
હમણાં મારે તારો જવાબ નથી જોતો.તુ શાંતિ થી વિચાર કર અને પછી મને વાત કરજે કે તારો શું વિચાર છે.ઓકે અને અમે બધા એ જમવાનું શરુ કર્યું.જમીને પછી આઈસ્ક્રીમ ખાઈને છુટા પડ્યા.
બીજે દિવસે દરરોજ ની જેમ ફરીથી ઓફીસ મારા સમય પર પંહોચી ગયો અને બધાને જ ગુડ મોર્નિંગ ની વિશ્ કરીને હું મારા ડેસ્ક પર જઈને કામ પર ગોઠવાઈ ગયો.લંચ સમય પર બધા ટેબલ પર ગોઠવાઈ ગયા અને લંચ શરુ કર્યું અને જેવું લંચ પૂરું થયું કે પ્રિયા મારા પાસે આવીને બેસી ગઈ.
પ્રેમ,પ્રિયા બોલી
હાં,બોલ.હું બોલ્યો
મારી હાલત તો યાર સેન્ડવીચ જેવી થઇ ગઈ.હું મુંજવણ માં છુ કે હવે શું કરવું?? પ્રિયા બોલી
        અરે,યાર તેમાં ટેન્શન ના લેવાનું હોય.મેં પ્રિયા ને કીધું
        તો??તો શું કરું??પ્રિયા મુંજાઇને બોલી
        ફોલો યોર હર્ટ.     
        મતલબ??તે ફરીથી બોલી
મતલબ કે ,તુમ ક્યાં ચાહતી હો?,તુમ્હારા દિલ ક્યાં ચાહતા હૈ??અબ તુમ વહી કરોગી જો તુમ્હારા દિલ ચાહેગા,સમજી??મેં પ્રિયા ને કીધું
તને તો ખબર જ છે.કે હું શું ઈચ્છું છુ.પ્રિયા બોલી
બસ ,તો તો પછી પ્રોબ્લેમ જ સોલ્વ થઇ ગયો.
પણ.પણ મારા માં બ્રિજેશ ને ના પાડવાની હિંમત નથી.અને જો ના કહીશ તો તેને ખરાબ લાગશે તો??પ્રિયા ફરી મુંજાઇને બોલી
જો,એ તારો બેસ્ટ ફ્રેન્ડ્સ હશે,અને જો એ તને પસંદ કરતો હશે તો, એ તારી પરિસ્થિતિ જરૂર થી સમજશે.સમજી??મેં પ્રિયા ને કીધુ
તો,હવે હું શું કરું??
એક કામ કર,આજે ઓફીસ પર થી રજા પડે એટલે તુ,બ્રિજેશ અને કેયુર ને મળીને બધી વાત કરીદે.મેં કહ્યું
પણ,મને ડર લાગે છે.અને મારા તરફ જોઈને બોલી એક કામ કર તુ પણ મારી સાથે આવ.
ઓકે,તો આજે ઓફીસ પર થી સીધા જ અઠવાગેટ ચોપાટી પર જઈએ.મેં પ્રિયા ને કીધુ અને સાથે સાથે એ પણ કીધું કે બ્રિજેશ ને ફોન કરીને સાંજે ત્યાં બોલાવી લે જે.
ઓકે.પ્રિયા બોલી
લંચ નો સમય પુરો થઇ ગયો હોવાથી અમે બધા ફરી થી કામ પર ગોઠવાઈ ગયા.
સાંજ ના ૬:૦૦ વાગ્યા એટલે દરરોજ ની જેમ અમે ઓફીસ થી બહાર નીકળીને ઉભા હતા અને થોડી વાતચીત કરીને છુટ્ટા પડ્યા ને ત્યાંથી હું કેયુર અને પ્રિયા અઠવાગેટ તરફ આગળ વધ્યા.
ચોપાટી પર પંહોચીને કેયુરે બ્રિજેશ ને ફોન કરીને પૂછ્યું અને બ્રિજેશ જ્યાં હતો ત્યાં ગયા.
ગુડ ઈવનીંગ,બ્રિજેશ તેની તરફ જઈને તરત જ હું બોલ્યો.અને તે પણ સામે બોલ્યો,અને અમે બધા ત્યાં જ જઈને બેસી ગયા.પરંતુ આગળ ની પાંચ મીનીટ સુધી ફરીથી વાતાવરણ શાંત થઇ ગયું..હતું એટલે મેં પ્રિયા તરફ આંખ થી ઈશારો કરીને બ્રિજેશ સાથે વાત કરવાની સલાહ આપી.
બ્રિજેશ,પ્રિયા બોલી
હં, બોલ શું પ્રિયા?? બ્રિજેશ પ્રિયા તરફ જોઈને બોલ્યો
તારું થોડું કામ છે.પ્લીઝ બે મીનીટ પ્રિયા ઉભા થતા થતા થોડી દુર જઈને ઉભી રહી અને બ્રિજેશ પણ તેની પાસે જઈને ઉભો રહ્યો.અને બોલ્યો,
બોલ પ્રિયા.
પ્લીઝ,યાર ખોટું ના લગાડતો પણ….
પણ શું??હજુ પ્રિયા બોલતી જ હતી ત્યાં જ વચ્ચે બ્રિજેશ બોલ્યો
બ્રિજેશ આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ,
પરતું શું??બ્રિજેશ ફરીવાર પ્રિયા ને અટકાવતા વચ્ચે બોલ્યો
સોરી,બટ આઈ કાન્ટ એક્સેપ્ટ યોર પ્રપોઝલ… પ્રિયા બોલી
એક મીનીટ પછી બ્રિજેશ થોડા ઉદાસ થઈને બોલ્યો,કોઈ કારણ
સોરી,યાર કારણ કે હું,તને મારો એક સૌથી સારો મિત્ર જ ગણું છુ. પ્રિયા બોલી
એવું જ છે કે પછી કોઈ બીજો મળી ગયો છે,બ્રિજેશ પોતાના નેણ ઉંચા કરી ને થોડી સ્માઈલ સાથે બોલ્યો.
ના,એવું કઈ જ નથી.પ્રિયા બોલી
અરે,હમણા તે મને કીધું કે હું તારો સૌથી સારો મિત્ર છુ અને હવે આ મિત્ર થી વાત પણ છુપાવે છે.બ્રિજેશ એ પ્રિયા ને કીધું
મને કે તો હું તારી કઈ હેલ્પ કરું,પ્લીઝ યાર બોલ બ્રિજેશ ફરી બોલ્યો
I love keyur, પ્રિયા એટલું બોલીને જ અટકી ગઈ
અને એ તને.સરસ તમે બંને એ થઈને આં વાત મારા થી છુપાવી એમ ને?બ્રિજેશ થોડી નારાઝગી સાથે બોલ્યો
ના,ખબર નહી.પ્રિયા બોલી   
કેમ??તે કેયુર ને વાત જ નથી કરી??બ્રીજેશે પૂછ્યું
ના,વાત મેં તેને કરી છે પણ તેણે મને હજુ સુધી જવાબ જ નથી આપ્યો,પ્રિયા એ કીધું
ક્યારે??વાત કરી તે કેયુર ને?બ્રીજેશે ફરી પૂછ્યું
ગઈ કાલે ,આપણે લોકો જયારે ડીનર લેવા માટે ગયેલા ને ત્યાં જયારે તુ વોશરૂમ માં ગયેલો ત્યારે જ મેં કેયુર ને પ્રપોઝ કર્યું હતું.પ્રિયા બોલી

ઓહ્હ તેરી…બ્રિજેશ ના મોઢામાંથી એટલું સાંભળતા જ બોલી જવાયું
બાય ધ વે,ગુડ ચોઈસ પ્રિયા.બ્રિજેશ બોલ્યો
થેન્ક્સ, અને સોરી યાર.પ્રિયા બોલી
બસ હવે,યાર એક તો બેસ્ટફ્રેન્ડ પણ બોલે છે સાથે સાથે સોરી અને થેન્ક્સ પણ બોલે છે.બ્રિજેશ  બોલ્યો
પરંતુ મને અંદર થી દુખ લાગે છે,યાર.પ્રિયા બોલી
 દુખી જોવા માટે મેં તને પ્રેમ નહી કરેલો,પરંતુ તને દુનિયા ની બધી ખુશી આપી શકું એટલે તને પ્રેમ કરેલો અને હવે તુ મારા લીધે જ દુખી થાય એમ થોડું ચાલે.બ્રિજેશ બોલ્યો
અને ફરી બોલ્યો,હવે તો તારી ખુશી તને આપીને જ જઈશ,તારા માટે મારા તરફ થી ફ્રેન્ડશીપ ડે ની બીજી ગીફ્ટ માં કેયુર.
છેલ્લી વાર ,થેન્ક્સ,અને હવે નહી બોલું ક્યારેય ઓકે.પ્રિયા બોલી અને ત્યારબાદ એ બંને હું અને કેયુર બેઠા હતા ત્યાં પાછા આવ્યા.
હેલ્લો,કેયુર હવે બોલ તારો શું જવાબ છે???બ્રીજેશે આવીને તરત જ કેયુર ને પૂછ્યું
શેના માટે???કેયુર ને ખબર હતી કે બ્રિજેશ શેના વિષે પૂછતો હતો તેમ છતા અજાણ્યો બની ને બોલ્યો.
કેયુર,તને પણ ખબર છે હું શેના વિષે પુછુ છુ.તેમ છતાં એક વાર ફરી બોલું છુ.કે કાલે પ્રિયા એ તને કઈ પૂછેલું અને હજુ સુધી તેનો જવાબ તે નથી આપ્યો.બ્રિજેશ બોલ્યો
હાં,ભાઈ હવે જલ્દી થી બોલી દે.મારા થી હવે ના રહેવાયું એટલે હું પણ બોલ્યો
આઈ લવ યુ કેયુર.પ્રિયા બોલી
બટ,આઈ ડોન્ટ.કેયુર બીજી તરફ ફરી ને બોલ્યો
ઓય્ય,આ તરફ જોઈ ને બોલ અમને ખબર છે કે તુ કેટલો સરસ અભિનેતા છે.જુઠા તારા ચેહરા પર બધું જ સાફ સાફ દેખાય છે.બ્રિજેશ બોલ્યો
સોરી,પ્રિયા પરંતુ…
હમારી દોસ્તી કી કસમ??બ્રિજેશ કેયુર ને વચ્ચે અટકાવતા જ બોલ્યો
શું?કેયુર બોલ્યો
સમજીને બોલજે કેયુર,કારણ કે આજ તુ ખોટી કસમ લેવાનો હોય તો આ દોસ્ત ને ભૂલી જજે.બ્રિજેશ ઈમોશનલ થઈને બોલ્યો
એટલું સાંભળતા જ કેયુર બ્રિજેશ ને ગળે વળગી પડ્યો.અને તેની આંખ માંથી આંસુ નીકળી ગયા.
બસ,મેરે શેર તુ ક્યારથી રોવા લાગ્યો.બ્રિજેશ કેયુર થી છુટા પડતા પડતા બોલ્યો.
ત્યારબાદ કેયુર પ્રિયા તરફ જોઈને તેના બંને હાથ ને પહોળા કર્યા અને તરત જ પ્રિયા એ કેયુર ની બાહો માં સમાઈ ગઈ.
I love you, so much more then me.કેયુર બોલ્યો
I love you,પ્રિયા ફરી બોલી અને બંને ના લીપ ને આગળ ની એક મીનીટ માટે લોકક લાગી ગયા…
કેયુર,આજ થી પ્રિયા તારી અને તેની બધી જ જવાબદારી તારી અને હા,મને તેની આંખ માં ક્યારેય આંસુ ના જોઈએ સમજ્યો??બ્રિજેશ હસતા હસતા બોલ્યો અને તે ત્રણેય ફરી એક વાર એક જ સાથે ગળે લાગ્યા.
મેં એ ત્રણેય ની બેસ્ટ મોમેન્ટ મારા ફોન ના કેમેરા માં કેપ્ચર(કેદ) કરી લીધી.ત્યારબાદ બ્રિજેશ મને પણ ગળે લાગ્યો.અમે બધા ત્યાંથી બહાર નીકળ્યા અને નાસ્તો કરીને છુટ્ટા પડતા હતા અને બ્રિજેશ બોલ્યો પ્રેમ હવે ફરી આવતા વર્ષે મળીશું.
કેમ?મેં પૂછ્યું
બસ,મારી રજા ઓ પૂરી થઇ ગઈ છે.અને કાલે સવારે જ મારે બેંગલોર જવાનું છે.બ્રિજેશ બોલ્યો
તે બાજુ ભૂલ થી આવવાનું થાય તો આ ફેન્ડ ને મળ્યા વગર ત્યાં થી પાછો ના આવતો.બ્રિજેશ એ મને કીધું
ચોક્કસ.મેં કીધું અને અમે બધા છુટા પડ્યા.
સાંજે ઘરે જઈને ફ્રેશ થઈને જમી લીધું અને પછી તરત જ મેં મારા લેપટોપ માં જઈને ફેસબુક ઓપન કર્યું,કારણ કે શનિવારે રાત્રે મેસેજ કર્યા પછી મેં ઓપન જ નહી કરેલું.જોયું તો તેમાં બે મેસેજ આવેલા હતા અને એ બંને મેસેજ આરોહી ના જ હતા,
સેમ ટુ યુ.
અને સોરી શા માટે??
આ બંને મેસેજ વાંચી ને તરત જ મેં રિપ્લાય કર્યો,કારણ કે તે ઓનલાઈન જ હતી.
અરે કઈ નહી,છેલ્લે વાત થયેલી ત્યારે મેં તમને સેક્સી અને હોટ કીધેલુ કે નહી,ત્યારબાદ તારો મેસેજ પાંચ મીનીટ પછી આવ્યો અને એ પણ “બાય” નો એટલે મને એમ લાગ્યું કે તને ખોટું લાગી ગયું હશે.એટલે સોરી કીધું.
ઓહ્હ!!!! એવું એમ ને?તેનો રિપ્લાય પણ તરતજ આવ્યો.
હાસ્તો.મેં કીધું
યાર તુ પણ, અરે મેં ગ્રેજ્યુએશન કરેલું છે અને તે પણ ભણવા ખાતર ભણી હોય એવું નથી.હું આવા સમાજ ના રૂઢીચુસ્ત નિયમો ને નથી માનતી ઓકે.અને તમે પણ મને આવી નેરો માઈનડેડ છોકરી કેમ સમજી લીધી???ગ્રો અપ મેન.ગ્રો અપ આરોહી નો રિપ્લાય આવ્યો.
ઓકે,સોરી બાબા.હવે નહી સમજુ બસ.મેં કીધું
ઈટ્સ ઓકે.તેણી નો રિપ્લાય આવ્યો
પરંતુ તે દિવસે તમે થોડો વેઈટ કરાવી ને બાય કીધું એટલે મને એવું લાગ્યું.
 તે દિવસે રવિવાર હતો એટલે મારા ઘર પર મેહમાન આવેલા એટલે ઓફલાઇન થઇ ગયેલી સમજે?
ઓકે,બોલો બીજું??શું કર્યું આ ફ્રેન્ડશીપ ડે પર??મેં પૂછ્યું
કઈ,નહી મારા કોલેજ ના મિત્રો સાથે સેલીબ્રેટ કર્યો અને તમે??
સેમ,હું મારા ઓફીસ ના મિત્રો સાથે હતો પુરો દિવસ.
એક વાત પુછુ??આરોહી ઉત્સાહ સાથે મને પૂછ્યું
સ્યોર,પૂછો મેરે આકા..મેં પણ સામે ફોર્મ માં આવીને રિપ્લાય કર્યો
આ,તમારી ફેસબુક પર જે બર્થ ડેટ બતાવે છે એ સાચી છે કે પછી…???તેણે પૂછ્યું
અરે,યાર સાચી જ હોય  ને તુ પણ.એવું કેમ લાગ્યું કે આં ખોટી છે??મેં પૂછ્યું
અરે,મને એમ કે તમે મારી બર્થ ડેટ જોઈને તમારી બદલી નાખી હશે.તેણી નો રિપ્લાય આવ્યો
પણ હું શા માટે એવું કરું??બોલો મેં પૂછ્યું
કઈ કહેવાય નહી,મને ઈમ્પ્રેસ કરવાના ચક્કર માં કર્યું હોય.તેણી એ કીધું
ઓહ્હ તો,તમે મારી ડેટ જોઈને એટલે તમારી ડેટ બદલી નાખી છે એમ ને??અને હા મારા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે…મેં રિપ્લાય કર્યો
ઓહ્હ હેલ્લો,તો પછી તે દિવસે સેક્સી ને હોટ કેમ કીધેલું??અને મને પણ તમને ઇન્પ્રેસ કરવાનો શોખ નથી.સમજ્યા??આરોહી નો રિપ્લાય આવ્યો.
અરે,એ ભૂલ થી આવી ગયું હશે.
પણ,આ જાણી જોઈને કરેલી ભૂલ હતી.તેનું શું??બોલો તેણી નો રિપ્લાય આવ્યો..
અને,તમે પણ મઝા લઇ લીધી આવુ સાંભળીને કે,સાલું કોઈ તો છે જે મને સેક્સી અને હોટ સમજે  છે.કેમ સાચું ને??મેં પણ કીધું
        અરે,મેં તો બચપન સે હી હું હોટ અને સેક્સી,ઇસમેં નયા ક્યાં હૈ.તેનો પણ એટ્ટીટ્યુડ ભરેલો જવાબ આવ્યો.
        બસ,કર અબ મેરી માં મુજે પતા ચલ ગયા કે તુ હૈ,ખુશ.
        આરોહી,શું આપણે લોકો વોટ્સેપ પર વાત કરી શકીએ??
        પરંતુ ફેસબુક મા શુ પ્રોબ્લેમ છે??
        કઈ નહી,પણ બસ એમજ.
        જરૂર પડશે ત્યારે આપણે લોકો વોટ્સેપ પર વાત કરીશું ઓકે.પણ હમણા તો મને ફેસબુક પર મઝા આવે છે.કારણ કે આપણે બંને અહીં લાંબા સમયે વાત કરીએ છીએ એટલે જ દરેક વખતે વાત કરવાની મઝા આવે છે,જયારે વોટ્સેપ પર દરરોએ જ વાત  ના કરવી હોય તો પણ થઇ જ જાય અને તેથી વાતચીત માં રસ ઓછો થઇ જાય એ હું નથી ઈચ્છતી.
        વાત,તો સાચી છે.
        અને વચ્ચે જે પાંચ-સાત દિવસ મળે તેમાં આપણે લીસ્ટ બનાવી રાખવાનું કે,હવે ની ફેસબુક મુલાકાત પર મારે કઈ વાત કરવી.સમજ્યા??આરોહી એ પૂછ્યું
        ઓકે,તો એક સવાલ નો જવાબ આપીશ મને??
        બોલો??
આ રહ્યો મારી આ મુલાકાત નો સવાલ,
        અરે,આપણ ને ક્યારે ખબર પડે મને કોઈ ની સાથે પ્રેમ થઇ ગયો છે???
        અરે,પણ શું થયું કે અચાનક જ આવો સવાલ ??
        મારા મન માં તો કેટલાય દિવસ થી આ સવાલ છે,પણ પુછુ કોને તે વિચારતો હતો એટલે આજે તમને જ પૂછી લીધો.
        સોરી,પણ મને પણ નથી ખબર.કારણ કે મેં આજ સુધી કોઈને પ્રેમ જ નથી કર્યો.
        અરે,જે કઈ પણ ખબર હોય એ કહો ને મને.
        પણ તમને કોની સાથે પ્રેમ થઇ ગયો છે એ તો બોલો પેલા.આરોહી એ મને પૂછ્યું
        અરે,થયો નથી.પણ લાગે છે થવાની તૈયારી મા છે.
        ઓહ્હો!!!પણ કોની સાથે પ્રેમ થઇ ગયો??એ તો કહો.
        છે,એક છોકરી.
        પણ કોણ??ફરી તેણે પૂછ્યું
        તું વિચાર??મેં કીધું
        એવું બધું મને ના આવડે તું જ બોલી દે ને.આરોહી નો રિપ્લાય આવ્યો
        અરે,પણ ટ્રાય તો કર.મેં ફરી કીધું
        ના,મારે ટ્રાય નથી કરવી,ઓકે.જે કઈ હોય એ મને ડાયરેક્ટ જ કહી દે.આરોહી નો રિપ્લાય આપ્યો.
ઓકે,તો તુ રેડી છે બોલ??મેં આરોહી ને રિપ્લાય આપ્યો
શેના માટે???આરોહી નો રિપ્લાય આવ્યો
ઓહ્હ,તો હવે એ પણ મારે જ કહેવાનું??મેં પૂછ્યું
હમ્મ્મ્મ.તેણી નો રિપ્લાય આવ્યો
અરે,યાર તું પણ કમાલ કરે છો,તું જ તો પૂછે છો અને તને જ નથી ખબર??
હાં,પણ શેના માટે રેડી???
તો હવે હું ડાયરેક્ટ જ પુછુ છુ ઓકે.મેં કીધું
અરે,હા તું હવે જલ્દી બોલ
Love,માટે.મેં કીધું
Aarohi is typing……….
તો મિત્રો,શું લાગે છે તમને આરોહી,પ્રેમ ના આ પ્રેમ ના એકરાર નો સ્વીકાર આરોહી કરશે??પ્રેમ અજય અને પ્રિયા ના પ્રેમ પ્રકરણ માં તો સફળ થઇ ચુક્યો છે પરંતુ શું તે પોતાના જ પ્રેમ પ્રકરણ માં સફળ થશે???મિત્રો સવાલો તો ઘણાય બધા છે.પરંતુ તમારા બધા જ સવાલો ના જવાબ મેળવવા માટે વાંચતા રહો love junction…….અને હા,મિત્રો તમે મને લવ જંકશન વાંચી ને તેના પર સારા કે ખરાબ ફીડબેક આપવાનું ભૂલતા નહી…
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ :મિત્રો આપણ ને ખરેખર ક્યારે ખબર પડે કે હું તેના કે તેણી ના પ્રેમ  માં છુ????
facebook.com/parth j ghelani ,
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C02 by Parth Ghelani | Love Story Novels in Gujarati

0
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી

આગળ જોયું….
        પ્રેમ અને તેના મિત્રો પાર્ટી માં જાય છે અને તેના બેસ્ટ ફ્રેન્ડ અજય ને અને બીજા બે ને પણ  એવોર્ડ મળે છે જેમાંથી એક એવોર્ડ આરોહી ને મળે છે અને પ્રેમ આરોહી ના એક તરફી પ્રેમ માં પડી જાય છે અને તેની સાથે વાત પણ કરે છે અને ત્યારબાદ આ બધું તે જ્યારેં તેના મિત્રો ને કહેતો હોય ત્યારે અચનાક તેનાથી બોલાય જાય છે કે ખુશી ,અજય તને પસંદ કરે છે અને ત્યારબાદ ત્યાં અજય આવે છે અને ખુશી તેની સામે જઈને ઉભી રહે છે..
હવે આગળ…,
        આ વાત સાચી છે,અજય ???ખુશી એ અજય ને પૂછ્યું
        અજય ને કઈ સમજાતું નથી અને પૂછે છે કે કઈ વાત ખુશી??
        એ જ કે જે મને પ્રેમ ના મોઢે થી સાંભળવા મળી એ ,ખુશી એ જવાબ આપ્યો..
        કઈ વાત પ્રેમ??અજય મારા તરફ જોઈને બોલ્યો પણ હું શું બોલું તે મને પણ કઈ સમજાતું ન હતું અને જેવો બોલવા ગયો કે ખુશી મને અટકાવતા કહ્યું,ના પ્રેમ તું કઈ પણ નહી બોલે હવે આ મામલો અમારા બે ની વચ્ચે નો છે.અને ફરીથી અજય તરફ જોયું.
અરે પણ અહીં શું ચાલી રહ્યું છે મને કોઈ જણાવો યાર, અજય થોડો મુંજાઈને બોલ્યો.
તને બધી જ વાત ની ખબર પડી જશે પણ એ માટે તારે મારા એક સવાલ નો જવાબ આપવો પડશે,બોલ છે મંજુર?
મંજુર છે ,મને બધું જ  મંજુર છે પણ એ સવાલ શું છે??અજય બોલ્યો
ડુ યુ લાઈક મી??ખુશી એ ડાયરેક્ટ જ પૂછી લીધું અને મેં ,પ્રિયા એ અને કેયુર એ એકાબીજાની સામે જોયું અને ત્યરબાદ તરત જ અજય તરફ જોયું.
વ્હોટ???અજય થોડો આસ્શર્ય સાથે બોલ્યો
એટલે કે શું તું મને પસંદ કરે છે??ખુશી ગુજરાતી માં બોલી
અજય ને કઈ ખબર જ નહોતી પડતી કે શું બોલવું અને શું નહી અને લથડતી જીભે બોલ્યો આ કેવો સવાલ છે અને આવું તને કોણે કીધું ??અજય બોલ્યો
હાં કે ના માં જ જવાબ જોઈએ છે મને,ખુશી બોલી
તુ મને પસંદ કરે છો કે નહી?મને ખબર છે ત્યાં સુધી માં ખુશી એ આ સવાલ ત્રીજી વાર અજય ને પૂછ્યો હતો.અને હવે અજય બરાબર નો ફસાઈ ગયો હતો ના તો એ પડવાનો નહતો એ મને ખબર હતી એટલે હવે તેના પાસે એકજ વિકલ્પ હતો અને એ હતો…
ખુશી હું તો. હજુ અજય એટલું બોલ્યો ત્યાં ફરી ખુશી બોલી હાં કે ના??
અને છેલ્લે અજય થોડા ડરેલા નહી પણ થોડા વધારે જ ડરેલા અવાજે બોલ્યો ,
હ…અમ્મ..હા..
અને હવે અમે એટલે હું,કેયુર અને પ્રિયા એકાબીજાની સામે બાઘા ની જેમ જોવા લાગ્યા અને લગભગ ત્રણેય ના મન માં એકજ સવાલ હતો કે હવે પછી નો કાર્યક્રમ શું છે…એટલે કે ખુશી નો પ્રતિઉત્તર શું હશે??
અને ખુશી થોડા ગુસ્સા માં હોય એવી રીતે બોલી,તે એવું વિચારી પણ કેમ લીધું કે હું તને પસંદ ના કરી શકુ.અને આ સાંભળીને અજય બોલ્યો સોરી ખુશી અને આ ડર ને લીધે જ હું તને કઈ પણ કેહવા નહોતો માંગતો.
અરે ભાઈ અજય તારી વાળી માની ગઈ છે અને તું આ શું બોલ્યા કરે છે??કેયુર બોલ્યો
અજય ખુશી ને જવાબ આપ્યા પછી એટલો બધો ગભરાય ગયેલો હતો કે તેને એ પણ ખબર નહોતી કે ખુશી એ તેના ,મારા તરફ થી મળેલા પ્રપોઝલ ને સ્વીકારી લીધું છે..અને કેયુર ના બોલ્યા પછી તેણે ખુશી તરફ જોયું અને આંખો થી ખુશી ને ફરીથી પૂછ્યું અને જવાબ માં ખુશી એ પોતાની બંને આંખ બંધ કરીને નીચું જોયું અને અજય સમજી ગયો અને પછી બંને એ એકબીજાએ અમારા સામે ટાઈટ હગ  કર્યું અને એકબીજાના કાન માં બોલ્યા આઈ લાવ યુ…આ જોઈને મને આરોહી ની યાદ આવી ગઈ…….
બસ  કરો હવે મને તમને બંને ને જોઈને જલન થાય છે,મેં મજાક ને મજાક માં બંને ને કહ્યું અને બંને છુટ્ટા પડ્યા અને મારા સામે જોઈને હસવા લાગ્યા..

થેન્ક્સ બ્રો,તારા થી ભૂલ થી બોલાય ગયું અને મને ખુશી મળી ગઈ પરંતુ તે આ ભૂલ ના કરી હોત તો હું તો આ  ભૂલ થી પણ ના બોલી શક્યો હોત.અજય મારા સામે જોઈને બોલ્યો
બસ કર ભાઈ હવે રડાવાનો કે શું,અને હાં ભાઈ હવે આ ભૂલ હું તમારા ફેમીલી ની સામે જઈને કરું તે પેહલા તમે કરી દેજો ઓકે ??મેં હસતા હસતા કહ્યું
હવે તારે ભૂલ નહી કરવી પડે પ્રેમ,ખુશી બોલી
ભાઈ કેયુર અને બેન પ્રિયા તમારે બંને ને કઈ નથી ને જો હોય તો આજે બોલી દેજો,મેં કેયુર અને પ્રિયા તરફ જોઈને કહ્યું
ચુપ્પ રે તું ,પ્રિયા શરમાઈને બોલી અને કેયુર ઉભો થઈને મારા તરફ દોડ્યો અને આસપાસ થોડું વાતાવરણ હળવું થયું ત્યાં તો લંચ બ્રેક પણ પુરો થઇ ગયો.અને અમે બધા ફરીથી પોતાની ડેસ્ક પર ગોઠવાયા અને પોતપોતાના કામે લાગી ગયા…
 સાંજે ૬:૦૦ વાગતા અમારી શીફ્ટ પૂરી થઇ ગઈ અને અમે બધા ઓફીસ ની બહાર આવીને દરરોજ ની જેમ આજે પણ ભેગા થયા અને આજે બધા જ હળવા મૂડ માં હતા એટલે ક્યાંક જઈને નાસ્તો કરવા જવાનું નક્કી કર્યું એટલે અઠવાગેટ સુગર એન સ્પાઈસ પર ગયા અને બર્ગર ની સાથે કોક ની મઝા લીધી અને થોડો સમય તેની પાસે આવેલી ચોપાટી માં જઈને બેઠા અને ૭:૦૦ વાગતા અમે છુટ્ટા પડ્યા.
        સાંજે ઘરે જઈ ફ્રેશ થઈને લેપટોપ લીધું અને ફરીથી ફેસબુક ખોલી ચેક કરવા લાગ્યો કે આરોહી નો કોઈ મેસેજ આવ્યો કે નહી?અને જોયું તો તેનો કોઈ પણ મેસેજ હતો નહી.સાંજ ના ૯:૦૦ વાગી ચુક્યા હતા એટલે હું રાત્રે ઘરની બહાર ઠંડા વાતાવરણ માં દરરોજ ની જેમ ચાલવા નીકળી પડ્યો અને મારા ઘર ની પાસે આવેલા તાપી ના કિનારા પાસે જઈને ત્યાં રાખેલી બેંચ પર જઈને બેઠો કેમ કે આ એકજ એવી જગ્યા હતી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ શાંતિ મેળવી શકે અને એટલે જ હું દરરોજ આવતો અને ૧૦:૦૦ વાગ્યા સુધી બેસતો.
રાત્રે ૧૦:૩૦ વાગે આવીને મેં આરોહી ને ગુડ નાઈટ નો મેસેજ કર્યો અને સુઈ ગયો.અને સવારે ઉઠીને ફરીથી જોયું તો મેસેજ નો કોઈ જ રીપ્લાય ન હતો અને મેં પણ મારી રોજીંદી ટેવ ની જેમ ગુડ મોરનીંગ નો મેસેજ પાછો મોકલી દીધો અને આવું આગળ ના ૧૦ દિવસ સુધી ચાલ્યું અને એક દિવસ સાંજે આવીને ચેક કર્યું તો આરોહી નો મેસેજ આવેલો હતો “Hiii”.અને મેં સામે રિપ્લાય આપ્યો પરંતુ તે એક કલાક પેહલાજ ઓફલાઈન થઇ ચુકી હતી.
આજે રવિવાર નો દિવસ હતો એટલે થોડો મોડે સુધી સુતો રહ્યો અને ફ્રેશ થઈને રોજની જેમ જ મેં મારુ ફેસબુક ખોલ્યું અને જોયું તો સવાર ના ૭:૦૦ ના સમયે “ગુડ મોર્નિંગ” નો મેસેજ હતો અને બીજો મેસેજ હતો “બોલો” મેં વાંચી ને રિપ્લાય કર્યો કે “ક્યારેક તો ઓનલાઈન રહેવાય કે નહી??”પરંતુ તેનું લાસ્ટ સીન ૧૫:૦૦ મીનીટ પહેલા નું બતાવતું હતું.અને ઘડિયાળ માં જોયુ તો ૨:૦૦ વાગેલા હતા એટલે એક મુવી જોવાનું નક્કી કર્યું અને લેપટોપ માં મુવી ના ફોલ્ડર માં જઈને સ્કયફોલ મુવી જોવાનું સ્ટાર્ટ કર્યું.પરંતુ મુવી નો કલાઈમેક્સ ચાલતો હતો ત્યાં જ તે ફેસબુક મેસેજ નું નોટીફિકેશન પોપ-અપ થયુ અને મેં ફેસબુક ઓપન કરીને જોયું તો આરોહી નો મેસેજ હતો ,
પરંતુ જયારે હું ઓનલાઈન હોવ છું ત્યારે તમે ઓફલાઇન અને તમે ઓનલાઈન હોવ છો ત્યારે હું  ઓફલાઇન હોવ છુ તો એનું હું શું કરી શકુ?
ઓહ્હ !!એવુ છે એમ ને?મેં પણ સામે રિપ્લાય આપ્યો
હા,અને તમને તો ખબર જ છે કે હુ ફેસબુક ઓછુ જ વાપરુ છુ,તેમનો મેસેજ આવ્યો
હા,એતો મને ખબર છે પરંતુ એક વીક માં એક વાર તો ફેસબુક ઓપન કરો તો શું થાય?મેં પૂછ્યું
થાય કઈ જ  નહી?પરંતુ મને ફેસબુક પર ખોટો સમય બગાડવો નહી ગમે એટલે. આરોહી નો રિપ્લાય આવ્યો.
તો,કેવી રીતે સમય બગાડવો ગમે??અને તમને એમ ના થાય કે તમારા કોઈ ફેસબુક મિત્રો તમારી રાહ જોતા હસે ફેસબુક પર તેનું શું?  મેં હસતા હસતા  પૂછ્યું
મને મારા ફેસબુક ના મિત્રો સાથે વાત કરવા કરતા મારા જે પાસે જે મિત્રો રહે છે તેની સાથે રૂબરૂ વાત કરીને સમય બગાડવો ગમે ,સમજ્યા મીસ્ટર.આરોહી નો રિપ્લાય આવ્યો.
ઓહ્હ ,ઉંચે લોગ ,ઉંચે વિચાર…મેં રિપ્લાય કર્યો
ઓહ્હહહ!!!!હેલ્લો ,એવું કઈ નથી,ઔર મેં ઉંચે લોગ કી કેટેગરી મેં કેસે પંહોચ ગઈ??તેણે આવુ પૂછ્યું
અરે ,તમે એવોર્ડ વાળા છો તો થયા ને ઉંચા માણસ…મેં આવો જવાબ આપ્યો
હવે જો એવોર્ડ વિષે કોઈ પણ  વાત કરી છે તો હું આજ થી તમારી સાથે વાત નહી કરું,ઓકે,આરોહી નો રિપ્લાય આવ્યો
આ ધમકી છે કે પછી ઓર્ડર???મેં પૂછ્યું
ઈટ્સ ધેટ ઓર્ડર ,ડુ યુ અન્ડરસ્ટેન્ડ??તેણે કીધુ
હાં ,મારી માં મને ખબર પડી ગઈ અને આજ પછી ક્યારેય પણ એવોર્ડ વિષે એક પણ શબ્દ નહી બોલું,હવે તો ખુશ ને?મેં રિપ્લાય કર્યો

એવું નથી પણ ,હું પણ એક સામાન્ય માણસ છુ તો પછી મારી ઓળખ આ એવોર્ડ થી કેમ?આરોહી નો રિપ્લાય આવ્યો
ઓકે,સોરી મેં રિપ્લાય કર્યો.
અરે તમે પણ છો ,ફ્રેન્ડ્સ ભી કહો છો અને સોરી પણ.. લાગે છે કે મેને પ્યાર કિયા નથી જોયું..આરોહી નો રિપ્લાય આવ્યો
ઓહ્હ ,તો તમે મને ફ્રેન્ડ્સ તરિકે સ્વીકારી લીધો એમ ને??મેં પૂછ્યું
એટલે?તેણે સામે પૂછ્યું..
એટલે એમ કે એવોર્ડ વાળા મોટા માણસો ને અમારી દોસ્તી ની શું જરૂર    ,મેં મઝાક સાથે પૂછ્યું.
     આરોહી એ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો..
જસ્ટ ચીલ ,જસ્ટ કિડિંગ ડીઅર,મેં રિપ્લાય કર્યો
હવે મારે કોઈ પણ જાત ની વાત જ નથી કરવી ,આરોહી નો રિપ્લાય આવ્યો
કેમ??બોય ફ્રેન્ડ્સ નો ફોન આવી ગયો??મેં મઝાક મઝાક માં પૂછી લીધું
મારી આજ સુધી ની ઝીન્દગી માં કોઈ સીરીઅસ બોય-ફ્રેન્ડ નથી,આરોહી નો મેસેજ આવ્યો
ઓહ્હ,રીયલી????મેં પૂછ્યું
ઓફ કોર્સ.તેણે કીધું
આ મેસેજ વાંચી ને મારા મનને ખુબજ શાંતિ થઇ..
તો આખી જીન્દગી માં આવી રીતે જ રહેવાનું છે કે પછી કોઈ ને શોધવાનો છે???મેં પૂછ્યું
હમણાં તો કોઈ જ વિચાર નથી.અરોહી એ રિપ્લાય આપ્યો.
કેમ??મેં પૂછ્યું
બસ,હજુ મારે કેરિયર બનવવાનું છે અને ત્યારપછી આરોહી એ જવાબ આપ્યો
તો ક્યારે બનશે કેરિયર ??મેં પૂછ્યું
એ તો બની જશે તમે તમારું બોલો કેટલી ગર્લ-ફ્રેન્ડ્સ છે??
આઈ એમ સિંગલ અનટીલ નાવ,મેં કીધુ
કેમ?તેણે પૂછ્યું
આજ સુધી જેટલી ગર્લ્સ ને મેં પૂછ્યું તો એકજ જવાબ મળ્યો છે કે મારે ઓલરેડી બોય-ફ્રેન્ડ્સ છે તમારા સિવાય..મેં પણ થોડા ફલર્ટ વાળા અંદાઝ માં રિપ્લાય આપી દીધો..
ગુડ ટ્રાય,મિસ્ટર,આરોહી એ પણ ફલર્ટના અંદાઝ માં રિપ્લાય આપ્યો
કોલેજ માં કોઈ છોકરા એ તમને પ્રપોજ કરેલુ કે નહી???મેં થોડુ ઉત્સાહ થી પૂછ્યું
ના,આરોહી નો રિપ્લાય આવ્યો.
ઈમ્પોસિબલ,મેં પણ કહ્યું
અરે સાચે જ યાર,અને તમને  કેમ આ ઈમ્મ્પોસીબલ લાગે છે??તેનો નો રિપ્લાય આવ્યો.
બસ એમજ મેં કીધું
ના ,કઈ  તો કારણ હોય જ આવું કેવાનો..,બોલો મીસ્ટર તેણે કીધું
અરે યાર તમને છોકરી ઓ ને ખબર જ હોય બધી જ છતા પણ તમે પૂછ્યા કરો ,એવું કેમ??મેં આવું કીધું
ડોન્ટ ચેન્જ ધ ટોપિક.આઈ વોન્ટ ટુ આન્સર કે.તેણે કીધુ
તો તમારે જાણવું જ છે એમને ,મેં પણ થોડું ગુસ્સા વાળા અંદાજ માં કીધું
હા ,અને તમે કયો હું કઈ નહી બોલુ તમને.તેણે વિનતી પૂર્વક કીધું અને પછી તો મેં પણ કહ્યું…,
બીકોજ ,યુ આર લુકિંગ સો હોટ એન્ડ સેક્સી મેં આવો જવાબ મોકલી દીધો પછી ખબર પડી કે સાલુ આ શું થઇ ગયું
વ્હોટ???તેને પૂછ્યું
અરે ,ખુબસુરત એજ કેવા માગું છુ પણ આ શબ્દો કેવી રીતે ટાઈપ થઇ ગયા ઈ મને નથી ખબર.મેં મારો બચાવ કરતા કહ્યું
પાંચ મીનીટ પછી તેનો રિપ્લાય આવ્યો.
બાય
અરે આરોહી ,સોરી યાર હવે ક્યારેય પણ આવુ નહી બોલુ,મેં મેસેજ કર્યો
પરંતુ તેનો કોઈ જ રિપ્લાય આવ્યો નહી અને છેલ્લે થાકીને મેં પણ ફેસબુક બંધ કર્યું અને પ્રિયા ને ફોન કરીને નજીક માં આવેલા ગાર્ડન માં બેસવા બોલાવી કારણ કે હું ખુલ્લા મને તેની સાથે જ વાત કરી શકું છુ અને એક ખાલી બેંચ પર જઈને બેસીને તેની રાહ જોવા લાગ્યો અને આખરે ૨૦ મીનીટ પછી પ્રિયા આવી.

હાય,ડીઅર પ્રિયા આવીને અને મારી બાજુ માં બેસતા બેસતા બોલી
ઓહ્હ હાય,મેં મારો ચેહરો તેના તરફ કર્યો અને બોલ્યો
કોના વિચારો માં ખોવાયેલો છે???પ્રિયા ને ખબર હતી છતા પણ જાણી જોઈને તેણે મને પૂછ્યું
અરે યાર આ તમને લોકો ને સમજવી ખુબજ મુશ્કેલ છે,મેં પ્રિયા ને ઇરીટેટ થઈને કહ્યું
અરે ,પણ થયું છે શું? એ તો કે પેલા મને, પ્રિયા બોલી
અને મેં પ્રિયા ને આજે આરોહી સાથે કરેલી વાત કરી અને કીધું કે મેં તેને સેક્સી અને હોટ કીધું તો તેણે મને પાંચ મીનીટ પછી એક જ મેસેજ કર્યો અને એ હતો “બાય”.
જેવી મેં મારી વાત પૂરી કરી કે તરત જ પ્રિયા જોર જોર થી હસવા લાગી ..
અરે અહીં મારી હાલત આટલી ખરાબ છે અને તને હસવું આવે છે..મેં થોડું ગુસ્સે થઈને કહ્યું
અરે પણ આવે જ ને તને કોમ્પ્લીમેન્ટ આપવા માટે આ બે શબ્દો સિવાય બીજા કોઈ શબ્દો ના મળ્યા તેને કહેવા માટે??અરે ખુબસુરત પણ કહી શકતો હતો ને પ્રિયા બોલી
અને ફરી થી હસવા લાગી.
બસ હવે ,મેં કીધું
ઓકે ,ઓકે એ બોલી
સાંભળ,છોકરી ઓને પણ આ શબ્દો સાંભળવા વધારે ગમે છે અને તે પણ એવું જ ઇચ્છતી હોઈ કે કોઈ તેનું માનીતું,પોતીકું તેને આવા શબ્દો દ્વારા કોમ્પ્લીમેન્ટ આપે.સમજ્યો તો તારે વધારે ગભરાવાની જરૂર નથી એ ફરી બોલી
મતલબ,તેને મારી વાત નું ખોટું નહી લગાડ્યું હોય??મેં થોડું ઉત્સાહ થી પૂછ્યું
ના ,બિલકુલ નહી કારણ કે તમારી બંને વચ્ચે થતી વાતો પર થી તો એવું જ લાગે છે.પ્રિયા બોલી
તો,તે મારી સાથે વાત પણ કરશે??મેં પૂછ્યું
એ ,હા ભાઈ હવે અને તુ આ નાના છોકરા જેવું વર્તન કરવાનું બંધ કર અને મને બહુ ભુખ લાગી છે ચાલ કઈ નાસ્તો કરવા પ્રિયા બોલી
અને અમે બંને ગાર્ડન ની બહાર આવેલી શોપ પર નાસ્તો કરવા પંહોચી ગયા અને મેં મારા માટે સેન્ડવીચ અને પ્રિયા એ તેના માટે દહીંપુરી નો ઓર્ડર કર્યો અને ઓર્ડર કર્યા ના પાંચ મીનીટ માં અમારો નાસ્તો અમારા ટેબલ પર આવી ગયો અને મેં સેન્ડવીચ નો એક ટુકડો મોઢા માં નાખતા નાખતા પ્રિયા ને પૂછ્યું ડુ યુ લાઈક કેયુર???
શું???પ્રિયા આચ્ચર્ય સાથે બોલી
એ ,શું વાળી બંધ થા મને બધી જ ખબર છે મેં તેને કીધું
        શું ખબર છે તને અને આવી બધી ખોટી અફવા ફેલાવાનું બંધ કર પ્રિયા થોડા ગુસ્સા સાથે બોલી
        શું,કામ ખોટું બોલે છો,મેં તે દિવસે તારી આંખો માં કેયુર માટે નો પ્રેમ જોઈ લીધો હતો ,મેં કહ્યું
        ક્યારે???પ્રિયા બોલી
        અરે તે દિવસે જયારે અજય અને ખુશી નું મિલાપ થયું અને મેં તને અને કેયુર ને પૂછે લુ કે તમારે બંને ને તો કઈ નથી ને અને તે તારી આંખો શરમ થી નીચી કરી લીધેલી એટલે મને ખબર પડી ગઈ હતી..
અરે એવું કઈ નથી.પ્રિયા વધારે શાંતિ થી બોલી
ચાલ ,ફટાફટ બોલવાનું શરુ કર હવે મારા થી કઈ છુપાવ નહી ઓકે,મેં કહ્યું
તે કઈ ના બોલી એટલે ફરી મેં પૂછ્યું અરે કઈ બોલ એટલે હું તારી કઈ મદદ કરી શકુ સમજી??મેં વિનંતી પૂર્વક કહ્યું એટલે એ બોલી
યસ,આઈ લાઈક કેયુર.પ્રિયા નીચું જોઈને બોલી
ક્યારથી???મેં પૂછ્યું
તને તો ખબર જ છે કે અમે બંને એકજ કોલેજ માં અને એકજ ક્લાસ માં સાથે ભણતા.તેણે કીધું
હાં એ મને ખબર છે,તુ હવે આગળ બોલ મેં કહ્યું
બસ ત્યારથી જ હું એને પસંદ કરુ છુ,પ્રિયા બોલી
આ વાત ની કેયુર ને ખબર છે??મેં પૂછ્યું
ના,એ બુદ્ધુ ને તો કઈ ખબર જ ક્યાં પડે છે,કોલેજ માં હતો ત્યારે એક્ઝામ ,એક્ઝામ કર્યા કરતો અને હવે બસ કામ અને કામ બીજી કઈ ખબર જ નથી પડતી એ ને તો ,એ થોડા રોમેન્ટિક વાળા ગુસ્સા(રોમેન્સ+ગુસ્સો) માં બોલી
તો ,તે ક્યારેય તેને તારા મનની વાત કરી છે કેયુર ને???મેં પૂછ્યું
ના,આજ સુધી ક્યારેય નહી,તે બોલી
તો ક્યારે કેવાનું છે હવે???મેં પૂછ્યું
યાર,દરરોજ સાંજે સુતી વખતે નક્કી કરું છુ કે કાલે જઈને વાત કરું અને તે ના પાડશે તેવા ડર થી કઈ પણ બોલી શકાતું નથી.પ્રિયા થોડી નિરાશ થઈને બોલી
        હું કઈ મદદ કરું??મેં પૂછ્યું
        કઈ રીતે?પ્રિયા બોલી
        હું કેયુર ને પૂછીશ તારા વિષે અને તારા માટે તેની શું ફીલિંગ્સ છે તે જાણી લઈશ.મેં કીધું
        અને મેં ઘડિયાળ તરફ નઝર કરી તો ૬:૪૫ વાગી ચુક્યા હતા એટલે મે અને પ્રિયા એ નાસ્તો પુરો કરી  બિલ ચૂકવીને બહાર નીકળ્યા અને કાલે ઓફીસ માં મળીએ એવું કહીને છુટા પડ્યા.
        ઘરે આવીને જમીને મારી રોજીંદી ટેવ મુજબ હું તાપી કિનારે બેઠો હતો અને મારા સ્માર્ટફોન માં ફેસબુક ખોલી ને ફરીથી આરોહી ને મેસેજ કર્યો “સોરી”.
        બીજે દિવસે સવારે ઉઠીને ફ્રેશ થયો અને ઓફીસ જવા માટે ઘરે થી નીકળ્યો અને હવે કેયુર ને આજે પર્સનલ માં મળીને પ્રિયા માટે તેની ફીલિંગ્સ શું છે તે જાણવાનું હતું તેના વિષે જ વિચાર કરતા કરતા ઓફિસે પંહોચી ગયો.
        ઓફીસ પર પંહોચી ને દરરોજ ની જેમ બધાને ગુડ મોર્નિંગ કીધું એક વ્યક્તિ સિવાય અને એ હતો કેયુર.પ્રિયા કેયુર ક્યાં છે??મેં પૂછ્યું કારણ કે પ્રિયા અને કેયુર દરરોજ એક જ સાથે ઓફીસ પર આવતા હતા
        આજે એ નથી આવ્યો??પ્રિયા એ નિરાશ થઈને જવાબ આપ્યો
        કેમ???મેં પૂછ્યું
        ખબર નહી,પરંતુ એ કહેતો હતો કે તારા માટે આ ફ્રેન્ડશિપ ડે માટે એક સરપ્રાઈઝ છે.પ્રિયા એ મને કીધું
        ઓહો,તો કેયુર એ તારા માટે સરપ્રાઈઝ રાખેલું છે ,શું વાત છે ,તને શું લાગે છે પ્રિયા શું હશે એ???મેં પૂછ્યું
મને ક્યાંથી ખબર હોય પ્રેમ,તે બોલી
ઓકે,પણ હવે તુ એક કામ કર આવતા રવિવારે ફ્રેન્ડશિપ ડે છે તો તે જ દિવસે તુ કેયુર ને પ્રપોઝ કરી દે,મેં પ્રિયા ને કીધુ
        પણ ,પ્રેમ,પ્રિયા હજુ બોલતી જ હતી ત્યાં હું વચ્ચે બોલ્યો પણ શું??પ્રિયા પણ શું?
        આ બધું વધારે જલ્દી થતું હોય એવું નથી લાગતું તને?પ્રિયા બોલી
        એ જલ્દી વાળી આ ઉતાવળ નહી ધીરજ કેવાય ,એક તો પેલા જ કોલેજ ના ચાર વર્ષ તથા આ ઓફીસ ના બે વર્ષ મળીને કુલ છ વર્ષ થયા અને હજુ તને આ ઉતાવળ લાગે છે?મેં થોડા મઝાક વાળા ગુસ્સ્સા માં કહ્યું..
પરંતુ,હજુ એ બોલે એ પેલા જ હું બોલ્યો ,લેકિન ,કિન્તુ ,પરંતુ,વરંતુ કુછ નહી,ઇસ સન્ડે તુમ ઉસે પ્રપોઝ કરોગી ઓકે…મેં પણ કીધું અને હવે ઓફીસ માં કામ નો સમય થઇ ગયો હતો એટલે  પ્રિયા ને બાય કહી ને મારા ડેસ્ક પર આવીને બેસી ગયો અને કામ કરવામાં વ્યસ્ત થઇ ગયો..
બપોરે લંચ કરતા હતા ત્યારે મારા ફોન માં કેયુર નો કોલ આવ્યો કે પ્રેમ મારે તારું કામ છે તો આજે સાંજે ઓફીસ પરથી રજા પડે એટલે મને મળવા માટે અઠવાગેટ ચોપાટી પર આવ એવું કીધું એટલે મેં કીધું ઓકે અને ફોન મૂકી ને ફરી થી ટેબલ પર આવ્યો અને જેવો આવ્યો કે તરત જ ખુશી અને અજય બોલ્યા કોણ હતું ફોન પર??
કેયુર મેં કીધું ,કેમ કઈ કામ હતું ??ત્યાં તો પ્રિયા બોલી
ના,બસ એમજ મેં કીધુ
ઓકે ,તે બોલી અને અમે લંચ પૂરું કર્યું અને ફરી કામે લાગ્યા અને સાંજે ઓફીસ પર થી જેવી રજા પડી એટલે હું સીધો જ અઠવાગેટ ચોપાટી પર ગયો અને કેયુર ને મળ્યો.

કેયુર પાસે ગયો ત્યારે કેયુરે મને તેની સાથે આવેલા તેના મિત્ર સાથે મારી ઓળખાણ  કરાવી
મેં મારો હાથ તેના તરફ લંબાવ્યો અને બોલ્યો,
હાય,મારું નામ પ્રેમ ,પ્રેમ પટેલ.
બ્રિજેશ ,બ્રિજેશ શાહ ,કેયુર ની સાથે આવેલા મિત્ર મારી સાથે હાથ મીલાવતા મિલાવતા બોલ્યો.
યાર,પ્રેમ મારે તારું કામ છે ,કેયુર બોલ્યો
અને મારે પણ તારું કામ છે, તરત જ મેં તેને કીધું અને પૂછ્યું ચાલ બોલ શું કામ છે તારે પેલા તું બોલ
યાર તને તો ખબર જ હશે કે આવતા રવિવારે ફ્રેન્ડશીપ ડે છે ,હાં એ મને ખબાર છે હવે આગળ બોલ તરત જ મેં તેને કીધું
        તો એ દિવસે એક સરપ્રાઈઝ પાર્ટી નો પ્લાન બનાવ્યો છે મેં તેમાં મને તારી હેલ્પ ની જરૂર છે તો તું મારી હેલ્પ કરીશ??તેણે મને પૂછ્યું
ઓફ કોર્સ ,ભાઈ જરૂર કરીશ,મેં પણ કીધું
અને પ્રિયા,માટે ભાઈ તે શું સરપ્રાઈઝ રાખી છે??મેં પૂછ્યું
બ્રિજેશ,એ સરપ્રાઈઝ બ્રિજેશ છે,કેયુર બોલ્યો
એટલે??મેં પૂછ્યું
એટલે એમ કે હું,પ્રિયા અને બ્રિજેશ એક જ સાથે એક જ કોલેજ માં સાથે ભણતા હતા અને અમારા ત્રણેય નું ગ્રુપ હતુ,મતલબ સાથે રમતા ,સાથે જમતા ,સાથે જ બંક મારીને મુવી ઓ જોવાના વગેરે વગેરે…અને બ્રિજેશ કોલેજ પૂરું કર્યા પછી આજે મળ્યો છે એટલે આ ફ્રેન્ડશીપ ના દિવસે બ્રિજેશ ને અચાનક જ પ્રિયા ની સામે રજુ કરી ને તેને સરપ્રાઈઝ આપવાની છે ,કેયુર બોલ્યો અને પાછુ મને પણ કીધું તું એને કઈ કેતો નહી
ઓકે,મેં કીધું
પ્રેમ,તારે હવે પાર્ટી માટે એક જગ્યા નક્કી કરવાની છે,કેયુર બોલ્યો
ઓકે,પણ પેલા મને એ કે પાર્ટી કેટલા લોકો માટે રાખેલી છે? એ મુજબ જગ્યા શોધું ,મેં કેયુર ને પૂછ્યું
આપણે પાંચ અને એક બ્રિજેશ ,હાં પ્રેમ પેલી લેડી સ્ટાર આવશે તો પણ ચાલશે કેયુર હસતા હસતા  બોલ્યો
આટલા લોકો હોય તો આપણે કોઈ મોટા પાર્ટી હોલ ની જરૂર નથી  એટલે આપણે લોકો એક કામ કરીએ તે દિવસે સવાર થી જ આપણે લોકો કાર લઈને કોઈ સારી જગ્યા પર ફરવા નીકળી જઈએ અને આખો દિવસ સાથે એન્જોય કરીશું અને સાંજે કોઈ સારી હોટેલ માં સાથે ડીનર કરીશું
ઓકે,કેયુર બોલ્યો
તો હવે બીજું હવે કાલે ઓફીસ પર આવ ત્યારે આપણે બધા સાથે મળીને નક્કી કરીશું ઓકે,મેં કીધું અને થોડી વાર બેસીને અમે લોકો છુટા પડ્યા.
આજે વધારે જ થાક લાગેલો હોવાથી ઘરે જઈ ફ્રેશ થઈ ને જમીને તાપી કિનારે ચક્કર લગાવવા પણ ના ગયો અને આરોહી ને વિષે વિચારતા વિચારતા સુઈ ગયો..
બીજે દિવસે સવારે ઓફીસ પર પંહોચી ને કામ પર લાગી ગયો અને લંચ ના સમયે ટેબલ પર આ ફ્રેન્ડશીપ ડે ના દિવસ ના પ્લાનીંગ વિષે ચર્ચા કરતા હતા.અને છેલ્લે તે દિવસે ડુમસ જવાનું નક્કી કર્યું અને સાંજે રીંગ રોડ પર આવેલી સુગર & સ્પાઇસ માં ડીનર લેવાનું નક્કી કર્યું.
અને હમણા વર્કલોડ વધારે હોવાથી આ વીક ના દિવસો ફટાફટ પસાર થતા હતા અને છેલ્લા ૪ દિવસ થી ફેસબુક પણ નથી ઓપન કર્યું એટલે આરોહી ની પણ કોઈ અપડેટ નથી.
હવે,આજે શનિવાર છે અને આ વીક નો છેલ્લો દિવસ અને આવતી કાલે ફ્રેન્ડશીપ ડે હોવાથી તેના વિષે જ વિચારત કરતા કરતા ઓફીસ પર પહોંચી ગયો અને જઈને બધાને ગુડ વીશીસ કરી ને કામ પર ગોઠવાઈ ગયો.બપોરે લંચ કરતા કરતા નક્કી કરી લીધું કે આપણે કાલે બપોરે ૨:૦૦ વાગે ડુમસ જવા નીકળી જઈશું અને હું મારી કાર લઈને આવીશ જેમાં આપણે બધા જ જઈશું.અને લંચ પછી કામ પર લાગી ગયા અને સાંજે ઓફીસ પર થી છુટી ને બધા પોતપોતાના ઘરે ગયા.
આજે તો સાંજે ઘરે જઈને ફ્રેશ થઈને તરત જ લેપટોપ ઓપન કર્યું અને ફેસબુક ખોલી ને જોયું કે આરોહી નો કોઈ મેસેજ કે નહી પરંતુ ફરીથી નિરાશા જ હાથ લાગી કેમ કે હજુ સુધી તેનો કોઈ રિપ્લાય જ નહી આવેલો અને લાસ્ટ સીન ગયા રવિવાર નું જ બતાવતું હતું.એટલે હું ઉદાસ મને મારા સાથી પાસે એટલે કે મારા ઘર ની પાસે આવેલી તાપી કિનારા ની બેંચ પર જઈને બેસી ગયો અને નક્કી કર્યું કે આરોહી ને ફ્રેન્ડશીપ ડે  ની પહેલી વિશ્ મારા તરફ થી અને ત્યાં જ બેઠા બેઠા કેયુર અને પ્રિયા ને કઈ રીતે ભેગા કરવા તેના વિષે પણ વિચાર કરતો જ હતો ત્યાં તો વોટ્સેપ નોટીફીકેશન પોપ-અપ થયું મેસેજ ફ્રોમ પ્રિયા..
હેલ્લો,પ્રેમ
હાં બોલ,મેં રિપ્લાય કર્યો
યાર,હું નર્વસ છુ કાલ માટે કે કઈ રીતે કેયુર ને આ વાત જણાવુ
અરે ,શા માટે આટલી બધી ગભરાઈ છે તુ,મેં હું ના..મેં કહ્યું
ઓકે,તે બોલી
        ઓકે,ચાલ બાય ગુડ નાઈટ મેં કહ્યું
        ઓકે,સેમ ટુ યુ,પ્રિયા એ કીધુ
ફોન માં જોયું તો ૧૧:૦૦ તો વાગી ચુક્યા હતા એટલે ઘર તરફ જવા માટે પગ ઉપાડ્યા અને રસ્તા માં જતા જતા વિચારતો હતો કે આજે આરોહી ને એવો મેસેજ કરું કે તે વાંચી ને તરતજ તેનું મન ખુશ થઇ જાય અને આવુ જ વિચારતો હતો ત્યાંજ મેં મારા વોટ્સેપ આજે સવારે વાંચેલો મેસેજ યાદ આવ્યો અને મેં ઘરે જઈ ફ્રેશ થયો અને ૧૧:૪૫ થયા એટલે મેં તે મેસેજ ટાઈપ કર્યો,
ત્રણ ચેહરે થી કાળા મિત્રો એક સાથે જતા હતા અને  ત્યાં જ રસ્તા માં અચાનક  એક દેવી પ્રગટ થઇ,
દેવી-હું તમારી એક ઈચ્છા પૂરી કરીશ માંગો જે માંગવું હોય એ ,
પહેલો મિત્ર-હે દેવી મને ગોરો (વ્હાઈટ) કરી દો,અને એ ગોરો થઇ ગયો,
બીજો મિત્ર- હે દેવી મને પણ ગોરો (વ્હાઈટ) કરી દો,અને એ પણ  ગોરો થઇ ગયો,
અને ત્રીજો જોર જોર થી હસીને બોલ્યો હે દેવી આં બંને ને ફરીથી કાળા કરી દો,અને  એ બંને કાળા થઇ ગયા…
હર એક ફ્રેન્ડ કમીના હોતા હે….
Happy frendship day,dear arrohi….
જેવા બાર વાગ્યા એટલે મેં સેન્ડ પર ક્લિક કર્યું અને…..
        આજે થાક વધારે લાગેલો હોવાથી આ મેસેજ મોકલીને તરત જ હું સુઈ ગયો અને તરત જ મસ્ત ઊંઘ પણ આવી ગઈ…
બીજે દિવસે રવીવાર હોવાથી દર રવિવાર ની જેમ આજે પણ હું મોડે સુધી સુતો રહ્યો અને ૧૧:૦૦ વાગે જાગ્યો અને પેલા બ્રશ કર્યું અને ત્યારબાદ તરતજ મેં મારી ઇનોવા કાર ને સાફ કરી ને ટકાટક ચળકતી બનાવી દીધી અને ત્યારબાદ હું બાથરૂમ માં શાવર લેવા માટે ગયો અને ૧:૦૦ વાગ્યા સુધી માં હું મારા ફેવરીટ બ્લેક કલર ના ફુલ સ્લીવ ટી-શર્ટ અને સાથે ડેનીમ ડાર્ક બ્લુ જીન્સ માં  તૈયાર થઇ ગયો અને પછી મેં બપોર નું લંચ કરી ને અને અજય ને કોલ કર્યો કે ઘર ની બહાર ઉભો રહે હું મારી કાર લઈને આવું છુ અને ૧:૩૦ થતા મેં મારા ઘરે થી ઇનોવા અજય ના ઘર તરફ ભગાવી અને…..ત્યાંથી…ખુશી..અને ત્યાંથી…પ્રિયા ને ત્યાં ગયા પરંતુ જેવી પ્રિયા ને જોઈ એટલે ખબર પડી ગઈ કે આજે કેયુર તો ગયો….
કેયુર અને બ્રિજેશ બને સાથે જ આવવના હતા અને અમને ડાયરેકટ ડુમસ પર જ મળવાના હતા કારણ કે પ્રિયા માટે સરપ્રાઈઝ જો રાખેલી હતી.અને અમે લોકો ૩:૩૦ જેટલા વાગ્યા ત્યાં તો ડુમસ પહોંચી ચુક્યા હતા.પરંતુ હજુ કેયુર અને બ્રિજેશ આવ્યા ન હતા એટલે મેં બધા થી દુર જઈ ને કેયુર ને ફોન કર્યો કે ભાઈ ક્યારે આવો છો.બસ પાંચ જ મીનીટ માં આવું છું પરંતુ તુ પ્રિયા ને થોડી દુર રાખ જે જેથી કરી ને એ અમને જોઈ ના જાય.
ઓકે,મેં કહ્યું અને ફોન મૂકી ને તરત જ અજય ને તેઓની પાસે જઈને ફરીથી વાતો માં જોડાઈ ગયો.અજય અને ખુશી પોતાની મસ્તી માં હતા અને મેં પણ કહ્યું  ઓ લાવ બર્ડ અમે લોકો પણ સાથે આવ્યા છીએ અને એટલું બોલીને મેં પ્રિયા તરફ નઝર કરી પરંતુ પ્રિયા ઉદાસ જણાઈ રહી હતી અને તેનું કારણ પણ મને ખબર હતી.ત્યાં જ કેયુર અને બ્રિજેશ મને આવતા દેખાયા એટલે મેં પ્રિયા નો ચેહરો એવી રીતે ફેરવી દીધો અને જેથી કરીને એ બ્રિજેશ અને કેયુર ને જોઈ ના શકે.શું થયું પ્રેમ? પ્રિયા બોલી.
કઈ નહી પેલી તરફ જો પેલી છોકરી પ્રપોઝ કરે છે તે અને આજે તારો પણ વારો છે હજુ એટલું જ બોલી રહ્યો ત્યાં તો પ્રિયા બોલી કોણ છે પ્લીઝ મારી આંખ પર થી હાથ લઇ લ્યો.અને અજય અને ખુશી ને મેં મારા મો પર આંગળી રાખી ને ચુપ રહેવાનો ઈશારો કર્યો.
કોણ છે???પ્રેમ હમણાં મશ્કરી ના કર તને ખબર છે ને મારી હાલત કેવી છે…પ્લીઝ પ્રેમ..
અરે હું નથી,હું પણ બોલ્યો અને જેવી મારી નઝર કેયુર પર પડી કે એ ભાઈ તો સપના માં ખોવાઈ ગયો હોય એવી રીતે પ્રિયા ને જ જોયા કરતો હતો.અને જોવે જ ને કેમ કે આજે પ્રિયા વ્હાઈટ ટી-શર્ટ અને નીચે ગ્રીન કલર નું નેરો જીન્સ સાથે ગ્રીન અને વ્હાઈટ રંગ ની ઇયરીન્ગ્સ તથા હાથ માં બ્રેસલેટ અને તેના બ્લેક-બ્રાઉન ખુલ્લા વાળ કે જેમાં પ્રિયા આજે કોઈ પરી જેવી જ લાગતી હતી.
કેયુર,પ્રિયા જરા ધીરા અવાજે બોલી
ના,હજુ ગેસ કર કોણ હોઈ શકે???હું બોલ્યો
ના,પ્રેમ બોલ હવે નહીતર એટલું જ હજુ પ્રિયા બોલી ત્યાં તો બ્રીજેશે પ્રિયા ની આંખ પર થી હાથ હટાવી લીધા એટલે પ્રિયા તરત જ પાછળ ફરી અને જોયું…….
અને થોડી વાર શાંત રહીને બોલી,બિરજુ તુ???વ્હોટ અ સરપ્રાઈઝ અરે યાર મને એમ હતું કે કોલેજ માંથી અલગ થયા પછી તુ તો અમને ભૂલી જ ગયો હશે…
અરે તુમ્હારી જેસી ગધી કો કોઈ ભૂલ સકતા હૈ ક્યાં??બ્રિજેશ બોલ્યો
શું બોલ્યો તુ,ઉભો રે તુ,પ્રિયા પાછળ દોડતા દોડતા બોલી
અરે તુમ્હારી જેસી પ્યારી ગધી ,બ્રિજેશ ફરી બોલ્યો
અરે યાર તુ તો હજુ ય એવો ને એવો જ છે ,પ્રિયા બોલી
હેપ્પી ફ્રેન્ડશીપ ડે,બ્રિજેશ પ્રિયા ને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધતા બાંધતા બોલ્યો
અને પ્રિયા એ પણ સામે ફ્રેન્ડશીપ ડે કહ્યું અને બેલ્ટ બાંધ્યો..અને ખુશી એ કહ્યું આ અજય અને ખુશી અમારા ગ્રુપ ના લવ-બર્ડ આ અમારો નટખટ અને મસ્તીખોર ફ્રેન્ડ્ પ્રેમ એટલું જ બોલી ત્યાં બ્રિજેશ તેના અટકાવતા બોલ્યો હાં તેણે તો હું ઓળખું છુ..
કેવી રીતે???પ્રિયા બોલી
અરે આ સરપ્રાઈઝ નો પ્લાન તેણે અને કેયુરે મળીને બનાવેલો હતો..
અને પ્રિયા મારા તરફ જોઈને હસીને બોલી યાર તુમ ભી ના કમાલ કરતે હો પ્રેમ…અને મને તેણે ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો અને મેં પણ તેણે વિશ્ કરીને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો.. અને પછી અમે બધા એ પણ એકબીજા ને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યા અને એકબીજા માટે લાવેલી ગીફ્ટ બધા એ એકબીજાને આપી…
 પ્રિયા કેયુર ની પાસે જઈને બોલી અરે તારે તો કઈ અગત્યનું કામ હતું ને કેમ આવી ગયો અહીંયા??.
અરે તારા માટે સરપ્રાઈઝ હતી એ જ અગત્યનું કામ હતું,કેયુર બોલ્યો
ઓહ્હ,પ્રિયા બોલી
તો કેવી લાગી આ સરપ્રાઈઝ ??કેયુર બોલ્યો
ખુબજ સરસ,પ્રિયા બોલી
અને આ બધાની વચ્ચે મને આરોહી ની યાદ આવતી હતી અને વિચારતો હતો કાશ એ પણ અહીંયા હોય તો.અને મન થયું કે ફોન કાઢીને ફેસબુક મેસેજ ચેક કરી લવ અમારા ગ્રુપ ના નિયમ મુજબ જયારે અમે બધા સાથે બેઠા હોઈએ ત્યારે નો,ફોન-નો-ફેસબુક,વોટ્સેપ વગેરે…એટલે રાત સુધી રાહ જોયા વિના બીજો કોઈ રસ્તો જ ન હતો…
અરે પ્રેમ,ક્યાં ખોવાઈ ગયો ખુશી એ મને પૂછ્યું,અરે અહીં જ તો છુ મેં પણ જવાબ આપ્યો…
અને હું ફરીથી વાતચીત માં જોડાયો અને વાત સાંભળી તો બ્રિજેશ ને તેના કામ વિષે અને તેના ફ્રેન્ડ્સ નહી પણ ગર્લફ્રેન્ડ વિષે પૂછવામાં આવી રહ્યું હતું તો બ્રિજેશ બોલ્યો અરે યાર મારે કોઈ જ ગર્લફ્રેન્ડ નથી…
યાર મને એક વાત ખબર નથી પડતી હજુ એટલું જ બોલ્યો ત્યાં તો પ્રિયા અને અજય એક જ સાથે બોલ્યા કઈ વાત ભાઈ??
        જયારે કોઈ ગર્લ્સ ને પ્રપોઝ કરીએ ત્યારે એ એવું કહે કે મારે ઓલરેડી બોય-ફ્રેન્ડ છે અને બોયસ ને પૂછો તો એમ કે મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી….
        યાર,કેયુર આઈ એગ્રી વિથ યુ,મેં કેયુર ની વાત માં સુર પુરાવ્યો.અને આજુબાજુ નું વાતાવરણ હળવું થયું.સમય જોયો તો ઘડિયાળ માં ૫:૩૦ થઇ ચુક્યા હતા.અને અમે બધા ધીરે ધીરે દરિયા ના પાણી માં ગયા અને આજ ના સમય ની ફેશન ગણાતી સેલ્ફી એ લેવાનું શરુ કર્યું અને સાથે બધા એ જ ગ્રુપ ફોટો પણ પડ્યો અને ત્યારબાદ અમે બધા સાંજ ના ૬:૩૦ સુધી બેઠા અને ત્યારબાદ ૭:૩૦ વાગ્યા ની PVR ની મુવી ટીકીટ હતી એટલે અમે બધા ડુમસ થી તરત જ રાહુલરાજ પર આવી ગયા અને સ્ક્રીન -૩ માં પ્રવેશ કર્યો અને પોપકોર્ન ની મઝા સાથે મુવી જોવાનું શરુ કર્યું અને ૯:૪૫ થતા મુવી પણ પૂરું થઇ ગયું એટલે હવે અમે અમારા આગળ ના પ્લાન મુજબ રીંગ-રોડ પર આવેલી સુગર & સ્પાઇસ પર પંહોચી ગયા અને જોયું તો વેઇટિંગ વધારે હતું પણ અમારે શાંતિ હતી કેમ કે અજએ અગાઉ જ ફોન પર વાત કરીને બુક કરાવી દીધું હતું..
        હવે અમે બધા જ સાથે સુગર & સ્પાઇસ માં એન્ટર થયા અને ૬ લોકો નું ટેબલ ખાલી હતું ત્યાં જઈને બેઠા અને પાંચ જ મીનીટ માં વેઈટર આવ્યો અને પાણી મૂકી ગયો અને અમે બધા એ પોતપોતાની રીતે ઇટાલિયન,મેક્સીક્સ્નસ,પિઝ્ઝા,સીઝલર વગેરે નો ઓર્ડર આપ્યો.અને વેઈટર ત્યાંથી જતો રહ્યો…
        ફ્રેન્ડ્સ,હું હમણાં જ આવું છુ??

ક્યાં જાય છે??કેયુરે પૂછ્યું
વોશરૂમ,બ્રિજેશ બોલ્યો
ઓકે,કેયુર ફરી બોલ્યો અને બ્રિજેશ ટેબલ પર થી ઉભો થઈને વોશરૂમ તરફ ગયો
મેં પણ આસપાસ નઝર કરી તો હોટેલ વાળા લોકો એ પણ એકદમ રોમેન્ટિક વાતાવરણ ક્રીએટ કરેલું હતું જેમાં ધીમે ધીમે રોમેન્ટિક તેમજ ફ્રેન્ડશીપ ડે ના સોન્ગ્સ વાગી રહ્યા હતા દીવાલો પર પણ ફ્રેન્ડશીપ ના સ્ટીકર્સ લગાવેલા હતા વગેરે વગેરે….અને મારું ધ્યાન હજુ આ બધુ જોવા માં જ હતું ત્યાં જ,
કેયુર પ્રિયા એટલું જ બોલી ને અટકી ગઈ
હાં બોલ,પ્રિયા કેયુર બોલ્યો
કેયુર મારે તને કઈ કહેવું છે,પ્રિયા થોડું અચકાતા બોલી
હમમમ,કેયુર જવાબ આપ્યો
સુ હમમમ,??હું બોલ્યો
આ લાઈક યુ…પ્રિયા બોલી ગઈ અને ખુશી થઇ કે ચાલો બોલી તો ખરી પ્રિયા અને અજય અને ખુશી પણ પોતાની વાતો બંધ કરી ને આ વાત પર આવી ગયા..
મતલબ??કેયુર બોલ્યો
અરે ,યાર હું તને પસંદ કરું છુ,કોલેજ સમય થી અને આં વાત તને હું કેટલા સમય થી કહેવા માંગું છુ પણ મારા થી બોલાતું ના હતું પરંતુ પ્રેમ એ મને થડી હિંમત આપી અને હું બોલી શકી આજે ,અને આટલું બોલીને …
I love you  keyur
હજુ પ્રિયા આટલું બોલી ત્યાં તો બ્રિજેશ પણ વોશરૂમ માંથી આવી ને ટેબલ પર આવી ને બેઠો અને તરત જ બોલ્યો ,
પ્રિયા
હમમમ,પ્રિયા અચાનક જ કોઈ વિચાર માંથી બહાર નીકળી હોઈ એ રીતે બ્રિજેશ તરફ ફરી..
પ્રિયા મારે તને કઈ કહેવું છે…બ્રિજેશ બોલ્યો
અને તરત જ સમય બગડ્યા વગર બ્રીજેશ ફરી બોલ્યો,
I love you,priya
આ સાંભળીને ટેબલ પર બધા હલન ચલન વગર જેમ બેઠા હતા એમજ બેઠા રહ્યા અને ટેબલ પર વાતાવરણ એકદમ શાંત ગયુ અને કેયુર પ્રિયા તરફ અને પ્રિયા બ્રિજેશ તરફ તથા અજય-ખુશી અને હું અમે બધા એકબીજાની સામે જોતા રહ્યા….
                                                                To be Continue…..
તો મિત્રો શું લાગે છે તમને શું કેયુર પ્રિયા ના પ્રપોઝ નો સ્વીકાર કરશે???શુ પ્રિયા બ્રિજેશ ના પ્રપોઝ નો સ્વીકાર કરશે??શું આ ની અસર પ્રિયા,કેયુર અને બ્રિજેશ કોલેજ સમય ની દોસ્તી પર થશે??શું ફ્રેન્ડશીપ ડે ના દિવસ પર જ આ કોલેજ સમય ની ફ્રેન્ડશીપ તૂટશે??શું આરોહી પ્રેમ ને માફ કરશે અને ફરીવાર તેની સાથે વાત કરશે???શું આ સંબંધ આગળ ચાલશે કે પછી અહીંયા જ પુરો થઇ જશે??સવાલો તો ઘણા બધા છે પરંતુ મિત્રો આ બધા જ સવાલો ના જવાબ જાણવા માટે તમારે love junction part-03 ની રાહ જોવી પડશે.અને હાં મિત્રો મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનુ ભૂલતા નહી અને જો કોઈ ભૂલ-ચૂક થતી હોઈ તો બેફીકર બોલવાનું કારણ કે એક લેખક માટે તો તેના સૌથી મોટા ગુરુ જો કોઈ હોય તો એ હોય છે લેખક ના વાંચકમિત્રો ,અને તેના થાકી જ અમે લોકો એ ભૂલ આગળ સુધારી શકીએ અને વધારે સારું લખી શકીએ.
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
 સવાલ : શું આરોહી એ પ્રેમ ને માફ કરવો જોઈએ કે નહી??
A.yes
B.No
instagram.com/parthjghelani
પર મોકલી શકો છો….

Love Story in Gujarati Love Stories | Love Junction S01 C01 by Parth Ghelani | Love Story Novels in Gujarati

2

Love Story in Gujarati Love Stories |  Love Junction Season-1 Chapter-1 by Parth Ghelani | Love Story Novels in Gujarati 
Love Story Novels in Gujarati,Love Story in Gujarati Love Stories,Romance Stories in Gujarati,Gujarati Romance Stories,રીયલ ગુજરાતી લવ સ્ટોરી

પ્રસ્તાવના
        પ્રેમ માણસની અગ્નિ પરીક્ષા કરે છે. એ આગમાં પોતે જ સળગવું પડે છે.કુમાર અવસ્થામાં પ્રેમની વસંત આવે છે. કોઈ હૃદયની માટી પર પ્રેમની કૂંપળ ઉગે અને થોડાક જ સમયમાં પ્રેમની વસંત પાનખરમાં પલટાઈ જાય.તોફાની પવન એ કૂપળને ક્યાંક ઉડાવી જાય પછી હૃદયની માટીને મન જીવવું અઘરું થઈ પડે. શું એ હૃદય પર ફરી પ્રેમની વર્ષા થશે? શુ ફરી પ્રેમની કૂંપળ ઉગશે? પ્રેમ નામના છોકરાની આ કથા છે. જે આરોહી ને કંપની ના ફંક્શન માં મળે છે અને તેને જોઈને જ તેના પ્રેમ માં પડે છે  નામની એક છોકરીના પ્રેમમાં પડે છે.  પરંતુ આ ફંક્શન પછી પ્રેમ પોતાના પ્રેમ નો એકરાર કરે એ પહેલા જ ફંક્શન પૂરું થઇ જાય છે અને બને અલગ પડે છે.હવે પ્રેમ  આરોહીની તલાશમાં નીકળે છે. શું તે આરોહીને શોધવામાં સફળ થશે ? કહાનીમાં આગળ શું બન્યું હશે….? એ જાણવા માટે વાંચતા રહો પાર્થ ઘેલાણી ની કસાયેલી કલમે લખાયેલી એક રોમાન્ટિક કથા લવજંકશન.

***

આજે ઓફિસ માંથી જલ્દી રજા પડી ગયેલી હોવાથી હું અને મારા બીજા મિત્રો સાથે ભેગા થઈને  કોફી કોર્નેર પર ગયા.અમારા મિત્ર મંડળ માં હું થઈને કુલ પાંચ મિત્રો છીએ,હું એટલે પ્રેમ અને બીજા મારા મિત્રો અજય,ખુશી,કેયુર અને પ્રિયા.અમે બધા સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ કંપની માં સોફ્ટવર એન્જિનિયર તરિકે કામ કરીએ છીએ,અને આવતીકાલે અમારી કંપની તરફ થી એવોર્ડ સંભારભ નું આયોજન કરેલું હોવાથી આજે અમને લોકો ને પણ કામ પરથી જલ્દી રજા મળી ગયેલી છે અને સાથે સાથે આવતીકાલે કાર્યક્રમ માં સમયસર સ્થળે પહોચવાનું પણ કહેવામાં આવેલું છે.

આ એવોર્ડ સંભારભ માં અમારી કંપની તરફ થી દર વર્ષે એમ્પ્લોય ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવે છે.અને આ વરસે એવોર્ડ મારા બેસ્ટ મિત્ર અજય ને મળવાનો છે અને એટલે જ તો આજની કોફી ની પાર્ટી અજય તરફ થી મળેલ છે.હવે અમે બધા મિત્રો કોફી પિતા પિતા વિચારતા હતા કે કાલે કઈ રીતે આપડે લોકો એ પાર્ટી પર જવું છે,મતલબ કે પોતપોતાની રીતે કે પછી હું મારી કાર લઈને આવું અને આપડે બધા એ સાથે જવું છે.અને છેલ્લે અમે લોકો એ મારી કાર માં જવાનું નક્કી કર્યું અને કોને ક્યાં થી પીક અપ કરવા તે નક્કી કરીને અમે છુટા પડ્યા. ઘરે પંહોચી ને હાથ મોઢું ધોઈને તરત જ મેં મારી ઇનોવા કાર ને સાફ કરી અને બધું બરાબર છે કે ની તે ચેક કરી લીધું.
બીજા દિવસે, નક્કી થયા મુજબ હું ઘરેથી બપોરે ૪:૩૦ વાગ્યે મારી કાર લઈને નીકળી ગયો કારણ કે મારે હજુ મારા મિત્રો ને પણ પીક અપ કરવાના હતા અને સૌથી પેલા હું મારા ઘર ની નજીક રહેતા અજય ને ત્યાં ગયો અને જેવો ત્યાં પહોંચી ને જોયું કે ભાઈ આજે તો સુટ બુટ માં  રેડી જ હતા અને એ મને જોઈને તરત જ કાર તરફ આવ્યો અને મારી બાજુ ની સીટ માં આવીને બેસી ગયો અને મેં પણ તરત જ કાર ને ખુશી ના ઘર તરફ વાળી ,ખુશી ‘રીવર વ્યુ’ માં રહે છે અને મેં તેના ઘર પાસે જઈને તરતજ હોર્ન માર્યો અને તરત જ ખુશી પણ બહાર આવી,અને જેવી બહાર આવી કે હું અને અજય બંને તેના તરફ જ જોઈ રહ્યા હતા એનું એકજ કારણ હતું કે આજે આ ખુશી કંઇક વધારે જ ખુબસુરત લાગી રહી હતી ,ખુશી નું આ રૂપ તો મેં તો આજે જ જોયું હતું પરંતુ મને લાગે છે કે અજયે  ખુશી નું આ રૂપ પેહલે થી જોઈ લીધું હશે એટલે એ ખુશી ને પસંદ કરતો હશે,પણ બિચારો આજ સુધી ખુશી ને કઈ નથી શક્યો.
કાર ની પાછળ ની સીટ પર ખુશી બેસી અને તરત જ બોલી કે આજ સુધી મને ક્યારેય જોઈ નથી કે શું?ના જોઈ છે પણ આજ ની આ ખુશી ઓફીસ ની ખુશી કરતા કંઇક વધારે જ ખુબસુરત છે.હું બોલ્યો અને અજયે તરતજ મારા તરફ ત્રાંસી નઝરે જોયું.બસ પ્રેમ હવે માખણ લગાવવાનું બંદ કર અને જલ્દી થી ચાલ પેલા બંને અઠવાગેટ પર આપણા લોકો ની રાહ જુવે છે.ઓકે ડીઅર કહ્યું અને મેં કાર ભગાવી અઠવાગેટ તરફ.અઠવાગેટ પહોચ્યાં ત્યાં સુધી મા તો ૬:૦૦ વાગી ચુક્યા હતા અને અમારો પાર્ટી નો સમય ૭:૦૦ નો હતો એટલે તરત જ સમય નો બગાડ કર્યા વગર તે બંને ને જલ્દી થી કાર માં બેસવાનું કીધું અને જેવા કાર માં બેઠા એટલે તરત જ કાર ને ‘TGB’ તરફ ભગાવી કારણ કે અમારી પાર્ટી નું આયોજન ત્યાં જ હતુ.અને અમે અમારા નક્કી કરેલા સમય મુજબ ૬:૪૫ વાગતા જ ત્યાં પંહોચી ગયા અને તે બધાને ગેટ પર ઉતારીને હું કાર ને પાર્ક કરવા પાર્કિંગ એરિયા માં ગયો અને કાર ને પાર્ક કરીને ત્યાંથી સીધો જ બધા મિત્રો સાથે મળીને હોટેલ ના મુખ્ય દ્વાર માં થઇ ને અંદર ગયા.અને જેવા અંદર ગયા કે તરતજ અમારા પર સુંદર ફૂલો નો વરસાદ થયો અને અમારું સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ અંદર જઈને જોયું તો પુરો હોલ કલરફુલ લાઈટો થી શણગારવામાં આવેલો હતો તથા આજુબાજુ માં ખુબજ સરસ સુગંધી ફૂલો પાથરવા માં આવ્યા હતા અને પુરા હોલ માં રહેલા સ્પીકર માંથી મંદ મંદ સંગીત પ્રસરી રહ્યું હતું અને ખરેખર ખુબજ અદ્ભુત વાતાવરણ હતું.
અને જેવા ૭:૧૫ વાગ્યા કે તરત જ કોઈ લેડીસ નો અવાજ સંભળાયો,
“ગુડ ઈવનિંગ,હું તમારી  હોસ્ટ ઓછી પરંતુ દોસ્ત વધારે એવી દિવ્યા તમારું બધાનું  ધ સ્ટાર ડેવલપર (પ્રા.) લીમીટેડ તરફ થી તમારા બધાનું જ સ્વાગત કરું છુ.દોસ્તો આજે આપણી આ ભવ્ય પાર્ટી ની રોનક વધારવા માટે આપણી જ સ્ટાર કંપની ના બરોડા તેમજ અમદાવાદ ની શાખા ના તમામ એમ્પ્લોય અને મેનેજર અહીંયા આવી ચુક્યા છે.તો આપણે બંને શાખા ઓ ના મુખ્ય મેનેજરો નું જોરદાર તાળીઓ થી સ્વાગત કરીશું.પ્લીઝ મે આઈ રીક્વેસ્ટ ટુ મી.તલવાર ધ M.D. ઓફ અમદાવાદ બ્રાંચ અને મી.કશ્યપ ધ M.D. ઓફ બરોડા બ્રાંચ.
તે બંને સ્ટેજ પર ગયા અને અમારા સુરત બ્રાંચ ના M.D. એ તે બંને નું ફૂલો ના બુકે દ્વારા સ્વાગત કર્યું અને વેલકમ સ્પીચ આપી ને અમારા કાર્યક્રમ નો એવોર્ડ સંભારભ શરુ કરવાનું એલાન કર્યું અને ત્યારબાદ ફરીથી દિવ્યા એ કાર્યક્રમ ને આગળ વધાર્યો  અને  હવે તે એમ્પલોય ઓફ ધ યર ના નામ જાહેર કરવાની હતી અને તે બોલી ધ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ ગોસ ટુ ચિરાગ પટેલ ફ્રોમ ધ બરોડા બ્રાંચ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ યોર એવોર્ડ. ધ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ ગોસ ટુ અજય મેહતા ફ્રોમ ધ સુરત બ્રાંચ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ યોર એવોર્ડ.એન્ડ ધ લાસ્ટ  એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડ ગોસ ટુ આરોહી શર્મા  ફ્રોમ ધ અમદાવાદ બ્રાંચ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ એક્સેપ્ટ યોર એવોર્ડ.
જેવું આરોહી શર્મા નામ એનાઉન્સ થયું કે બધાની નઝર તેના પર હતી કેમ કે છેલ્લા ૧૦ વરસ ના ઇતિહાસ માં પેહલી વાર સ્ટાર ડેવલપર તરફ થી કોઈ ગર્લ્સ ને આ એવોર્ડ મળ્યો હતો અને મેં પણ તેના તરફ નઝર નાખી ને જોયું પરંતુ ત્યારબાદ મારી નઝર તેના પર થી દુર હટવાનું નામ જ લેતી ન હતી કારણ કે એક તો તેનો લૂક એકદમ કોઈ બોલીવૂડ એક્ટ્રેસ જેવો જ ,તેની આંખોમાં કંઇક અલગ જ આત્મવિશ્વાસ હતો,લોંગ ઈયરીન્ગ્સ જે તેના પર્પલ કલર ના લાંબા પાર્ટી વેર ડ્રેસ ની સાથે એક્દમ મેચ થતા હતા અને આ બધું જ જોવા માં ને જોવા તો એ પણ ખબર ના પડી કે એ એવોર્ડ લઈને ક્યારે પોતાના ટેબલ પર પાછી આવતી રહી.
બીજા લોકો ની તો મને ખબર નહિ પણ મારું દિમાગ ૧૦૦% હવે તેના વિશે જ વિચાર કરી રહ્યું હતું અને મારી નઝર તો હવે ત્યાંજ હતી અને અચનાક જ અજયે આવીને મને કહ્યું ચાલ ભાઈ ડીનર નથી કરવાનું તારે??હા ચાલો અને મેં તેના ટેબલ પર નઝર કરી તો તે પણ ડીનર લેવા માટે જતી હતી અને હું પણ અજય સાથે ડીનર લેવા માટે ગયો અને ડીનર પૂરું કરીને અમે લોકો ફરીથી ટેબલ પર આવીને બેઠા અને અમે બધાએ અજય ને અભિનંદન આપ્યા અને અમારી જેમજ બીજા લોકો પણ અજય પાસે આવતા હતા અને અજય ને અભિનંદન પાઠવતા હતા.આવીજ રીતે આરોહી ને પણ બીજા ઓફિસ ના લોકો અભિનંદન આપતા હતા આ બધું જ શરુ જ હતું ત્યાં તો પાર્ટી સોન્ગ્સ જોર જોર થી સંભળાવા લાગ્યા અને બધા પોતપોતાની રીતે પોતાના પાર્ટનર ની સાથે ડાન્સ કરતા હતા ત્યાં થોડા સમય બાદ અજય-ખુશી અને કેયુર-પ્રિયા પણ ડાન્સ કરવા ચાલ્યા ગયા.
હવે ટેબલ પર હું એકજ બેઠો હતો અને મારી નઝર આરોહી ને જ શોધતી હતી અને મેં જોયું તો તે પણ એકલીજ બેઠેલી હતી અને આ જોઈને મને અંદર થી સારું લાગ્યું અને મન માં જ વિચાર આવ્યો  કે આ મોકો સારો છે તેની પાસે જઈને વાત કરવાનો પણ તમને લોકો ને પણ ખબર જ છે કે કોઈ છોકરો કોઈ અજાણી છોકરી સાથે વાત કરવાની હિંમત ધરાવતો જ નથી તો પણ મેં આજે પાકું મન બનાવી લીધું હતું વાત કરવાનું કેમ કે મને ખબર હતી કે આજે વાત ના થઇ તો પછી બીજી વાર કયારે મળીએ એ પણ નક્કી નથી આવું વિચારીને હું ઉભો થયો ને મેં મારા પગ આરોહી ના ટેબલ તરફ જેવા ઉપડ્યા  કે મારા હૃદય ના ધબકારા અચાનક વધારે જડપ થી ચાલવા લાગ્યા મારા મગજ માં મોટીવેશનલ વિચારો ધમાચકડી બોલાવવા લાગ્યા અને અચાનક જ હું સામે થી આવતા વેઈટર ની સાથે અથડાયો અને મારી વિચારોની હારમાળા તૂટી અને કેમેય કરીને ને મેં મને નીચે પડતા પડતા સંભાળ્યો.
અને સરખો થઈને સીધો જ આરોહી જ ટેબલ પાર હતી તે ટેબલ પાસે જઈને કહ્યું ,
હાય
હાય.આરોહી બોલી
congrtulations. મેં કહ્યું
ઓહ્હ થેંક યુ.
ઓલવેસ વેલકમ ,અને થોડી વધારે હિંમત કરીને પૂછી લીધું કેન આઈ સીટ હીયર??
સ્યોર,પ્લીઝ સીટ આરોહી બોલી
                અને મેં બેસતા બેસતા જ કીધું બાય ધ વે મારું નામ પ્રેમ,પ્રેમ પટેલ.
                મારું નામ આરોહી ,આરોહી શર્મા,આરોહી એ કહ્યું.
તમને તો કોણ નથી ઓળખતું.હું બોલ્યો
એટલે?તે બોલી
મતલબ કે હવેથી તમારે તમારી ઓળખાણ આપવાની જરૂર નહિ પડે કેમ તમે એક માત્ર એવી યુવતી છો જેને સ્ટાર તરફ થી એમ્પ્લોય ઓફ ધ યર નો એવોર્ડ મળેલ છે.મેં કહ્યું
અને પૂછ્યું કે ,તો તમે અમદાવાદ બ્રાંચ તરફ થી જોબ કરો છો એમ ને ??આ મને ખબર હતી છતાં મેં પૂછ્યુ.(મન માજ બોલ્યો)
હા અને તમે??
સુરત.
અને ટેબલ પર શાંતિ છવાઈ
હવે શું વાત કરવી એ વિચારતા વિચરતા જ મારા થી પૂછાઈ ગયું ,
કેન આઈ ડાન્સ વિથ યુ??
સોરી ,આરોહી બોલી
કેમ??મારા સાથે ડાન્સ કરવામાં કોઈ વાંધો છે?મેં પૂછ્યું
ના એવું નથી પણ
પણ શું??
આઈ ,આઈ કાન્ટ ડુ ધ ડાન્સ લથડાતા અવાજે આરોહી એ જવાબ આપ્યો .
હજુ હું વિચારતો જ હતો કે તેમનો કોન્ટેક્ટ નંબર માંગવો કે નહિ?ત્યાંજ પ્રિયા આવી ટપકી અને બોલી પ્રેમ ૧૧:૩૦ થઇ ચુક્યા છે.તો આપણે લોકો એ જવું જોઈએ.
મેં પણ કહ્યું અરે યાર આજે શનિવાર છે અને પાર્ટી માં આટલી મઝા પણ આવે છે તો થોડો સમય હજુ એન્જોય કરીએ અને પછી નીકળીએ.
તેને પણ ખબર પડી ચુકી હતી કે હું કેવી રીતે પાર્ટી એન્જોય કરું છુ એટલે એ પણ ત્યાંથી શરારત ભરી નઝરે જોઈને બોલતી ગઈ કે હવે છેલ્લી ૨૦:૦૦ મીનીટ ઓકે.
ઓકે ,મેં પણ કહ્યું અને ફરીથી નઝર આરોહી તરફ કરી ત્યાં તો એ પણ ત્યાંથી ચાલી ગઈ હતી.અને ફરી મારી નઝર તેને શોધવામાં લાગી ગઈ પણ…
અને પ્રિયા એ આપેલી ૨૦:૦૦ મીનીટ પૂરી થઇ ચુકી હોવાથી  હું પણ ત્યાંથી ઉભો થયો અને મારા મિત્રો પાસે આવીને કહ્યું ચાલો હવે જઈએ અને અમે બધા અમારા મેનેજર ને મળીને તેને બાય કહી ને બહાર નીકળ્યા.
હવે લગભગ ૧૨:૦૫ થઇ ગઈ હતી ને અમારી કાર ફૂલ સ્પીડે ચાલી જતી હતી ત્યાંજ પ્રિયા બોલી પ્રેમ શું લાગે છે તને પેલી લેડી સ્ટારતને મળશે કે નહિ??
ત્યાં તો પેલા ત્રણેય મારા તરફ જોઈને બોલ્યા ભાઈ કોણ છે આ લેડી સ્ટાર??
અરે પેલી આરોહી શર્મા ,પ્રિયા બોલી
ત્યાં તો તરત જ કેયુર અને અજય બોલ્યા પેલી એમ્પલોય ઓફ ધ યર ફ્રોમ અમદાવાદ??
એટલે જ તો હું વિચારતી હતી કે આ ડાન્સ ભુખી પ્રેમ આજે ડાન્સ કરવા કેમ ના આવ્યો અને આજે અમારા થી પણ દુર કેમ હતો પણ ભાઈ લાઈન મારવામાંથી ઉંચા આવે તો ને….હસતા હસતા ખુશી બોલી અને બધા એ તેની સાથે સુર પુરાવ્યો.
અને આ બધી વાતો માં ક્યારે કેયુર અને પ્રિયા નું ઘર આવી ગયું એ પણ ખબર ના પડી અને તે બંને ને ત્યાં ઉતાર્યા અને ગૂડ નાઈટ કહીને છુટા પડ્યા..અને ત્યારબાદ ખુશી ને રીવર વ્યુ પર અને અજય ને તેના ઘર પર ઉતારીને લગભગ હું ૧:૦૦ વાગ્યા ની આસપાસ ઘરે પહોંચ્યો અને કાર ને પાર્ક કરી ને નાહીધોઈ ને બેડ પર જઈને સુતો.
પરંતુ બેડ પર જઈને સુતો અને જેવી આંખ બંધ  કરી કે મારી આંખો ની સામે આરોહી નો ચેહરો અને ત્યારબાદ તેની સાથે વિતાવેલી ૨૦:૦૦ મીનીટ ના બધાજ  એક પછી એક ચિહ્ન મારી નઝર ની સામે કોઈ ચલચિત્ર ની જેમ આવવા લાગ્યા અને આરોહી ના વિચારો માં જ આખી રાત ક્યારે  પૂરી થઇ ગઈ એ મને ખબર જ ના પડી.અને આજે રવિવાર હોવાથી હું પણ સવાર ના ૧૦:૦૦ વાગ્યા સુધી પથારી માં પડ્યો રહ્યો.પરંતુ ઉઠવાની સાથે જ ફરી મારી સામે આરોહી નો ચેહરો.  
અને હવે મને ખબર પડી ચુકી હતી કે મારા મગજ માં હવે આરોહી નામ ના વાયરસે કબજો કરી લીધો છે અને આ વાયરસ નો એન્ટી-વાયરસ પણ ખુદ આરોહી જ હતી પણ હવે તેની સાથે કેવી રીતે કોન્ટેક્ટ કરવો એ વિચારતા વિચારતા નાહી ધોઈ ને ફ્રેશ થયો અને હવે બ્રેક-ફાસ્ટ નો સમય તો પુરો થઇ ચુક્યો હતો એટલે મેં બપોર નું ભોજન લીધું અને હવે કઈ કામ ના હતું એટલે લેપટોપ ઓન કર્યું અને મુવી ના ફોલ્ડર માં જઈને મુવી ના નામ જોવા લાગ્યો અને એક મુવી મારી નઝર માં આવી  એ હતી “મુજ્સે ફ્રેન્ડશીપ કરોગે”અને જેવું આ દેખાણું કે મારા મગજ માં આ મુવી ની સ્ટોરી યાદ આવી ગઈ અને મેં પણ આ તરતજ કરવાનું વિચારીને મારા લેપટોપ ને વાઈ –ફાઈ સાથે કનેક્ટ કરીને તરતજ ગુગલ માં જઈને fb.com સર્ચ કર્યું ને જેવું ફેસબુક ખુલ્યું કે સર્ચ માં જઈને આરોહી શર્મા ટાઇપ કર્યું અને તરત જ આરોહી નામક ફેસબુક આઈડી આવી ગયા અને તરત જ મેં બધા જ એકાઉન્ટ ના પ્રોફાઈલ પીક્સ જોવાનું શરુ કર્યું પરંતુ મને કોઈ પણ એકાઉન્ટ માં તેનો ફોટો જોવા નહી મળ્યો અને આખરે ૩૦:૦૦ મીનીટ ની મહા મથામણ બાદ મને આરોહી નું ફેસબુક આઈડી મળ્યું અને મેં ઓપન કર્યું અને સૌથી પેલા અબાઉટ પર જઈને ક્લિક કર્યું અને તરત જ પેહલા મેં રીલેશન શીપ સ્ટેટસ ચેક કર્યું અને એ સિંગલ બતાવતું હતું એ જોઈને મને આંતરિક ખુશી મળી અને ત્યારબાદ એક પછી એક માહિતી ચેક કરવા લાગ્યો પરંતુ મેં જયારે તેની બર્થ ડેટ જોઈ કે મારું મગજ ૧:૦૦ મીનીટ માટે સુઉન્ન્ન્ન્ન્ન્ન(હેંગ) થઇ ગયું કારણ કે તેની બર્થ ડેટ 23rdJanuary,1991 બતાવતી હતી અને હવે તમને વિચાર આવ્યો કે આ ડેટ માં તો એવું શું છે પણ એવું કઈ જ નથી પરંતુ મારી બર્થ ડેટ પણ  23rdJanuary,1991 જ છે..
હવે બધું જ ચેક થઇ ચૂક્યું હતું અને હવે એકજ કામ બાકી હતું અને એ હું ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવાનું અને પરંતુ જેવું મેં ત્યાં ક્લિક કર્યું કે મારા હ્રદય ના ધબકારા થોડા વધી અને ત્યારબાદ એક મેસેજ પોપ-અપ થયો અને એ હતો,